single mother books and stories free download online pdf in Gujarati

સિંગલ મધર

" Niju , don't worry I am withyou ." કહી વિદ્યાબેને આઠ વરસ ની નિજુ પર થી સાયકલ ઉઠાવી અને પછી નિજુ ને ઉભી કરી ઘર માં લઇ ગયા. ફસ્ટ એડ બોક્સ લાવી પગ માં પડેલો ઘા સાફ કર્યો. હજુ પણ નિજુ ના ડુસકા બંધ થયા નહતા. એટલે વિદ્યાબેને એને બાથમાં લીધી. અને એને બેડ માં સુવડાવી. ઊંઘ માં એ બેડ પર થી ગબડી પડી ને એક ચીસ સાથે ઉઠી ગઈ.....

જોયું તો નીરજા એરપોર્ટ પર નાનકડી આના સાથે હતી. "Niju , don't worry I am with you. " નો પડઘો હજુ પણ નીરજા ના મન માં ગુંજી રહ્યો હતો . નીરજા એ આજુ બાજુ જોયું અને સપના માં થી વાસ્તવિક દુનિયા માં આવી ગઈ. નીરજા અના ના કર્લી વાળ માં આંગળીઓ ફેરવવા લાગી.

નીરજા અને તેની 8 વર્ષ ની દીકરી ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર વેટિંગ ચેર પર બેઠા હતા. જર્મની નું આ બીજું મોટું એરપોર્ટ છે જે બીઝી માં બીઝી એરપોર્ટ છે. નીરજા બોમ્બે ની ફ્લાઇટ ની રાહ જોતી બેઠી છે ને એની દીકરી આના તેના ટેડીબેર સાથે રમત કરતી હતી. સ્કાય બ્લુ આંખો અને લાઈટ બ્રાઉન કર્લી કમર સુધી ના વાળ માં આના પોતેજ ટેડીબેર લાગતી હતી. રેડ ફ્લેર વાળું ફ્રોક હવામાં ઉડતું હતું ત્યારે આના લિટલ બાર્બી જેવી દેખાતી હતી.

એનાઉન્સમેન્ટ થતાંજ નીરજા પ્લેન તરફ જવા લાગી. આના નીરજા પાછળ ખેંચાયે જ જતી ને આના નું ટેડીબેર આના પાછળ.

નીરજા 5 વરસ થી ફ્રેન્કફર્ટ (જર્મની) રહેતી હતી. આના નું નામ આમ તો અનંતા હતું. પણ અહીં આવ્યા પછી આના થઈ ગયું ને નીરજા નું નેની થઈ ગયું.

નીરજા 5 વરસ થી ફ્રેન્કફર્ટ માં એક નામી આર્કિટેક સાથે કામ કરતી હતી. સાથે સાથે એની દીકરી ને પણ મોટી કરતી હતી.

5 વરસ પહેલાં એ ઓસ્ટ્રીયા માં 3 વરસ માટે હતી. ત્યાં પણ તેણે આ જ પ્રકાર નું કામ કર્યું .

બોમ્બે એરપોર્ટ પર ઉતર્યા પછી તેનો 8 કલાક નો સ્ટે હતો આથી આના ને લઇ ને એ એરપોર્ટ પર પીઝા ખાવા બેઠી. અને પછી વેઇટ એરિયા માં બેઠી. આના નીરજા ના ખોળા માં માથું મૂકી ને સુઈ ગઈ .

નીરજા આંખો બંધ કરી ને જીવી ગયેલી ઝીંદગી ફરી જીવવા લાગી.

9 વર્ષ પહેલાં નીરજા પેઇનગેસ્ટ તરીકે અમદાવાદ માં રહેતી અને એક પ્રાઇવેટ કંપની માં જોબ કરતી હતી. એની રૂમ પાર્ટનર જેની બેંગ્લોર થી હતી ને ખુબજ ફ્રન્ટ નેચર ધરાવતી . દુનિયા ની બધીજ વસ્તુઓનો અનુભવ એને હતો . એ દારૂ હોય કે પછી ડ્રગ્સ , એ સેક્સ હોય કે પછી અબોશન . બધાની એ અનુભવી હતી.

જેની આમ બહુ જ ખુલ્લા વિચારો ધરાવતી પણ એનો સ્વાભાવ ખુબજ સાલસ હતો. જેની અને નીરજા નો નેચર એકદમ વિરુદ્ધ પ્રકૃતિ નો પણ કહેવાય છે ને માણસ પોતાના જીવન ની ખામી સામે ના વ્યક્તિ માં શોધે છે. એમ જ જેની ને નીરજા સાથે ખૂબ જ ફાવતું.

નીરજા નું મૂળ વતન સિદ્ધપુર . પહેલા ભણવા અને પછી જોબ માટે એ અમદાવાદ સ્થાઈ થઈ ગઈ હતી. ગુજરાત. યુનિવર્સિટીની માં થી આર્કિટેક્ચર નો અભ્યાસ કર્યો અને પછી એ અજય પુરોહિત ની અસસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી .

1 વર્ષ માં તો હેલ્પર થી અસસીસ્ટન્ટ નું પ્રમોશન મેળવી લીધું. અજય પુરોહિત પણ હવે પૂરેપૂરો એના પર જ ડીપેન્ડેડ હતો. એક વર્ષ માં તો અજય પુરોહિત નું લગભગ બધું જ કામ નીરજા એ પોતાના માથે લઇ લીધું હતું. ફક્ત સિગ્નેચર કરવા પૂરતું જ કામ બોસના માથે રાખ્યું.

જેની ને હમેશા પૈસા ની તંગી રહેતી. એમાટે હમેશા કૈક નવું જ વિચારતી અને એના પર અમલ કરતા એ અચકાતી નહિ .

એક દિવસ જેની રાત્રે મોડા ઘેર આવી. અને એની તબિયત કઈ ઠીક લાગતી નહતી. આવતા વેંત જ એ બેડ માં પડતું મૂકી અને આંખો મીંચી પડી રહી.

નીરજા એ જેની ને જોઈને તેની પાસે આવી. માથે હાથ મુક્યો જેની નું માથું ધગધગતુ હતું. બસ નીરજા આખીરાત જેની ના માથા પર પોતા મુકતી રહી. સવારે એ તેને ડૉક્ટર પાસે લઈ ગઈ.

ડોક્ટર એ કહ્યું , " congratulations , you are pregnant " 'આ સાંભળી ને નીરજા ના પગ નીચે થી જમીન ખસી ગઈ. એ તો બાઘા ની જેમ જેની અને પછી ડૉક્ટર ની સામુ જોવા લાગી. ડૉક્ટરે સામાન્ય સૂચનો પછી એને દવાઓ આપી .

રૂમમાં આવી ને નીરજા રીતસર એની પર બૉમ્બ ની જેમ ફાટી , "જેની , આ શુ છે ? યાર તને કઈ ભાન બાન છે કે નહીં તું શુ કરે છે ? બે , તારા પેરેન્ટ્સને ખબર પડશે તો શુ થશે તે કઈ ખબર પડે છે? "

'ડ્રિન્ક લેતી કે ડ્રગ્સ ના રવાડે ચડી હતી ત્યાં સુધી તો ઠીક પણ ....આ .... ? યાર તે શુ કર્યું છે એ કઈ ખબર છે તને? કઈક તો બોલ !!!

જેની એ કઈ જવાબ ના આપતા એ ફરી થી બોલી , "ઠીક છે હવે શું કરવું છે. તારે ? કોઈ પ્લાન છે ?"

ઓશિકા પર માથું ટેકવતા જેની એ કહ્યું, "Niju , i know what I am doing યાર. Dear I want money so I ......... એટલે કે મેં સરોગેટ મધર બનવા નું નક્કી કર્યું . "

"What !!!" હવે ચમકવાનો વારો નીરજા નો હતો

"Are you serious ? "કહી નીરજા જેની પાસે આવી ઉભી રહી.

" નિજુ, મને ખબર છે તારા મન માં શુ ચાલે છે? આમ તો આ વાત હું તને ક્યારની કરવા ની હતી, પણ મારી હિંમત જ ન ચાલી. તને તો ખબર જ છે 6 મહિના થી મારી જોબ છૂટી ગઈ હતી . ને આ રૂમ નું રેન્ટ મારા ખાવા નો ખર્ચ એ બધું મેનેજ કરતા હું થકી ગઈ હતી. "

(થોડું અટકી ને)

"મેં જ્યારે ર્ડા. પારનેરા ની હોસ્પિટલ માં જોબ શરૂ કરી હતી. ત્યારે મને ખબર નહિ કે હું આવી પરિસ્થિતિ માં થી પસાર થઈશ. ચાર એક મહિના પહેલા એક કપલ જર્મની થી આવ્યું હતું. એમના માટે એક સરોગેટ મધર અરેન્જ કરી , પણ છેલ્લી ઘડી એ એને કોઈ પ્રૉબ્લેમ થયો. ડો. પારનેરા તાત્કાલિક તો કોઈ લેડી ને arrange કરી શક્યા નહી . એમને મારી finiancle પરિસ્થિતિ ની ખબર હતી . તેમણે મને એક ઑફર કરી હું જો સરોગેટ મધર બનું તો નવ મહિના નો ખર્ચ , ડિલિવરી નો ખર્ચ પૌષ્ટિક ખોરાક નો ખર્ચ ઉપરાંત મને 4 લાખ રૂપિયા મળે સાથે સાથે હું જો જોબ ચાલુ રાખું તો એના એક્સ્ટ્રા પૈસા મળે એ જુદા. આટલા બધા પૈસા એક સાથે મને મળે એટલે જ મેં આ કામ કરવા નું નક્કી કર્યું. "

"અત્યારે મને 3જો મહિનો ચાલે છે. અત્યારે હું ડો. પારનેરા ને ત્યાં જોબ પણ કરું છું અને એમની ટ્રિટમેન્ટ પણ લઉ છું. એમણે મને ઘણી વખત ત્યાંજ રોકાઈ જવા કહ્યું ,પણ મેં જ અહીં થી જવાની તૈયારી બતાવી નહિ. હું અહી તારી સાથે રહેવા માંગતી હતી . "

"બોલ તારા પર હવે બધો નિર્ણય છે. તું મને દોષી માનતી હોય તો હું અત્યારે જ ડો. પારનેરા ના ક્લિનિક પર રહેવા જતી રહું છું."

નીરજા નું દિમાગ ભમવા લાગ્યું હતું . એના સમજ માં કાઈ આવતું નહતું. નીરજા ની બધી જ શક્તિ અચાનક કોઈએ છીનવી લીધી હોય એમ એ બેડ પર પટકાઈ ને બેસી પડી.

થોડીવાર પછી નીરજા જેની તરફ ફરી ને બોલી ,"તારા ડેડ મોમ ને ખબર છે ?"

"ના"

એકાંક્ષારી જવાબ આપી ઓશિકા પર માથું મૂકી જેની એ આંખો બંધ કરી દીધી.

થોડીવાર અટકી ને , "એટલે જ હું હમણાં જ એમને મળી આવી છું. હવે હું છ -સાત મહિના ન જાઉં તો પણ ચાલે. તું તો જાણે જ છે કે હું જાઉં કે ન જાઉં એમને કઈ ફરક પડતો નથી ."

"Any way , બોલ તને ઠીક લગે તો હું અહી તારી સાથે રહું નહિ તો હું ક્યાંક બીજી વ્યવસ્થા કરી લઈશ . I feel like sister with you so.... Bt. It's ok "

"હવે શાંતિ થી પડી રહે , તારું આ પેટ બહાર દેખાય એ પહેલાં આપડે બંને એ આ રૂમ છોડી ને બીજે જવું પડશે નહિ તો પેલી ખડડૂસ તારા પેરેન્ટ્સ ને ફોન કરી દેશે. એટલે પહેલા તો સારી જગ્યાએ સારો ફ્લેટ લેવો પડશે." કહી ને નીરજા બેડ પર થી ઉઠી ને જેની ની બાજુ માં આવી બેઠી.

એકાદ મહિના માં તો બધી વ્યવસ્થા થઈ ગઈ . આંબાવાડી માં એક ફ્લેટ લઈ બંને ત્યાં શિફ્ટ થઈ ગયા. આજુ બાજુ ના પડોશીઓ ને બંને બહેનો છે અને જેની ના પતિ અમેરિકા છે એમ કહ્યું જેથી કોઈ પ્રોબ્લેમ ના આવે.

જેની ડો. પારનેરા ના હોસ્પિટલ માં જોબ કરતી ને નીરજા અજય પુરોહીત ના ત્યાં.

એમ ને એમ 6 મહિના ક્યાં વીતી ગયા એ ખબર પડી જ નહીં. ને એક દિવસ જેની ને લેબર પેઈન થયું. એને હોસ્પિટલમાં ખસેડવામાં આવી . બાળક ની પોઝીશન ચેન્જ થઈ ગઈ હતી . એની અમ્બિલાઈકલ કોર્ડ તેના ગળા માં વિટાઈ ગઈ હતી. જેના લીધે ગળું દબાઈ ગયું અને કાન માં પણ ઇજા થઇ હતી પણ આખરે જેની એ એક પરી જેવી દીકરી ને જન્મ આપ્યો.

બીજા જ દિવસે જર્મન કપલ જેની ની દીકરી ને લઇ ને પોતાના વતન પરત ફર્યા.

જેની અને નીરજા એ આંબાવાડી વાળો ફ્લેટ પણ ડિલિવરી પછી છોડી દીધો .જેની એની દીકરી ના ગયા પછી કેટલાય દિવસો સુધી સૂનમૂન રહેવા લાગી ,અંતે એ ડિપ્રેસન માં સરી ગઈ . જેની દીકરી ખોવા નો આઘાત પચાવી શકી નહીં અને પાગલ ની જેમ વર્તવા લાગી એટલે હવે જેની ની બધી જ જવાબદારી નીરજા પર આવી ગઈ. દિવસે દિવસે જેની ની તબિયત બગડતી જતી હતી. જેની પર હવે પાગલપન ના દોરા પાડવા લાગ્યા હતા . એને ક્યાંય એકલી મૂકી ને જઇ શકાય તેમ જ નહતું. છેવટે નીરજા એ જેની ને બેંગલોર તેના પેરેન્ટ્સ પાસે મોકલી દીધી.

જેની ના ગયા બાદ નીરજા એ કામ માં જીવ પરોવ્યો. પણ એની મુશ્કેલીઓ હજુ ખતમ થવા નું નામ જ દેતી નહીં.

3 મહિના પછી ડૉ. પારનેરા નો ફોન નીરજા પર આવ્યો ને તેને મળવા બોલાવી.

ઓફિસે થી સીધી જ તે હોસ્પિટલ પહોંચી. ડો. પારનેરા રાહ જોઈ ને જ બેઠા હતા.

તેઓ બોલ્યા , નીરજા આમ આવ તને કૈક દેખાડવું છે.

નીરજા ડોક્ટર પાછળ એક રૂમ માં ગઈ . તેને ત્યાં એક નાની બાળકી ને બેડ પર સૂતી જોઈ. એ આના એટલે અનંતા હતી. ડો. પારનેરા એ જણાવ્યું તે જન્મ થીજ બહેરી ને મૂંગી હતી. આથી ફ્રેન્ક અને સોફિયા એ આ બાળકી ને પરત કરી છે. તેઓ એક અઠવાડિયા પહેલા જ અહીં મૂકી ગયા છે. અહીં એ બાળકી ને પરત લેવા ની બધી જ લીગલ પ્રોસેસ થઈ ગઈ હતી એટલે મારે આ બાળકી પરત લેવી જ પડી . હવે હું આ બાળકી ને કોઈ અનાથ આશ્રમ માં મુકવા નો જ હતો પણ ત્યાંજ મને તારો વિચાર આવ્યો અને તને જણાવવું યોગ્ય લાગ્યું એટલે જ તને અહીં બોલાવી છે. આતો તારી જાણ સારું કહું છું. બાકી તેને અનાથાશ્રમ માં મુકવા ની પ્રોસેસ થઈ ગઈ છે.

ત્રણ દિવસ પછી નીરજા એ એ બહેરી મુંગી બાળકી ને દત્તક લઇ લીધી એ જ આ બાર્બી ડૉલ આના.

એ દિવસે ઘર માં મોટો ભૂકંપ આવ્યો . મમ્મી એ તો સંબંધ તોડી દેવા સુધી વાત કરી લીધી . પણ આખરે એ પણ માં જ હતી .થોડી ગુસ્સે થઈ પછી શાંત થઈ ગઈ .

એક મહીં ના પછી પપ્પા અને મમ્મી બંને નીરજા ને મળવા આવ્યા . બિપિનભાઈ એ શાંતિ થી નીરજા ને એના નિર્ણય નું કરણ પૂછ્યું

તો નીરજા એ કહ્યું , "ડેડું , જ્યારથી અનંતા જેની ના પેટ માં હતી ત્યારે થી જ મને એના માટે એક સોફ્ટકોર્નર હતો. હવે જેની પાગલ થઈ ગઈ છે અને એના પાલક પપ્પા મમ્મી એ પણ એની શારીરિક ખામી ના લીધે એને તરછોડી દીધી તો આવા સમયે હું એનો હાથ નહિ પકડું તો કોણ પકડશે?

થોડી વાર અટકી ને , " અત્યાર નો સમય જોતા શુ તમે અનંતા ને કોઈ અનાથાશ્રમ માં જવા દેવા તૈયાર થાઓ ખરા? અનાથાશ્રમ માં મુક્યાં પછી પણ એવી કોઈ ગેરંટી છે કે ત્યાં એ સેફ રહેશે?

"દીકરી , તે જ નિર્ણય લીધો છે એ બરાબર જ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ." કહી ને બિપિન ભાઈ નીરજા ના માથા પર હાથ ફેરવવા લાગ્યા. ને પછી કહ્યું , " તારી મમ્મી ની ચિંતા ના કરતી એેમને સમજાવવા ની જવાબદારી મારી ,પણ આ દુનિયા શુ કહેશે ?"

"પપ્પા , મેં અનંતા ને લઈને ઇન્ડિયા બહાર જતા રહેવા નો નિર્ણય કર્યો છે , મારા સર મને ઓસ્ટ્રીયા માં એમની કંપની માં ટ્રાન્સફર કરી દેશે એટલે અહીં કોઈ હોબાળો ન થાય , " થોડું અટકી ને " બસ , તમે મમ્મી ને એ માટે તૈયાર કરી શકશો?"
"ભલે બેટા , જેમ તું કહે તેમ " કહી બીપીનભાઈ રૂમ માં ગયા

એટલામાં એરપોર્ટ પર પ્લેન નું એનાઉન્સમેન્ટ થયું ને નીરજા ભૂતકાળ માં થી વર્તમાન માં આવી ગઈ.

એ બોમ્બે અમદાવાદ ફ્લાઈટમાં બેઠી . બસ હવે એક જ કલાક પછી તો હું ઘેર પહોંચી જઈશ . ખબર નહી મોમ નો ગુસ્સો કેમ હશે?. આમ વિચાર કરતા કરતા અમદાવાદ ક્યારે આવી ગયું એ ખબર જ ન પડી.

નીરજા એ લગેજ ક્લિયર કરાવ્યું અને દીકરી નો હાથ પકડી આઉટ ના ડોર તરફ એને દોરીને ચાલી. દીકરી પણ એને દોરવાયે દોરાઈ જતી હતી. એને બધું જ નવું નવુ લાગતું હતું. આના એના કર્લી લાઈટ બ્રાઉન વાળ ઉછળતી ઉછાળતી બગલ માં તેનું ટેડી પકડી જતી હતી.

જેવા બંને એરપોર્ટ બહાર નીકળ્યા આટલે નીરજા એ ટેક્ષી રોકી ને સમાન એમ મુકવી ને નવરંગપુરા સહ્યાદ્રીએપાર્ટમેન્ટ લઇ લેવાનું કહ્યું. ઘેર પહોંચ્યા ત્યારે સવારના ચાર વાગ્યા હતા.

નીરજા ના મમ્મી અને પપ્પા સિદ્ધપુર થી ત્રણ વર્ષ પહેલાજ નવરંગપુરા સેટલ થાય હતા . નીરજા ના પપ્પા બિપિન ભાઈ એ ઇલેક્ટ્રોનિક ની દુકાન ખોલી હતી . નીરજા ને કોઈ ભાઈ બહેન હતા નહિ એટલે બંને ની જવાબદારી પણ નીરજા ની જ હતી.

નીરજા અહીં ફક્ત 2 વિક માટે જ આવી હતી. એટલેે પપ્પા ખૂબ નારાજ હતા.

નીરજા એના રૂમ માં જઇ અનંતા ને સુવડાવી ને ફ્રેશ થઈ બહાર આવી તો મમ્મી એ ગરમ કોફી બનાવી રાખી હતી સાથે એનો મનગમતો નાસ્તો હતો ઉપમા .

નીરજા કોફી પી ને ફ્રેશ થઈ ગઈ .હવે એ વિદ્યાબેન ના રૂમ માં ગઈ . વિદ્યા બેન સુતા હતા.

નીરજા ને જોઈ ને પડખું ફરી ગયા

આ જોઈ નીરજા બોલી , "મોમ , ક્યાં સુધી ગુસ્સો રાખીશ પ્લીઝ મને માફ નહિ કરે તું? આ આઠ વર્ષ માં ક્યારેય તે ફોન પર પણ તારો આવાજ મને નથી સંભળાવ્યો. હવે તો હું ઘેર આવી છું પ્લીઝ કંઈક તો બોલ."

વિદ્યા બેન ના પ્રેમ નો ઝરો તો ક્યારનો સુકાઈ ગયો હતો. ખબર નહિ એમા ક્યારે પ્રેમના વરસાદ ની હેલી થાય!!!.

નીરજા ની વાત સંભળી ને વિદ્યાબેને ઓઢવાનું માથે લઇ લીધું , આ જોઈ નીરજા ધીમા પગલે રૂમ ની બહાર નીકળી ગઈ.

બેઠક રૂમ માં બિપિન ભાઈ નીરજા ની રાહ જોઈ ને બેઠા હતા.

" બેટા , તારી મમ્મી ના વર્તન નું ખરાબ ન લગાડતી તને ખબર જ છે ને એ નારિયેળ જેવી છે."

હવે એમ કહે કે અચાનક ત્રણ દિવસ માં જ અહીંયા આવવા નું કરણ શુ છે?

પપ્પા , અનંતા ને અહીં એક ડોક્ટર ને દેખાડવા માટે લાવી છું. તમને યાદ છે આપણે જ્યારે સિદ્ધપુર રહેતા ત્યારે બાજુમાં રસિક કાકા રહેતા હતા . એમની દીકરી સોનમ કાન નાક ગળાની ડોક્ટર છે

એની સાથે મળી ને અનંતા માટે કંઈક વિચારવું છે. સોનમ કહતી હતી કે આવા કેસ માં થોડી આશા હોય છે . બસ અનંતા ને સારું થતું હોય તો હું કઈ પણ કરવા તૈયાર છું.

બે દિવસ પછી એની હોસ્પિટલ માં બોમ્બે થીકોઈ ડો. શાશ્વત શાહ આવવાના છે .એ અનંતા નું ચેક અપ કરી ને શુ કરવું તે કહેશે.

ઠીક છે બેટા હવે તું ને અનંતા આરામ કરો હું પણ હવે થોડીવાર સુઈ જાઉં. કહી બીપીનભાઈ રૂમ તરફ ચાલ્યા.
નીરજા પણ એના રૂમ માં અનંતા સાથે આડી પડી. થાક એટલોબધો લાગ્યો હતો પણ આંખો એ નીંદર ને આવવા ની ના પાડી દીધી હતી .

નીરજા ઓસ્ટ્રીયા જવાની તૈયારી કરતી હતી ત્યારે પણ મમ્મી નો ગુસ્સો આવો જ હતો. ત્યારે તો અનંતા 8 મહિના ની જ હતી પણ હવે તો એ 8 વરસ ની થઈ છતાંય એનો ગુસ્સો ઓગળ્યો જ નથી. નીરજા વિચારો ના વમળ માં ફસાઈ ગઈ હતી . એને મમ્મી ને મનાવવા નો કોઈ ઉપાય સૂઝતો નહતો. એમ ને એમ 8 વાગી ગયા એની ખબરજ ન પડી

સવારે અનંતા વહેલી ઉઠી ગઈ ને નીરજા ને હલાવી . "ગુડમોર્નિંગ માય બચ્ચાં " કહી નીરજા એ અનંતા ને ઉચકી લીધી. અનંતા માટે બધી જ ભાષા સરખી જ હતી . એને જેની આંખો માં પ્રેમ દેખાય ત્યાં એ જતી.

નીરજા ઉઠીને તૈયાર થઈ ગઈ ને અનંતા ને પણ તૈયાર કરી દીધી. બંને કિચન માં આવ્યા . વિદ્યાબેન પૌવા બનાવતા હતા. નીરજા એ અનંતા માટે દૂધ તૈયાર કર્યુ , અને એને પીવડાવવા બેઠી.

દૂર થી વિદ્યાબેને જોયા કર્યું ને નોકર ને ઉદ્દેશી ને બોલ્યા , " રામજી , બેબી બેન માટે મંગાવેલી વસ્તુઓ લઇ આવ્યો કે નહીં ,?"

"હોવ , મોટી બુન , બુનબા ના રૂમમો મુચી આયો સુ. અન આજ ભેરુ ન મલવા આબ્બાનું કીધું સ , ઇ ન મી કીધું સ ક થોડો ટેમ કાડી ન કોમ કરી આલસે " કહી એ પૌવા ની પ્લેટ કાઢવા લાગ્યો

રામજી છેલ્લા ઘણા વરસ થી બિપિન ભાઈ ના ત્યાં જ કામ કરતો હતો. પહેલા સિદ્ધપુર ને પછી અમદાવાદ. તેની ઘરવાળી ગામડે ખેતી કરતી . અમદાવાદ આવ્યા પછી રામજી ફ્લેટના બેટ્સમેન્ટ માં આવેલ સર્વન્ટ ક્વાર્ટર માં રહેતો.

રામજી ના દીકરા ને ડેન્ગ્યુ થયો હતો એને દવાખાના માં દાખલ કર્યો હતો એટલે એણે બીજા છોકરા ભેરુ ની વ્યવસ્થા કરી રાત્રે ગામડે જવા નીકળવાનો હતો.

પ્લેટ લઇ ને રામજી એ ડાઇનિંગ ટેબલ પર મૂકી .

એટલા માં ડોરબેલ વાગી ને રામજી બારણું ખોલવા ગયો. ને બોલ્યો , " મોટીબુન , ભેરુ આયો સ . ઇન હું કવ બુન."

હા , હું આવું છું . કહી વિદ્યા બેન બેઠક રૂમ માં ગયા "

નીરજા એ પૌવા અને કોફી લીધી અને આજ નો પ્રોગ્રામ બનાવ્યો.

"પપ્પા , આજે હું થોડું શોપિંગ પતાવી આવું પછી 2 દિવસ મને ટાઈમ નહિ મળે . લગભગ 11 વાગ્યે નીકળીશ .અને હા , આજે હું બહાર જ લંચ લઈ લઈશ." કહી અનંતા ને લઇ ને એના રૂમ માં જતી રહી.

શોપિંગ કરી ને છેક રાત્રે 11 વાગ્યે ઘેર આવી ત્યારે વિદ્યાબેન અને બિપિન ભાઈ સુવા એમના રૂમ માં જતા રહ્યા હતા.
.......…………..........

" પપ્પા હું સોનમ ની હોસ્પિટલમાં જાઉં છું તમે ત્યાં આવશો? " કહી નીરજા જવાબ ની રાહ જોવા લાગી.

" હા , હું આવું છું. " કહી બિપિન ભાઈ ચંપલ પહેરવા લાગ્યા.

પછી વિદ્યા બેન ને ઉદ્દેશી ને " સાંભળો છો , તમે અમારું જમવા નું બનાવતા નહિ . અમે બહાર જ પતાવી દઈ શુ . ખબર નહિ કેટલા વાગશે. તમે તમારા ટાઈમે જમી લેજો.

લિફ્ટ પાસે પહોંચતા કાઈ યાદ આવ્યું ને બિપિન ભાઈ ફરી દરવાજા પાસે આવ્યા " કહું છું , દવા કાચ ના કબાટ માં મૂકી છે જમી ને લઇ લેજો . ઠીક ત્યારે હું જાઉં " કહી ફરી લિફ્ટ પાસે પહોંચી ગયા.

હોસ્પિટલ પહોંચતા દોઢ કલાક લાગ્યો.

ત્યાં પહોંચ્યાં તો સોનમ તેની કેબિન માં કોઈ પેશન્ટ જોતી હતી.

વેઇટ એરિયા માં બેસી ને ત્રણેય રાહ જોવા લાગ્યા .

દસેક મિનિટ થઈ હશે ત્યાં જ એક ડોક્ટર અને તેના બે આસિસ્ટન્ટ દરવાજા માં દાખલ થયા , અને સીધા ઓપરેશન થિએટર માં ગયા.

કદાચ આ જ ડો. શાશ્વત શાહ હશે એમ વિચાર કરતા હતા ત્યાં જ એક નર્સ નીરજા પાસે આવી ને બોલી ,
" ડો. શાશ્વત આપને પેશન્ટ સાથે બોલાવે છે.

લગભગ સવાકલાક ની તપાસ પછી ડો. સોનમ સાથે વાત કરી તેઓ નીકળી ગયા.

નીરજા , આવ . ડો. શાશ્વત એક જાણીતા ઇ એન ટી સ્પેશ્યલિસ્ટ છે. એમના માનવા પ્રમાણે આ બાય બોર્ન ડિફેક્ટ નથી ડિલીવરી દરમ્યાન થાયેલી તકલીફ ના કારણે સ્વરપેટી ને નુકશાન થયું હતું . અને કાન ના પડદા પર પણ દબાણ ના કારણે વેઇન સ્ટીક થઈ ગઈ હતી. તેમના મતે આ તકલીફ ક્યોંરેબલ છે. એ કદાચ જ બોલી શકે પણ સાંભળી તો શકશે જ . આપણે એવો પ્રયત્ન કરીશું કે તે બોલતી થઈ જાય. બે કે ત્રણ ઓપરેશન કરવા પડશે. એ માટે તારે ત્રણ મહિના નો સમય કાઢવો પડશે. અને હા આ ઓપરેશન એ બાર વર્ષ ની થાય એ પહેલાં જ કરી દેવા પડશે.

બોલ તું શું કહે છે?

મારી અનંતા ને સારું થતું હોય તો કઈ પણ કરવા તૈયાર છું.

"ડોકટર સાહેબે કેટલો ખર્ચો કહ્યો " કહી બીપીનભાઈ એ વાત માં જંપલાવ્યું

બધું થઈ ને લગભગ ત્રીસેક લાખ થશે . પણ ડો. શાશ્વત પૈસા બાબતે ખૂબ સેન્સેટિવ છે. જો તું સ્યોર હોય તો જ એમને વાત કરીએ. તું ચાર પાંચ દિવસ વિચારી જો પછી જવાબ આપજે. સોરી પણ હું એમા થી કઈ ઓછું કરાવી શકીશ નહિ , કારણકે એમની રેપ્યુટેશન જ એવી છે. પણ હા અહીં ઓપરેશન કરશે તો એ ચાર્જ હું નહિ લઉં.

"સોનમ , જો અનંતા તારી દીકરી હોય તો તું શું કરે ? " કહી નીરજા સોનમ સામે જોવા લાગી.

" જો સગવડ હોય તો હું ઓપરેશન કરવી જ દઉં" કહી સોનમે નીરજા નો હાથ હૂંફ થી દબાવ્યો.

" ઠીક છે , હું તને એક બે દિવસ માં જવાબ આપું " કહી ઉભી થઇ.

"ચાલ હવે હું રજા લઉ " કહી બિપિન ભાઈ અંતરા નો હાથ પકડી પાર્કિંગ માં આવ્યા.

"પપ્પા , હવે શું કરીશું ? આટલા બધા .....

"તું શુ કામ ચિંતા કરે છે. સિદ્ધપુર માં જે બંગલો છે એ વેચી દઈશું તો પણ ત્રીસેક લાખ તો જમા થઈ જ જશે."

"પણ પપ્પા , એ તો તમારો બંગલો ...."

નીરજા ની વાત વચ્ચે જ કાપી ને , "અરે દીકરા, તે પેલું સાંભળ્યું છે "સબ મોહમાયા હૈ" કહી ને બીપીનભાઈ હસવા લાગ્યા.

થોડા ગંભીર થઈ ને " બેટા , ખાલી નામ ની જ તું મારી દીકરી નથી. પણ દિલ થી હું તને દીકરી માનું છું. "

થોડીવાર વિચારીને....

"જો તને અત્યારે ના ફાવે તો તારો સમય લઇ ને આવજે. મને ખબર જ છે તું 2 વિક માટેજ આવી છે. "

"પાછી જઇ ને તું ત્રણેક મહિના નો સમય કાઢી ને જ આવજે એટલે આપણી અનંતા દીકરી ને સારું થઈ જાય."

"ચાલ હવે કોઈ ટેનશન ના રાખતી ."

" ભાઈ , મને તો બહુ જ ભૂખ લાગી છે . આ તારી મમ્મી તો મને પિઝા ખાવા દેતી જ નથી તું મને ત્યાં લઈજાય તો સારું" કહી દયામણું મો કરી ને ઉભા રહી ગયા . આ જોઈ નીરજા હાસ્યવગર ના રહી શકી .

" ઓકે , ચાલો આપણે આજે પિઝા ની પાર્ટી કરીએ."

ચારેક વાગ્યે ત્રણેય ઘેર પહોંચ્યા ત્યારે વિદ્યાબેન સાંજના જમવાની તૈયારી કરતા હતા.

" ભૈરુ , સાહેબ ને બેનબા ને પાણી આપ. "કહી વિદ્યાબેને ચા નું પાણી ને કોફી ગેસ પર ચડાવી.

ભૈરુ ને ખાલી ગ્લાસ આપતા , બિપિન ભાઈ વાતાવરણ ની ગંભીરતા કેવીરીતે દૂર કરવી તે વિચારવા લાગ્યા.

નીરજા એના રૂમ માં જઇ ફ્રેશ થઈ પછી કિચન માં આવી , ત્યારે બીપીનભાઈ ચા પીતા હતા. નીરજા આવી કે ભૈરું એ એના માટે કોફી કાઢી.

સાંજ ની રસોઈ તૈયાર થતા બધા ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. ભૈરું એ બધા ને ગરમ રોટલી આપી ટેબલ પર ચમચી અને ગ્લાસ સિવાય કોઈ અવાજ જ નહતો . આટલું ભારે વાતાવરણ ક્યારેય અનુભવ્યું નહતું.

આજે તો વાત કરવી જ નક્કી કરી ને નીરજા મમ્મી ના રૂમ માં ગઈ. "મમ્મી પ્લીઝ મારી સાથે વાત તો કર. ઈટ્સ લોન્ગ ટાઈમ અવે . મમ્મી તું શુ ક્યારેય મારી સાથે વાત નહિ કરે?

"મમ્મી ,તને ખબર છે હું જ્યારે અનંતા ને લઇ ને ઓસ્ટ્રીયા ગઈ ત્યારે સાવ એકલી હતી. એને રાખવા વાળું પણ કોઈ નહિ ને એને વ્હાલ કરવા વાળું પણ કોઈ નહિ. જ્યારે એને મેં એકલા હાથે 8 વરસ ની કરી એટલે મને સમજાયું કે તે પણ મને એકલા હાથે જ ઉછેરી છે. તને પણ કોઈ નો સાથ નહતો. આતો પપ્પા સાથે તે બીજા લગ્ન કર્યા ત્યારે તારી જવાબદારી ઓછી થઈ. "

"મમ્મી , આજે મને સમજાય છે કે તારી પરિસ્થતી કેવી હશે . અનંતા ની આ પરિસ્થિતિ જોઈ ને મારુ દિલ દ્રવી ઉઠ્યું છે તો તો તું મને સીંગલ મધર તરીકે કેવીરીતે સ્વીકારી શકે ? મમ્મી , હું માફી માંગવા ને લાયક તો નથી પણ શક્ય હોય તો મને માફ કરી દેજે ." જ્યારે વિદ્યાબેન નો કોઈ પ્રતિભાવ ના મળ્યો ત્યારે તે રૂમ નો દરવાજો આડો કરી ને રૂમ બહાર નીકળી ગઈ.

રૂમ માં આવી ને તે ખૂબ જ રડી. અનંતા નીરજા ને જોઈ ને બાજુ માં આવી બેસી ગઈ , પછી એના નાના નાના હાથ નીરજા ના ગાલ પર ફરવા લાગ્યા . કોમળ આંગળીઓ એના આંસુ લુછવા લાગી. એની આંખો જાણે એને કહી રહી હતી કે ,. "mumma , don't worry i am with you"

બે દિવસ બાદ

બીપીનભાઈ સિદ્ધપુર બંગલા ના વેચાણ માટે ની વિધિ કરવા ગયા હતા. વિદ્યાબેન મંદિર ગયા હતા. નીરજા એના બાથરૂમમાં તૈયાર થતી હતી. અનંતા રૂમ માં સૂતી સૂતી એની ડૉલ સાથે રમતી હતી . ત્યારે દરવાજો નોક થયો. ના અનંતા ને કાઈ સંભળાયું કે ના નીરજા ને . પણ થોડીવાર પછી દરવાજો ખુલ્યો , ને અંદર કોઈ પ્રવેશ્યું.....

અનંતા એ ખૂબ બુમો પાડવા પ્રયત્ન કર્યો પણ એની મૂંગી ચીસો એના ગાળામાં જ દબાઈ ગઈ. આ પરિસ્થિતી થી અજાણ નીરજા બાથરૂમ માં ન્હાવા માં મશગુલ હતી. ત્યાં જ વિદ્યા બેન મંદિર થી આવી ને દરવાજો ખોલ્યો. નીરજા ના રૂમ માં થી ખળભળાટ લાગતા જ એમણે નીરજા ના રૂમને ધક્કો માર્યો. દરવાજો ખુલતા જ આંખો આશ્ચર્ય થઈ પહોળી થઇ ગઇ

"ભૈરું " ચીસ સાથે જ વિદ્યાબેન એના પર ધસી ગયા. બઘવાયેલી અનંતા દોડતી જઈને વિદ્યાબેન પાછળ સંતાઈ ગઈ . ભૈરું ભાગતો ફ્લેટ બહાર નીકળવા ગયો ત્યાં તો વિદ્યાબેને બાજુમાં પડેલી ફૂલદાની એના માથામાં ફટકારી. ભૈરું ચકકર ખાઇ ને જમીન પર પટકાયો. એના માથા માં થી લોહી વહી ને ફર્શ પર ફેલાઈ રહ્યું હતું.

ભૈરું ની ચીસ સાંભળતાથતા નીરજા પણ ઝટપટ બાથરૂમ માં થી બહાર આવી. વિદ્યાબેન નું આવું રણચંડી સ્વરૂપ એણે પહેલીવાર જોયું . બહાર નીકળતા જ નીરજા એ ભૈરું ને નીચે જમીન પર પડેલો જોયો. ને ગભરાયેલી ને રડતી અનંતા ને બાથ માં લઇ ને વિદ્યાબેન તેને શાંત પડતા હતા.

નીરજાની આંખો વર્તમાન પરિસ્થિતિ પર વિશ્વાસ કરી શકી નહીં . એ ગભરાઈ ને દોડતી વિદ્યાબેન ની છાતી માં ભરાઈ ગઈ. આપોઆપ જ વિદ્યાબેન નો હાથ નીરજા ના ને અનંતા ના માથા માં ફરવા લાગ્યો.

વર્ષો નો ગુસ્સો ને નફરત આંખો માં થી આંસુ બની ને વહેવા લાગી. થોડી વાર પછી વિદ્યાબેને પોલીસ ને ફોન કર્યો.

6 મહિના પછી .

ફ્રેન્કફુર્ટ ઐરપોર્ટ પર વિદ્યાબેન ચિંતિત નીરજા નો હાથ પકડી ને વેઇટ એરિયા માં બેઠા હતા. વિદ્યાબેન ની બીજી બાજુ નાની અનંતા. એની ડોલ સાથે રમતી હતી.

"મોમ , ખબર નહિ અનંતા નું ઓપરેશન સફળ થશે કે નહીં !! " કહી નીરજા વિદ્યાબેન સામુ જોવા લાગી.

વિદ્યાબેને નીરજા નો હાથ સહેજ દબાવ્યો ને નીરજા ની આંખો માં જોયું . આજે વિદ્યાબેન ના હાથ ની હૂંફ માં , "Niju , don't worry I am with you " નો પડઘો હતો.

રૂપા પટેલ








.