the secrets of nazargadh - 2 books and stories free download online pdf in Gujarati

The Secrets of નઝર ગઢ part 2

આપણે આગળ ના ભાગ માં જોયું

નઝરગઢ માં આનવ વેલા નામ ના vampire નું વર્ચસ્વ હોય છે,અને વિદ્યુત અને તેનો સહ પરિવાર કે જે werewolves છે,તેઓ પણ નઝર ગઢ માં વસવાટ કરે છે,પરંતુ આનવવેલા એક દિવસ વિદ્યુત પર આક્રમણ કરી તેને સહ પરિવાર નઝર ગઢ છોડી પલાયન કરવા પર મજબુર કરી દે છે,જેથી વિદ્યુત અને એનો સાથી ભીષણ, આનવ સાથે બદલો લેવા અને નઝર ગઢ ને પ્રાપ્ત કરવા માટે યોજના બનાવે છે અને મનુષ્યો નો સંહાર કરે છે,જેથી આનવ એમને રોકવા માટે વિકર્ણ અને એમના પુત્ર સમાન અનિરુધ્ધ ને મોકલે છે,વિકર્ણ અનિરુદ્ધ ને જણાવે છે કે વિદ્યુત ની નઝર ગઢ કબજે કરવાની ખરાબ નિયત ના કારણે આનવ વેલા એ એ લોકો ને તડીપાર કર્યા.અનિરુદ્ધ વિકર્ણ સાથે વિદ્યુત ને રોકવા જાય છે ,જ્યાં એક જગ્યા પર પહોચ્યા બાદ અનિરુદ્ધ ને સંદેહ થઇ જાય છે કે તેઓ વિદ્યુત ની જાળ માં ફસાઈ ચુક્યા છે.

ક્રમશ:.....

અનિરુદ્ધ : કાકા વિકર્ણ ... આપ અહી થી તુરંત જ નઝરગઢ પહોચો .

વિકર્ણ : પરંતુ કેમ ?

અનિરુદ્ધ બેબાકળો બની ગયો “ આપ મારી વાત માનો ,આ એક જાળ છે ,એ લોકો એક બે અહીં પરંતુ અસંખ્ય સંખ્યા માં અહી ઉપસ્થિત છે.

વિકર્ણ : પરંતુ તને હું આ રીતે એકલો મૂકી કઈ રીતે જઈ શકું અનિરુદ્ધ ?

અનિરુદ્ધ : આ ચર્ચા કરવાનો ઉચિત સમય નથી.આપ મારી વાત માનો અને તુરંત દીપ સાગર પહોચો અને પિતાજી ને તુરંત જાણ કરો,એમના સુધી આ વાત પહોચાડવી અનિવાર્ય છે.

વિકર્ણ : તે ઉચિત કહ્યું ,એમના સુધી આ વાત પહોચાડવી અનિવાર્ય છે,જેથી તું આ વાત એમના સુધી પહોચાડીશ,અને હું અહી પરિસ્થિતિ સંભાળીશ.

“કોઈ એ ક્યાય જવાની જરૂર નથી” પાછળ થી અવાજ આવ્યો.

અને લોહી થી તરબતર શરીર અને ક્રુરતા જેના ચહેરા પર છલકાતી હતી ,લાલ વિકરાળ આંખો એવો વિદ્યુત ત્યાં પ્રવેશ્યો.

ત્યારબાદ ભીષણ અને એક એક કરી અનેક નર ભેડિયા ત્યાં આવી પહોચ્યા

અને અનિરુદ્ધ ,વિકર્ણ તથા તેમના સાથીઓ ને ચારેય બાજુ થી ઘેરી લીધા.

વિદ્યુત : ના... અનિરુદ્ધ ના.... વિકર્ણ ને ક્યાય મોકલવાની જરૂર નથી.એને તો હું મોકલીશ એ પણ સદાય માટે ,આ દુનિયા થી બહાર.

બધા નર ભેડિયા ત્યાં હસવા લાગ્યા.

વિકર્ણ એ દાંત કચકચાવ્યા ,પરંતુ અનિરુદ્ધ એ ઈશારા માં વિકર્ણ ને શાંત રહેવા જણાવ્યું.

વિકર્ણ એ પોતાના ગુસ્સા પર કાબુ રાખ્યો.

ભીષણ :શું થયું વિકર્ણ ? ક્રોધ આવી રહ્યો છે ,અમારા વચનો થી ? તો એટલું વિચારો કે તમારા કૃત્ય થી અમને કેટલો ક્રોધ આવ્યો હશે ,જયારે તમે લોકો એ પીઠ પાછળ અમારા પર હુમલો કર્યો અને અમને નઝર ગઢ છોડવા પર મજબુર કર્યા.

વિકર્ણ : તો તમે એ પણ જાણતા જ હશો કે આટલા વર્ષો માં અચાનક કેમ તમારા પર હુમલો કરવાની કે તમને તડીપાર કરવાની ફરજ પડી.જરાક પૂછો તમારા પ્રમુખ વિદ્યુત ને.

વિદ્યુત : અમે ફક્ત નઝર ગઢ નો એક નાનકડો હિસ્સો માંગ્યો હતો ,જેમાં ભેડિયા ઓનો સ્વતંત્ર અધિકાર રહે.

વિકર્ણ : આપ અધુરી વાત જણાવી રહ્યા છો મહારાજ ...... કૃપા કરી આપ ના પ્રજાજનો સામે સંપૂર્ણ વાત જણાવો

વિદ્યુત થોડોક ખચકાયો.

વિદ્યુત : હું મારા પરિવાર ને સંપૂર્ણ વાત જણાવી ચુક્યો છું.

વિકર્ણ : ઠીક છે તો હું એક વાર તમારી માંગ નું પુનરાવર્તન કરી આપું.અમારા સાથીયો ના જાણ સારું.

તો વાત એમ હતી કે ,ભેડિયા ઓના રાજા વિદ્યુત ની એવી ઈચ્છા હતી કે એમના આખા પરિવાર માટે નઝર ગઢ નો સંપૂર્ણ પશ્ચિમ છેડો એમને આપવામાં આવે ,જેમાં સંપૂર્ણ રીતે એમનો અધિકાર અને એમનું શાસન રહેશે.અને તેમાં vampires ને આવવાની અનુમતિ નથી.મતલબ કે વિદ્યુત નઝર ગઢ ના ટુકડા કરવા અને સ્વતંત્ર શાસન કરવા ઈચ્છે છે.

વિદ્યુત : અમે વર્ષો થી નઝર ગઢ માં વાસ કરીએ છે ,અને એમાં એક નાનકડો હિસ્સો માંગવો કઈ પણ અનુચિત નથી.

વિકર્ણ : પ્રથમ વાત કે પશ્ચિમ છેડો ,નઝર ગઢ નો સૌથી સમૃદ્ધ ભાગ છે ,અને મોટા ભાગ ના vampires ત્યાં વસવાટ કરે છે ,અને માનવો ની વસ્તી પણ ત્યાં જ વધારે છે.જેથી મૂળરૂપે આપ એ ભાગ જાની જોઈને માંગ કરો છો કે vampires ને એમના ઘરો માંથી ખદેડી ને એમના ખોરાક થી દુર કરી દેવા ,અને બીજી વાત કે તમે વર્ષો થી વાસ એટલે કરો છો કારણ કે ...તમારું ભૂતકાળ માં કોઈ નિશ્ચિત નિવાસ સ્થાન નહોતું જેથી ,તમે નઝર ગઢ માં માત્ર એક મહેમાન બની ને આવ્યા હતા .પરંતુ vampires અને આનવ વેલા એ આપ લોકો પર દયા દાખવી ને તમને આશ્રય આપ્યો.અને બદલામાં આજીવન શાંતિ અને મિત્રતા પૂર્વક રહેવાના વચન પણ આપ્યા હતા. આ બધી વાતો માંથી આપ ને કઈ યાદ છે વિદ્યુત મહારાજ કે પોતાનાં ઈમાન ની સાથે પોતાની યાદ શક્તિ પણ ગુમાવી ચુક્યા છો.

વિદ્યુત : મુર્ખ વિકર્ણ ,તું તારી હદ પાર કરી રહ્યો છે.

વિકર્ણ : હદ તો તું પાર કરી ચુક્યો છે કુબુદ્ધિ વિદ્યુત .... માનવો નો સંહાર કરી ને પોતાને સર્વ શક્તિમાન સમજી બેઠો છે. તું એવું માને છે કે તું તારી આવી નીચ હરકતો થી મહાશક્તિશાળી આનવ વેલા ને હરાવી શકીશ ,તો એ તારી જીવન ની સૌથી મોટી ભૂલ છે.

વિદ્યુત : તારો અંત તો તે અહી આવી ને જ નિશ્ચિત કરી દીધો, પરંતુ મને ગુસ્સો અપાવીને તું દર્દનાક મોત મરવા ની ઈચ્છા ધરાવે છે ,એવું જણાય છે.

અનિરુદ્ધ : આપ વિકર્ણ જી ને એકલા સમજવાની ભૂલ ના કરશો.એ એકલા નથી.

વિદ્યુત : ઓહ ... તને તો હું ભૂલી જ ગયો અનિરુદ્ધ.વિકર્ણ પોતાના બચાવ માં એક બાળક ને લઇ ને આવ્યો છે ..... સાંભળો સાથીયો ...આનવ વેલા એ નઝર ગઢ ને બચાવવા એક બાળક ને મોકલ્યો છે ...

બધા ભેડિયા પુન: હસવા લાગ્યા છે.

વિદ્યુત : બેટા ... આ તારી લડવાની ઉમર નથી ...ચુપચાપ અહી થી ક્યાંક દુર ભાગી જા ... એટલો દુર ચાલ્યો જા ... કે તારી ગંધ પણ મારી સુધી નાં પહોચે ,અન્યથા બેકાર માં પોતાના પ્રાણ ખોઈ બેસીસ.

અનિરુદ્ધ : જો મને પ્રાણ નો મોહ હોત તો અત્યાર સુધી માં ભાગી ગયો હોત.

વિદ્યુત : ઓહ ... તો તને એમ લાગે છે ...કે તારા સામે જે વિશાળ સેના ઉભી છે ..એને તું હરાવી શકીશ.

વિદ્યુત જોર જોર થી હસવા લાગ્યો

વિદ્યુત : તારી હિંમત ની પ્રશંસા કરું છું બાળક.

અનિરુદ્ધ (મુસ્કાયો ): મને પિતાજી એ એક વાત શીખવી છે વિદ્યુત ...કે તમારા સામે તમારો પ્રતીદ્વંધી કોણ ઉભો છે એ મહત્વ નું નથી,ભલે એ બાળક હોય કે વૃદ્ધ,જાનવર હોય કે મનુષ્ય.એ તમારો દુશ્મન છે બસ એમ સમજી ચાલવું.કારણ કે તમારી સામાન્ય બેદરકારી ભારે ક્ષતિ પહોચાડી શકે છે.

વિદ્યુત નું અટ્ટ હાસ્ય બંધ થઇ ગયું.

વિદ્યુત : હવે તને મારવામાં જરા પણ અફસોસ નહિ થાય. અને સાંભળ્યું છે કે તું આનવ ના પુત્ર સમાન છે ....તો તારી મૃત્યુ થી એને જે આઘાત પહોચશે ..એના થી મને અત્યંત સંતોષ મળશે.

અનિરુદ્ધ : એતો સમય જ બતાવશે વિદ્યુત કે કોણ કોને પરાસ્ત કરે છે.

વિદ્યુત ના આદેશ થી ભેડિયા ઓનું એક જૂથ અનિરુદ્ધ અને વિકર્ણ તરફ ધસી ગયું.

અનિરુદ્ધ અને વિકર્ણ એ એકબીજા ને ઈશારો કરી દીધો.

અને તેઓ ચપળતા વાપરી એમના સામે થી ખસી ગયા અને પોતાની ગતિ થી ભેડિયા ઓને મૂંઝવણ માં મૂકી દીધા,તેઓ એ બે ત્રણ વાર એવી યુક્તિ અજમાવી ,અંતે વિફરાયેલા નર ભેડિયા પોતાના ભેડિયા વાળા સ્વરૂપ માં આવી ગયા ,જેમાં તેઓ વધુ શક્તિશાળી બને છે.

અને વિકર્ણ ને ઘેરી ને એમને ઘાયલ કરી દીધા.અનિરુદ્ધ ની ગતિ vampires માં સર્વ શ્રેષ્ટ હતી જેથી કોઈ પણ ભેડિયા માટે અનિરુદ્ધ ની ગતિ પહોચી વળવા સક્ષમતા નહોતી,

જેનો લાભ ઉઠાવી ને અનિરુદ્ધ એ વિકર્ણ ને ઘેરી વળેલા ભેડિયા ઓને દુર ફેંકી દીધા.

ત્યાં તો ભેડિયા ઓનું બીજું ઝુંડ એમના પર ધસી ગયું.

અનિરુદ્ધ ના ઈશારા પર બધા vampires એક સાથે ભેગા થઇ ગયા

અનિરુદ્ધે પોતાની સંપૂર્ણ શક્તિ એકઠી કરી લીધી.એની આંખો માંથી જાણે લોહી ટપકતું હોય એવી લાલ હતી અને લાંબા તીક્ષ્ણ દાંત એની દાઢી સુધી પહોચતા હતા.

વિદ્યુત નાં આદેશ થી એક સાથે અનેક ભેડિયા મુઠ્ઠીભર vampires પર તૂટી પડ્યા.

ઘમાસાણ યુદ્ધ શરુ થઇ ગયું.

અનિરુદ્ધ અને વિકર્ણ પોતાની પ્રચંડ શક્તિ થી ભેડિયા ની ચીર ફાડ કરી

રહ્યા હતા.

પરંતુ ભેડિયા ની સંખ્યા બળ ના કારણે અમુક vampires ગંભીર રીતે ઘાયલ થયા અને અમુક પોતાનો જીવ ખોઈ બેઠા.

અનિરુદ્ધ પણ ઘાયલ થયો હતો.

પરંતુ અનિરુદ્ધ અને વિકર્ણ બાહોશી થી ભેડિયા ઓ સાથે બાથ ભીડી ને યુદ્ધ કરી રહ્યા હતા.

ભીષણ વિદ્યુત ની નજીક ગયો

ભીષણ : ફક્ત આ બંને જ આપણી સેના પર ભારે પડી રહ્યા છે વિદ્યુત ,આમ ચાલતું રહ્યું તો ,ફક્ત આ બન્ને ને જ મારવા માટે આપણા અસંખ્ય પરિવાર જનો બલી ચડી જશે.

આ પરિસ્થિતિ માં બે જ વિકલ્પ છે , અથવા તો આપ ખુદ યુદ્ધ માં શામેલ થઇ ને પોતાની શક્તિ થી આ બંને નો અંત કરો ,નહિ તો પોતાના સૈનિકો ને પીછેહઠ કરવા આદેશ આપો.

વિદ્યુત : ભીષણ ,તું પણ બુદ્ધી ખોઈ બેઠો છે ? સૈનિકો ને પીછેહઠ કરાવીશ તો આનવ સમજશે કે આપણે બે vampires ને મારી નથી શકતા તો એની સેના ને તો કોઈ દિવસ નહિ હરાવી શકીએ.

આપણી નઝર ગઢ પ્રાપ્ત કરવાની ઈચ્છા કાયમ માટે ઈચ્છા જ રહી જશે.

અને હું ભેડિયા ઓનો સરદાર છું....ફક્ત દુશ્મનો ના સરદાર સાથે જ યુદ્ધ કરવું મને શોભે .... આ તો એમના તુચ્છ vampire સૈનિકો છે ...એમની સાથે લડી ને હું મારી ગરિમા ને ઠેસ પહોચાડું ? આ લોકો ને મારી મને શું વીરતા મળે .

લોકો એમ જ કહેશે કે મહાબલશાળી વિદ્યુત તુચ્છ vampire સૈનિકો ને મારી ને પોતાને મહાન બતાવે છે.

ભીષણ : અનિરુદ્ધ ભલે બાળક હોય ..પરંતુ એનું કથન સત્ય હતું કે પોતાના પ્રતીધ્વંધી ને સામાન્ય નહિ સમજવો ..તમે જેને બાળક સમજ્યો એ અત્યારે આપણી સેના નો વિધ્વંસ કરી રહ્યો છે.આપ લડવા અસમર્થ હોવ તો કમ સે કમ મને યુદ્ધ માં પ્રવેશ કરવાની અનુમતિ આપો.

વિદ્યુત ...ભીષણ ના વચનો થી થોડો ખચકાયો.

અને ભીષણ ને યુદ્ધ માં પ્રવેશવાની અનુમતિ આપી.

અનિરુદ્ધ અને વિકર્ણ સતત યુદ્ધ કરી રહ્યા હતા ,એમની ટુકડી માં હવે વેઢે ગણી શકાય એટલા જ vampire સૈનિકો શેષ વધ્ય હતા.

હવે ભીષણ યુદ્ધ માં ઉતર્યો .

ભીષણ werewolves માં એક શક્તિશાળી અને કુશળ યોદ્ધા હતો.

એણે સૌ પ્રથમ vampires ની લડવાનો વ્યૂહ સમજી લીધો,નિરીક્ષણ કરતા એને જાણ્યું કે vampires અને ખાસ કરી ને વિકર્ણ અને અનિરુદ્ધ એકબીજા ને પડખે રહી અને લગોલગ ઉભા રહી યુદ્ધ કરી રહ્યા છે ,જેથી અજાણ્યા પ્રહાર થી એકબીજા નું રક્ષણ કરી શકે

ભીષણ એ વિચાર્યું કે સૌ પ્રથમ આ બન્ને ને એકબીજા થી દુર કરવા અનિવાર્ય છે.અનિરુદ્ધ ચાલક છે ,પરંતુ વિકર્ણ ને દુર લઇ જવો શક્ય છે.

ભીષણ ધીમેક થી જાણ કર્યા વિના ,તેઓ ની વચ્ચે ઘુસી ગયો ,અને જે vampire સૈનિક વિકર્ણ ના પીઠ પાછળ રક્ષણ કરી રહ્યો હતો એને પોતાના તીક્ષ્ણ નાખુનો થી ચીરી ને દુર ફેંકી દીધો.

અને અત્યંત ચાલાકી અને કુશળતા થી પોતાના તીક્ષ્ણ તલવાર જેવા નખ વિકર્ણ ના પીઠ ની અંદર પરોવી દીધા.

વિકર્ણ ને ભયંકર પીડા ના આઘાત સાથે નીચે પડી ગયો.અનિરુદ્ધ ને જાણ થઇ કે તુરંત એ વિકર્ણ ની મદદ માટે ઝૂક્યો ત્યાં ..જ ભીષણ એ પ્રહાર થી એને દુર હડસેલી દીધો અને જમીન પર પડી દીધો.ત્યાં તો અનેક ભેડિયા ઓનું ટોળું અનિરુદ્ધ પર તૂટી પડ્યું.

પગ થી અને નખ દાંત થી પ્રહાર કરી અનિરુદ્ધ ને લોહી લુહાણ કરી દીધો.

વિદ્યુત ,ભીષણ ની કુશળતા થી હરખ થી ફૂલી ગયો અને પોતાની જીત નો આનંદ મનાવવા લાગ્યો.

ભીષણ એ ઘાયલ વિકર્ણ ને ગરદન થી પકડ્યો અને ઉંચો કર્યો .

વિકર્ણ મરતા અવાજે બોલ્યો “ ભ....ભીષણ ..........ત.તું એક ખોટા વ્ય....વ્યક્તિ નો સાથ આપી રહ્યો છે ....વી...વિદ્યુત તમારી પ્રજાતિ નો ..વિનાશ કરી નાખશે.

ભીષણ : તું અમારી ચિંતા ના કરીશ ....મુર્ખ .

ભીષણ એ પુનઃ પોતાના નખ વિકર્ણ નાં પેટ માં પરોવી દીધા.

ત્યાં રક્ત ના ફૂવ્વારા ઉડ્યા.અને વિકર્ણ એ કરુણ ચિત્કાર કર્યો.

એનો ચિત્કાર અનિરુદ્ધ ના કાને પડતા એનો રોષ જાગ્યો અને એને એક ઝટકા માં એને ઘેરી વળેલા ભેડિયા ઓને દુર ફેંકી દીધા .

અને પોતાની ગતિ થી ભીષણ ની પીઠ પાછળ પહોચી ..પોતાના દાંત એના ગરદન માં ઘુસાડી ને ભીષણ ને દુર પછાડ્યો.

અને વિકર્ણ ને પોતાના હાથ માં ઉપાડી ને પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી ભાગ્યો.

વિદ્યુત એ આ દ્રશ્ય જોયું અને તુરંત ભેડિયા ઓની એક મોટી ટુકડી એમની પાછળ એ દિશા માં મોકલી.

અહી અનિરુદ્ધ પણ ખુબ જ ઘાયલ હતો.

જેથી એ પણ પોતાની પૂર્ણ ઝડપે ભાગી શકવા અસમર્થ હતો.

અને મૂંઝવણ માં એને ખ્યાલ નાં રહ્યો કે એ નઝર ગઢ થી વિરુદ્ધ તરફ ભાગી રહ્યો છે.

નર ભેડિયા ઓની એક ટોળકી એમનો પીછો કરી રહી હતી.

વિદ્યુત ઘાયલ ભીષણ પાસે પહોચ્યો.

વિદ્યુત : એ બન્ને બચી ને ભાગી કેવી રીતે નીકળ્યા ? તારે એ જ ક્ષણ બન્ને નો અંત કરી દેવો જોઈતો હતો.

ભીષણ : અનિરુદ્ધ કલ્પના કરતા વધુ શક્તિશાળી અને કુશળ છે ...એ વાત તો માનવી જ પડશે.

પરંતુ એ ખુબ જ ઘાયલ છે,જેથી દુર સુધી નહિ ભાગી શકે ,આપણા સૈનિકો એને અવશ્ય બંદી બનાવી લેશે .

વિદ્યુત : અને વિકર્ણ ?

ભીષણ : વિકર્ણ તો કોઈ કાલ માં નહિ બચી શકે.

વિદ્યુત : બસ આ જ સબક છે ,આનવ વેલા માટે.

અહી અનિરુદ્ધ ભાગી ભાગી ને નઝર ગઢ થી ખુબ જ દુર આવી ગયો હતો.

એના શરીર માંથી ચારેકોર થી રક્ત નીકળતું હતું.

અનિરુદ્ધ : આપ ચિંતા ના કરો વિકર્ણ જી ...હું આપને કઈ પણ નહિ થવા દવ.

વિકર્ણ એકદમ બેસુદ પડ્યો હતો.

અનિરુદ્ધ હવે એકદમ ધીમો પડી ગયો .

રાત્રી નો અંધકાર ચારેય બાજુ છવાઈ ગયો હતો.

જંગલ માં માંડેલું એક એક પગલું પણ સુકાયેલા પત્તા ઓના કારણે સ્પષ્ટ સંભળાતું હતું.

ધીમી ધીમી હિમવર્ષા થવા લાગી હતી.

અનિરુદ્ધ માં હવે એક ડગલું માંડવાની પણ હિંમત વધી નહોતી.

એ વિકર્ણ ને લઇ ને નીચે બેસી ગયો.

એને મોટી ટુકડી એમની તરફ ધસી આવવાના એમના પદધ્વની સ્પષ્ટ સંભળાઇ રહ્યા હતા.

અનિરુદ્ધ : માફ કરજો પિતાજી ... હું આપની ઈચ્છા પર ખરો ના ઉતરી શક્યોં ,વિકર્ણ જી ને પણ નાં બચાવી શક્યો.

પરંતુ હું મારા આખરી શ્વાસ સુધી આ ભેડિયા સાથે યુદ્ધ કરીશ.

એમ કહી અનિરુદ્ધ વિકર્ણ ને બેસુદ અવસ્થા માં બાજુ પર મૂકી માંડ ઉભો થયો.

નર ભેડિયા ઓની ટુકડી એકદમ સમીપ પહોચી ચુકી હતી.

અનિરુદ્ધ નાં ધૂંધળી આંખો એ લોકો ને જોઈ શકતી હતી ... ત્યાં અચાનક

પાછળ થી કોઈ બે વ્યક્તિ આવ્યા અને એ વિકર્ણ અને અનિરુદ્ધ ને એક બાજુ ઘોર અંધકાર માં ખેંચી ગયા.

ક્રમશ: .....

નમસ્કાર વાચક મિત્રો ...આશા છે ....આ નવલકથા માં પણ આપને રસ પડી રહ્યો હશે.તેમ છતાં આપને અનુભવાતા સૂચનો આપ અવશ્ય જણાવશો.

નઝર ગઢ માં હજુ પણ અનેક રોચક રહસ્યો ખુલવાના શેષ છે.

પરંતુ હું અહી તમને એક જીગ્નાશાવશ એક સવાલ કરવા માંગું છું કે ...આપ પૃથ્વી નવલકથા ના કયા પાત્રો ને પુન: નઝર ગઢ માં જોવા ઈચ્છો છો ?

Comments માં કે message કરી આપનો અભિપ્રાય અવશ્ય જણાવશો.

તથા પૃથ્વી અને નઝર ગઢ બન્ને નવલકથા માં તમારા વાંચન ના અનુભવ કેવા રહ્યા એ પણ જણાવશો.

આપ સૌ ના વિશેષ અનુભવો નો ઇન્તેઝાર રહેશે .

ત્યાં સુધી જોડાયેલા રહો નવલકથા નઝર ગઢ સાથે.