the secrets of nazargadh - 9 books and stories free download online pdf in Gujarati

The secrets of નઝરગઢ ભાગ 9

આપણે આગળ ના ભાગ માં જોયું કે નઝરગઢ માં થયેલા યુદ્ધ ને વર્ષો વીતી જાય છે,ભીષણ હજુ સુધી બેસુધ અવસ્થા માં જ હોય છે,વિદ્યુત નઝરગઢ ના ગુપ્તચરો થી નજર બચાવી ને છુપતો છુપાતો ફરી રહ્યો હતો.અહી નઝરગઢ માં પૃથ્વી પોતાના પિતા આનવ વેલા ની અનઉપસ્થિતિ થી ખુબ જ વ્યાકુળ હતો,ત્યારે ત્રિશા આનવવેલા ને મુક્ત કરવા માટે એક સમાચાર લાવે છે અને જણાવે છે કે આનવવેલા ને મુક્ત કરવાનો ઉપાય એક પુસ્તક માં છુપાયેલો છે,જે એની બાકી ની બે બહેન માંથી એક પાસે છે,ત્રિશા પાસે રહેલા પુસ્તક માંથી એ બહેન સુધી પહોચવા ની એક કડી મળે છે,જેનું હરિહર નામ નો એક warlock અર્થઘટન કરે છે અને એ જગ્યા નું રહસ્ય ખોલે છે,સાથે જ હરિહર અને એની પત્ની અરુણરૂપા પણ એ લોકો ની સાથે જવાની વિનંતી કરે છે.

ક્રમશ: ........

અવની : જે રીતે હરિહર એ દિશા અને સ્થાન નિર્દેશ કર્યો ....

અનિરુદ્ધ મારી બહેન મનસા ત્યાં જ છે.

અનિરુદ્ધ : તું આ વાત સ્પષ્ટ રીતે કઈ રીતે જણાવી શકે કે તારી બન્ને બહેનો માંથી મનસા જ ત્યાં હશે?.

અવની : અમે જયારે નાના હતા ત્યારે અમુક સમય અમે સાથે ગાળ્યો હતો,એ વખત થી હું જાણું છું કે આવી ઊંચાઈ વાળી અને સુંદર જગ્યા મનસા ને ખુબ જ પસંદ હતી.

જેથી હું અનુમાન લગાવી શકું કે મનસા ત્યાં જ છે.

અનિરુદ્ધ : આશા રાખું છું કે તારું અનુમાન એકદમ સાચું હોય.

એક પ્રહર માં દરેક લોકો એ યાત્રા ની તૈયારી પૂર્ણ કરી લીધી.

અનિરુદ્ધ પોતાની ગતિ થી થોડાક પ્રહર માં ત્યાં પહોચવા માટે સક્ષમ હતો પરંતુ,એના સિવાય કોઈ પણ વ્યક્તિ પાસે એટલી તીવ્ર ગતિ નહતી.અને આ યાત્રા અને સ્થળ બન્ને અનિરુદ્ધ માટે અજાણ હતી,જેથી અનિરુદ્ધ પાસે હરિહર ના માર્ગદર્શન અનુસાર ચાલવા સિવાય કોઈ વિકલ્પ નહતો.

અનિરુદ્ધ ,અવની ,ત્રિશા ,હરિહર અને અરુણ રૂપા ,બધા એ હરિહર એ દર્શાવેલા માર્ગ પ્રમાણે ચાલવા લાગ્યા.

પ્રહર વિતતા ગયા ...અહી હરિહર પોતાની અદ્ભુત વાતો થી દરેક નું મનોરંજન કરી રહ્યો હતો,પરંતુ સ્પષ્ટ હતું કે અરુણરૂપા સિવાય કોઈ ને પણ એની અનાવશ્યક વાતો માં કોઇ રસ નહતો.

ત્રિશા યાત્રા દરમિયાન ખુબ જ સાવચેત હતી.એ જાણતી હતી કે માર્ગ વિષમ અને દુર્ગમ છે ,અહી કોઈ પણ કદમ પર ખતરો હોઈ શકે છે.

યાત્રા કરતા કરતા ચાર પ્રહર વીતી ગયા.

અવની ,ત્રિશા અને અરુણ રૂપા યાત્રા થી થોડાક થાકી ગયા હતા. એ લોકો ને વિશ્રામ ની આવશ્યકતા હતી.

જેથી અનિરુદ્ધ જંગલ માં એક નાનકડા મેદાની પ્રદેશ માં થોડીક વાર વિશ્રામ કરવા સુચન કર્યું.

અનિરુદ્ધ અને હરિહર જંગલ માંથી વૃક્ષ ની મોટી મોટી ડાળીઓ લઇ આવ્યા અને ચારેય તરફ એ ડાળીઓ ને ગોઠવી ને એક નાનકડા શામિયાના જેવી રચના કરી.

જેથી એક રાત બધા સારી રીતે વિશ્રામ કરી શકે.

મધરાત્રી એ ત્રિશા ની આંખ ખુલી ,એને એની બાજુ માં જોયું તો અવની શાંતિ થી સુતી હતી પણ અનિરુદ્ધ ત્યાં નહતો,એને અચરજ લાગ્યું કે અનિરુદ્ધ ક્યાં ગયો હશે,એને અવની તરફ જોયું પરંતુ થકાવટ નાં કારણે અવની ખુબ ગાઢ નિંદ્રા માં હતી.જેથી ત્રિશા એ અવની ને નિદ્રા માંથી જગાડવી ઉચિત ન સમજ્યું.

જેથી એ પોતે જ શામિયાના ની બહાર નીકળી ગઈ .બહાર આવી ને એને ખુલ્લા મેદાની પ્રદેશ માં દુર દુર સુધી દ્રષ્ટિ ગુમાવી પરંતુ એને અનિરુદ્ધ ની ક્યાય પણ ભાળ મળી નહિ.

એને હવે ચિંતા થવા લાગી કે અજાણ્યા પ્રદેશ માં અનિરુદ્ધ મધરાત્રી માં ક્યાં ગયો હશે.

ત્રિશા એ પોતાના મંત્ર શક્તિ થી એને શોધવા નો પ્રયત્ન કર્યો,અમુક પ્રયાસ બાદ આખરે એને પશ્ચિમ દિશા માં દુર એક પડછાયા જેવી ભીતિ થઇ.

એ પડછાયો બેશક અનિરુદ્ધ નો હતો ,પરંતુ અનિરુદ્ધ ત્યાં શું કરી રહ્યો છે એ જાણવા માટે ત્રિશા રાત્રી ના ચીર અંધકાર માં એક મશાલ સાથે એ તરફ નીકળી.

થોડીક વાર ચાલતા મેદાની પ્રદેશ પૂરો થઇ નદી ના કોતરો ચાલુ થયા,ત્યાં એક ઊંડી કોતર ની સીમા પર એક ઊંચા પથ્થર શીલા પર અનિરુદ્ધ બેઠો હતો.

અનિરુદ્ધ જોયા બાદ ત્રિશા ના શ્વાસ નીચે બેઠા.

ત્રિશા ધીમે ધીમે એ તરફ ગઈ.

અનિરુદ્ધ એ જોયું કે કોઈ મશાલ લઇ એની તરફ આવી રહ્યું છે.

અંધકાર ના કારણે સ્પષ્ટ દેખાતું નહતું

એકદમ નજીક આવ્યા બાદ અનિરુદ્ધ એ કહ્યું

“અવની ... ?”

ત્રિશા એ મશાલ પોતાના ચહેરા તરફ કરી.

અનિરુદ્ધ : અરે ત્રિશા ...તું છે ....મને એમ કે ..

ત્રિશા : અવની છે ..... હું જાણું છું કે ...તને આ રીતે અવની સિવાય કોઈ શોધતું નથી.

ત્રિશા આવી ને અનિરુદ્ધ ની પાસે બેઠી .

અનિરુદ્ધ જે કોતર પર બેઠો હતો ત્યાં નીચે નીચે થી નદી નું પાણી ખલ ખલ કરી ને વહી રહ્યું હતું.

આ ઠંડી અને શાંત રાત માં રાત ના તમરા ઓનો અને જંગલી પશુઓનો અવાજ સ્પષ્ટ જણાઈ રહ્યો હતો.

બન્ને થોડીક વાર ચુપચાપ બેઠા.

આખરે ત્રિશા એ મૌન તોડ્યું..

ત્રિશા : હું પૂછી શકું કે આવી રીતે મધરાત્રી એ વિશ્રામ કરવાની જગ્યાએ તું અહી કેમ બેઠો છે ?

અનિરુદ્ધ : એમ તો આ સવાલ હું તને પણ પૂછી શકું .

ત્રિશા : હું તો વિશ્રામ જ કરી રહી હતી ,આતો નઝર પડી કે તું શામિયાના માં નથી એટલે અહી આવી.

અનિરુદ્ધ : ત્રિશા ...મને લાગે છે કે તું ભૂલી રહી છે કે હું એક vampire છું, vampire કે જે રાત નાં રાજા છે ,જેમનો શિકાર કરવાનો સમય જ રાત્રી છે ...અમે નિશાચર છીએ.નાં તો અમને કોઈ થકાવટ મહસૂસ થતી નાં તો અમારે કોઈ આરામ ની જરૂર છે ...અને આવા અમુક માઈલ ની યાત્રા તો અમારું રોજિંદુ કામ છે.

ત્રિશા : હા ... એ વાત પણ સાચી છે .... તમને તો થાક લાગવાથી રહ્યો ... કદાચ અમારા પાસે પણ તમારા જેવી ગતિ હોત ...તો

અનિરુદ્ધ : તો શું ?

ત્રિશા : તો ... અમે પણ તારા જેમ જ રાત્રી દરમિયાન આમ તેમ ભટકી શકીએ.

અનિરુદ્ધ હસવા લાગ્યો.

અનિરુદ્ધ : ભલે ,તમારી પાસે ગતિ નથી ... પરંતુ શક્તિઓ તો અસામાન્ય છે.

ત્રિશા : હા એમાં તો કોઈ શંકા ને સ્થાન નથી.. પરંતુ શામિયાના થી આટલે દુર કેમ આવ્યો ..શિકાર કરવા તો બેશક તું નથી આવ્યો.

અનિરુદ્ધ : હા .. બસ અહી વિચરણ કરી રહ્યો હતો ત્યાં આ જગ્યા દેખાઈ....આ ઊંડી કોતરો અને વેગવંતી નદિયોં. તું જાણે છે ... હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતા મને નઝરગઢ ની આવી ઊંડી ખાઈ પાસે લઇ જતા ,ત્યારે મને આ ઊંડાઈ જોઈ ને ડર લાગતો,પિતા ને મારા ડર વિષે જાણ થઇ ગઈ ,એમને મને નઝરગઢ ની સૌથી ઊંડી ખાઈ માં અંદર ફેંકી દીધો એ પણ એક ક્ષણ વિચાર કર્યા વિના.

મને તો એવું લાગ્યું કે મારો અંત નિશ્ચિત છે.પરંતુ તળિયે ટકરાવ થાય એના પહેલા જ મેં મારા હાથ નો ઉપયોગ કરી એક વૃક્ષ ને પકડી લીધું અને બીજા જ ક્ષણે છલાંગ થી તળેટી પર પહોચી ગયો.

એ સમયે મને મારી શક્તિ નો અહેસાસ થયો.જ્યારે ઉપર આવી ને મેં મારા પિતા ને પૂછ્યું કે શું તમને જાણ હતી કે એ વૃક્ષ ને પકડી લઈશ અને સુરક્ષિત તળેટી પર પહોચી જઈશ ?

તો એમને કહ્યું .... નાં મને જરા પણ અંદાજ નહતો ...બસ એટલું જાણતો હતું કે જો તું સાચે આનવ વેલા ના પુત્ર થવા ના લાયક હઈશ તો બચી જઈશ.....અન્યથા હું સમજી લઈશ કે આનવવેલા ને અનિરુદ્ધ નામ નું કોઈ બાળક મળ્યું જ નહતું.

એ સમયે મને મારા પિતા પર ખુબ જ ક્રોધ હતો અને શંકા હતી કે આનવ વેલા મને જરા પણ પ્રેમ કરતા નથી કારણ કે હું એમનો સગો પુત્ર નથી.

પરંતુ થોડાક સમય બાદ જ હું werewolves ના એક ખૂંખાર ઝુંડ થી પ્રાણ બચાવવા ભાગી રહ્યો હતો ત્યાં એ જ ખાઈ સામે આવી ને મારો રસ્તો રોકાઈ ગયો... werewolves હુમલો કરે એ પહેલા હું એ ખાઈ માં કુદી ગયો અને ભુતકાલ પ્રમાણે વૃક્ષ ની મદદ થી બચી ગયો જયારે મારા પાછળ કૂદેલા દરેક werewolves મૃત્યુ પામ્યા.

એ વખતે મને સમજાયું કે મારા પિતા ફક્ત મને શક્તિ શાળી બનાવવા માંગતા હતા.

નાનપણ થી વર્ષો સુધી એમણે દરેક પરિસ્થિતિ સામે મને લડવાની તાલીમ આપી,એ ઇચ્છતા હતા કે હું એટલો શક્તિશાળી બનું કે સંસાર નો કોઈ પણ જીવ મને પરાસ્ત નાં કરીશ.મને એમના પ્રેમ ને સમજવા માં ઘણો સમય લાગી ગયો.

અને જ્યારે હું સંપૂર્ણ રીતે એમને સમજવા લાગ્યો ત્યારે .. એજ મારી પડખે નથી.

અનિરુદ્ધ નો અવાજ ઢીલો પડી ગયો.

ત્રિશા એ અચકાતા મને અનિરુદ્ધ ના ખભા પર હાથ રાખ્યો.

ત્રિશા : હું જાણું છું અનિરુદ્ધ .... તારા પિતા તારા જીવન માં એક ખુબ જ મહત્વ નું સ્થાન ધરાવે છે.

અને તું એમને પુનઃ તારી પાસે લાવવા ખુબ જ પ્રયત્ન કરી રહ્યો છે.

હું જાણું છું કે તને કદાચ મારી વાત થી દુ:ખ થાય પરંતુ .... સંસાર નો નિયમ છે અનિરુદ્ધ કોઈ પણ જીવ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય , પરંતુ એની શક્તિ અને શાસન નો મર્યાદિત સમય હોય છે ,જેની જગ્યા બીજો કોઈ શક્તિશાળી જીવ અવશ્ય લે છે .

જે રીતે અમારી માતા સંપૂર્ણ witches ની જનેતા અને સર્વ શક્તિશાળી witch હતી તેમ છતાં .... આજે એ અમારી સાથે નથી. એમના સ્થાન પર એમની ચાર પુત્રીઓ એમની શક્તિઓ ને સ્થિરતા આપી રહી છે ... અને જ્યારે અમારો સમય પૂર્ણ થશે.ત્યારે બીજું કોઈ આવી અમારી જગ્યા લેશે.

એ જ રીતે મહારાજ આનવ વેલા vampires ના સર્વ શક્તિમાન રાજા ... એ ખુબ જ બુદ્ધી શાળી હતા ...એ જાણતા હતા કે આવનારા ભવિષ્ય માં એમની પણ શક્તિ ક્ષીણ થશે ...અને એમનો સમય પણ પૂર્ણ થશે ,જેથી vampires પ્રજાતિ ના ભવિષ્ય માટે એ તને નાનપણ થી જ શક્તિશાળી બનાવવા પ્રયત્ન કરી રહ્યા હતા ,કદાચ એ જાણતા હતા કે તું જ નઝરગઢ નું ભવિષ્ય છે.

આપણે આનવવેલા ને પુનઃ આપણી વચ્ચે લાવવાનો પ્રયત્ન ચોક્કસ થી કરીશું,પરંતુ કદાચ સંજોગ વશાત આપણે નિષ્ફળ ગયા અને તું નિરાશ થઇ ને બધું જ ત્યાગી ને હતાશ થઇ જઈશ તો એમનું તને નઝરગઢ નો શક્તિમાન મહારાજ બનાવવાનું સ્વપ્ન અને આટલા વર્ષો સુધી એમણે તારા પાછળ કરેલી મહેનત બધું વ્યર્થ જશે.

આ બાબત નો થોડોક વિચાર ચોક્કસ થી કરજે.

ત્રિશા ના શબ્દો થી અનિરુદ્ધ ગુઢ વિચાર માં પડી ગયો.

ત્રિશા : મને લાગે છે હવે આપણે શામિયાના તરફ પરત જવું જોઈએ.

ત્રિશા ત્યાં થી ઉભી થતી હતી ત્યાં અનિરુદ્ધ એ એનો હાથ પકડ્યો.

આવી રીતે ત્રિશા નો હાથ પકડનાર અનિરુદ્ધ પ્રથમ વ્યક્તિ હતો.

ત્રિશા થોડી ખચકાઈ ..

અનિરુદ્ધ ધીમેક થી બોલ્યો.

“મારા પિતા નું સ્વપ્ન કોઈ દિવસ ભંગ નહિ થવા દવ”

ત્રિશા ને અનિરુદ્ધ માં ઉત્સાહ જોઈ ને આનંદ થયો.

ત્રિશા મંદ હસી અને ત્યાં થી ઉભી થઇ ને ચાલવા લાગી ....થોડાક આગળ જઈ એ થોભી ગઈ ...

ત્રિશા : જો તારું રાત્રી વિચરણ પતિ ગયું હોય તો ...તારે પણ શામિયાના માં આવવું જોઈએ ....જો અવની ની આંખ ખુલી અને એ તને નહિ જોવે તો થોડીક વાર માં હોબાળો કરી મુકશે.

અનિરુદ્ધ પણ ત્રિશા ની સાથે સાથે ચાલવા લાગ્યો....

અનિરુદ્ધ : ત્રિશા .... તું આટલી સમજદાર પહેલે થી જ હતી કે તને અવની ની સંગત ની અસર થઇ છે.

ત્રિશા અનિરુદ્ધ ને કઈ જવાબ આપે એ પહેલા એનો પગ અંધારા માં એક કાંટાળી ઝાડી માં ભરાઈ ગયો અને એને પગ માં ઈજા પહોચી.

ઈજા ના દર્દ ના કારણે ત્રિશા કરહાઈ ને ચીખી ઉઠી અને જમીન પર બેસી ગઈ.

અનિરુદ્ધ નું જેવું ધ્યાન ગયું એણે તુરંત જ એ કંટાળી ઝાડી ને દુર કરી દીધી.

ત્રિશા હજુ પણ ખુબ દર્દ માં હતી કારણ કે કાંટા ના લાંબા શુળ એના પગ માં ઉતરી ગયા હતા અને રક્ત વહી રહ્યું હતું.

અનિરુદ્ધ : ત્રિશા ,...ઈજા નો ઘા સાફ કરવો જરૂરી છે ..એને પાણી થી સાફ કરવો પડશે.

ત્રિશા : પરંતુ ...અહી પાણી ક્યા મળશે ...નદી પણ બહુ ઊંડી છે ....

અનિરુદ્ધ : એક માર્ગ છે ...

ત્રિશા : શું ?

અનિરુદ્ધ એ ત્રિશા ને પોતાના બન્ને હાથ માં ઉઠાવી ...

ત્રિશા : અરે અનિરુદ્ધ .... ક્યાં લઇ જાય છે ?

અનિરુદ્ધ : પાણી ની પાસે ... બસ તું એક કામ કર ... તારા બન્ને હાથ થી મને મજબૂતી થી પકડી રાખ અને પોતાની આંખો બંધ કરી દે.

ત્રિશા : કેમ ? તું શું કરવા જઈ રહ્યો છે ? પહેલા મને જણાવ ...

ત્રિશા વાક્ય પૂરું કરે એ પહેલા તો અનિરુદ્ધ ત્રિશા સાથે ઊંડી ખાઈ માં કુદી ગયો જ્યાં ઊંડાણ માં નદી વહી રહી હતી.

ત્રિશા એ જોર થી બુમ લગાવી .... કોતરો માં એનો અવાજ ગુંજી રહ્યો હતો.

નદી ની તળેટી આવે એ પહેલા અનિરુદ્ધ એ કોતરો ની દીવાલો ના વૃક્ષો ના મૂળ પકડી લીધા અને એક દમ આરામ થી બન્ને નીચે ઉતર્યા ....

ત્રિશા હજુ પણ અનિરુદ્ધ ને એકદમ મજબૂતી થી પકડી રાખ્યો હતો અને આંખો એકદમ તાકાત થી બંદ કરી રાખી હતી.

અનિરુદ્ધ : ત્રિશા .....તું આંખો ખોલી શકે ...

ત્રિશા એ ધીમે થી આંખો ખોલી. અને જોયું કે એ જીવિત છે.

ત્રિશા : શું તારી મતી ભ્રષ્ટ થઇ ગઈ છે ?

સામાન્ય ઘા સાફ કરવા માટે કોઈ આવી છલાંગ લગાવી શકે ?

અનિરુદ્ધ : પ્રથમ વાત કે તને જે શુળ નો ઘા વાગ્યો છે એ કોઈ સામાન્ય નથી,આ એક વિષયુક્ત શુળ છે જેના ઘા થી રક્ત રોકાતું નથી જેથી એને તુરંત પાણી થી સાફ કરવો જરૂરી છે ...અન્યથા સામાન્ય લાગતો આ ઘા ,મૃત્યુ પણ આપી શકે છે.

અને બીજી વાત કે કેટલાય વર્ષો થી . મેં આવી કોઈ છલાંગ લગાવી નહતી તો બસ જોવા માંગતો હતો કે હજુ પણ મારા માં એ કુશળતા છે કે નહિ ?

ત્રિશા : હવે સાચે તારી બુદ્ધી ક્ષીણ થઇ ચુકી છે.

અનિરુદ્ધ એ ધીમે થી ત્રિશા ને નીચે ઉતારી

જમીન ની તળેટી થી હજારો ફૂટ ની ઊંડાઈ માં જાણે સ્વર્ગ વસેલું હતું.

અહી નું વાતાવરણ ઉપર ના વાતાવરણ થી કઈ અલગ જ હતું.

સમુદ્ર જેવા ઘોષ સાથે વહેટી નદી અને .... ચારેય બાજુ મંદ મંદ ચમકતા પથ્થર.

દર્પણ ના કાચ જેટલું શુદ્ધ પાણી અને એમાં છલાંગો લગાવતી ...નાની મોટી માછ્લીયો ....ચંદ્રમાં નો પ્રકાશ જમીન થી આટલે ઊંડે સુધી પણ સરળતાથી પહોચી રહ્યો હતો

અનિરુદ્ધ એ ત્રિશા ને બેસાડી એનો ઈજા વાળો પગ પોતાના હાથ માં લીધો અને નદીના શુદ્ધ ,શીતલ જળ થી એનો ઘા સાફ કર્યો.

ત્રિશા એ દર્દ માં પોતાની આંખો બંદ કરી લીધી.

અનિરુદ્ધ ની નઝર ત્રિશા ના ચહેરા પર પડી ....ત્રિશા ના ખભા સુધી લહેરાતા વાળ મંદ હવામાં લહેરાઈ રહ્યા હતા.અને ચંદ્ર નો પ્રકાશ નદીના જળ થી પરાવર્તિત થી ત્રિશા ના ચહેરા પર પડી રહ્યો હતો.

જે ત્રિશા ની સુંદરતા માં સાચે જ ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

અનિરુદ્ધ થોડીક ક્ષણો તો બસ એ જ નિહાળી રહ્યો.

ત્રિશા ને દર્દ ઓછું થતા એને આંખો ખોલી અને અનિરુદ્ધ સામે જોયું ,અનિરુદ્ધ એ તુરંત જ પોતાની નઝર ફેરવી લીધી.

ઘા સાફ થતા જ થોડીક ક્ષણો માં રક્ત પણ થંભી ગયું.

ત્રિશા એ એ સુંદર જગ્યા માં ચોતરફ નઝર ઘુમાવી, એ જગ્યા ની સુંદરતા જોઈ એ મંત્ર મુગ્ધ થઇ ગઈ .....

નદી ના પ્રવાહ ના કારણે બનેલી એક ગુફા તરફ આગળ વધી ,ઘૂંટણ સમા પાણી માં એ ધીરે ધીરે આગળ વધી રહી હતી.

અનિરુદ્ધ પણ ધીમે ધીમે એની પાછળ ચાલવા લાગ્યો , આજ ની ત્રિશા માં કઈક ખાસ હતું,અનિરુદ્ધ ને એના માં કઈંક અલગ જ દેખાઈ રહ્યું હતું ,બસ એ સમજી શકતો નહતો.

એક જગ્યા પર જઈ ત્રિશા ઉભી રહી ગઈ , જ્યાં ઘણા બધા નાના મોટા ઝરણા ભેગા થઇ ને એક મોટો પ્રવાહ બની રહ્યો હતો.

અને આવી જગ્યા એ પણ સુંદર ફૂલો ના છોડ એના કિનારા પર ઉગેલા હતા.

ત્રિશા એની પાસે જઈ ને ત્યાં પાણી માં બેસી....

એ છોડ પર થી એક સુંદર ફૂલ એને લીધું અને આંખો બંધ કરી ને એની ખુશ્બુ લેવા લાગી.

ત્રિશા : કેટલી વિચિત્ર વાત છે ને અનિરુદ્ધ ...કોઈ એ વિચાર્યું પણ નહિ હોય કે ધરતી ની નીચે આટલી સુંદરતા પણ હોઈ શકે ....

સાચે જ કુદરત થી વધુ રહસ્યમય અને સુંદર કશું જ નથી.

અનિરુદ્ધ : હા ... અહી ની સુંદરતા હજુ સુધી એટલે બરકરાર છે કારણ કે આ જગ્યા લોકો થી દુર અહી સુરક્ષિત છે.

મને જાણ ના હતી કે આવી જગ્યા પણ તને આકર્ષિત કરી શકે છે ?

ત્રિશા : મતલબ ?

અનિરુદ્ધ : મને એમ હતું કે ત્રિશા એક ખુબ જ અડીઘ ,કઠણ સ્વભાવ અને ગુસ્સા થી ભરેલી જીદ્દી છોકરી છે ....

ત્રિશા : સ્વભાવ પરિસ્થિતિ અનુસાર બદલાય છે .... અને જરૂરી નથી કે જે વ્યક્તિ જેવું દેખાય એવું જ હોય પણ .....

હવે આપણે નીકળવું જોઈએ .....

અનિરુદ્ધ એ માથું ધુણાવ્યું ...

બન્ને ગુફા માંથી બહાર આવ્યા.

ત્રિશા એ બહાર આવી ને જોયું તો જંગલ તો ખુબ જ ઊંચાઈ પર હતું.

ત્રિશા : આપણે પુનઃ ઉપર કઈ રીતે જઈશું ?

અનિરુદ્ધ : જે રીતે આવ્યા હતા ..... એ જ રીતે .

અનિરુદ્ધ એ પોતાનો હાથ ત્રિશા તરફ લંબાવ્યો.

ત્રિશા એ અનિરુદ્ધ નો હાથ પકડ્યો.

અનિરુદ્ધ એ ત્રિશા ને પોતાના બન્ને હાથ માં ઉઠાવી લીધી . ત્રિશા એ પોતાના બન્ને હાથ અનિરુદ્ધ ના ગળે વીંટાળી દીધા.

અનિરુદ્ધ : તું આંખો બંધ કરી દઈશ તો મને સરળતા રહેશે, અને તને ડર પણ નહિ લાગે ..

ત્રિશા : આ વખતે કદાચ એની જરૂર નહિ પડે ....

અનિરુદ્ધ મંદ મુસ્કાયો ... અને પોતાની સંપૂર્ણ શક્તિ થી છલાંગ લગાવી .....

વચ્ચે એક મોટી ચટ્ટાન પર પહોચ્યા બાદ ફરીથી છલાંગ લગાવી ..એમ કરતા કરતા ત્રણ છલાંગ માં તો અનિરુદ્ધ ઉપર પહોચી ગયો.

અનિરુદ્ધ એ ત્રિશા ને નીચે ઉતારવા લાગ્યો.

ત્રિશા : અનિરુદ્ધ .....પહેલે થી જ વિલંબ થઇ ચુક્યો છે ..મારા પગ માં ઈજા છે ...ચાલી ને જતા વધુ વિલંબ થઇ જશે.

અનિરુદ્ધ સમજી ગયો ...ત્રિશા એ પકડ મજબુત કરી ....અનિરુદ્ધ એ પોતાના વેગ નો પ્રયોગ કર્યો.

આંખો ના પલકારા માં તો જાણે અનિરુદ્ધ અને ત્રિશા શામિયાના તરફ પહોચી ગયા.

શામિયાના ની બહાર ....અનિરુદ્ધ એ ત્રિશા ને નીચી ઉતારી ...

ત્રિશા એક શબ્દ પણ બોલ્યા વગર અંદર ચાલી ગઈ.

અનિરુદ્ધ પણ અંદર ચાલ્યો ગયો.

અહી આ બાજુ .....

નઝરગઢ થી ખુબ જ દુર એક નાનકડા ગામ માં .....

વિદ્યુત છુપાયીને રહ્યો હતો અને ભીષણ હજુ પણ બેસુધ હતો.

વિદ્યુત એને હોશ માં લાવવાના ખુબ જ પ્રયત્ન કરી રહ્યો હતો.

ત્યાં એનો એક ગુપ્તચર અભિરુ ,એક વૃદ્ધ મહિલા ને વિદ્યુત ના નિવાસ સ્થાન પર લઇ આવ્યો.

વિદ્યુત : આ વૃદ્ધ સ્ત્રી કોણ છે અભિરુ ?

અભિરુ : મહારાજ ....અ સ્ત્રી એક witch છે ..... અને એ સેનાપતિ ભીષણ ને સ્વસ્થ કરવા સક્ષમ છે

વિદ્યુત : આ શું મજાક છે ...અભિરુ ,witch હાલ અસ્તિત્વ માં જ નથી.

તો આ કઈ રીતે જીવિત હોઈ શકે. ?

અભિરુ : મહારાજ ...હું વાત ની સંપૂર્ણ પુષ્ટિ કર્યા બાદ જ આ મહિલા ને અહી લાવ્યો છું.

આ મહિલા અહી આવવા તૈયાર જ નહતી ,ઉલટા માં મંત્ર થી મને હરાવવા નો પ્રયત્ન પણ કર્યો ...પરંતુ એનો સંપૂર્ણ પરિવાર આપના શિકંજા માં છે ....

જેથી એને અહી આવ્યા સિવાય કોઈ વિકલ્પ ના હતો.

આપ મારી વાત પર વિશ્વાસ કરી શકો છો મહારાજ ...

વિદ્યુત : ઓ મહિલા.... શું આ વાત સત્ય છે કે તું એક witch છે ... જો અસત્ય કહેવાનો પ્રયત્ન પણ કર્યો તો ....તારા પરિવાર માં થી કોઈ પણ વ્યક્તિ જીવિત નહિ બચે ....

એ મહિલા જોર જોર થી વિલાપ કરવા લાગી ...

એ મહિલા : કૃપા કરો ...મારા પરિવાર નો કે મારો કોઈ દોષ નથી અમે નિર્દોષ છીએ ...

વિદ્યુત : હું એમ નથી કહી રહ્યો કે તમે દોશી છો ... ઉલટા ના તમે તો અમારા તારણહાર છો ...

આ જુઓ મારો મિત્ર ....કેટલાય વર્ષો થી બેસુધ પડ્યો છે ...હું બસ એટલું ઈચ્છું છું ...કે તમે એને સ્વસ્થ કરો ...હું વચન આપું છું ...આજીવન આપના પરિવાર ની સુરક્ષા ની જવાબદારી હું લઈશ.

એ મહિલા એ બેસુધ ભીષણ તરફ નઝર નાખી ...એને વિદ્યુત ની વાત માં સચ્ચાઈ લાગી.

વિદ્યુત : કૃપા કરો ...મારા મિત્ર ને તમારા સિવાય કોઈ બચાવી શકે એમ નથી ...

પ્રથમ આપ નું નામ જણાવો .....

એ મહિલા એ પોતાનું નામ સમીરા જણાવ્યુ.

સમીરા : તમારા મિત્ર ની હાલત કઈ રીતે થઇ છે ...

આજ થી થોડાક વર્ષો પહેલા vampires અને werewolves વચ્ચે ની એક લડાઈ માં મારા મિત્ર પર એક દુષ્ટ vampire એ કોઈ વિશિષ્ટ હથિયાર થી વાર કર્યો ,ત્યાર થી એ એજ હાલત માં છે.

સમીરા એ ભીષણ નો ઘા જોયો.

સમીરા : આતો કોઈ વિશેષ હથિયાર નો ઘા છે.આવો ઘા મેં પ્રથમ વાર જોયો છે...

વિદ્યુત : તો શું તમે એને સ્વસ્થ નહિ કરી શકો.

સમીરા : કઈ પણ કહેવું મુશ્કેલ છે ..પરંતુ હા ..પ્રયત્ન અવશ્ય કરી શકાય.

સમીરા એ તુરંત પોતાની પાસે પડેલા થેલા માંથી જરૂરી સામગ્રી કાઢી અને ભીષણ ના શરીર પર અલગ અલગ સફેદ રંગ ના મોતી મુક્યા.

અને એક ઔષધી નો લેપ ભીષણ ના ઘા પર લગાવ્યો.

અને સમીરા એ મંત્ર નું ઉચ્ચારણ શરુ કર્યું.

આ પ્રક્રિયા કલાકો સુધી ચાલી ...

વિદ્યુત ને હવે આ સ્ત્રી ના witch હોવા પર શંકા થવા લાગી હતી.

વિદ્યુત સમીરા તરફ ધસી ગયો અને એને રોકવા જતો હતો ત્યાં વિદ્યુત ની નઝર ભીષણ ના શરીર પર પડેલા મોતી પર પડી .... એ સફેદ મોતીઓ ધીમે ધીમે રંગ પરિવર્તન કરી લીલા રંગ માં પરિણામવા લાગ્યા.

વિદ્યુત બાજુ માં ખસી ગયો અને એ પ્રક્રિયા નિહાળવા લાગ્યો.

થોડાક જ ક્ષણો માં બધા જ મોતી ઘાટા લીલા રંગ માં પરિવર્તિત થઇ ગયા.

બીજા જ ક્ષણે ....

ભીષણ સફાળો બેઠો થયો........

ક્રમશ : ..........

નમસ્કાર વાચક મિત્રો

આપના પ્રતિભાવ અને મેસેજ હમેશ ની જેમ ખુબ જ રસપ્રદ હતા .અપેક્ષા છે કે આ ભાગ પણ આપ સૌ ને એટલો જ રસપ્રદ લાગશે .જે comments માં ચોક્કસ થી જણાવશો.

પ્રતિલીપી દ્વારા લેખક અને વાચકો ને જોડવા માટે કેટલાક પસંદગી ના લેખકો માટે live ફીચર introduce કર્યું છે,સદભાગ્યે અને આપ સૌ ના સહકાર થી આ ફીચર માટે મારી પણ પસંદગી થઇ છે,જેથી હું આપ સૌ મિત્રો સાથે સીધા જોડાઈ શકું.

જેથી આપણે સૌ અનુકુળતા એ એકબીજા સાથે અનેક રોચક વાતો કરી શકીએ વાર્તાલાપ કરી શકીએ એના માટે live આવવા માટે નો સમય અને દિવસ હું આપ સૌ મિત્રો પર રાખું છું.આપ સૌ message માં અથવા comments માં મને દિવસ અને સમય જણાવશો ....સૌથી વધુ લોકો ને જે સમય અનુકુળ હશે એ સમય આપણે પસંદ કરીશું ,ત્યારબાદ મેં નક્કી કરેલો સમય આપ સૌ ને notification દ્વારા જાણ થઇ જશે.

આભાર ....