melu pachhedu - 7 books and stories free download online pdf in Gujarati

મેલું પછેડું - ભાગ ૭

બાપૂ ના જંગલી જનાવર શબદ નો મતલબ એટલે ગોમ નો માથા ફરેલો , બગડેલો અને ગોમ ની સોરીઓ પર નજર બગાડતો પરબત .
હું બાપૂ ને કે’તી ‘ મારી આ લઠ (લાઠી) જોય સે , ને તમને ખબર નથ કે આ ધારિયું ખાલી શોભા નું નથ રાયખું ઈ હલાવતાય આવડે સે હોં. ઉભે ઉભો ચીરી નાંખું એ જનાવર ને’.
બાપૂ મને હાંભળી હસી પડતા પણ બાપૂ ને ક્યાં ખબર હતી કે મને પેલા જનાવર ની બીક કરતા વધુ કોઈ ને મળવા નો ઉમળકો ન્યા ખેંસી જતો હતો . સીમ ના ઈ વાંકા સૂકા મારગ પર નાથો મારી વાટ જોતો .
નાથો લબરમુસીયો સોરો આખા ગામ માં સવ થી વધુ દેખાવડો , એમ કો અસ્સલ હીરો જેવો લાગતો .
આખ્ખા ગામ ના સોરા મને ભાળતા પણ મને નાથો બવ ગમતો’.
નાથા ની વાત કરતા હેલી ની આંખો માં એક ચમક આવી ગઈ,તે જોઈ ને બંને માતા-પિતા સમજી ગયા કે યુવાવસ્થા માં પહોંચેલી કાળી નાથા તરફ આકષૉય હશે.
મું જ્યારે હવાર હવાર માં બાપુ હારે ખેતરે જાવ તો બપોરે કોઈ બાનું કરી નાથા ને મળવા જતી’.
‘બેટા તારી મમ્મી તારી જોડે ખેતરે ન આવતી ?’ રાખીબહેન બોલ્યા.
‘કરમ ની ફૂટેલ હતી મું , જનમતા જ માં ને ખાઇ ગઇ. બાપૂ જ મારી માં ને ઈ જ બાપ .
માં હોત તો કદાચ નાથા તરફ વળવા જ ના દેત , અને જો તોય ન માનું તો લપડાક આલી દેત ગાલ પર, પણ બાપૂ ને તો બચારા ને કંઈ ખબર જ નો’તી કે મું કયા કુંડાળા માં પગ મેલું સું’.
‘પછી ….. પછી શું થયું? તારા લગ્ન તારા પિતા એ નાથા સાથે કરાવ્યા ?’ અજયભાઈ ઉત્સુકતા માં વચ્ચે જ બોલ્યા.

‘એ જ કવ સું હવે ……… એકવાર સીમ પાંહે થી મું નાથા ને શોધતી જતી હતી, અચાનક પરબત તેના બે ચમચા હારે ભાળ્યો.
મન માં ધ્રુજારી સુટી ગય આજ તો લઠ પણ નો’તી પણ હિમત ના હારી. ફટાફટ ન્યા થી નિકળવા મોટી ડાભ ભરી પણ…………’
‘પણ શું બેટા?’ રાખીબહેન બોલ્યા.
‘ પણ મૂઓ મારગ રોકી ઉભો રય ગ્યો. એની આંખ્યુ આજ મેલી હતી . આજ પેલીવાર મુને બાપૂ ની વાત હાચી લાગી . ચ્યમ હુ આય થી નીકળી અને પેલો નાથો ઇ પન આજ નય દેખાણો મૂઓ. પણ મે ફરી હિમત રાખી આખ્યુ કડક કરી પરબત ની હામે જોયું ને કીધું મારગ સોડ પરબત બાપૂ ખેતરે વાટ જોવે સે’.
‘ તો મું પન તારી વાટ જ જોતો તો કાળી . તારા બાપે તારુ નામ કાળી નય ગોરી પાડવું તું , આ..ય..હાય જો તો ખરી કેવી રૂપાળી લાગે સે’. પરબત બોલ્યો.
‘ મને કાળ ચડ્યો એની વાત હોંભળી ને મેં કીધું હારા હરામી તું બધી સોરી ને નબળી હમજે સે એમ બોલતા કેડ માંથી ધારિયું કાઢવા ગય પણ નાથા ને મળવાની લ્હાય માં ધારિયું ભૂલી જ ગય.
મું થોડી થોથવાણી ,હવે … હું કરીશ …..પન લાગ જોય બીજી તરફ સીમ માં ભાગી . ન્યા જંગલી જાનવર થી જોખમ હતું પણ આ જનાવર થી બચવા એ જ મારગ હતો .
અચાનક મે નાથો દેખ્યો, મુને જીવ માં જીવ આવ્યો . મે એને રાડ નાંખી , નાથા મુને બચાય . ઇ ગામો દોડતો આઇવો.
મુને કે’હું થ્યુ?’ મેં કીધું ‘પેલો પરબત અને તેના માણહો એ મારો મારગ રોક્યો , તું મને ખેતર લગી મૂકી જા . નાથા મુને આજ પરબત ના લખણ હારા નય લાગતા .
ઈ મારી હામે જોવા લાગ્યો ને પસી મને કે,’હાલ્ય’. મેં એની પાછળ પગલાં માંડ્યા.
(ક્રમશઃ)