Manthan Thakkar and his talks books and stories free download online pdf in Gujarati

મંથન ઠક્કર અને તેની સાથે ની વાતો

કેમ છો બધા. ૨૦૨૦ નું વર્ષ જેટલી ઉમ્મીદ થી આવેલ એટલું જ મુશ્કેલી વાળું અને મહામારી વાળું સાબિત થયું . ગયા વર્ષના સ્ટાર્ટિંગ થી મેં લખવાનું સ્ટાર્ટ કરેલ અને પછી એમાં વચ્ચે અમુક વખત ના પણ લખી શક્યો અને ઘણા એવા ટોપિક કે જે અધૂરા રહી ગયેલા પણ આ વર્ષ ની શરૂઆત માં એક નવી પહેલ શરુ કરેલ દર રવિવારે એક નવી વાર્તા લખવાની જે અત્યાર સુધી આપ પ્રતિલિપિ અને મારા ઑફિશિયલ બ્લોગ પર વાંચતા હતા જે હવે તમે માતૃભારતી પર પણ વાંચી શકશો


રવિવાર-૧ - મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની
રવિવાર-૨- લવ ડોઝ અનલિમિટેડ
રવિવાર-૩- ફ્યુ ડિકેડસ ઓફ અંડરવર્લ્ડસ
રવિવાર-૪- ટોલ્ક ઓફ ઇન્ડિયન સિનેમા


ઉપર જે ચાર અલગ અલગ વાર્તા ઓ લખી એમાં પ્રથમ ૨ વાર્તા ના ૭ એપિસોડ પુરા થઇ ગયા છે અને બાકી ની ૨ વાર્તા ના ૬ પણ મિત્રો તમારા માટે એ જ વાર્તા અહીં પહેલથી શરુ કરી શું અને બહુ જલ્દી જ એકાદ મહિના માં આપણે બ્લોગ અને પ્રતિલિપિ ની સાથે સાથે માતૃભારતી પર પણ આપ વાંચી શકો અને હા રવિવાર સિવાય પણ બીજી ઘણી બધી વાર્તા તો છે જ

અને હા એક અગત્યની વાત આ બધા ની સાથે સાથે વચ્ચે રમતજગત ,કલા , સાહિત્ય , દેશ-વિદેશ અને બીજી ઘણી વાતો તો ખરી જ. તો બસ તૈયાર છો ને મળીયે ત્યારે


મેરી કહાની મેરી ડીજીટલી ઝુબાની એ મારી પોતાની વાત છે જેમાં મારી લાઈફ ના એ ટર્નિંગ પોઇન્ટ થી લઇ ને આજે જેટલો પણ સફળ બન્યો ત્યાંથી લઇ ને મારા જીવન માં આવેલા ઉતાર ચડાવ અને બીજી ઘણી એ રોમાંચિત વાતો પણ જેમાં ઘણી બધી મજા આવશે થોડું હાસ્ય, થોડી બબાલ , થોડો પ્રેમ ,થોડો ગુસ્સો અને આ બધા કરતા પણ વધારે એ રોમાન્સ , એ જલસા અને એ એક્સસાઈટમેન્ટ જોવા મળશે


લવડોઝ અનલિમિટેડ માં આપણે વાત કરીશું લવસ્ટોરી ની જેમાં મારી આજુબાજુ થયેલી પ્રેમ કહાની તો એવી પણ ઘણી લવ સ્ટોરી જેમાં હું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થયો હોવ એવી ઘણી વાર્તા ની વાત કરીશું . લવસ્ટોરી ની સાથે સાથે સાચા પ્રેમ ની પણ વાતો કરીશું . પ્રેમ ની કોઈ ઉમર ના હોય કે એની કોઈ સીમા પણ ના હોય આ બધા માં કવિ તુષાર શુક્લ ની પંક્તિ યાદ આવે છે દરિયા ના મોજા રેતી ને થોડી પૂછે છે કે તને ભીંજવું કે નહિ એમ પૂછી ને થાય નહિ પ્રેમ તો બીજી પણ એક પંક્તિ યાદ આવે છે કે મનગમતા નામ ને ઉમર ના હોય એ તો જયારે ચાહે ત્યારે હથેળી માં અને દિલ માં લખાય આવી ઘણી રોમેન્ટિક અને રસપ્રદ લવ સ્ટોરી ની સાથે બીજા રવિવારે આપણે લવડોઝ ઉજવીશું


ફ્યુ ડિકેડસ ઓફ અંડરવર્લ્ડ આ એક ખુબ જ એક્શન અને રસપ્રદ વાત છે જેમાં આઝાદી પછી શરુ થયેલા એ અંડરવર્લ્ડ ના એ ખૂંખાર ડોન અને આ બધા ની સામે ઝઝૂમતા એ પોલીસ ઓફિસર ની વાત છે જેમાં સાહિત્ય ના એ બધા જ ખરાબ રસ નો સ્વાદ જોવા મળશે જેમાં હોરર પણ છે તો એક્શન સીન્સ પણ છે અને આ બધા ની સાથે સાથે એ લોહી લુહાણ થયેલા નિર્દોષ અને દોષિતો ની પણ વાત છે અને એમાં શહીદો ની પણ વાત છે


ટોલ્ક ઓફ ઇન્ડિયન સિનેમા એ આપણી પોતાની ભારતીય સિનેમા ની વાત છે જેમાં આપણી વિશાલ ઇન્ડિયન સિનેમા અને એના દરેક પાસાઓ ની વાત કરીશું , કલાકારો , દિગ્દર્શક , મ્યુઝિશ્યન , પ્રોડ્યૂસર ,ફિલ્મો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની સાથે જોડાયેલા એ તમામ લોકો ને યાદ કરીશું