Sarika books and stories free download online pdf in Gujarati

સારિકા

સારિકા ઓફિસ માં હતી.કામ માં ઘણી જ વ્યસ્ત હતી.દિવાળી નજીક હતી એટલે ઓફિસ માં પણ થોડું કામ નું પ્રેશર વધારે હતું.એવા માં એનો મોબાઈલ રણક્યો."ૐ ગણ ગણપતેય નામો નમઃ......." આ એનાં મોબાઈલ ની રીંગ ટોન હતી.મોબાઈલ હાથ માં લઈ એણે જોયું તો મમ્મી નો કૉલ હતો."હલૉ ,હં,બોલ."થોડાં થાકેલા અવાજે સારિકા બોલી.સામેથી મમ્મી બોલી,"કેમ અવાજ ઢીલો લાગે છે?"સારિકા બોલી -"જરા કામનો થાક છે,બસ."મમ્મી બોલી-"થોડાં ઓછા કરી નાખ ને ક્લાયન્ટ.અચ્છા સાંભળ ‌
ભાઈ -બીજ નાં દિવસે ઘરે જમવાનું રાખેલ છે તો જમાઈ બાબુ અને યશ સાથે તારે આવી જવાનું છે."સારિકા એ જવાબ માં કહ્યું-"હા મમ્મી.આવી જશું."સામે થી મમ્મી બોલી-"બસ આપણે ઘર ઘર નાં જ છ‌ઇએ.તમે ચાર બહેનો,
જમાઈઓ અને તમારાં બાળકો."સારિકા એ જવાબ આપ્યો-"ઓ.કે. મમ્મી અમે આવી જશું.હમણા હું કામમાં બીઝી
છું ,તારી સાથે પછી વાત કરીશ."મમ્મી બોલી-"હા,ઠીક છે,પતાવી લે તારું કામ,બાય."આ બાજુ સારિકાએ પણ "ઓ.કે.,બાય મમ્મી."કહી ને મોબાઈલ ટેબલ પર મૂકી દીધો.પાછી કામમાં વ્યસ્ત થઈ ગઈ.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
સાંજે ઘરે આવી પહેલાં તો સારિકા ફ્રેશ થવા ગઈ.પછી કિચનમાં જઈ રસોઈની થોડી તૈયારી કરી બહાર હૉલમાં આવી સોફા પર બેસી ગઈ.ટી.વી. ચાલુ કરવા રીમોટ હાથમાં લીધું ને ત્યાં તો "હાય મોમ" કહેતો યશ અંદર આવ્યો. યશ ક્લાસીસ ગયો હતો.ટી.વી.ની ચેનલ બદલતાં બદલતાં સારિકા એ પણ વળતો જવાબ આપ્યો ,"હાય બેટા,
આવી ગયો."યશ અંદર ફ્રેશ થવા માટે જાય છે.ત્યાં મોબાઈલ રણકે છે,સારિકા એ નામ વાંચ્યું તો એની નાની બહેન મોનિકાનો કૉલ હતો."હૅલો સારિકા".સારિકા બોલી -"હા બોલ,કેમ છે?"મોનિકા બોલી-"મમ્મીનો ફોન આવ્યો હતો?"સારિકાએ કહ્યું -"હા,ભાઈબીજનાં દિવસે ગેધરીંગ રાખ્યું છે એ કહેવા માટે."મોનિકાએ કહ્યું-"હા, એ જ કહેવા તને કૉલ કર્યો છે કે આ વખતે વહેલી રજા લઈ ને આવી જજે પાછી.ઑફિસ નાં કામ નું બહાનું નહિ કરતી."સારિકા એ જરાક હસીને જવાબ આપ્યો-"ઓ.કે.આવી જ‌ઈશ"મોનિકા બોલી-"યાશિકા અને દીપિકા જોડે પણ વાત કરી લેજે."સારિકા એ જવાબ આપ્યો-"હા". મોનિકા બોલી-"ઓ.કે.બાય"આ બાજુ સારિકા પણ "બાય"કરી મોબાઈલ ટેબલ પર મૂકી દે છે.અને કીચન માં અંદર જ‌ઈ ફટાફટ રસોઈ કરવા લાગે છે.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
સાંજે જમતી વખતે સારિકા પોતાનાં હસ્બન્ડ સુનીલ અને યશ ને મમ્મીનાં ને મોનિકા નાં કૉલ ની વાત કરે છે.સુનીલ બોલ્યો "સારું જ‌ઈ આવશું અને બધાં ને મળી પણ આવશું." જમી લીધા પછી બધું કામ પરવારી રાત્રે સારિકા થોડીવાર બાલ્કની માં બેઠી.સુનીલ લેપટોપ લઈને બેઠો હતો ને યશ પણ હોમ વર્ક કરવામાં બીઝી હતો.રાત્રે સારિકા મોબાઇલ લઇને બેઠી પણ એનું મન વિચારે ચઢી ગયું હતું.એક વર્ષ પહેલાં બનેલો બનાવ એની આંખો સામે તરવરી રહ્યો હતો.એક વર્ષ પહેલાં બનેલો બનાવ એનાં મનને વિચલિત કરી મૂકે છે.
દિવાળી નાં જ સમયે સારિકા મમ્મી ને ત્યાં ગ‌ઈ હતી. બધાં જ વાતો કરી રહ્યા હતાં. હા-હા-હી-હી ચાલતું હતું . ત્યારે અચાનક જ મોબાઇલની રીંગ રણકી-ૐ ગણ ગણપતેય નામો નમઃ........."મારા મોબાઈલની રીંગ ટોન છે." એટલું કહી સારિકા અંદર મોબાઈલ લેવા માટે જાય છે.મોબાઈલ પર વાત કરતી વખતે એની નજર ડ્રોઅર માં પડેલા પેપર્સ પર જાય છે.એ પેપર્સ એ બેન્ક નાં હોય છે જેમાં પપ્પા નાં અવસાન બાદ મમ્મી નાં નામે એક એફ.ડી.મૂકી હોય છે.સારિકા જરા બરાબર થી વાંચે છે.પેપર્સ વાંચે છે તો ખબર પડે છે કે મમ્મી અને એની બાકીની બહેનો એ મળી એફ.ડી. માંથી પૈસા ઉપાડી લીધાં છે.એ ઘણી જ અપસેટ થઈ જાય છે.વિચારે ચડે છે કે આ લોકોએ એને કંઈ કીધું પણ નહિ.અને એમાંથી પૈસા આપવાની વાત તો દૂર એને પૂછ્યું પણ નહિ.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
હસા-મશ્કરી થતું હોય છે.મસ્તીમાં પણ કોણ ચડિયાતું છે એની જ ચર્ચા હોય છે ને ખબર નહિ પણ કેમ એને ગુસ્સો આવે છે અને એ યશ સાથે ત્યાંથી નીકળી જાય છે.મમ્મી એને કૉલ કરે છે , બધી બહેનો કૉલ કરે છે પૂછવા કે અચાનક શું થયું?!પણ સારિકા કૉલ ને ટાળે છે.આવીને એ સુનિલ સાથે વાત કરે છે.સુનીલ એની વાત ટાળી દે છે.સારિકા હજી પણ અવઢવમાં છે કે પોતાની સગ્ગી બહેનો અને મમ્મી એ એની સાથે શું કામ આવું કર્યું? થોડાં દિવસ પછી યાશિકા જોડે આ બાબતે વાત કરે છે.પણ યાશિકા વાતને બીજી જ દિશામાં ફેરવી નાંખે છે.મોનિકા, દીપિકા પણ વાત ને ફેરવી નાખે છે.પછી સારિકા મમ્મી ને પૂછવાનું જ માંડી વાળે છે. આજે એને બધી જ બહેનો ની વાતો યાદ આવે છે.બધી જ બહેનો લગભગ સારી જ જિંદગી જીવતા હતા છતાંય બધાં ને કંઈ ને કંઈ ફરિયાદ હતી જ જિંદગી ને લ‌ઈને.સારિકા પોતે જ કોઈને ફરિયાદ કહેતી નહિ. હવે એને સમજાતું હતું કે બધી બહેનો ને શું કામ ફરિયાદ રહેતી હતી.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
સારિકા ગૂઢ વિચારો માં બેઠી હોય છે ત્યાં પાછળથી સુનીલ આવે છે."હજી સુતી નથી?"એણે પૂછ્યું? સારિકા જરા ચમકી ગઈ.ના જરા વિચારે ચઢી ગ‌ઈ હતી."ઠીક છે ચાલ સૂઈ જ‌ઈએ હવે."મોઢા પર સ્મિત સાથે સુનીલ બોલ્યો. સૂતી વખતે પણ સારિકા વિચારી રહી કે આટલાં વર્ષો સાથે રહેવા છતાં એ પોતાનાં ને ઓળખી ન શકી. ભગવાન ની કંઇક હશે મરજી એમ વિચારી આંખ બંધ કરી સૂઈ ગ‌ઈ.