Dukh nu nirmaan books and stories free download online pdf in Gujarati

દુઃખ નું નિર્માણ

દરેક પળ આપણા માટે કોઈ ને કોઈ ખુશી અથવા તો દુઃખ નું કારણ બનીને આપણા ઉપર બેફામ વરસે છે.
એ દુઃખ જાતે પ્રગટ નઈ થયું હોય, તેનું નિર્માણ હંમેશા આપણે જાતેજ કરીએ છીએ.
તમારા મનમાં વિચાર આવ્યો હશે કે આપણે પોતે..? આપણે જાતેજ આ દુઃખ નું નિર્માણ કેવી રીતે કરી શકીએ..! તો એક નાનકડી વાર્તા દ્વારા સમજીએ કે આપણે દુઃખ નું નિર્માણ કેવી રીતે કરીએ છીએ.


🔹હું લખતી જ હતી. ત્યાં બહાર ના રૂમમાંથી મમ્મી નો અવાજ આવ્યો.
મમ્મી: બેટા મને તિજોરીમાં થી ૧૦૦૦ રૂપિયા કાઢી આપને.
(મેં ૧૦૦૦ રૂપિયા કાઢી ને મમ્મી ને આપ્યા)
હું: મમ્મી આ ૧૦૦૦ રૂપિયાની શું જરૂર પડી તમને?
મમ્મી: મેં આજે વિચાર્યું કે હું બજાર જતી હતી તો તારા માટે એક ડ્રેસ લઈ આવું.
હું: મમ્મી મારા પાસે ઘણા ડ્રેસ છે. નવા ડ્રેસ ની શી જરૂર?
મમ્મી: તું તારી કથા બંધ કર, ચાલ હવે મારે મોડું થાય છે, તો હું જવ. (જય શ્રી કૃષ્ણ)
હું: મમ્મી જલ્દી આવજો. (જય શ્રી કૃષ્ણ)
(હું ઘરમાં મમ્મી ના ગયા પછી ફરી લખવા બેસી ગઈ.)
થોડા સમય પછી મમ્મી ઘરે પાછા આવી ગયા.
મમ્મી: બેટા...ચલ જલ્દી જો તો હું તારા માટે કેટલો સરસ મજાનો ડ્રેસ લાવી છું.
હું: મમ્મી... thank you😊, મને ગમ્યો ખૂબ જ સરસ છે.
(ત્યાં જ ફોનની રિંગ વાગી, મેં ફોન લઈને મમ્મી ને આપ્યો.)
મમ્મી એ વાત કરી ટ્યુશન થી સર નો ફોન હતો.
(મમ્મી ના ફોન મૂક્યા બાદ)
હું: મમ્મી સર શું કહેતા હતા?
મમ્મી: (દુઃખ ભર્યા અવાજે) સરે તારા આ મહીના ની ફી ભરવા માટે જણાવવા ફોન કર્યો હતો.
હું: તો મમ્મી ભરી દેજો, આમાં દુઃખી થવા જેવું શું છે?
મમ્મી: બેટા... પપ્પા ના પગાર માંથી મેં ફી ભરવાના પૈસા થી તારા માટે ડ્રેસ ખરીદી લીધો. મેં વિચાર્યું હતું કે આવતા મહીના ની અને આ મહીના ની ફી હું સાથે થી ભરી દઈશ.
હું: મમ્મી હવે શું કરીશું?
મમ્મી: હવે પપ્પા તેમના શેઠ પાસે થી ૧૦૦૦ રૂપિયા ઉપાડ લઈ આવશે અને આપણે તે પૈસા થી ફી ભરી દઈશું.
હું: તો મમ્મી આવતા મહીને ૧૦૦૦ રૂપિયાની તકલીફ નહીં પડે?
મમ્મી: પડશે જ ને.....પણ આના સિવાય કોઈ બીજો ઉપાય જ નથી.
(મમ્મી ટ્યુશન ની ફી ભરી દે છે અને આવતા મહીને ઘરમાં તકલીફ પણ સર્જાય છે.)
આમ, આ વાર્તા પરથી સમજી જ શકાય છે કે પૈસા ની તકલીફ કેવી રીતે પડી, એ પણ એક દુઃખ જ છે ને.
તો છેવટે કહેવાનો અર્થ એ હતો કે જરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરો, પણ જે વસ્તુ ની જરૂર જ નથી તેના પાછળ પૈસા નો બગાડ ના કરો.
તેના દ્વારા પણ પોતાના દુઃખ નું નિર્માણ ના કરો.
પોતાના દુઃખ નું કારણ આપણે પોતે જ છીએ તેથી દુઃખી થવાય તેવું કાર્ય નહીં કરીએ તો દુઃખ આવશે જ નહીં.
#સંજીવની
હિતાક્ષી

નોંધ:- સલાહ ખુલા દિલ થી આવકાર્ય છે.

Comment અને like કરીને મારા સાથે મારા મિત્ર તરીકે જોડાવ બદલ હું સહુનો ખૂબ ખૂબ આભાર માનું છું.

:- આ મારી પહેલી વાર્તા જ છે.
મને આશા છે કે તમને મારી વાર્તા પસંદ આવશે.
માતૃભારતી અને માતૃભારતી ના તમામ મારા મિત્રો નો હું આભાર માનું છું

thank you ❤😊
Keep supporting
Stay tuned

(આ મારી એક કલ્પના જ છે. તેેેનો કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે કોઈ સંંબંધ નથી.)