Hostel Boyz - 16 books and stories free download online pdf in Gujarati

Hostel Boyz - 16

પ્રસંગ 23 : કોલેજમાં ક્રિકેટ અને વોલીબોલની મસ્તી

કોલેજ પાસે રમત-ગમત માટે મોટું મેદાન હતું. કોલેજ પ્રશાસન પણ રમતગમતને પ્રોત્સાહન આપતો હતો. અમારા pgdaca ક્લાસમાંથી અડધા લોકો ક્રિકેટ રમતા અને બાકીના લોકોને વોલીબોલમાં interest હતો. અમારા ગ્રુપની છોકરીઓ પોતાની રીતે રમતો રમતી. કોલેજનો ટાઈમ પૂરો થયા બાદ અમે લોકો ક્રિકેટ અને વોલીબોલ રમવા જતા હતા.

અમારા કોલેજનું બિલ્ડીંગ નવું બનતું હતું તેમાં બહુ લિમિટેડ ક્લાસ હતા તેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ લિમિટેડ હતી. જેથી બહુ ઓછા વિદ્યાર્થીઓ રમતગમતના મેદાનમાં રમતા હતા. જેથી રમતગમતના મેદાનનો લાભ અમે સૌથી વધુ લેતા.

ક્યારેક અમે ક્રિકેટ અને વોલીબોલમાં એટલા મશગૂલ થઈ જતા કે સમયનું ભાન રહેતું નહી, જ્યારે સાંજ ઢળવા લાગે ત્યારે અમને ખ્યાલ આવે કે અમારી બસ નીકળી ગઈ હશે. અમારી કોલેજ કાલાવડ રોડ ઉપર આવેલી હતી અને અમારે બસમાં લીમડા ચોક જવાનું રહેતું. એ સમયે સીટી બસની એટલી frequency હતી નહીં. સાંજે 5:30 વાગ્યે છેલ્લી બસ અમને મળતી હતી પછી અમારે ઓટો રીક્ષા પકડીને જવું પડતું હતું. ક્યારેક ધમો, પંકલો, આશિષ કે હેમલ મને હોસ્ટેલ સુધી મુકવા આવતા કારણ કે એ લોકો રાજકોટમાં જ રહેતા અને પોતાનું બાઇક કે સ્કુટી લઈને કોલેજ આવતા હતા.

ક્યારેક અમે બીજા ક્લાસની ટીમો સાથે ક્રિકેટ અને વોલીબોલના મેચ રાખતા હતા. જ્યારે અમે બીજા ક્લાસની ટીમો સાથે અમારો મેચ રાખતા ત્યારે અમારા ક્લાસની છોકરીઓ પણ અમને ચીયર કરવા રમતના મેદાનમાં આવતી હતી. અમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ ક્રિકેટ તથા વોલીબોલના સારા પ્લેયર હતા. કોલેજ તરફથી અમને જો યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો અમે બધા state level સુધી ચેમ્પિયન બની શકે તેમ હતા. એ દિવસોમાં રમતની મજા પણ અલગ હતી છે જે આજે ભાગ્યે જ જોવા મળે છે.

પ્રસંગ 24 : કોલેજની કેન્ટીનમાં મસ્તી

આમ તો, અમે હોસ્ટેલમાં બપોરે જમીને જ કોલેજે જતા છતાં ક્યારેક ફ્રી પિરિયડમાં અથવા તો કોલેજના બ્રેક દરમિયાન અમારા ગ્રુપના છોકરાઓ ક્યારેક ક્યારેક કેન્ટીનમાં નાસ્તો કરવા જતા તો ક્યારેક કેન્ટીનમાંથી નાસ્તો લઇને બહાર મેદાનમાં નાસ્તો કરવા બેસતા. અમારા ક્લાસની છોકરીઓ પોતાના ઘરેથી જ નાસ્તો લઈને આવતી હતી. અમે છોકરીઓએ લાવેલ નાસ્તો ખાઈ જતા. છોકરીઓ પણ અમને હોશેંહોશેં નાસ્તો કરાવતી હતી. છોકરીઓના નાસ્તો કરીને અમે તેને કેન્ટીનનો નાસ્તો કરાવતા હતા. આ એક ફ્રેન્ડશિપની લેવડદેવડ હતી તેમાં કોઈ સ્વાર્થ કે વ્યભિચાર ન હતા. કોલેજના ગ્રાઉન્ડમાં એકબીજાની મસ્તી કરતા કરતા નાસ્તાનો જે આનંદ આવતો તે કદાચ દુનિયાની બીજી કોઈ વસ્તુમાંથી નથી મળતો. આ એક નિર્દોષ મજાક મસ્તીનું એક ઉત્તમ ઉદાહરણ છે જે બધી જગ્યાએ જોવા નથી મળતું.

અમારા ગુટકાથી છોકરીઓ પરેશાન

અમારી ગુટકા ખાવાની પરંપરા અમે કોલેજમાં પણ જાળવી રાખી હતી પરંતુ અમારા ક્લાસમાં મોટેભાગે છોકરાઓ નિર્વ્યસની હતા. બે પીરીયડની વચ્ચે કે બ્રેકમાં અમે લોકો અમારી ગુટકા ખાવાની પરંપરા નિભાવી લેતા. ગુટકા ખાઈને થૂંકવાની અમને ખરાબ આદત હતી. અમારી આ આદતથી છોકરીઓ પરેશાન રહેતી. કોઈ impotant topic ઉપર ચર્ચા ચાલતી હોય ત્યારે અમે લોકો થૂંકવા જતા ત્યારે છોકરીઓ અમને ટોકતી. ઘણીવાર છોકરીઓ અમને સમજાવતી કે “તમે ગુટકા ખાવાનું છોડી કેમ નથી દેતા?” ત્યારે અમે પણ મજાકમાં કહેતા કે "અમે તમારી સાથે વાત કરવાનું છોડી શકીએ પણ ગુટખા ખાવાનું ન છોડી શકીએ" આ વાત પર તેઓ પણ હસવા માંડતી.

ક્રમશ: