virah books and stories free download online pdf in Gujarati

વિરહ

રમેશ વિશાલ દીપેન અને રાહુલ એ ચારે ભાઈબંધો પાર્ટી કરીને ઘેર પાછા ફરી રહ્યા હતા ત્યાં રસ્તાની એક બાજુ માં એક બાઈક સવાર નીચે પડ્યો કણસી રહ્યો હતો અને બાજુમાં બાઈક ફંગોળાયું પડ્યું હતું ત્યારે મિત્રોએ કાર પાર્ક કરીને તરત દોડતા બાઇક સવાર પાસે પહોંચ્યા માંડ પચીસેક વર્ષનો યુવાન છોકરો હતો માથામાં વાગ્યું હોવાથી બેભાન થઈ ગયો હતો ત્યારે મળીને તેને કારમાં લીધો અને ઝડપથી બાજુમાં કોઈ હોસ્પિટલ હોય તો નજર ફેરવતા ફેરવતા કાર દોડાવી મૂકી.
એક કિલોમીટરના અંતરે જ એક હોસ્પિટલ દેખાણી તરત કાર ને તે તરફ વાળી .તેની કાર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દાખલ થઇ અને એક કાર બરાબર ત્યારે હોસ્પિટલમાંથી બહાર નીકળી ચારે જાણે જલ્દી જલ્દી યુવાનને સ્ટ્રેચર પર લેવડાવી લીધો અને નર્સ ને કહ્યું આ યુવાન અમને રસ્તા પરથી બેભાન હાલતમાં મળ્યો છે .જો જલ્દી તેની સારવાર થાય તો કદાચ તેનો જાન બચાવી શકાય યુવાનના માથામાથી સતત લોહી વહી રહ્યું હતું એ કહ્યું તમે લોકો બે મિનિટ મોડા પડયા ડોક્ટર સાહેબ હમણાં બહાર જવા નીકળીએ છીએ હું ડોક્ટર ને ફોન લગાડી જોઉં છું તેમણે તરત ડોક્ટર ને ફોન લગાડ્યો અને યુવાન વિશે જણાવ્યું.
ડોક્ટરે કહ્યું હું પાંચ મિનિટમાં પહોંચું છું અત્યારે મીઠાઈ વાળા ની દુકાને છું મારો દીકરો આવવાનો છે તેથી તેને ભાવતી મીઠાઈ લેવા નીકળ્યો છું હમણાં જ પહોંચ્યો ત્યાં સુધી તમે ઘાવને દબાવી રાખો જેથી લોહી નીકળતું અટકી. જાય નર્શ સતત ઘાવને દબાવી ને લોહી રોકવાનો પ્રયત્ન કરી રહી હતી પણ લોહી વહેવાનું બંધ થતું જ ન હતું યુવાનની સ્થિતી અતિશય ગંભીર થતી જતી હતી ડોક્ટર ની ગાડી કંપાઉન્ડમાં દાખલ થઈ હશે ત્યાં તો યુવાનો પ્રાણપંખેરુ ઉડી ગયું.
ડોક્ટર સીધા તે યુવાન પાસે આવ્યા અને યુવાનો મોં જોયું તો ત્યાં ને ત્યાં જ ફસડાઈ પડ્યા તેની આંખે અંધારા આવવા લાગ્યા નિખિલ ના નામની બુમ પાડીને યુવાનના દેહ ને વળગી પડ્યા નર્શ તથા પેલા ચારેય મિત્રો સ્તબ્ધ બનીને જોતા રહ્યા ડોક્ટર કલ્પાંત કરવા લાગ્યા બેટા પાંચ મિનિટ તો મારી રાહ જોવી હતી હું તારા માટે મીઠાઈ લેવા ગયો હતો તારા પપ્પા થી એટલો બધો નારાજ થઈ ગયો કે પાંચ મિનિટમાં મામલો સંકેલી લીધો.
નર્સ અને ચારે મિત્રો ને ત્યારે ભાન થયું કે આ તો ડૉક્ટરનો જ એકનો એક પુત્ર છે ચારેય મિત્રોએ ડોક્ટરને માંડ માંડ સંભાળ્યા નર્સે તરત જ તેમના ઘરના ને જાણ કરી નિખિલની મમ્મી તો પોતાના લાડકા નો મૃતદેહ જોઈને મગજ પરનો કાબૂ ગુમાવી બેઠી સવારથી તેને ભાવતી રસોઈ બનાવવામાં એટલી બધી વ્યસ્ત હતી મારો દીકરો આવવાનો છે તેનો તેને હરખ માતો ન હતો આમ આવી રીતે અચાનક આવી હાલતમાં જોઇને તે બાવરી બની ગઈ.
ડોક્ટર અત્યારે તેના એકના એક પુત્ર ના વિરહમાં ઝુરી રહ્યા છે તેને સંસાર પરથી રસ ઊડી ગયો છે અને પત્ની અર્ધપાગલ અવસ્થામાં વિરહમાં ઝૂરી રહી છે. પાંચ મિનિટમાં તો ડૉક્ટરની આખી દુનિયા વિખેરાઈ ગઈ.
ડોક્ટરે પોતાના દિકરાની યાદમાં એક બાળકોની હોસ્પિટલ બનાવી અને બાળકોને મફત સેવા આપવાનું સૂચવ્યું અને એક નર્સ ને પોતાની પત્ની પાસે રાખી અને એની સારવારમાં કોઈ કચાશ ન રહે તેનું સતત ધ્યાન રાખ્યું ડોક્ટર પોતાની આખી જિંદગી હોસ્પિટલમાં જ બાળકોની સેવામાં જ પૂરી કરી તેને સતત બધા બાળકોના ચહેરા માં પોતાના દીકરા નું મોઢું દેખાતું હતું. આખી જિંદગી દીકરાના વિરહમાં તડપતા રહયા.અને પત્ની માટે જીવતા રહ્યા.
..... સમાપ્ત......