call center - 39 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર (ભાગ-૩૯)

થોડીજવારમાં બેંગ્લોરથી મુંબઈ જવા માટે પ્લેન રવાના થઈ ગયું.મેં પાછળ નજર કરી તો અમારી સાથે પ્લેનમાં વિશાલસરની વાઈફ પાયલ અને તેમની છોકરી બંને હતા.વિશાલસરે બધાને આજ મુંબઈ રવાના કરી દીધા હતા.માનસી અને વિશાલસર આજ શું કરવાના હતા એ મારા અને ધવલ માટે સિક્રેટ હતું.


********************************

રાત્રીના નવને દસ થઇ હતી આજ વિશાલસર માનસીના રૂમમાં વહેલા આવ્યા.કેમકે આજુ બાજુ કોઈ તેને જોવે તેમ હતું નહીં અને આજ પણ કોઈ કામ હતું નહીં.આજ માનસી પણ ખુશ હતી.માનસીને જયારે મુંબઈથી બેંગ્લોર આવ્યા ત્યારે તેને ખબર હતી મારે આઠ દિવસ નહીં પણ નવ દિવસ બેંગ્લોરમાં રહેવાનું છે.

આજ લાલ કલરની નાઇટીમાં માનસી એકદમ મસ્ત લાગી રહી હતી.વિશાલસર માનસીના વખાણ કરી રહ્યા હતા.આ લાલ કલરની નાઇટીમાં મસ્ત લાગે છે તું.થેક્સ..!!!વિશાલ હું તારી જ વાટ જોઈ રહી હતી.વિશાલસરે આજુબાજુ નજર કરી.આ રૂમમાં આપણે સિવાય કોઈ બીજું છે...!!!

હા,છે ને..!!!વિશાલ ધ્રુજી ગયો...!!!થોડી વાર તો.ડર નહીં મજાક કરું છું.કોઇ નથી એટલે જ તો તને મારા રૂમની આજ અલગ સુગંધ લેવા બોલાવ્યો છે.આજ તું નથી અહીં આવ્યો પણ મેં તને મારા રૂમની સુગંધ લેવા બોલાવ્યો છે.

રૂમની સુગંધ કે પછી તારી સુગંધ.માનસી હસી પડી.આજ આ રેડ નાઈટીમાં તું મસ્ત લાગે છે.પાયલ જેવી તો નહીં જ લાગતી હોવ.માનસી તું શું કામને પાયલનું નામ લઈને દિવસ ખરાબ કરે છે.

કેમ આજનો દિવસ માનસીનો છે?યસ બેબી...!કહી માનસીને પાસળથી વિશાલ સરે પકડી લીધી.વિશાલ તું આજ મને પરેશાન નહીં કરતો.કેમ આજે વર્ત છે તારે કોઈના નામનું?નહીં તો.?તો તારી સુગંધનો આનંદ લેવા દે ને મને..!!!તું દિવસે દિવસે હવે બગડતો જા છે.સમય અનુસાર માણસને બદલવું જ પડે માનસી નહીં તો ઉપરથી શરૂ કરીને નીચે સુધી લોકો ખાય જાય.તને ખબર પણનો પડે.

નહીં નહીં વિશાલ બસ એક જ કિસ માનસી..!!!નહીં હવે જો મને કિસ કરીશ વિશાલ તો પાયલના સમ છે.કર ને કિસ કેમ અટકી ગયો? કેમ તને પાયલ પસંદ છે,એટલે જ તે કિસનો કરીને મને.હું તને કેટલી પસંદ છુ,પાયલથી વધુ કે ઓછી.

પાયલથી વધુ બેબી....!!!તો પછી તું મારી સાથે લગ્ન કરી લેને આજે જ..!!શું પણ તું માનસી?તું મારી જ છો અને મારી જ રહશ..!!!રૂમની અંદર કે બહાર પણ?તું શું આજ આ બક બક કરી રહી છો.તને કહી થયું તો નથી ને?

નહિ મને તો કહી નથી થયું.તે વાઇન લીધી છે?
હા,તારે પણ જોઈએ તો મારી પાસે છે.તારા માટે એક પેક બનાવું.નહીં માનસી તું આ બધું શું કરી રહી છે.તને કઈ પ્રોબ્લમ હોય તો મને તું કે પણ તું આ પીવાનું છોડી દે.

મને કંઈ પ્રોબ્લમ નથી.મારે મુંબઈ જઈને હવે તારી સાથે લગ્ન કરીને તારી સાથે રહેવું છે.શું તું મને તારી સાથે રહેવા દશ.તું મને ના તો નહીં પાડ ને?

માનસી હજુ મેં પાયલને છૂટાછેડા નથી આપ્યા.અને માહીનું હજુ શું થશે એ પણ નક્કી નથી તું સમજવાની કોશીશ કર.માહીનું તું મારા પર છોડી દે વિશાલ.મેં તને કહ્યું હતું કે મારા એક મિત્ર વકીલ છે તેની પાસે હું કાગળ કરાવી લશ.માહીને પાયલને જ રાખવી પડશે.

ઓકે માનસી હું મુંબઈ જઈને વિચારી તને કહીશ કે આપણે કેવી રીતે લગ્ન કરીશું.હું તને કાલ સાંજે કોલ કરીશ.ઓકે વિશાલ પણ તું ભૂલી ન જતો મને ફોન કરવો.

હું નહિ ભૂલું શાયદ ભૂલી જાવ તો તું છે જને હવે મેડીકોલ કોલસેન્ટરમાં મને યાદ અપાવજે.હું તને મળવાનો સમય આપીશ.અને આજ હું તને એક બીજી વાત કહેવા આવ્યો છું.હું દિલ્લી નવું મેડીકોલ કોલ સેન્ટર શરૂ કરું છુ.તો તને ત્યાં હું મુકવા માંગુ છું.
હું પણ થોડો સમય ત્યાં જ રેહવાનો છું.

પણ મને શા માટે તું ત્યાં મેકલે છે?

કેમકે ત્યાનું ઓફીસ વર્ક તારે સંભાળવાનું છે.હું દિલ્લી એક શરત પર જશ.બોલ હું તારી શરત પુરી કરીશ.તું પાયલને છોડી મારી સાથે લગ્ન કરી લે..!!તો હું દિલ્લી જવા તૈયાર છું.માનસી તું સમજવાની કોશિશ કર.એ અત્યારે શક્ય નથી.થોડીવાર લાગશે પણ હું તારી જ સાથે લગ્ન કરીશ.

ઓકે તો તે મારી શરત પુરી ન કરી એટલે હું પણ નહીં જાવ દિલ્લી.માનસી મેં તને કહ્યું એટલે તારે જવું જ પડશે.એટલે તું મને ધમકી આપી દિલ્લી મોકલવા માંગે છે.નહિ હું તને ધમકી નથી આપી રહ્યો માનસી,પણ તારે દિલ્લી જાવું જ પડશે.હા,તો તું પણ સાંભળીલે વિશાલ કે જ્યાં સુધી તું મારી સાથે લગ્ન ન કર ત્યાં સુધી હું મુંબઈથી કોઈ પણ જગ્યા એ જવાની નથી.

માનસી કોલ સેન્ટરમાં મારુ છે અને હું કવ તેમ તારે કરવું પડશે,વાહ તું તો પ્રેમના સબંધમાં પણ મારા તારા પર આવી ગયો.મને ખબર છે તું શા માટે મને દિલ્લી મેકલવા માંગે છે.કારણે કે હું તારાથી થોડીદુર વહી જાવ તો તું પાયલ સાથે રહી શકે અને હું તને લગ્નના નામે હેરાન ન કરું.

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)