Losted - 20 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 20

લોસ્ટેડ -20

રિંકલ ચૌહાણ

"મોન્ટી..... મોન્ટી..... ગોડ. તું ઠીક થઈ ગયો, આઈ કાન્ટ બિલીવ..." આધ્વીકા અને જિજ્ઞાસા દોડતી જઈને મોન્ટી ને ભેટી પડી. બન્નની આંખો ભીની થઈ હતી, જિજ્ઞાસા એ તો રડવાનું પણ ચાલું કરી દીધું.
"ઓહ માય ભગવાન, વ્હાય દિદઝ કેમ રડો છો? હું ઠીક થઈ ગયો છું હવે તો દીદું."
"તું નઈ સમજે, ડોં. એ તો કીધું હતું કે તું..... છોડ એવી વાતો કેમ કરવી હવે." જિજ્ઞાસા એ મોન્ટી ના માથા પર હાથ ફેરવ્યો.
"મોન્ટુ.." આધ્વીકાનુ ગળું રૂંધાયું, માંડ એક શબ્દ બોલી શકી.
"માય સ્માર્ટેસ્ટ દીદી કેમ છો, માત્ર તમે બિલકુલ નહી રડ્યા હોવ. સાચી વાત ને." મોન્ટી એ આધ્વીકા ના હાથ પકડ્યા અને હંમેશ ના જેમ ફુદરડી ફરવા લાગ્યો.
"બસ.... બસ..... એને ચક્કર આવી જશે, બધા ઘરમાં ચાલો પેલાં તો." જયશ્રીબેન હસતાં-હસતાં બોલ્યા અને અંદર ગયા.
"ફઈ આપણે તો અહીં ક્યારેય આવ્યા જ નથી, આ ઘર કેટલું સુંદર છે. હું તો હવે અહીં જ રઈશ." મીરા સીડી ચડતાં બોલીને ગઈ.
"માસી... ફઈ...."
"જાણું છું સોનું દિકરા તું શું પુછવા માંગે છે, બધી વાત સાંજે કરીશ તમને બન્નેને." જયશ્રીબેન સામાન લઈ રૂમમાં ગયા. એમની પાછળ આરાધના બેન પણ ગયા. ચાંદની વિરાજભાઈ ને ઓટલે બેસાડી એક નજર આધ્વીકા પર નાખે છે.
"તું જા મીરા સાથે, હું અહીં જ છું."
"થેંક્યું સોનુંબેન પપ્પા નું ધ્યાન રાખજો હા..." ચાંદની દોડતી સીડીઓ ચડી જાય છે.
આધ્વીકા અને જીજ્ઞાસાને આ ઘરથી જોડાયેલી ઝાંખી સ્મૃતિઓ હતી. પણ એમના નાના ભાઈ-બેન પેલી વાર જ ઘરે આવ્યા હતા. જીવન, જીગર, ચાંદની અને મીરા ઘરમાં દોડાદોડ કરી રહ્યા હતા.


***

"સરર...... તમે ઠીક છો?" ખાન ને ચિંતા થતી હતી.
"હ...હા ખાન હું ઠીક છું, તમને યાદ છે ને આજે કેટલો મહત્વ નો દિવસ છે. જે સબૂત મળ્યા છે એ બહુજ મહત્વપૂર્ણ છે, હું કમિશનર સર ને મળવા જઉ છું." ઈ. રાહુલ સડસડાટ કેબીન ની બાર નીકળી ગયા.
આજે સવારથી ઈ. રાહુલનું વર્તન બદલાયેલું હતુ, અને ચિત્રાસણી મર્ડર કેસ ને લગતી જે માહિતી મળી હતી એ ખરેખર ચોંકાવનારી હતી. એ જ કારણથી ખાન ને બહું ચિંતા થઈ રહી હતી.

"ખાન લેટ્સ ગો, લેડી કોન્સ્ટેબલને પણ સાથે લઈ લેજો." ઈ. રાહુલ એ તરડાયેલા અવાજમા કીધું.
"તો માહિતી સાચી છે?" ખાન અવઢવમાં હતા. ઈ. રાહુલ એ સપાટ ચહેરે ખાન તરફ જોયું. ખાન એ હકારમાં માથું હલાવ્યું અને ટીમ રાહુલ નીકળી પડી હત્યા કાંડ ના એક વધુ રહસ્ય તરફ.

***

"ફઈ, માસી, જીવન-જીગર, ચાંદની, મીરા બધા હોલમાં આવો તો, મારે બહુંજ જરૂરી વાત કરવી છે."
"શું થયું આધ્વીકા? શું વાત છે?"
"બધાને આવા દો ફઈ, પછી જણાવું."
"બધા આવી ગયા સોનુંબેન, શું વાત કરવી છે તમારે?" ઉપરા-છાપરી બનેલી ઘટનાઓનો ડર ચાંદની ના ચહેરા પર દેખાતો હતો.
"ફઈ... માસી.... તમને પુછ્યા વગર જ મે એક નિર્ણય લીધો હતો, એના માટે મને માફ કરજો." આધ્વીકા એ પૂર્વભૂમિકા બાંધી, બધાના હાવભાવ જોવા માંગતી હોય એમ બધા પર એક નજર નાખી ફરી થી બોલવાનું ચાલું કર્યું,"મેં રાઠોડ એમ્પાયર્સ ના 50% શેર જીજ્ઞાના નામે કરી દીધા છે."
"શું..? પણ કેમ આધ્વી? મને તારી ઓફીસ નો જરા સરખોય ભાગ નથી જોઇતો." જીજ્ઞાસા ના અવાજમાં નારાજગી ભળી.
"હા બેટા, એ બિઝનેસ તારો છે. તે તારી જાતે એનો પાયો નાખેલો અને ઇમારત પણ તે જ ચણી છે...."
"પણ ફઈ જીજ્ઞા એ મારા બરાબર જ મદદ કરી છે એ ઇમારત ચણવામાં."
"મદદ કરનાર ને એનું મહેનતાણુ અપાય આખેઆખી કમાયેલી પુંજી નઈ."
"હું કંઈ જ સાંભળવા નથી માંગતી, મે બહું પહેલા જ આ નિર્ણય લીધો હતો ને 50% શેર જીજ્ઞા ના નામે કરી દીધા હતા. બસ પાછલા દિવસોમાં બનેલી ઘટનાઓના લીધે મને સમય ના મળ્યો તમને બધાને જણાવવાનો."

"જીજ્ઞા બેટા તે બહુ મહેનત કરી છે. મહેનત નું ફળ લેવામાં ક્યારેય આનાકાની ન કરવી જોઈએ. આ કોઈ ઉપકાર નથી તારા પર, તારો હક છે." આરાધના બેન એ પ્રેમથી જીજ્ઞાસાના માથા પર હાથ મુક્યો.
"કમોન દીદઝ, એક્સેપ્ટ ઈટ." મોન્ટી બોલ્યો, એના પાછળ ઘરના બધા લોકોએ આગ્રહ કરવાનું ચાલુ કર્યું. જીજ્ઞાસા એ જયશ્રીબેન તરફ જોયું, એમણે આંખોથી સંમતિ આપી.
"ઠીક છે સોનું, મને તારો નિર્ણય મંજૂર છે." જીજ્ઞાસા પોતાની વાત પૂરી કરે એ પહેલા મીરા, ચાંદની અને જીગર દોડતા આવીને જીજ્ઞાસાને ભેટી પડ્યાં.
"તમે બન્ને પણ આવો, આમંત્રણ ની રાહ જુઓ છો?" જીજ્ઞાસા એ આધ્વીકા અને જીવનને ઉદ્દેશી ને કીધું. બન્નેએ આવીને ગ્રુપ હગમાં ભાગ લીધો.

"યૂ આર અન્ડર અરેસ્ટ આધ્વીકા રાઠોડ." રાઠોડ પરિવારની ખુશીમાં આ એક વાક્યથી ભંગાણ પડ્યું. બધાની નજર દરવાજા પર પડી, ઈ. રાહુલ 2 લેડી કોન્સ્ટેબલ અને ખાન સાથે દરવાજામાં હથકડી સાથે ઉભા હતા.
"વ્હોટ? શું કર્યું છે આધ્વીકા એ? ક્યા ગુના માટે તમે એને અરેસ્ટ કરવા આવ્યા છો?"
"મિસ જીજ્ઞાસા સોલંકી, મિસ આધ્વીકા રાઠોડને પ્રથમ, રોશન અને સમિરનું ખુન, અને ઘટનાસ્થળ પરથી સબૂત મિટાવવાના ગુના હેઠળ અરેસ્ટ કરવા આવ્યા છીએ. આ છે અરેસ્ટ વોરંટ."


ક્રમશઃ