Amar Prem - 1 books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ - 1

રતનપર ગામ... નહી શહેર,નહી ગામજેવુ નાનું ટાઉન હતું.ગામ ની બાજુ માં નદી વહેતી હતી. નદીના કિનારે ઘટાદાર વૃક્ષોની લાંબી હારમાળા નદીના પ્રહ્લાદને સુંદરતા બક્ષતા હતા.તેના વડની વડવાઇ નાના નાના બાળકો ને હિંચકા ખાવા માટે નુ માનીતુ સ્થળ હતું .નદીના પાણીમાં ગામની સ્ત્રીઓ નહાવા ધોવા આવતી હતી.ઢોર ને પાણી પીવા તથા નહવડાવવા લાવતા હતા.નદીની બાજુમાં કાચો પાકો રસ્તો મેઈન રોડ અને ગામને જોડતો હતો.

રતનપર ગામની પોતાની સાત ધોરણ સુધી ભણવા માટે નિશાળ હતી.આ નિશાળના શિષક અને આચાર્ય ની બેવડી ફરજ સિરીમાન મણિયાર સાહેબ સંભાળતા હતા.તેમના હાથ નીચે ભણી ગયેલા વિધાથીઁમા ધણા આગડ પડતા ક્ષેત્રમા નામના મેળવી છે.
મણિયાર સાહેબને એક દિકરી જેનુ નામ સ્વરા છે તે ભણવામા હોશિયાર છે.તેની સાથે ગામના દરબાર સુરસિંહજી નો દિકરો અજયસિંહ પણ તેની સાથે ભણતો હતો ,બન્ને ને બચપણથી દોસ્તી હતી.તેઓ સાથે રમતા હતા અને સાથે ભણતા હતા.અજયસિંહ ને પોતાના નામ સાથે સિંહ લગાડવુ ગમતુ નહતુ તેથી નિશાળમા તેને ફક્ત અજય તરીકે બોલાવે તેજ પસંદ હતુ.તેથી સ્વરા પણ તેને અજય નામથી બોલાવતી હતી.અજય નાનપણથી જ ભણવામા હોશિંયાર હતો અને તેના ભણવાના કાયઁમાં મણિયાર સાહેબનો પણ સાથ હતો.
ગામના દરેક પ્રસંગો વખતે અજય અને સ્વરા સાથે રહેતા હતા.નવરાત્રિ ના ગરબામાં તેઓ સાથે બેસી આનંદ માણતા તેમજ ગામમાં ઊજવાતા હોળી તથા નિશાળની રમત ગમતમા પણ તેઓ સાથે જ હોય તેવી તેમની નિર્દોષ મિત્રતા હતી.

અજયના દાદા જોરાવરસિંહજી જયારે દરબાર તરીકે રતનપર ગામનો વહિવટ કરતા હતા ત્યારે સ્વરાના દાદા તેમના કારભારી તરીકે તેમના વહિવટમાં સાથ આપતા હતા અને તેમને એક ગામથી બીજા જવા આવવા માટે દરબારે ધોડી અને બે નાળી બંધૂક આપી હતી.તે સમયે ચોર ડાકુનો ભય બહુ રહેતો અને તેમનીપાસે કરની ઊધરાણીની રકમ પણ ખાસી આવતી હોવાથી લગભગ સાંઝ પહેલાં ગામ પાછા આવી જતા પણ કોઈવાર વરસાદ અથવા વા વંટોળ હોય તો પાછા આવતા મોડુ થાય ત્યારે જાન માલનુ રક્ષણ કરવા ધોડી અને બે નાળી બંધુક કામ આવે તેથી સાથે રાખતા હતા, તેઓ બહાદુર હતા અને જયારે ચોર ડાકુનો હુમલો થાય ત્યારે બહાદુરીથી સામનો કરી દરબાર સાહેબની માલમતાની જાનના જોખમે પણ રખવાળી કરતા હતા તેથી દરબાર સાહેબના ખાસ માનીતા અને પિરય હતા.

આમ ત્રણ પેઢીથી દરબાર સાહેબ અને મણિયાર સાહેબનો સંબધ ચાલ્યો આવતો હતો જે આજે પણ ચાલુ હતો અને તેને સ્વરા તેમજ અજયના મિત્રતાના રુપે ચાલતો રહ્યો હતો.

અજયને ભણવામા મદદ રુપ થવા માટે મણિયાર સાહેબ તેને તેમના ઘરે બોલાવીને સ્વરાને પણ સાથે બેસાડી ભણાવતા હતા.આમ બન્ને નો પરિચય આગળ વધતો જતો હતો. અજય દરબાર હતો અને સ્વરા બા્મણ હતી તેથી નાત જાતની દરષિટીએ બહુ મોટો તફાવત હતો પરંતુ તેઓનો સંબધ ત્રણ પેઢીથી ચાલતો આવતો હોવાથી બન્નેના કુટુંબને તેમની મિત્રતામા કોઈ વાંધો કે શંકા ન હતી પરંતુ કોઈને પણ ખ્યાલ ન હતો કે આ મિત્રતા આગળ જતા પ્રેમનુ સ્વરૂપ ધારણ કરશે તીયારે કેવી પરિસ્થિતિ ઊભી થશે.

આમ તેમના નિશાળના દિવસો ધીરે ધીરે પસાર થતા હતા અને બન્ને જાણે અજાણે એક બિજાનો પરિચય પે્મમા પલટાતો જતો હતો તેમને બન્નેને ખ્યાલ ન હતો કે બન્ને કુટુંબો વચ્ચે કેટલો મોટો તફાવત હતો, ભલે તેમનો સંબધ ત્રણ પેઢીથી ચાલ્યો આવતો હતો પરંતુ આખરે સ્વરાના દાદા શુદ્ધ કમઁકાંડી બ્રાહ્મણ હતા અને તેઓ તથા મણિયાર સાહેબે પણ તેમના ઘરમાં આ પરંપરા જાળવી રાખી હતી

આગળ શું થશે તેના માટે આવતા પ્રકરણમાં જોતા રહો કે શું તેમનો પે્મ આગળ વધશે ?