Amar prem - 2 in Gujarati Love Stories by Kamlesh books and stories PDF | અમર પ્રેમ - 2

The Author
Featured Books
Categories
Share

અમર પ્રેમ - 2

અજયના દાદા જોરાવરસિંહએક જમાનામાં બહુજ વગવાળા અને કુશળ વહિવટ કતાઁ તથા નેક ઇન્સાન હતા.તેઓ જ્યારે રતનપર ગામના રણીધણી તેમજ વહિવટ કરતા હતા ત્યારે તે સમયે ભારતમાં અંગે્જોરાજ કરતા હતા તેથી તેઓને પોતાના ગામના વિકાશ માટે અંગે્જ અફસરો સાથે સારો વ્યવહાર રાખવો પડતો હતો.

જોરાવરસિંહના વહિવટ દરમ્યાન રતનપર ગામ એક આદશઁ અને સુઘડ ગામ તરીકે આજુ બાજુના બીજા ગામોની સરખામણીમાં પ્રખ્યાત હતું ,આ ગામની પોતાની નિશાળ,પાણી માટે બોર,ચબૂતરો ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગ્રામ પંચાયતની પાકી બાંધેલી ઓફિસ હતી.

મફતભાઇ પટેલ કેટલાક વરસોથી ગામના મુખી તરીકે વહિવટ કરતા હતા.તેમના પત્ની રમાબહેન પણ ગામના તહેવારોમાં જેમ કે કિ્ષન જન્મ મહોત્સવ, હોળી-ધૂળેટી ,શિવરાત્રિ તથા નવરાત્રિના તહેવારોમાં માતાજીના ગરબા વિગેરેના આયોજનમાં આગળ પડતો ભાગ લઇ બંધીને સાથે રાખીને તેને સારી રીતે ઉજવણીમાં તથા આનંદથી માણવામાં તનતોડ મહેનત કરતા હતા.આ બધા પ્રસંગોમા મફતભાઇ પણ પોતામાંથી તન-મન-ધનથી મદદ કરતા હતા.

મફતભાઇ પાસે ખેતી માટે ખાસી એવી જમીન હતી તેમજ તેમના ખેતરમાં બોર મુકાવેલ હતો તેથી ખેતીની ઊપજ પણ ઘણી થતી હતી.મોટા ભાગની ખેતી સાંતીયા તથા ભાગીયા મારફત કરાવતા હતા તેથી વળતર પણ સારું એવું મળતું હતું તેમજ સાંતી અને ભાગીયા પણ આવક સારી હોવાથી ખુશ રહેતા હતા.

જોરાવરસિંહ પોતાની આવકનો ઘણો ખરો ભાગ ગામના વિકાશ તથા સુખ સગવડમાં વધારો કરવામાં વાપરતા હતા તેમજ સારા નરસા પ્રસંગો એ ગામના માણસોને પોતાનાથી બનતી મદદ કરતા હતા તેથી ગામની દરેક વ્યક્તિ તેમનો પડ્યો બોલ ઝિલતા હતા તેમજ ગામમાં દરેકને પોતાના જરૂર મુજબનું કામ તથા આવક થતી હોવાથી ગામની દરેક વ્યક્તિ ખુશ અને સુખી હતી.

સ્વરાના દાદા(અંબેરામ)પણ જોરાવરસિંહના વહીવટમાં પોતાના જાનમાલની પરવા કયાઁ વગર દિલથી સાથ આપતા હતા તેમજ તેમની ઉઘરાણી આજુબાજુના ગામોમાં ફરીને વસૂલ કરી લાવતા હતા તેથી જોરાવરસિંહના વિસવાષુ અને ઘરની વ્યક્તિ જેવો તેમની સાથે સંબધ હતો.આ વિશ્વાસ એમ નેમ નહતો મેળવ્યો તેના માટે તેમની પરીક્ષા પણ જોરાવરસિંહે લીધી હતી.

શરુઆતના સમયમાં જ્યારે સ્વરા ના દાદા જોરાવરસિંહને ત્યાં નોકરી કરવા ગયા ત્યારે તેમની જવાબદારી ગામના નાના મોટા કામોથી કરવામાં આવી હતી અને જેમ જેમ વિશ્વાસ વધતો ગયો તેમ તેમ પૈસાની લેવડ દેવડ તેમજ હિસાબ કિતાબનું આજુબાજુના ગામોમાંથી લાવવાનું શોંપવામાં આવીયુ હતું .

એક દિવસ આજુબાજુના ગામોમાંથી સારી એવી રકમની વસૂલાત કરીને આવવાના હતા ત્યારે જોરાવરસિંહે પોતાના ખાસ માણસોને બોલાવી દાદા ઉપર હુમલો કરી તેમની પાસેની વસૂલાતની રકમની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો તેના માટે ડાકુ-લુંટેરા જેવી ઊંચાઇ અને કદાવર બાંધાના ચાર માણસો મોંઢા ઉપર બુકાની માથે સાફો બાંધી હાથમા કડિયાળી ડાંગ લઇ ઘોડા ઉપર સવાર થઇ દાદાના માગઁ રોકી લુંટ કરવા તૈયાર થઇ રવાના થયા.

સ્વરા, અજય કરતા બે વષઁ નાની હતી , તે છઠ્ઠા ધોરણમાં ભણતી હતી જ્યારે અજય સાતમા ધોરણમાં ભણતો હતો,અજય જ્યારે નાનો હતો ત્યારે માંદગીના કારણે એક વરસ મોડો નિશાળે બેસાડ્યો હતો તેથી બે વરસ મોટો હોવા છતા તેનાથી એક ધોરણ આગળ હતો,આ વરસ તેના ગામમાં ભણવા માટે છેલ્લું હતું આવતા વરસે તેને બાજુના નાના શહેરમાં જે તેના ગામથી ૧૫ કિલો મિટર દુર હતું ત્યાં બસ મારફત જવાનું હતું તેથી તેઓ બન્ને ને અત્યારથી જ અલગ પડવાનું હોવાથી ચિંતા થતી હતી તેઓ બન્ને સાંજે ગામની બહાર નદી કિનારે મહાદેવના મંદિરે આરતી વખતે અચૂક હાજર થતા અને આરતી પતી જાય પછી બધા જ્યારે ગામ તરફ જતા રહે ત્યારે મહાદેવના ઓટલા ઉપર ઝાડના નીચે બેસી સુખ દુ:ખની વાતો કરતા અને આવતા વરસે છુટા પડવું પડસે તેની ચિંતા કરતા હતા.

આગળ નો ભાગ પ્રકરણ ૩ મા વાંચો