Amar prem-6 books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ - 6

જોરાવરસિંહ બાપુ પોતાની ડેલીએ ડાયરો ભરીને બેઠા હતા.રામા-રાત બાપુને પગચંપી કરતો હતો.ભગો નાઇ બાપુને માથામા તેલ નાંખી માલિશ કરતો હતો અને બીજા ચાર-પાંચ જણા બાપુની આજુ-બાજુ બેસી દુકાળના વષઁની તથા ગામ લોકોની તકલીફની ચિંતા કરતા વાતો કરતા હતા,આ બધા વચ્ચે ચલમો તથા હુક્કા સાથે ચા-પાણી ચાલતા હતા.

વનેચંદ વાણિયો તથા મુખીને એક સાથે પ્રવેશતા જોઈ બાપુએ આવકારો આપી બોલાવ્યા

બાપુ:આવો આવો વનેચંદભાઇ,મુખી તમે અમારે આંગણે અત્યારે કાં ભૂલા પડયા ?

વનેચંદ તથા મુખીએ બાપુની ખબર-અંતર પૂછીને બાપુને ઘણી ખઅમમાં ગામના દાતાર જુગ જુગ જીવો કહી કુર્નિશ બજાવી હાજરી પુરાવા.

બાપુ:ભલે પધાર્યા ,તમે બન્ને સાથે મારે આંગણે શાથી પધાર્યા છો ? ગામમાં સહુ સારા વાના છે ને ? કોઇ તકલીફ અથવા મુશ્કેલી હોય તો કહો ?

મુખી:બાપુ આપની કૃપાથી અને રહેમ નજરથી સર્વ કુશલ મંગલ છે.ગામમા દુકાળનું વષઁ હોવા છતા બધા લોકોની રોટલા-પાણીની ચિંતા આપની દુ:રદેશી દષિટીથી રાહત છે બધા સુખે-દુ:ખે પણ આ વષઁ પસાર કરી લેશે.

બાપુ: વનેચંદભાઇ તમારો વહેપાર ધંધો બરાબર ચાલે છે ને ? દુકાળનું વષઁ હોવાથી થોડી તકલીફ પડશે પણ ગામના દરેક માણસો નેક અને ઈમાનદાર હોવાથી તમારા રુપીયા થોડા વહેલા મોડા થશે પણ ખોટા નહી થાય તેનો મને ભરોશો છે.

વનેચંદ:બાપુ આપનો જેટલો ગામના લોકો ઊપર ભરોશો છે તેટલો મને પણ છે. હું ગામના લોકોની કોઇ ફરિયાદ લઈ આપની પાસે નથી આવીયો.

બાપુ:હા તો બોલો ચા-પાણી કરવા આવીયા હોય તો તમારી મહેમાનગતિ કરતા મને ઘણી ખુશી થશે,અહીં ઢોળીયા ઊપર શાંતીથી બેસો અને ચા-પાણી કરો.

મુખી:બાપુ તમારી મહેમાનગતિ તો માણીશું પરંતુ તમારી એક વાતમાં સલાહ લેવા આવીયા છીએ.

બાપુ: હા બોલો,શી વાતમાં સલાહ લેવાની છે ?તમે તો ગામના મુખી છો તો તમારી સલાહ લેવા તથા વનેચંદભાઇની બુદ્ધિ થી ગમે તેવા બનાવ પ્રસંગો ઊકલી જાય અને તમે બન્ને ભેગા મળી આજે મારી સલાહ લેવા માંગો છો ?

મુખી:બાપુ વાત એવી બની છે અને ગામની આબરૂનો સવાલ ઊભો થયો છે તેથી આપની મંજૂરી વગર આગળ વધાય તેમ નથી તેથી આપનો વિચાર જાણી પછી નિર્ણય કરવા માંગીયે છીએ.

બાપુ: એવી તે શી આપત્તિ આવી છે કે તમે બન્ને મુંઝાવો છો ?

મુખી:બાપુ વાત એવી બની છે કે કહેતા જીભ નથી ચાલતી !

બાપુ: કહો કહો કોઇ સંકોચ રાખીયા વગર જે બનીયુ હોય તે વિગત વાર જણાવો.

મુખી: બાપુ કાલે રાત્રે વનેચંદભાઇના ઘર તથા દુકાનમાં રોકડ તથા સોના ચાંદીના ધરેણાની ચોરી થઇ છે.

બાપુ: મુખી આટલા વષોથી તમે ને હું આ ગામમા રહીએ છીએ,ગમે તેવા કપરા વષોઁ આવીયા હશે પરંતુ ગામનો કોઇ માણસ ચોરી કરે તેવું બનીયુ નથી અને સાંભળીયુ નથી.તો આ ચોરીની બિના કેવી રીતે બની ? કોણે ચોરી કરી હશે ?ગામના કોઇ વ્યક્તિ નો હાથ હોય તેમ મારુ મન માનતું નથી.

મુખી: બાપુ મને પણ વિશ્વાસ છે કે ગામનો કોઇ માણસ ચોરીમાં સંડોવાયેલો હોય નહી પરંતુ ચોરી થઇ છે તે હકિકત છે તેથી તેની તપાસ થવી જોઇએ અને સાચા ચોરને પકડી સબક સિખવાડવો જોઇએ જેથી ભવિષ્યમાં ફરીથી આવો બનાવ બંને નહીં.

બાપુ: વનેચંદભાઇ તમને કોઇ ઊપર શંકા જાય છે કે આ ચોરીમાં કોનો હાથ હોય ?જો તમે નામ આપો તો તેને બોલાવીને પૂછતાછ કરીએ ?

વનેચંદ:બાપુ મને પણ આપણા ગામના કોઇપણ માણસ ઊપર શંકા નથી પરંતુ ગામ બહારનો કોઈ જાણભેદુ હોય તેમ લાગે છે તે વાત મેં મુખીને કરી તો તેમનું કહેવું છે કે ફરિયાદ નોંધાવતા પહેલા બાપુની સલાહ લઇએ અને બાપુ કહે તેમ કરીએ.

બાપુ: મુખી તમે ગામના આગેવાન છો અને આપણા ગામમા આટલા વષોઁમા પહેલી વાર ચોરી થઇ છે તેથી સાચા ચોરને પકડવા માટે તમે અને વનેચંદભાઇ મોટા ગામના પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવી આવો,ફોજદાર સાથે મારે સંબંધો છે તેથી આ મામલામાં તેમનાથી બનતું કરશે અને ગામ લોકોને ખોટા કનડે નહી તેવી ખાસ ભલામણ કરજો.....

વધુ આગળ પ્રકરણ -૭ વાંચો