Fari Mohhabat - 15 books and stories free download online pdf in Gujarati

ફરી મોહબ્બત - 15

“ફરી મોહબ્બત”

ભાગ : ૧૫


"તું ફ્રેશ થઈ જા ફટાફટ..કોફી પી લેજે. " ઈવા એટલું કહીને પોતાને છોડાવી કોફીનો કપ લઈને ડ્રોઇંગરૂમમાં જતી રહી.

"ઉફ્ફ... મારુ દિલ લઈ ગઈ છે આ છોકરી..ઓહહ સોરી મારી વાઈફ..!!" અનય ઈવાને ખૂશ જોતા જ પોતે પણ ઝૂમી ઉઠ્યો. ફ્રેશ થઈને નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલની ચેર પર જઈને ગોઠવાયો. ઈવા પણ સાથે જ બેસી.

આજે અગ્યાર વાગ્યે ઈવાને પોતાનાં ઘરવાળા લઈ જવાના હતાં. તેમ જ સાંજે ઈવાને ઘરે લેવા પણ અનયને જવાનું હતું. 'ઓહ્હ કેટલી દૂરી આવી રહી છે.' અનય વિચારતો નાસ્તો પતાવતો હતો.

ઈવાના ઘરવાળા આવીને ઈવાને લઈને ગયા. પૂરો દિવસ આતુરતાપૂર્વક ગાળ્યો કે સાંજ ક્યારે પડે અને એ ઈવાને લેવા ક્યારે જાય..!! આખરે અનય સાંજે પાંચ વાગ્યે ઈવાના ઘરે પહોંચી જ ગયો. આજે ઈવાના મોમ ડેડનું પચ્ચીસમું લગ્નની વર્ષગાંઠ હતી. એ સેલિબ્રેટ કરવા એક રેસ્ટોરન્ટમાં નાની પાર્ટી રાખી હતી.

"ઈવા આપણા પરિવારનો પરિચય તો આપ કુમાર અનયને..!!" ઈવાના ડેડે સસ્મિત ચહેરે કહ્યું.

" આ મારા સૌથી નાના કાકા કાકી, આ મારા માસી.....અવનીને તો તું ઓળખે જ છે." એવી રીતે ચેર પર ગોઠવાયેલા બધા પરિવારજનો સાથે ઓળખાણ કરાવ્યા બાદ ઈવા કહેવા જ જતી હતી, " અનય, આ..." ત્યાં જ અવનીએ વચ્ચે જ ટાપસી પૂરી, " આ ઈવાનો ભાઈ અંકુર.. ઈવાનો માનેલો ભાઈ!!

અનય એક પછી એક બધા સાથે પરિચય થતાં સ્માઈલ આપી ડોકું ધુણાવતો રહ્યો સાથે જ થોડીક મજાક પણ કરી લેતો. પાર્ટી એન્જોય કરવામાં જ રાતના અગ્યાર થયાં. અનય ઈવા બંને પોતાનાં ઘરે પહોંચ્યા.

ઈવા આજે પણ અનયને થાકી છું કહીને સૂઈ ગઈ. પણ અનય પોતાના મનને મનાવતો રહ્યો, " શું કરે છે અનય..!! શાંતિથી કામ લે. ઈવાને સમજવાની કોશિશ કર. એ તારા ઘરમાં આવીને એડજસ્ટ થઈ રહી છે. સેટલ થતા વાર લાગશે. એના દિલની રાહ જો. એ સામેથી આવશે એ દિવસની રાહ જો..!!" અનયે ફરી સોફા પર જઈને સૂવાનો પ્રયત્ન કર્યો. પોઝિટીવ વિચાર કરતાં જ એને ઊંઘ આવી ખરી..!! બંનેની રજા પૂરી થવા આવી હતી. ત્રણ દિવસમાં જ બંનેને કામ માટે બહાર જવાનું હતું.

" ઈવા, અમિત જીજાના ઘરે મળીને આવીએ?? આપણે બંનેને આમંત્રણ આપેલું જ છે." અનયે કહ્યું.

"પછી ક્યારેક અનય..!!" ઈવાએ મોબાઈલમાં જ ધ્યાન આપતાં કહ્યું.

"ઈવા..!! સાગરની વાઈફ સોનલભાભીએ પણ કહ્યું છે કે ઈવાને મળવા માટે લઈ આવજે. શું કરવું છે. જવું છે??" અનય ઈવા તરફ નજર માડીને કહી રહ્યો હતો. પણ ઈવાનું ધ્યાન મોબાઈલથી હટતું જ ન હતું, " અનય..!! મેં કીધું ને પછી ક્યારેક યાર..!!"

"ત્રણ દિવસ છે આપણી પાસે. નજદીકના સ્થળે જ હનીમૂન જવા માટે વિચારીએ??" અનય એક પછી એક ઓપશન આપતો જ જતો હતો. જેથી એ ઈવાનું મૂડ સેટ કરી શકે.

" નથી જવું યાર કશે પણ." ઈવાએ કંટાળતા કહ્યું.

***

લગ્નનાં સતત પાંચ મહિના થવા આવ્યા પણ જ્યારે પણ અનય ઈવાની નજદીક જતો ત્યારે ત્યારે એ દૂર જતી રહેતી. સેક્સ માટેના અનેકો કારણો આપી એ ટાળવાની કોશિશ કરતી રહી. અનય ઈવાના ઝગડા સેક્સને લઈને વધતા ગયા. અનય ઉચાટ અનુભવતો રહેતો. એ પોતાને મનાવીને શાંત રહેતો કે આજે નહીં તો કાલે ઈવા પોતાના પ્રેમને સમજશે.

***

"ઈવા, આજે આપણા મેરેજના પાંચ મહિના પૂરા થયા. તારો પ્રોબ્લેમ શું છે એ મને કહી દે. તને ટચ કેમ ના હું કરું એનું કારણ ફક્ત મને જણાવી દે...??" હંમેશા શાંત રહેનારો અનય આજે ખખડી ઊઠ્યો. ઈવા અનયનું રોદ્ર સ્વરૂપ જોઈને થોડી થડકી. પણ કશો જવાબ આપ્યો નહીં.

" ઈવા હું તને કેમ જીતી નથી શકતો!!" અનયે દુઃખી થતા કહ્યું. " અરે તારો પ્રેમ પામવા માટે મેં તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે. આ ઘરના નિયમો પણ તારા માટે તોડ્યા છે. હું કોઈ દિવસ શરાબ ન હતો પીતો આજે તને ખૂશ કરવા મેં પણ સહયોગ કર્યો જ ને?? શરાબ પીવાથી લઈને તારી પબમાં જવાની આદતને પણ મેં સ્વીકાર કર્યો છે. મેં તારી કશી ઈચ્છાઓ પર હકથી પકડ જમાવીને નથી રાખી. તો તું મારી ઈચ્છાઓનું ગળું કેમ દબાવી રાખવા માંગે છે?? હું ઘૂંટણ મહેસૂસ કરી રહ્યો છું. મારો શ્વાસ રૂંધાઇ રહ્યો છે તારી આવી અનપેક્ષિત વર્તન જોઈને..!!"

ઈવા બધું જ કાન ખોલીને સાંભળી તો રહી હતી. પણ એના પર કશા પણ પ્રકારની અસર થઈ રહી ન હતી.

અનય ઈવાની નજદીક સરી ગયો. બંને બાવડાં પકડતાં કહ્યું, " તું મારી સાથે એવો વર્તાવ કેમ કરી રહી છે. ઘરની બહાર જતાં જ તું લોકોને એવું ફીલ કરાવે છે કે જાણે દુનિયામાં આપણું જ બેસ્ટ કપલ હોય..!! અને બંધ બેડરૂમમાં તો તું મને તારા નજદીક પણ આવવા નથી દેતી. બોલ ઈવા... બોલ...!! આ નાટક તારા ક્યાં સુધી ચાલશે...??" અનય બરાડ્યો.

ઈવાએ કશું સાંભળ્યું જ ન હોય તેમ ચુપચાપ જઈને બેડ પર પડખું ફેરવી દીધું. અનયનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એની સહનશક્તિ હદ પાર કરી ચુકી હતી. અનયના દિમાગમાં અનેકો વિચારો ઝડપથી ચાલી રહ્યાં હતાં, ' હું ક્યાં સુધી ઈવાને સમજાવતો રહીશ... ક્યાં સુધી હું પોતે સમજી લઉં...મેરેજ પહેલા ઉત્સાહ દેખાડતી ઈવા સેક્સ પ્રત્યે નિ:સ્પૃહ વર્તાવ કેમ કરી રહી હતી!! કારણ પણ જણાવતી નથી..!!'

"પણ હું ઈવાનો હડબન્ડ છું. હું...હું ઈવાનો પતિ છું. મારો હક.... હક.... હક...!!" અનયનું મગજ ફાટી રહ્યું હતું વિચારોથી...!! એક સેંકેન્ડ માટે ઈવાની પીઠ તરફ જોઈ. એ વિચલીત થઈ ઉઠ્યો. સિલ્કી નાઈટ ડ્રેસ પહેરેલી ઈવા પડખું કરીને સૂવાનો ઢોંગ કરી રહી હતી એ પણ અનય જાણતો હતો..!! એ ઈવાને ચાહતો હતો. ઈવાને એ સાચી મોહબ્બત કરતો હતો. ઈવાના કહ્યાં પ્રમાણે અનયે પાંચ મહિના કાઢી નાંખ્યા પણ હવે એનાથી રહેવાતું ન હતું. એ ઈવાના મોહબ્બતમાં પૂરી રીતે પરાસ્ત થઈ ચૂક્યો હતો. એનો પુરુષાર્થ હવે એને જગાડી રહ્યો હતો. એનો પતિપણાનો હક એના પર હાવી થઈ રહ્યો હતો. એના ન ચાહવા છતાં પણ એ ઈવાના નજદીક ગયો. એને પોતાનું ટીશર્ટ ઝડપથી ઉતારી દીધું.

"ઈવા." પૂરી તાકતથી અનયે ઈવાને પોતાની તરફ ફેરવી દીધી. બંને હાથેથી ઈવાની પીઠને થોડી ઊંચકી પોતાના નજીક લાવી. ઈવાએ ગુસ્સાથી કહ્યું, " તું મને ટચ નહીં કરી શકે...!"

"હું તારો હસબન્ડ છું. મારો હક છે તારા પર..!!" કહીને અનયે પોતાના હોઠ ઈવાના હોઠ પર ચાંપી દીધા. ઈવાએ કશા પણ પ્રકારનો પ્રતિકાર કર્યો નહીં. હાલાકી તેમ છતાં એના યૌવનમાં અનય માટે કશા પણ પ્રકારનો થનગનાટ દેખાતો ન હતો.

અનય ઈવામાં લસ્ત થઈ ગયો હોય તેમ પૂરા દેહને ચુમતો રહ્યો. ચુમતો ગયો...!! અચાનક એને ભાન થઈ આવ્યું હોય તેમ એ ચૂમતા અટકી ગયો. ઈવાનો ઠંડોગાર રિસ્પોન્સથી એના શરીરમાં, ફેફસામાં એક હલકાપણું આવીને જતુ રહ્યું. એનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો પરંતુ એનું દિલનું ટુકડે ટુકડા થઈ રહ્યું હોય તેમ એનું શરીર લથડી રહ્યું હતું. એનું દિલ ચિરાઈ ગયું હતું. મનથી તનથી એ કમજોર બન્યો હોય તેમ એ બેડ પર ઈવાને ધીમેથી સાઈડ પર હડસેલી દેતા જ મોઢામાંથી " શીટ..." નીકળી ગયું. એ બેડ પરથી ઝડપથી ઉઠી ગયો. જાણે એ પોતાને જ કોસતો હોય તેમ પોતાની હથેળીમાં એને મૂકો જોરથી ગુસ્સામાં માર્યો.


(ક્રમશ)