Hu Taari Yaad ma 2 - 15 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૫)

વંશિકા : હા, સાચેજ તમને તમારી તબિયતની કાઈ ચિંતા જ નથી.
હું : છે જ હો.
વંશિકા : એટલેજ રાતે લેટ સુધી કમ્પ્યુટર સામે બેસી રહેતા હતા.
હું : ૩ દિવસ બેસવાથી કાઈ ના થઇ જાય હવે મેડમ.
વંશિકા : આજે ૩ દિવસ બેસવાની આદત પાડો એટલે કાલે સવારે બીજા વધારે દિવસો સુધી બેસવાની આદત પડી જાય.
હું : અચ્છા એવું હોય એમ ?
વંશિકા : હા.
હું : તમને બવ ચિંતા થાય છે તમારી ?
વંશિકા : હા, તમારી ગર્લફ્રેન્ડ તો છે નહીં એટલે હવે ફ્રેન્ડ ચિંતા નહિ કરે તો બીજું કોણ કરશે ?
હું : અચ્છા, તો તારે ક્યાં બોયફ્રેન્ડ છે.
વંશિકા : હા, પણ હું તમારી જેમ વધુ વર્કલોડ નથી લેતી એટલે.
હું : હા, હવે નહિ લવ વધુ વર્કલોડ.
વંશિકા : વાહ સરસ, જો કેવા તરત માની ગયા થોડી દલીલ કરી ત્યાં... હા...હા...હા...
હું : હા, તારા જેવી ફ્રેન્ડ હોય તો માનવું જ પડે ને.
વંશિકા : હા,.એમ પણ તમે ડાહ્યા છોકરા છો.
હું : હા, એ તો હું છું જ. પહેલા થી.
વંશિકા : હા, તો હવે સુઈ જવાની ખબર પડશે કે એ પણ મારે શીખવવું પડશે ?
હું : હા, સુઈ જઈશ.
વંશિકા : ૧૧:૩૦ થઈ ગયા. હવે કાલે ઓફિસ જવાનું છે. સુઈ જાવ ચાલો.
હું : ઓકે, બાય, ગુડનાઈટ, ટેક કેર.
વંશિકા : બાય, ગુડનાઈટ એન્ડ ટેક કેર.
ફાઇનલી રાતના ૧૧:૩૦ સુધી વાત કર્યા પછી વંશીકાએ સુવા માટે કહ્યું અને મારે એનું કહ્યું માનવું પડ્યું. અરે કેમ ના માનું હું એના કીધું કારણકે એ મારા માટે ખાસ હતી. મારા દિલની એકદમ નજીક હતી. મે મારો મોબાઈલ મૂકી દીધો અને હું વંશીકાના વિચારોમાં ખોવાઈ ગયો. હું ક્યારે સુઈ ગયો હોઇશ એની ખબર જ નહોતી રહી.
ગુડમોર્નિંગના એલાર્મ સાથે મારી સવાર પડી. હું ઉઠીને ફટાફટ ફ્રેશ થયો અને મારા રૂટિન ટાઈમ પર જોબ પર જવા માટે નીકળ્યો. થોડા સમયથી મારો રૂટિન ટાઈમ એ રીતે સેટ થઈ ગયો હતો કે હું એ સમય પર ઓફિસના પાર્કિંગમાં પહોંચતો જે સમય પર વંશિકાની એન્ટ્રી થતી હતી. આજે પણ હું મારા સમય પ્રમાણે પાર્કિંગમાં પહોંચ્યો અને એટલા સમયમાં વંશિકા પણ ત્યાં પહોંચી. મારા બાઇકની બાજુમાં એક જગ્યા હતી જ્યાં વંશીકાએ આવીને પોતાનું એક્ટિવા પાર્ક કર્યું. તેણે પોતાના ફેસ પરથી દુપટ્ટો અને ગોગલ્સ હટાવ્યા અને મને તરત એક બ્યુટીફૂલ સ્માઈલ સાથે ગુડમોર્નિંગ વિશ કર્યું. મેં પણ વંશુને આઈ મીન વંશીકાને ગુડમોર્નિંગ વિશ કર્યું. કેટલું સરસ નામ હતું એનું વંશું જે મને કાલે રાતેજ વિચાર આવ્યો હતો. અમે બંને સાથે ચાલતા થયા. એટલીવારમાં શિખાની પણ એન્ટ્રી થઈ. એ અમારા પાસે આવી અને બંનેને ગુડમોર્નિંગ વિશ કર્યું અને અમે બંનેએ પણ એને સામે વિશ કર્યું. શિખા અમારા બંનેની સામે જોઈ રહી હતી. એને થોડી નવાઈ લાગી હતી કે અમે બંને એકસાથે અહીંયા કારણકે મારી વંશિકા સાથેની મિટિંગ થઈ એ વાતથી શીખા અજાણ હતી. કારણકે ગઇકાલની મારી શિખા સાથે કોઈજ કોન્ટેકટ નહોતો થયો.
અમે લિફ્ટમાં જતા હતા એ સમયે વંશીકાએ સીધું મને પૂછી લીધું.
વંશિકા : રુદ્ર, તમે જમવા ક્યાં જવાના બહાર કે પછી ટિફિન ?
હું : આજે કાંઈ નક્કી નહિ. ટિફિન નથી લાવ્યો એટલે જોઇશ હવે.
વંશિકા : નો પ્રોબ્લેમ, મારી સાથે આવજો આજે જમવા માટે.
હું : ના, ચાલશે તું જમી લેજે.
વંશિકા : મને ખબરજ હતી કે તમે ટિફિન પણ નહીં લાવો એટલા માટે હું તમારા પણ ટિફિન લઈને આવી છું.
હું : શું તું પણ…
વંશિકા : મારે કાઈ નથી સાંભળવું. હું કોલ કરીશ એટલે આવી જજો. એન્ડ શિખા તું પણ અમને જોઈન કરી લેજે આજે.
શિખા : અરે નો પ્રોબ્લેમ હું લઈને આવી છું.
વંશિકા : હા, તો અમારી સાથે જમજે.હું રુદ્રને કોલ કરીશ એટલે તમે બંને આવી જજો બસ.
શિખા : હા, વાંધો નહિ.
શિખા મનમાં વિચારી રહી હતી અને સાથે એને નવાઈ પણ લાગી હતી કે અમારી વાત સાથે જમવા સુધી ક્યાંથી પહોંચી ગઈ. શિખા હજી મારી સામે જોઈ રહી હતી. એની આંખો લાલ પીળી થઈ રહી હતી. હું સમજી ગયો હતો કે હવે આગળ શું થવાનું છે. વંશિકાની ઓફિસનો ફ્લોર આવતા તે ત્યાંથી જતી રહી. એ જેવી ત્યાંથી નીકળી કે તરત જ શિખા મેડમે પોતાની આંખો પહોળી કરીને રૌદ્રરૂપ ધારણ કર્યું.
શિખા : મિસ્ટર રુદ્ર ગજ્જર. કેન યુ એક્સપલાઈન મી વૉટ ઇસ ધીસ ?
હું : અરે શાંત થઈ જાવ મેડમ. હું તમને બધું સમજાવું છું.
શિખા : શુ સમજાવશો મને ?હું ક્યાં તમારી કાંઈ થાવજ છું નહિ.
હું : અરે, તું તો મારી પાક્કી દોસ્ત છે. તને તો મારા વિશે બધુજ ખબર હોય યાર.
શિખા : ના, તમે મને બધું નથી જણાવતા. મને ખબર પણ નથી તમારી વાત સાથે જમવા સુધી ક્યાં પહોંચી ગઈ અને એ પણ ભાભી તમારા માટે ટિફિન પણ લઈને આવ્યા.
આટલામાં અમારો ફ્લોર આવી ગયો હતો. અમે લિફ્ટમાંથી બહાર નીકળ્યા. મેં શિખાને સમજાવ્યું કે ઓફિસમાં જઈને હું તને બધી વાત જણાવું છું. એ ગુસ્સામાં ઓકે બોલી અને એકલી ચાલી ગઈ. હું પણ તેની પાછળ પાછળ ચાલતો થયો. મને ખબર હતી કે શિખાનો ગુસ્સો વધુ સમય સુધી નથી ટકવાનો અને એ પણ જાણતી હતી. હું તરત જઈને જ્યંત દોયે ને મળ્યો અને એમના સાથે નાની એવી ૧૫ મિનિટની મિટિંગ કરીને તરત મારી ઓફિસમાં ગયો. ત્યાં જઈને બેઠો અને થોડી વાર થઈ હતી એટલામાં શિખા મેડમની એન્ટ્રી થઈ. એને આવીને એક સીડી મારા ટેબલ પર મૂકી અને ચૂપ ચાપ બેસી ગઈ.
હું : શિખા, સોરી
શિખા : સોરીની જરૂર નથી. મને એ જણાવો કે આ બધું થયું કઈ રીતે.
હું : હા તને સમજાવું છું.
મેં શિખાને ૨ દિવસની બધી વાત જણાવી. મારી અને વંશિકાની મિટિંગ વિશે, અમારી રાતે થયેલી વાત વિશે બધું જ. આટલું સાંભળતાજ શિખા હસવા લાગી.
હું : તું હસે છે શું લેવા ?
શિખા : એમજ, તમને લાગ્યું સાચેજ ગુસ્સે થઈ હતી તમારા પર એટલે.
હું : ઓહહ, એટલે કે આ બધા તારા નખરા હતા.
શિખા : હા, ખાલી તમને ખીજવા માટે અને જોવા માટે કે ભાભીના આવવાથી તમે તમારી આ દોસ્તને મનાવો છો કે નહીં.
હું : મારી પાસે અહીંયા કાંઈ છે નહીં બેટ કે લાકડી. નહીતો પાક્કું હું તને મનાવેત.
શિખા : એટલે તમે મને મારશો એમ ? જો તો કેટલા ખરાબ છો તમે ભાભી આવી ગયા એટલે હવે મને મારશે.
હું : મારી માં, હું તને નહિ પહોંચી શકું તું રેવા દે. નહિ મારુ હું તને.
શિખા : હા…હા…હા…બસ આ જ દર જોવો છે મને તમારી આંખો માં.
હું : બહુ દાહ્યી, હવે બોલ આ સિડી શેની છે ?
શિખા : બહુ જલ્દી ભૂલી ગયા. 3 દિવસ પહેલા જે સોફ્ટવેર ઉપડેટ કર્યા હતા એ આમા છે. આને ચેક કરી લેજો એકવાર. તમારી રિસ્પોનસીબીલીટી છે ચેક કરવાની એના પછી જ આગળ જશે.
હું : હા, ઓકે ચાલ. હું ચેક કરી લઈશ. બોલ બીજુ કાંઈ ?
શિખા : બીજું તો કાંઈ નહિ પણ હવે જલ્દી કામ પટાવો ચાલો. પછી ભાભીનો કોલ આવશે એટલે જમવા જવાનું છે એમની સાથે. (હસવા લાગે છે)
આટલું બોલીને શિખા ત્યાંથી જતી રહી. હું મારા કામમાં લાગી ગયો. શિખા જે સીડી આપીને ગઈ હતી એમા રહેલ સોફ્ટવેર ચેક કરીને ક્લાયન્ટ સુધી લોન્ચ કરવાનું કામ બાકી હતું એને આગળ વધારવા લાગ્યો. લગભગ ૧:૩૦ વાગ્યા હશે અને મારી ફોનની રિંગ વાગી. એ ફોન વંશિકાનો હતો. મેં ફોન ઉપાડયો અને સામેથી એનો મીઠો અવાજ આવ્યો.
વંશિકા : ફ્રી છો કે હજી કામમાં છો.
હું : ફ્રી જ છું બોલ.
વંશિકા : જમવાનો સમય થઇ ગયો છે સર.
હું : હા, ઓકે ક્યાં જવાનું છે ?
વંશિકા : જવાનું ક્યાંય નથી. હું જ ત્યાં આવીશ.
હું : અરે તું અહીંયા ?
વંશિકા : કેમ તમને કોઈ પ્રોબ્લેમ છે ? પ્રોબ્લેમ હોય તો ના આવું.
હું : ના, ના, મને કોઈ પ્રોબ્લેમ નથી. તું આવી શકે છે.
વંશિકા : ઠીક છે, ચાલો હું ૫ મિનિટમાં આવું છું અને હા, શિખાને પણ કહી દેજો.
હું : હા, ઓકે નો પ્રોબ્લેમ.
વંશિકા : ઓકે, બાય.
એનો ફોન કટ થઈ જાય છે. હું ઓફિસની બહાર નીકળીને શિખા પાસે જાઉં છું. અને શિખાને જઈને જણાવું છું કે વંશિકા અહીંયા આવે છે.
શિખા : વાહ, સરસ ભાભી અહીંયા આવે છે એમ ?
હું : અરે, ધીરે બોલ કોઈ સાંભળી જશે તો પ્રોબ્લેમ થશે.
શિખા : અચ્છા, સારું બસ. પણ તમને શું થયું આ હાવ-ભાવ કેમ બદલાઈ ગયા તમારા ચહેરા પર ના ?
હું : અરે, એ અહીંયા આવે છે. પહેલીવાર કોઈ છોકરી મારી જોડે આમ લન્ચ કરવા માટે આવે છે અને ઓફિસનો સ્ટાફ જોશે તો કાંઈક ખોટું સમજશે.
શિખા : ઓહહ, અત્યારથી જ બીક લાગવા લાગી તો આગળ જઈને શુ કરશો ?
હું : અરે મને બીક નથી લાગતી. ખાલી વિચાર આવે છે કે લોકો શુ વિચારશે ?
શિખા : જેને જે વિચારવું હોય એ વિચારે પણ તમે અત્યારે તમારા વિશે વિચારો પેલા. ભાભી સામે આવી રીતે રીએક્ટ ના કરતા નહીં તો ફટટૂ સમજશે તમને.
હું : હું, કાંઈ ફટટૂ નથી હો.
શિખા : સારું સારું, એ તો પછી ખબર પડી જશે બધી…હા…હા…હા…
હું : તને બહુ હસવું આવે છે. પછી હું તારી બધી હસી બહાર કાઢીશ હો..
શિખા : ઓકે, ઓકે. આઈ એમ સાઇલેન્ટ…
એટલામાં ઓફિસનો દરવાજો ખુલ્યો અને મારી અને શિખા બંનેની નજર ત્યાં ગઈ. વંશિકા ત્યાંથી આવી રહી હતી. આ કોણ છોકરી છે ? અહીંયા શુ કરવા આવી હશે ? એના હાથમાં ટિફિન કોના માટે લઈને આવી હશે ? આવા કેટલાય સવાલો વંશીકાને જોઈને મારા બધાજ એમ્પ્લોયીના મનમાં ગુંજવા લાગ્યા હતા. એમ ઘણા બધા લોકો એવા પણ હતા જે વંશિકા સામે તાકી રહ્યા હતા. છતાં પણ એક ડેરિંગ સાથે જાણે મારી ઓફિસ એના માટે જરા પણ અજાણી ના હોય અને એને કોઈ લોકોથી કાંઈ પણ ફર્ક ના પડતો હોય એવી રીતે એક કોન્ફિડેન્સથી વંશિકા મારી અને શિખાની તરફ આવી રહી હતી. જનરલી લન્ચ ટાઈમ હોવાથી બધા લોકો અલગ અલગ ગ્રુપમાં બેઠા હતા અને મારું અને શિખાનું એક ગ્રુપ એટલે કે ફક્ત અમે બંને સાવ અલગ જઈને બેઠા હતા જ્યાં સ્પેસ સારી એવી હતી એના કારણેજ અમારી વાતો કોઈને સાંભળવાની શક્યતા પણ નહોતી. વંશિકા આવીને અમારી બંનેની સામે ઉભી રહી અને એક સ્માઈલ સાથે બોલી….