Rejected by Rikshadriver books and stories free download online pdf in Gujarati

રિક્ષાવાળાએ રિજેક્ટ કર્યો!!

આમ તો મારી સાંજ એટલે સાત ની આસપાસનો સમય કહોને એ ઢળતા સૂરજ સાથે કાનમાં ભૂંગળા(હેંડ્સ ફ્રી)ની મજા લેતા ચાલવાનો આનંદ હુ લગભગ રોજ લઉ. પણ એ દિવસે કંઇક અલગ થયું

હુ હજી સોસાયટીની બહાર નીક્ળ્યો જ હોઇશને મને કાનભાઇ મળ્યા ઉર્ફે કાનીયો!! આમ તો મારે કાનાભાઇ જ કહેવુ જોઇએ પણ શું કરૂ? કામ ભાઇ જેવા નથી ને!! ભલે કામના માણસ પણ કામ !! છોડો એ પછી ક્યારેક .

કાનીયો હંમેશા હસતો હોય એ દિવસે થોડિ મૂંઝવણ અનુભવતો હતો. પેલા તો લાગ્યું કે મને બોલાવશે જ નહિ. હુ કંઇ સેલિબ્રિટી થોડી છુ તો કંઇ બધા સેલ્ફી લેવા દોડી આવે! હજી હુ આવુ વિચારતો જતો હતો.

મારી મસ્તીમાં હુ આગળ વધી ગયો પણ અચાનક નીચુ જોઇને ચાલતો કનીયો જેમ કૂતરૂં વગર કારણે કંઇક યાદ આવતા તમારી બાજૂ દોડી આવે એવી જ રીતે કાનીયો દોડીને પાછો આવ્યો.ઓ ઉભો રે ! કાનના ભુંગળામાં તમને કંઇ ન સમજાય પછી ભલેને તમને બોલાવનારો ગૂંગળામન અનુભવે! અને જેમ કોઇ ઋષિના તપમાં ભંગ પડે બસ એવી જ કંઇક અદાથી મે એની સામે જોયું. અલબત્ત આ ઋષિના તપનુ સંગીત બીજા કેટલાય તપ તોડાવે એવું હોય તેમ છતાં તપ તપ કહેવાય!! આ તો એક વાત થાય છે. હા તો સામે પક્ષે પેલો કાનીયો ઉદાસ ચેહરે ઊભો હતો.

હવે કોઇક એક તો માંડ તમને પોતાનો સમય કાઢીને બોલાવે અને જો જવાબ સરખો ના આપો તો તમારી બ્રાંડ વેલ્યુ (આબરૂ) ઘટી જાય ! એટલે હુ રખડતા કૂતરાને ય કોઇક વાર એની ભાષામાં ઉત્તર આપી દઉ એને ય એવુ ના લાગે ને એની બ્રાંડ વેલ્યુ ઘટી ગઇ છે!! હા તો મૂળ મુદ્દો એટલો હતો કે કાનીયાએ મને બોલાવ્યો પણ કંઇ બોલી શક્યો નહિ અને એટલે જ અમસ્તુ જ પૂછી લીધુ કે કેમ છે ? ભણવાનુ કેમ ચાલે છે? કાનીયાને કોઇ છોકરીએ નહિ કે એ મારી આવી તપાસ કરે. અરે હોય તો મને એમાં રસ પણ નહિ પણ આ તો એક વાત થાય છે.અને બસ આમ ઔપચારિક વાત કરવાનુ કારણ શું હોઇ શકે? હવે આ મગજને ય સી.આઇ.ડી જોઇ જોઇ ને આવા સવાલો ઊભા કરવાની ટેવ પડી ગઇ છે.શું થાય જેવો સંગ એવો રંગ. અને અચાનક મૂળ મુદ્દે આવ્યા કાનાભાઇ.

દુનિયા સ્વાર્થી છે એમાં તો હુ ક્યારેય માનતો નથી કોઇક બિચારૂ એમ ને એમ લાગણીથી ય યાદ કરે એવુ વિચારી હુ સાંભળતો રહ્યો.અને એમના પ્રશ્નોના જવાબ આપતો રહ્યો.તે છેલ્લે વિદાયની વેળા મોકાનો ઘા કરતા હોય એમ તે કયો મોબાઇલ વાપરે દીકરા? ઓહ આટલી મીઠાસ? કંઇક અજુગતુ બન્યાની લાગણી હવે દ્રઢતામાં ફેરવાઇ ગઇ.અને બીજી જ પળે ઉબેર છે મોબાઇલમાં અને ઓનલાઇન પેમેંટ થશે? ઓહ હવે પકડાયુ આ તો ? મે કહ્યુ કેશ છે? કાનાભાઇ મનમાં બબડ્યા હોત તો તને કેમ પૂછત? પણ પાછુ પેલો ઇગો નડે એમ વાત ગોળ ગોળ ફેરવવા માંડ્યા.હવે મને કંઇ એમ ને ટેક્ષી કરાઇ આપવામાં વાંધો નહોતો પણ ચાલો ડિસ્કાઉન્ટ કાપતા ય મૂડી તો આપડી રહેવી જોઇએ ને.

પણ બીજી જ પળે વિચાર આવ્યો આ કાનીયાને તો પોતાનુ વ્હિકલ છે તો પછી આજે અને આટલા વર્ષોમાં ક્યારેય આવી રજુઆત નહિ ને આમ અચાનક. હવે આ મારા મગજને સી.આઇ.ડી નો રંગ ચડ્યો. હવે વારો મારો હતો. મે કહ્યુ કેમ અચાંક બાઇક બંધ પડ્યુ કે શુ? ના રે ના મારો દીકરો લઇ ગ્યો છે? અને પછી જાણે એમની દુખતી નસ દબાવી હોય એવુ અનુભવ્યુ. અને વળતો જ બીજો સવાલ તો પછી એક્ટિવા? એનુ તારા આંટીને કામ છે? પણ મુખ્ય સવાલ તો હવે હતો કે તમે તો ઘરે પાછા જતા તા ને ? હવે થોડુક વાતાવરણ બદલાયુ આંખોમાં પાછળ થોડો ગુસ્સો ડોકાયો અને જો અમે એકતા કપૂરની સીરીયલમા હોત તો આ સીનમા વાદળના ગડગડાટના બેકગ્રાઉંડ મ્યુઝીકની ય જરૂર ના રેત.એનો ય અવાજ નેચરલ આવત.કાનીયો ઉર્ફે કાનાભાઇ મને થોડા સાઇડમા લઇ ગ્યા.મે તો અત્યાર સુધી સાંભળ્યુ તુ કે લગ્ન પછી ગમે તેવો સિંહ ઘાસ ચરે છે આજે દેખાઇ રહ્યુ તુ . ઉંડાણપૂર્વક સમજાવુ.એના માટે થોડુ ફ્લેશબેકમા જવુ પડશે.

મારા સવાલોની ઘટમાળ પછી બિચારા કાનાભાઈ દઘાઇ ગ્યા કે હવે આને કેમ સમજાવવુ પણ બિચારા બોલ્યા વગર ના રહી શક્યા. વાત એમ હતી કે એમ ને થોડા કામથી બહાર જવાનુ ફાઇનલ હતુ અને આજે શનિવાર એટલે નોકરીમા રજા હતી. સવારથી બધુ બરાબર ચાલતુ હતુ.પણ વાઇફ નામનુ પ્રાણી જ્યા રહેતુ હોય ના જોઇ શકે ને ખુશી કોઇની અચાનક બપોરે દીક્રરાને કોઇ જુના મિત્રનો ફોન આવ્યો અને કહે મળવાનુ નક્કી કર્યુ .હવે આમ તો ઘરમાં બે વ્હિક્લ ખરા એટલે કોઇ વાંધો ના આવે પણ આ વખતે જરાક ત્રણેયને જરૂર પડી હવે હજી કાનાભાઇ કંઇ બોલે એ પહેલા તો ઓર્ડર આવી ગયો તો કે તમે રિક્ષામા જતા રેજો.દીકરાને થોડી હેરાન થવા દેવાય? બીજા કો સવાલ જવાબનો સવાલ જ ના હતો.

બિચારો કાનિયો નીક્ળવા જતો હતો કે ઘરે પૂછાઇ ગ્યુ કે મને એક્ટિવા આપ અને તુ કાલે જજે બ્યુટિપાર્લર અને હવે જે જામી છે જેનુ શબ્દોમાં વર્ણન કરવા જેવુ નહિ.હવે તમને એમ લાગતુ હશે કે આમા શુ? રિક્ષા કરીને જતુ રેવાનુ. બરાબર છે પ્રશ્ન ત્યાં હતો જ નહિ.કાનીયો એના માટે જ નીક્ળ્યો અને અગ્નિપરીક્ષા તો ત્યાં થઇ

ઘરમાંથી હારેલો કાનીયો હવે રીક્ષા ગોતવાજ બહાર ગ્યો પેલા નક્કી કર્યુ કે શટલમા જશે .કંજૂસ ખરોને! હવે પાંચ-સાત શટલ વાળાએ એમ જ ના પાડી દીધી એમની મરજી રીક્ષા થોડી કંઇ આપણી છે.પછી ભાઇએ બજેટ વધાર્યુ કે ચાલો હવે મેડ નહિ જ પડતો તો જેમ ઉંમર વધતા મુરતિયો થોડી બાંધછોડ કરે એમ આણે હવે જે રીક્ષા નામક રાણીની રાઇડ લેવા એ થોડી બાંધછોડ કરી પણ એમાં ય કંઇ મેળ પડ્યો નહિ. બે-ત્રણ રિક્ષાવાળાએ તો મીટર એ ફ્રેરવ્યુ અને પછી આનુ મોઢુ જોઇ ખબર નહિ નથી આવુ એ બાજુ એવુ કહિને જતા રહ્યા.

આમ ને આમ લગભગ ચાલીસેક મીનિટ થઇ હશે ને એક શટલ મળ્યું.વર્ષોના તપની મહેનત પછી ઋષિને જેમ ભગવાન મળે ને ખુશ થાય એવી જ કોઇ અદાથી આ ભાઈ ગોઠવાણા.પણ હજી તો રીક્ષા ગલી ને નાકે પહોંચીને બંધ થઇ રીક્ષાવાળો મૂંઝાણો કે બે દિવસ પેલા જ નવી છોડાઇ છે અને કેમ આમ થ્યુ 10-15 મીનિટ માથકૂટ કરી તો ય ચાલુ ના થઇ. રિક્ષાવાળોભાઇ તો જતો રહ્યો હવે પાછી નવી મુસીબત આઇ એક ખચોખચ ભરેલા શટલીયામા આ ભાઇને ચડાવ્યો બે સોય જેટલીય જ્ગ્યા નહિ રિક્ષા વળાવવા ત્રણ જણાને ડ્રાઇવરે ખસેડવા પડે એમા આને ચડાયો .પરસેવા છુટી ગ્યા ભાઇના. બીજી જ પળે રિક્ષારાણીને કાનીયા એ રિજેક્ટ કર્યા. ભાઇ બંનેપક્ષે ફાવવુ જોઇએને .અને છેલ્લે એક રિક્ષા મળી રિક્ષામા બેસતા જ ફોન રણક્યો રિક્ષાવાળાનો બિચારાના ફાધરને હાર્ટએટેક આયો. લ્યો બોલો પાછો કાનીયાનો સંઘર્ષ ચાલુ.

છેલ્લે કંટાળીને નિરાશાથી ઘેરાયેલો બિચારો કાનિયો પાછો ફરતો જ હતો અને ત્યાં જ હુ દેખાયો એટલે આશા બંધાણી એમા વળતી વેળા કાનીયાને ભાન થયુ કે ભાઇ પાકીટ ભુલી ગ્યા છે અને એટલે જ મને ઉબર નુ પુછ્યુ અને ઓંનલાઇન પેમેંટ્નુ પણ. મને તો આખી વાત મજા લાગી પણ બિચારા કાનીયાની હાલત જોવા જેવી હતી એણે તો મનોમન દીકરાના વ્હીકલ ની લોનનુ ય વિચારી લીધું તુ.

છેલ્લા શ્વાસ: જીવી ગયો હુ આખુ જીવન શતરંજ સમજીને,

ભૂલ માત્ર એટલી થઇ ગઇ કે મારી સેના,

મારાથી જ આગળ થઈ ગઇ

.

અંતે બચેલો હુ માત્ર એક વફાદાર સૈનિક સાથે

વફાદારીની કિંમત રાણીમાં પલટાઇ અને

આખી રમત મારી થઇ ગઇ

તારી મજાક કરવાની આદતને તો હુ વર્ષોથી જાણુ છુ ઓ જિંદગી

પણ મારી એ મજાક પર હસવાની આદતથી

લાગે છે તુ અજાણ થઇ ગઇ.

- હર્ષિત સંપટ