bhedbhav books and stories free download online pdf in Gujarati

ભેદભાવ



નાત જાત ધર્મ આં બધાં ની સાથે જ લોકો જીવન જીવ રહ્યાં છે. પણ મારા મતે તો સાચી વાત એક જ છે. માણસ ને કામ કરવા માં જ્યાં થી પૈસા મળતાં હોય ત્યાં માણસ ને આં કાંઈ નડતું જ નથી. નથી તેને ત્યાં નાત આડી આવતી કે નાં જાત કે નાં ધર્મ બસ પૈસા આવી રહ્યાં છે માણસ તે જ જોવે છે. પણ માણસ પાસે પૈસા કમાવા લાગે છે અને તે પૈસા વાળો એક ધનવાન વ્યક્તિ બની જાય છે. અને પછી તેને નાત જાત ધર્મ યાદ આવે છે. પછી થી માણસ નાં મન માં ભેદભાવ શરૂ થાય છે. તે વ્યક્તિ એ ભૂલી જાય છે કે તે ધનવાન બન્યો તે તેની કરતાં નીચા માણસ સાથે રહી ને જ બન્યો છે.અને એક ધનવાન વ્યક્તિ નહી પણ સામાન્ય વ્યક્તિ પણ નાત જાત માં ભેદભાવ કરતો હતો છે.

તો પછી શેનો ભેદભાવ આપણે રાખવો જોઈએ. આપણાં સમાજ માં ભેદભાવ નાં લીધે જ અડધા ભાગ નાં લોકો પોતાના હાથે જ પોતાનો જીવ લઈ લે છે. કોઈ ને નીચી જાત છે તો કામ પર નહી રાખવા નાં કારણે મરી જાય છે, તો કોઈ બીજી નાત છે એટલે ત્યાં તારા લગ્ન ત્યાં નહી થાય. એટલે માણસ મરી જાય છે.

બીજી નાત માં લગ્ન કરવાથી ઘર ની ઈજ્જત વહી જાય છે. પણ એજ ઈજ્જત નાં લીધે એક વ્યક્તિ, એક ભાઈ, એક બહેન, એક માણસ પોતાનો જીવ આપી દેશે તે બધાં માટે બરોબર રેહશે. કારણ કે તે આપડી નાત નથી. કાં તો આપડી કરતાં નીચી નાત છે. અને આ બધું કરવા વાળો સમાજ સમાજ એટલે આપડે બીજુ કોઇ જ નહીં. આપણે જ આપણાં લોકો નો જીવ લઇએ છીએ.
નાત જાત ની સાથે સાથે અમીરી ગરીબી માં પણ ભેદભાવ જોવા મળે છે. અને તેની સાથે રંગ રૂપ માં ભેદભાવ જોવા મળે છે. અમીર વ્યક્તિ ઈજ્જત દાર વ્યક્તિ ગણાય છે. ગરીબ માણસ ની કોઈ ઈજ્જત નથી હોતી. અમીર વ્યક્તિ જે કે તે થાય, જે તે ઇચ્છે તે કરે. કારણ કે તે રૂપિયા વાળો માણસ છે. કોઈ અમીર ઘર નો વ્યક્તિ રસ્તા પર ગાળો બોલશે તો તે સંસ્કાર ગણાશે અને તેનો જવાબ એક ગરીબ ઘરનો વ્યક્તિ પ્રેમથી આપશે તો પણ તે ગેરવર્તન જ ગણાશે. આવું કેમ????

ગરીબ થવું કોઈ પાપ તો નથી ને કોઈ તો નથી?? જો કોઈ ધનવાન વ્યક્તિ નાં ઘરે ગરીબ માતા પિતા તેની દિકરી આપે.ગરીબ ઘર નો માણસ તેની દિકરી ને કોઈ ધનવાન વ્યક્તિ સાથે તેનાં લગ્ન કરાવે તો તેની દિકરી ને જીવે ત્યાં સુધી બધાં નાં મેણા ટોણા સાંભળવાના રેહશે. અને આવું જ બધું ચાલી રહયુ છે. આપણાં સમાજ માં. અને વિચારવા જેવું એ છે કે સાસરિયાં વાળા મેણા ટોણા મારે તે સાંભળી લેવાના કારણ એક જ કે તે ગરીબ છે. નાની નાની વાત માં સાંભળવામાં આવે યાદ આપવામાં આવે કે તે ગરીબ ઘર ની છે. કોઈ વ્યક્તિ તે કેમ નથી જોતું કે તે ગરીબ છે પણ તમારાં પૂરા ઘર ની સારસાંભળ રાખે છે.
અને આ કોઈ એક જ વ્યક્તિ કે માણસ ની વાત નથી. બધાં જ વ્યક્તિ ઓની વાત છે. જો કોઈ સ્ત્રી ધનવાન હશે અને તેની સામે કોઈ ગરીબ માણસ ઉભો હશે તો કોઈ કસર નહી છોડે સામે વાળી વ્યક્તિ ને નીચું દેખાડવામાં. અને કોઈ ધનવાન પુરુષ હશે તો તે પણ આજ કામ કરશે. આમાં મજા આવે છે માણસો ને આવું જ ગમે છે. આજ આવડત છે માણસ પાસે.
જો રંગ કાળો હસે તો પણ સાંભળવામાં આવશે કે તારો રંગ કાળો છે. તને આં પ્રોબ્લેમ છે. તારી અંદર આં ખામી છે.અને એમાં પણ પાંચ છ વ્યક્તિ સામે ઉભા હશે તો તે વ્યક્તિ ને આવું કરવામાં વધારે જ મજા આવે છે. પણ માણસ એ નથી સમજતો કે જેને ભગવાને રંગ કાળો આપ્યો છે, કે શરીર ની કોઈ ખામી આપી છે તે જ વ્યક્તિ પાસે સારી આવડત હોય છે એક સારી ખૂબી હોય છે. જેની પાસે રંગ રુપ આપ્યું છે તેની કરતાં પણ સૌ ગણી આવડત ખામી વાળા વ્યક્તિ ઓ પાસે હોય છે. બસ એને જોવા માટે આપણી પાસે સારી નજર હોવી જોઈએ. નજર સારી હશે તો બધું જ સારુ દેખાશે નહીંતર નહી.

સમાજ ની અંદર પોણા ભાગ ની સમસ્યા દેખાદેખી ની જ છે. સામે વાળું વ્યક્તિ રૂપાળું છે તો હું પણ થાવ અને તેમાં પોતાના શરીર ને કેટલું બધું નુકશાન પહોંચાડે છે. સામે વાળો વ્યક્તિ એટલો રૂપિયા વાળો થાવ છે તો હું પણ તેની કરતાં ચાર ગણો રૂપિયા વાળો થઈ તેને દેખાડીશ. સામે વાળા ને જોઇ પ્રભાવિત થવું તે એક સારી બાબત છે. તેની પાસે છે કાઈ વાંધો નહીં કાલે મારી પાસે પણ હશે. હું પણ આટલી મેહનત કરીશ.એક તેની જેમ ધનવાન વ્યક્તિ બનીશ.
પણ સામે વાળા ને દેખાડવા માટે જ માણસ હાલ માં જીવન જીવી રહ્યો છે. અને આડા અવળા ધંધા માણસો કરી રહ્યા છે. અને આમાં તો નાં ધનવાન વ્યક્તિ અમીર થાય છે નાં તો ગરીબ બસ અમીર એ જ વ્યક્તિ હોય છે જે દિલ થી અમીર હોય. જેની પાસે સામે વાળા ને દેવાની આવડત હોય જરૂર પડે સામે વાળા ને દિલ થી મદદ કરવાની આવડત હોય કોઈ તે વ્યક્તિ સૌ થી વધારે અમીર હોય છે.

જયારે માણસ નો જન્મ થાય ત્યારે માણસ ને ક્યાં ખબર હોય છે નાત જાત શું કહેવાય.આપડે જ તેનાં મગજ ની અંદર આવું ભરીએ છીયે કે આં નીચી નાત આં ઉંચી નાત કેહવાય. શરૂઆત જ આપણાથી થાય છે.