one sided love in Gujarati Short Stories by H T busa books and stories PDF | વન સાઇડેડ લવ

Featured Books
Categories
Share

વન સાઇડેડ લવ

સવારના દશ વાગ્યા હતા. હજુ કઈ કર્યું નથી મારી ઢીંગલી આવતી જ હશે.
રંજન.. બૂમ પાડી બા બોલાવે છે.
હા, બા
સેવ નો શીરો બનાવ્યો. મારી ઢીંગલી ને બહુ પસંદ છે
હા બા બસ થોડી વાર હમણાં તૈયાર થઈ જશે.
હા તો ઉભી કેમ છેજા જલ્દી કર હેપી આવતી જ હશે.
મમ્મી, બા, દીદી...... બહાર થી બૂમ સંભળાઈ .
હેપી, ખુશી થી બધા દરવાજા પાસે જાય છે.
દાદી, મમ્મી કેમ છો બધા.....
પેલા અંદર તો આવ મારી તોફાની ઢીંગલી
બધા અંદર આવી બેસે છે અને વાતો કરે છે
વાતોમાં હેપી ને જાણવા મળે છે કે કાલે તેને એના ફઈ ના ઘરે જવાનું છે એમના હાથમાં ફ્રેક્ચર થયું છે એટલે એમને મદદ કરાવવા.
હેપી આ વાત સાંભળતા ની સાથે જ ખુશ થઈ જાય છે અને પોતે પાછલી વખતે ત્યાં ગઈ હતી એ સમય ની યાદો પણ યાદ કરે છે. અને તેમાં ખોવાઈ જાય છે.
ચાલો, બારડોલી આવી ગયું. અવાજ સાંભળતા હેપી ઉભી થઈ બસ ની બાર આવે છે સમાન સરખો કરી ઉભી થઈ આજુબાજુ જોવે છે અચાનક તેની નઝર એક રૂમાલ પર પડે છે. અને સાથે સાથે રૂમાલ પકડી ઉભેલા વ્યક્તિ પર પણ પડે છે. એ યુવક નો માસુમ ચેહરો હેપી ના મન માં એકદમ ઘર કરી જાય છે . થોડી વારમાં એ યુવક ત્યાંથી ચાલ્યો જાય છે અને સાથે હેપી નો ભાઈ તેને લેવા માટે આવી જાય છે. હેપી ઘરે પહોંચી બધા ને મળે છે અને થોડી વારમાં ઘર ના કામકાજ માં વળગી જાય છે. બધું કામ પૂરું થતા બપોર થઈ જાય છે. તેને યાદ આવે છે છત પર કપડાં સુકાવા નાખ્યા છે જે સુકાઈ ગયા હશે, જઈ ને લઇ આવું.
હવે હું ઘરે પહોંચી ગયો છું એ બધું કાલ જોઈ લેશું.
હેપી ના કાને આ અવાજ સંભળાઈ છે તે થોડી આગળ આવી જોવે છે તો કોઈક સામેની અગાસી પર ફોન પર વાત કરતુ હોઈ છે જોત જોતાંમાં એ વ્યક્તિ પાછળ ફરે છે.
અરે આ તો પેલો સવાર વાળો યુવક. હેપી ના ચેહરા પર નાનું સ્મિત ફરકી આવે છે.
હેપી ના મનમાં એ યુવક વિશે થોડા વિચારો રમવા લાગે છે. રોજ સવારે હેપી વહેલી ઉઠી જતી પેલા યુવક ને બાર જતો જોવા. આવું રોજ બનવા લાગ્યું હતું. હવે તો એને તે યુવક નું નામ પણ ખબર હતી.
"સોહમ"
હેપી ની રજાઓ પુરી થવા આવી હતી તેને પાછું ઘરે જવું પડ્યું. તેની ઈચ્છા ના હોવા છતાં જવું પડે છે.
" હેપી"
ક્યાં સ્વપ્ન માં ખોવાઈ ગઈ પેકીંગ કરી લે તારા ફઈ લેવા આવતા હશે બારડોલી પહોંચી ફોન કરજે. હેપી પોતાની યાદો અને પેલા સોહમ ના ચેહરા ને હજુ સુધી ભૂલી ના હતી. તે ત્યાંથી આવી હોઈ એને એક વર્ષ થઈ ગયું હતું અને હવે એ પાછી ત્યાં જવાની હતી. તે મનમાં ને મનમાં ખુશ હતી પાછી તે સોહમ ને મળશે.
ચાલો તૈયાર થઈ જજો બારડોલી આવી ગયું છે. હેપી ના મનની ખુશી ની સીમા ના હતી. બસ માંથી નીચે ઉતરે છે અને આગલી વખત ની જેમ સોહમ ગોતે છે પરંતુ તે મળતો નથી. ઉદાશ થઈ ફઈ ના ઘર તરફ જવા રાવાના થાય છે. અચાનક તેની નઝર સોહમ પર પડે છે અને તે ખુશ થઈ જાય છે.
આજુ વખત તે સોહમ ને પોતાનો મિત્ર બનાવા ની ઈચ્છા હતી. થોડો સમય જાય છે પેહલા ની જેમ હેપી સોહમને દૂર થી જોઈ ખુશ થતી. એક દિવસ હેપી સોહમ ના ઘરે જાય છે. સોહમ સોફા પર સૂતો હોઈ છે.
હેપી બેટા, આવ. સોહમ ના મમ્મી આદર સાથે તેને બેસાડે છે.
આ સોહમ ના પપ્પા હજુ ના આવ્યા.
સોહમ, ફોન કર ને બેટા.
મમ્મી સુવા દે ને થોડી વાર.
આ છોકરો એટલો આળસુ થઈ ગયો છે. લાવ તારો મોબાઈલ હું જાતે ફોન કરી લવ.
લેતો હેપી બેટા સોહમના પપ્પા ને ફોન લગાવી આપ.
હેપી ફોન નો લોક ખોલી જોવે છે ત્યાં જ સોહમ ના ફોન માં એક મેસેજ આવે છે. હેપી ના ઈચ્છા એ પેલો મેસેજ ખુલી જાય છે. અને હેપી તે મેસેજ જોતાંની સાથે જ ડઘાઈ જાય છે. તેને સમજાતું નથી શુ કરવું તે ત્યાંથી ઉભી થઈ પોતાના ઘરે ચાલી જાય છે. આખો દિવસ પેલા મેસેજ વિશે વિચારે છે. તે મેસેજ પોતાની મોટી બહેને સોહમ ને કરેલ હોઈ છે. હેપી ને સમજાઈ છે કે સોહમ અને આરતી એક બીજા ને પ્રેમ કરે છે. આરતી હેપી ની મોટી બહેન નું નામ છે. આરતી ની ખુશી માટે હેપી સોહમ ને પોતાના દિલ ની વાત કહેવાનો વિચાર ટાળી નાખે છે. તે પાછી પોતાના ઘરે આવે છે અને પોતાની સ્ટડી પર ધ્યાન આપવાની કોષીશ કરે છે,પરંતુ સોહમને ભૂલવાના બધા પ્રયત્નો નિષ્ફળ નીવડે છે. અંતે પોતે પોતાના જીવન ને બદલી નાખે છે. એ પોતાના આખા દિવસ ને ખુબ વ્યસ્ત કરી લે છે જેથી એની પાસે સોહમ વિશે વિચારવાનો સમય જ ના રેય. છતાં, અમુક સમય એવો હોઈ છે જયારે તેના મનમાં સોહમ આવી જાય છે. જેમ કે તે રોજ સવાર મંદિર જાય અને ત્યાં જઈ તેની પેહલી અને છેલ્લી પ્રાર્થના સોહમ માટે જ હોઈ.
હેપી ની સ્ટડી ઘરે સરખી ના થતી હોવાથી તે એક મહિના માટે પોતાની મિત્ર સાથે હોસ્ટેલ જવા નું વિચારે છે. હોસ્ટેલ નો છેલ્લા દિવસે સવાર માં હેપી ના ફોન ની ઘંટડી વાગે છે. હેપી મોબાઈલ હાથમાં લઇ જોવે છે.
"મમ્મી "
જલ્દીથી ઘરે આવીજા તારા માટે બે ખુશખબર છે.
હૅપીના મમ્મી ખુશ થતા બોલે છે.
"ખુશખબર "
"શુ થયું મમ્મી" હેપી પોતાના ચેહરા પર નાનું સ્મિત લાવતા બોલી.
તું ઘરે આવ પછી જાણવું. તેના મમ્મી ફોન રાખતા બોલ્યા.
હેપી પોતાનો સમાન પેક કરી, જલ્દી થી બસસ્ટૉપ જઈ પેહલી જ બસ પકડી પોતાના ઘરે જાય છે.
મમ્મી હું આવી ગઈ. હેપી બૂમો પાડતી ઘર માં પ્રવેશ કરે છે.
હા, મમ્મી જો હું આવી ગઈ હવે જલ્દીથી મને પેલી ખુશખબર કહે.
અરે, પેલા શ્વાશ તો લે, અંદર આવ પાણી પી અને બેસ બધું કહું છું.
પેહલી ખબર એ છે તારા ભાઈ ના લગ્ન ની તારીખ આવી ગઈ છે બે મહિના પછી લગ્ન છે.
અને બીજી,
શાંતિ તો રાખ ક્વ છું ક્યાંય વય નથી જતી.
બીજી વાત છે આરતી નું સગપણ પણ નક્કી થઈ ગયું. જો કે છોકરો તેને જાતે ગોત્યો છે. જા જઈ ને દીદી ને મળી લે અને તારા જીજાજી નો ફોટો પણ જોઈ લે...
આટલું સાંભળતા ની સાથે જ સોહમ ની જે યાદ હેપી પોતાના મનમાં દબાવી બેઠી હતી એ બધું તેની નઝર સામે તરવરવા લાગ્યું.પરંતુ પોતાની બહેન ની ખુશી સામે તેના દુઃખ ને તે જતું કરે છે.
દીદી, સાવ આમ હોઈ તમે મને જાણ પણ કરવી જરૂરી ના લાગી. અત્યારથી પરાઈ કરી દીધી.
નહિ, મારી ઢીંગલી તને કઈ ભૂલી શકું. હમણાં કાર્તિક ને તારા વિશે જ વાત કરતી હતી.
"કાર્તિક " હેપી આશ્ચર્ય સાથે પૂછે છે. કોણ કાર્તિક ?
તારા જીજાજી નું નામ કાર્તિક છે. આરતી બહાર તરફ જતા બોલે છે.
હેપી ના વિચાર ના વાદળો નો પાર નથી રહેતો. આરતી એ કાર્તિક ને પસંદ કર્યો તો પછી સોહમ !
સોહમે દીદી ને દગો આપ્યો !
હેપી હવે બોવ મોટી ગુંચવણ માં ફસાઈ જાય છે. તે નિર્ણય કરે છે કે સોહમ પાસે જઈ પોતાની બહેન સાથે આવું કરવા માટે જવાબ માંગશે. હેપી ના મનમાં સોહમ માટે ગુસ્સો ભરાઈ જાય છે.
થોડો સમય જતા હેપી ના દીદી ના લગ્ન થઈ જાય છે. હેપી હવે સોહમ પાસે જવાનું નક્કી કરે છે. તે સોહમ ને મળે છે અને સોહમ ના સામે આવતા જ પોતાનો બધો ગુસ્સો તેના પર ઠાલવી નાખે છે. અંતે સોહમ હેપી ને શાંત પડે છે અને હકીકત જણાવે છે.
મેં તારી બહેન ને નથી છોડી, એ મને મૂકી ને ચાલી ગઈ છે.
સોહમ બનેલી બધી ઘટના અને તેમના કહાની હેપી ને કહી સંભળાવે છે અને અંતે પોતાની અને આરતી ની થયેલ વાત નું રેકોર્ડિંગ પણ સંભળાવે છે. હેપી કશું કીધા વિના ત્યાંથી નીકળી જાય છે.
હેપી વિચારે છે પોતાની બહેન આવું પણ કરી શકે ! જરૂર કોઈ કારણ હશે તો જ આવું બન્યું હોઈ. સાથે સાથે પોતાને પણ દોષ આપે છે કે જયારે સોહમ ને એની જરૂર હતી ત્યારે તેને એ વાત ની ખબર પણ ના હતી અને પોતે પોતાના માં એટલી વ્યસ્ત થઈ ગઈ કે એના વિશે વિચાર્યું જ નઈ. અને વળી વાત પુરી જાણ્યા વિના તેના પર ગુસ્સો કર્યો એને ખરાબ સમજ્યો.
હેપી આખી રાત આ વિશે વિચારે છે સવારે ઉઠી મોબાઈલ હાથમાં લે છે તો સોહમ નો મેસેજ હોઈ છે.
કાલ જતી વખતે તારી બેગ માંથી એક બુક નીચે પડી ગઈ હતી જે મારી પાસે છે. અમારા ઘરે થી લઇ જજે.
હેપી એકાએક યાદ આવે છે બુક ક્યાંક પોતાની પર્શનલ ડાયરી......
ઝડપ થી પોતાનું બેગ જોવે છે પોતાની ડાયરી સિવાય બધી બુક હોઈ છે તે ઝડપથી તૈયાર થઈ સોહમ ના ઘરે જાય છે ડાયરી લેવા. કોઈ સાથે વાત કર્યા વિના તે પોતાની ડાયરી લઇ ત્યાંથી નીકળી જાય છે. એને ડર હોઈ છે ક્યાંક સોહમ આ ડાયરી વાંચી ના લીધી હોઈ. અને એનો ડર સાચો નીવડે છે સોહમે ડાયરી માં લખેલ બધું વાંચ્યું હોઈ છે.
હેપી એ તે ડાયરી માં ફક્ત સોહમ વિશે જ લખ્યું હોઈ છે. સોહમ ને આ વાત ની જાણ થઈ જાય છે કે હેપી ના દિલ માં તેના માટે શું છે.
સોહમ હેપી ને મળવા બોલાવે છે અને જણાવે છે કે તે ક્યારેય તેની સાથે લગ્ન નઈ કરી શકે અને તેને ભૂલી જાય પરંતુ એ હેપી માટે શક્ય હોતું નથી. સોહમ હેપી ને ફક્ત સારા મિત્ર બની રહેવા કહે છે. અને હેપી તેની વાત નું માન રાખે છે. હેપી ને ફક્ત સોહમ નું પોતાની જિંદગી માં હોવું જ પર્યાપ્ત હોઈ છે એ પછી જીવન સાથી હોઈ કે એક ખુબ સારો મિત્ર.
સોહમ અને હેપી એક સારા મિત્ર બની ને રહે છે જોકે હેપી ના દિલ માં રહેલ સોહમ માટે નો પ્રેમ દિન પ્રતિદિન વધતો જ જાય છે.
રોજ ભગવાન પાસે એ સોહમને જ માંગતી રહે છે અંતે હવે ભગવાન પણ તેની માંગ પૂર્ણ કરે છે અને હેપી અને સોહમના લગ્ન થાય છે.
સાચો પ્રેમ ક્યારેય મારતો નથી, કારણ કે તે હંમેશા પોતાના પ્રેમ ની રાહ જોવે છે અને અંતે તેને જ પામે છે. એવું જરૂરી નથી કે પ્રેમ બંને તરફ હોઈ તો જ તેને પોતાની મંજિલ મળે એકતર્ફા પ્રેમ ની તાકત પણ કઈ ઓછી નથી હોતી.* Thank you *