Safar - 4 in Gujarati Novel Episodes by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 4

સફર-એક અનોખા પ્રેમની... - 4

ભાગ:4
(આગળ આપણે જોયું કે નીયા વિરાજને પોતાના પરિવાર સાથે હળેલો - મળેલો જોઇ ને ખુશ થાય છે, વિરાજને નીયાનાં ઘરે આવ્યાને 1 મહિનો થઈ ગયો અને પોતાની પહેલી સેલેરી પર નીયાનાં પરિવારને રેસ્ટોરન્ટમાં જમવા લઇ ગયો, ત્યાં તે નીયા અને ગુંડા વચ્ચે ફોન પર થયેલ વાત-ચિત્ત સાંભળે છે અને ઘરે જતી સમયે નીયાને તેનાં વિશે પૂછે છે, નીયા તેને બધુંજ જણાવે છે પણ નીયા વાત ને હળવાશમાં લે છે. પરન્તુ વિરાજને આખી રાત ચિંતા થાઈ છે. હવે આગળ...)

બીજે દિવસે નીયા જ્યારે નહાઈ રહી હોય છે, ત્યારે વિરાજે તેનાં રૂમમાંથી તેનો ફોન લઇને પેલા ગુંડાને ફોન કર્યો, સામેથી અવાજ આવે છે," હેલ્લો! જાનેમન, તારો ફોન સામેથી આવ્યો, બહુ સારી વાત કહેવાય."

" એ જાનેમનનાં સગા તારી હડ્ડિ - પસલિ એક કરી નાખીશ, તું તારા મનને શું સમજે છે શું? હવેથી જો તે નીયાને ફોન કરીને હેરાન કરી છે તો તારી ખેર નથી સમજી ગયો."

" અરે કોણ છો તમે , જે નીયા માટે કોઈ પણ સાથે લડવા તૈયાર થઈ ગયા?" સામેથી ગુંડો બોલ્યો.

" હું એનો બેસ્ટ ફ્રેન્ડ છું, તારે શું કામ છે મારૂ?" વિરાજે ગુસ્સા સાથે કહ્યુ.

"અરે ! તો તુજ એ બેસ્ટ ફ્રેન્ડ છે, જેણે મારી બેસ્ટી નીયાને મારાથી અલગ કરી નાખી." સામેથી ગુસ્સાવાળો અવાજ આવ્યો, પણ... આ શું વિરાજ સાંભળે છે કે અચાનક કઠોર અવાજમાંથી કોમળ અવાજ કેમ થઈ ગયો! છોકરાના અવાજમાંથી છોકરીનો અવાજ કેમ આવે છે?

વિરાજનો ગુસ્સો હવે શાંત થઈ ગયો હતો, તેણે શાંત સ્વરે પુછયુ," તમે કોણ છો?"

"હું નીયાની બેસ્ટ ફ્રેન્ડ છું, હુ અને નીયા નાના હતાં ત્યારથી ભેગાજ છીએ,પણ..." સામેથી કોમળ અવાજે જવાબ આવ્યો.

"પણ શું?" વિરાજે ઉત્સુકતાથી પુછયુ.

" પણ એ કે એ હવે મને બેસ્ટ ફ્રેન્ડ માનતી જ નથી ! મે છેલ્લાં એક મહિનાથી તેની સાથે બેથી ત્રણ વાર વાત કરવાની કોશીશ કરી પરન્તુ તે જવાબ જ નથી દેતી. હવે તું તેનાં જીવનમાં આવી ગયો હોવાથી, તે મને ભૂલી ગઇ છે." નીયાની બેસ્ટ ફ્રેન્ડ બોલે છે.

" એક સેકન્ડ તારું નામ અનન્યાં છે, કેરી ચોર અનન્યાં?"

" હા મારુ નામ અનન્યાં જ છે અને પેલી કેરી ચોર વાળી વાત તને નીયાએ કરી ?" અનન્યા
(નીયાની બેસ્ટફ્રેન્ડ) બોલી.

વીરાજ બોલ્યો, "હા"

"તે, કલર ચોર મને કેરી ચોર કહે છે, એની તો ખેર નથી." અનન્યા ગુસ્સામાં બોલે છે.

વિરાજે આશ્ચર્ય સાથે પુછ્યું, "કલર ચોર ?"

અનન્યાએ કહ્યુ, "હા, તે નાની હતી ત્યારે તેને કલર બહુ ગમતા, તે ગમે ત્યારે મારા બેગમાંથી કલર ચોરી જાતી એટલે."

"અરે તમે બને તો ચોર નીકળી." વિરાજ હસતા-હસતા બોલે છે.

અનન્યા ફરી ગુસ્સામાં બોલી, "એ બહુ હસ નહીં, પહેલા એ કહે કે એ મને યાદ કરે છે? અને તારું નામ શું છે? તારો પરિચય તો આપ."

વિરાજ પોતાનો પરિચય આપતાં બોલે છે, " મારૂ નામ વિરાજ છે. (અને વીરાજ પોતાનો પરિચય આપે છે તેમજ તેની અને નીયાની ફ્રેન્ડશીપ વિશે જણાવે છે.) અને હા અનન્યા, નીયા તને બધી વાતોમાં યાદ કરે છે."

"હેં? સાચેક?" નીયા ખુશ થતા બોલે છે.

વિરાજ બોલ્યો, "હા, પણ તું શું કામ ગુંડો બનીને નીયાને હેરાન કરે છે ? તેમજ તારો પરિચય તો આપ."

અનન્યા બોલે છે, "વિરાજ મે તને આગળ કહ્યુ તેમ નીયાએ બે થી ત્રણ વાર મારો ફોન કાપ્યો એટલે મે તેની મશકરી કરવાનું વિચાર્યું, આથી હુ ગુંડો બની તેની મસ્તી કરતી હતી. અને વાત રહી મારા પરિચયની તો હું અને નીયા નાનપણથી બેસ્ટફ્રેન્ડ છીએ તેમજ અમે બાળપણ થી ક્યારેય છુટા જ નથી પડ્યા પણ છેલ્લા એક મહિનાથી અમારી વચ્ચે કશી વાત- ચિત્ત જ નથી થઈ. મને લાગે છે હવે તેનાં જીવનમાં મારી જગ્યા તે લઇ લીધી છે.

વિરાજ શાંતીથી બોલ્યો, "અરે પાગલ છે તું, નીયાનાં જીવનમાં તારી જગ્યા કોઈ ના લઇ શકે. હુ પણ નહીં. એક મહિનાથી તમે બન્ને એક બીજા સાથે વાતો ન કરી હોય તો તેનો મતલબ તેવો તો નથીને કે તમે બન્ને હવે બેસ્ટફ્રેન્ડ નથી."

અનન્યા ધીમા અવાજે બોલી, "આઈ એમ સોરી , મારે એવું નાં વિચારવું જોઈએ, તારી વાત સાચી છે, હવે મારે તેને મળવું છે, પણ હું થોડીક તો તેનાથી નારાજ છું જ. તેણે મારી સાથે એક વાર તો વાત કરી લેવી જોઈએ.

વિરાજ અનન્યાની વાત સાથે સહમત થતા બોલ્યો, " તારી વાત સાચી છે, હું કાંઈક કરૂ છું. તને આજ નાં દિવસે જ નીયાનો સામેથી કોલ આવશે."

અનન્યા ખુશ થતા બોલી, "સાચેક ?"

વિરાજે કહ્યુ, "હા સાચેક."

અનન્યાએ વિરાજને પુછ્યું, "ફ્રેન્ડ્સ?"

વિરાજ બોલ્યો, "બેસ્ટ ફ્રેન્ડ્સ"

અનન્યા બોલી, "હમ્મ.. બેસ્ટ ફ્રેન્ડ્સ .."

વિરાજે કહ્યુ, "ઓક્કે બાય."

અનન્યા, "બાય."

વિરાજે ફ્ટાફટ નીયાનો ફોન જ્યાંથી લીધો હતો ત્યાંજ મુકી દીધો.પછી નીચે નાસ્તો કરવા ચાલ્યો ગયો, નીયા પણ તૈયાર થઈ ને નાસ્તો કરવા આવી ગઇ પછી બન્ને ઓફિસે જવા નીકળ્યા, રસ્તામાં ટ્રાફિક સિગ્નલ પર કાર રોકાણી ત્યાં વિરાજે હાથમાં હાથ નાખીને જતી બે બહેનપણીઓ કે જે સ્કૂલે જતી હતી તે નીયાને દેખાડી અને કહ્યુ કે "તારી આવી એક ફ્રેન્ડ છે, રાઈટ ? શું નામ છે તેનું અનન્યા રાઈટ? "

નીયાને જાણે કોઈ અગત્યનું કામ યાદ આવ્યુ હોય તેમ બોલી, "હા, સારુ યાદ અપાવ્યું, તેને ફોન કરવનો જ રહી જાય છે, એ મારા પર ગુસ્સે થશે, કેમ ન થાય તેણે મને બે-ત્રણ વાર કોલ કર્યો પણ મે તેનો ફોન પણ નાં ઉપાડ્યો અને પાછો કોલ બેક પણ નથી કર્યો. હવે હું શું કરૂં?"

વિરાજે નીયાને સમજાવતા કહ્યુ, "જો નીયા તારો વાંક તો છે જ પણ હવે તને તારી ભુલ સમજાઈ ગઇ એજ મોટી વાત છે પણ અનન્યાને મનાવવી મુશ્કેલ તો હશે. પણ થઈ જશે, તું એક કામ કર, રાતના તેને તારા ઘરે બોલાવ અને પાર્ટી કરો, એન્જોય કરો, તેનો મૂડ એમનમ સારો થઈ જશે."

"હું અત્યારે જ કરૂ છું." નીયા આટલું બોલીને અનન્યાને કોલ કરે છે.

સામેથી અવાજ આવ્યો, "હેલ્લો, નીયા ? હું તારી સાથે વાત નથી કરવાની, મેં તને કેટલાં કોલ કર્યા હતાં!"

"અનન્યા , આઈ એમ સોરી.. યાર , પ્લીઝ મને માફ કરી દે. મેં માન્યું કે મારો વાંક છે, પણ મારી ભુલને સુધારવાનો એક મોકો તો આપ." નીયા શાંત સ્વરે બોલી.

અનન્યા શાંત પડતાં કહે છે, " ઓક્કે બોલ."

નીયા ખુશ થઈ ને બોલી," થેન્કયું સો મચ, તારે મારા ઘરે આજે રાત્રે આવવાનું છે."

અનન્યાએ પુછયુ, " કેમ?"

નીયા બોલી," રાતનાં આપણી બંનેની અલગથી પાર્ટી રાખી છે."

"ઓક્કે" આમ અનન્યાએ હા પાડી દીધી અને આગળ કહ્યુ," તારા માટે બે સરપ્રાઇઝ પણ છે, તૈયાર રહેજે."

રાતનાં આઠ વાગી ગયા છે, નીયા અને વિરાજ અનન્યાનો બંગલોનાં ગેટ પર વેઇટ કરે છે અને નીયા માટે શું બે સરપ્રાઇઝ છે ? તેનો વિચાર કરે છે.
તો શું હશે સરપ્રાઇઝ? તે તો હવે અનન્યા આવે પછી ખબર પડે! તો અનન્યા ક્યારે આવશે? અને સરપ્રાઇઝ શું છે તે જાણશું આગલા ભાગમાં.
ત્યાં સુધી સહુને મારા જય સોમનાથ🙏

Rate & Review

Vaishali

Vaishali 9 months ago

Usha Dattani Dattani
Abhishek Patalia

Abhishek Patalia 2 years ago

Priya Mehta

Priya Mehta 2 years ago

D H  Budheliya

D H Budheliya 2 years ago