Safar - 6 in Gujarati Novel Episodes by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 6

સફર-એક અનોખા પ્રેમની... - 6

ભાગ:6 ૐ
( આગળના ભાગમાં જોયું કે નીયા અનન્યાને તેનાં બંગલો પર મળે છે, નીયાને ખબર પડે છે કે પેલા ગુંડો બનીને ધમકી દેનાર બીજુ કોઈ નહીં પરન્તુ અનન્યા જ હતી,અને આ વાત ની વિરાજને પણ ખબર પડી ગઇ હતી આથી નીયા તે બન્નેને ગુસ્સામાં મારવા દોડે છે અને અંતે નીયા તે બન્નેને માફ કરી દે છે. પછી અનન્યા પોતાના બન્ને સરપ્રાઇઝ બતાવે છે અને બધાં ડિનર કરે છે, અનન્યા નીયાને વિરાજ પ્રત્યેના નીયાનાં પ્રેમ વિશે વાત કરે છે, પરન્તુ નીયા તે વાતને ટાળે છે, પણ અનન્યા હાર ન માનતા પ્રિયાભાભીની મદદ માંગે છે, હવે આગળ..)


પછી ત્યારેજ પ્રિયાભાભી નીયાનાં રૂમમાં ગયા તેણે નીયા સાથે વાત કરવાની શરૂ કરી," નીયા તને એમ કે અમને કાંઈ ખબર નહીં પડે બરોબરને? પરંન્તુ તારી આંખોમાં વિરાજ પ્રત્યે જે પ્રેમ દેખાય છે તેનાથી અમને બધી ખબર પડી જાય છે."

" ભાભી! તમે આ શું બોલી રહ્યાં છો?" નીયા અજાણી બનવાનું નાટક કરવા લાગી.

" ના! નીયા અનન્યાની વાત સાચી છે.તને પણ ખબર છે કે તું વિરાજને પ્રેમ કરે છે." પ્રિયાભાભી બોલ્યા.

"ભાભી, તમને કોઈ ગલતફેમી થતી હશે. એવું કાઈ નથી." નીયા વાત ટાળવા માટે બોલી.

"મને કોઈ ગલતફેમિ નથી થતી. જો નીયા તારી પાસે બે વિકલ્પ છે જેમાં પહેલો વિકલ્પ એ કે તું વિરાજને તારા દિલની વાત કહી દે કે જેમાં તારો નિઃસ્વાર્થ પ્રેમ છે, જ્યારે બીજો વિકલ્પ એ છે કે તું તેને પ્રેમ કરતી હોવાં છતાં તું તેને તારા દિલની વાત કહી નાં શક અને તું તારા નજરોની સામેથી તેને બીજાનો થતા જોતી રહે. નિર્ણય તારે લેવાનો છે, પ્રેમ કે પછતાવો ? "પ્રિયાભાભી એક સાથે આટલું બોલી ગઇ.

નીયા સ્માઇલ સાથે બોલી," હા ભાભી હું વિરાજને પ્રેમ કરૂ છુ. હું વિરાજને મારી નજરોની સામે બીજા કોઈ નો થવા નહીં દવ. હું વિરાજ ને મારા દિલની વાત કહીશ."

" શાબાશ નીયા" પ્રિયાભાભી નીયાને સાબાશી આપતાં બોલ્યા.

" પણ ભાભી તે મારા પ્રેમને સ્વીકારવાની નાં પાડી દેશે તો?"નીયા પોતાની ચિંતા વ્યકત કરતા બોલી.

" જો નીયા, એ તને ના પાડે તેવી ચિંતા નાં કર , આપણાં પરિવારમાં બધાજ બિઝનેસ કરે છે આથી આપણી પાસે પૈસાની કોઈ કમી નથી. તું દેખાવે પણ કોઈ હિરોઈનથી કમ નથી. અને તું તો છે જ એવી કે ગમે તેને તરતજ પોતાનાં બનાવી લે. તો પછી વીરાજ તને ના પાડીજ નઈ શકે. " પ્રિયા નીયાનાં વખાણ કરતા ગર્વથી બોલી.

" ભાભી, પહેલી વાત એ કે પ્રેમ પૈસાથી ખરીદાતો નથી. જો તેને મારી સાથે પ્રેમ હશે તો હું ગમે તેવી પરીસ્થિતીમાં હોઇશ તે મને સ્વીકારી લેશે, બીજી વાત એ કે પ્રેમ હમેંશા આંધળો હોય છે તે બાહ્ય દેખાવને મહત્વ નથી આપતું, હા મારો સ્વભાવ એને પસંદ જ છે એ વાતની મને પૂરેપૂરી ખાતરી છે."નીયા તેનાં ભાભીને સમજાવતા બોલી.

આજે પ્રિયાને નીયા મોટી થઈ ગઇ તેનો અહેસાસ થઈ ગયો. તે સ્તબ્ધ હતી કે ચંચળ સ્વભાવની નીયા ક્યારે આટલી સમજદારીની વાતો કરતી થઈ ગઇ, હા.. આજ સાચો પ્રેમ.. નીયા આજે જે પણ બોલી રહી છે તે તેનો પ્રેમ બોલે છે, તે નહિ..

" એ હું કઈ નથી જાણતી , બસ તારે ગમે તેમ તારા દિલની વાત તેનાં સુધી પહોંચાડવી પડશે. પણ ક્યારે અને કઇ રીતે?" તે આટલું વિચારતી હતી અને પછી એક મસ્ત યુક્તિ સુઝી હોઇ તેમ ખુશ થતા તે બોલી," હા... આજે શું છે?"

નીયાને કાઈ ન સમજાતા તેણે સામો સવાલ કર્યો," શું છે?"

" અરે, પાગલ આજે વેલેનટાઇન ડે છે."
પ્રિયા નીયાનાં માથા પર ટાપલી મારતા બોલી.

" હા, તો શું?" નીયાએ સામો સવાલ કર્યો.

" તો એમ કે આવા રોમેન્ટિક ડે પર વિરાજને પોતાનાં દિલની વાત કહેવી યોગ્ય ગણાશે, તારા દિલની વાત વિરાજને જણાવવા આના જેવો બીજો કોઈ સારો દીવસ નહીં મળે.આજે રાત્રે તું તેને ડિનર પર લઇ જા અને તારા દિલની વાત કહી દે." પ્રિયા નીયાનાં ગાલ ખેંચતા બોલી.

" આજેજ! શું જોક મારો છો, ભાભી, હસવું પણ નથી આવતું તમારાં આવા જોક્સ પર." નીયા હસવું નથી આવતું તેવું બોલીને પણ હસતા-હસતા બોલી.

" એ હું કોઈ જોક્સ નથી મારતી ! આટલી ગમ્ભીર વાત ને તું મજાક ગણે છે." પ્રિયા ગમ્ભીરતાથી બોલી.

" નાં ભાભી મને ડર લાગે છે, આજે નહીં." નીયા પણ ગમ્ભીરતાંથી બોલી.

પ્રિયાએ પુછ્યું, "નીયા તો ક્યારે?"

નીયા બોલી, "યોગ્ય સમય આવશે ત્યારે."

પ્રિયાએ કહ્યુ, "આ જ યોગ્ય સમય છે, નીયા!"

નીયા મૂંઝાતા મને બોલી, "ઓક્કે ભાભી પણ, તે ના તો નહીં પાડે ને?"

પ્રિયાએ હસતા-હસતા કહ્યુ, "જો તે ના પાડે તો અમારી ભેગી ડીનર કરી લે જે અને જો તે હા પાડે તો તેની ભેગી ડિનર કરીને આવજે. બસ?"

નીયા પોતાનાં કપડા અને ટૉવલ કબાટમાંથી કાઢતા બોલી, "ભાભી, હમણાં મજાક કરવાની ના પડતાં હતાં અને હવે તમે જ મજાક કરો છો."

પ્રિયા પણ નીયાના બેડ પરથી ઉભા થતા બોલી," એમા મજાક શું? બરોબર તો કહ્યુ મે!"

" ઓક્કે, હવે તમે જાવ મારે તૈયાર થવાનું પણ બાકી છે, રાતની વાત રાતે." નીયા બાથરૂમની અંદર જતા બોલી.

અને પ્રિયા ત્યાંથી નીકળી ગઇ. પછી નીયા તૈેયાર થઈને ઓફીસે પહોચી, બધુંજ કામ પુરૂ કરીને તે પોતાની કેબિનમાં શાંતિથી બેઠી હતી, સાંજ
નાં 5 વાગ્યા હતાં. હાથમાં રહેલા કોફીના કપમાંથી એક સીપ ભરી તે પોતાનાં અને વિરાજનાં પ્રેમજીવનનાં વિચાર કરી રહી હતી ત્યાંજ કોઈકે તેનો દરવાજો ખખડાવ્યો અને તેણે હોંશમાં આવી અને કહ્યુ ," કમ ઇન"

અને વિરાજ અંદર આવ્યો તેણે કહ્યુ કે," મેડમ, ક્યાં વિચારમાં ખોવાયેલા હતાં?"

નીયા ધીમેકથી બોલી," તારા"

વિરાજને કાઈ ન સંભળાતા તેણે પુછ્યું," શું?"

"કાઈ નહીં, તું અહિયાં કેમ? કંઈ કામ હતું?" નીયાએ પોતાની વાત ઢાંકવા વિરાજને સામો સવાલ કરી વાતને બીજા પાટે ચડાવી.

" હા, હું એ કહેવા આવ્યો હતો કે આજે મારે વહેલી રજા જોઈએ છે." વિરાજ બોલ્યો.

" કેમ?" નીયાએ પોતાનો રાતનો પ્લાન ફ્લોપ થવાની બીકમાં ઉતાવળથી પૂછી લીધુ.

" અરે, હું પહેલાં જેનાં ઘરે રહેતો હતો તે મિત્રના ઘરે આજે જવું પડશે. તેનો જન્મદિવસ છે તેથી." વિરાજે કહ્યું.

" ઓક્કે, તું જઇ શકે છે, અત્યારેજ જા છે ને..., પણ.." આટલું કહી નીયા અટકાઇ જાઇ છે.

" પણ?" વિરાજ નીયાને પૂછે છે.

" પણ એ કે આજે રાત્રે મે તારા અને મારા ડિનરનો પ્લાન બનાવ્યો હતો." નીયાએ ફટાફટ અટક્યા વીના કહી દીધું.

" હમ્મ.. ઓક્કે, ડન એક કામ કરજે તે મારા ફ્રેન્ડનું ઘર તો જોયુંજ છે ને તો તું સિધી ત્યાંજ 8 વાગ્યે આવી જજે ત્યાંથી આપણે ડિનર કરવા જશું, પણ મને એક વાત નથી સમજાતી મિસ. બહાદુર..આજે તો વેલેન્ટાઈન ડે પર મને રાતનાં ડિનર પર લઇ જા છે, તો મને કઇ પ્રપોઝ કરવાનો પ્લાન તો નથી ને?" વિરાજે નીયાની મશ્કરી કરતા કહ્યુ.

" જા .. જા.. તને અને હું? પ્રપોઝ કરૂ? હવા માંથી નીચે આવ" નીયાએ વીરાજ સામું ચીડાવાનું નાટક કરતા કહ્યુ. પરન્તુ સાચેકમાં તો નીયાનો પ્લાન એજ હતો.

પછી વિરાજ ઓફિસેથી નીકળી ગયો, અને નીયા પોતાના ઘરે જવા નીકળી ગઇ, નીયાએ રસ્તામાં અનન્યાને પણ કોલ કર્યો અને તેને બધી વાત જણાવી પોતાના ઘરે બોલાવી, નીયા ઘરે પહોંચી અને ફટાફટ ન્હાવા ગઇ, તે નહાઈને બહાર આવી ત્યાં અનન્યા પણ તેનાં રૂમમાં બેઠી હતી તે નીયાને જોઇ ને ભેટી પડી અને પછી તેને તૈયાર થવામાં મદદ કરી, નીયા તૈયાર થઈ ને નીચે આવી,તેનાં પરિવારને પણ વિરાજ પ્રતિ નીયાનાં પ્રેમની જાણ થઈ ગઇ હતી.તેઓ પણ નીયાની નીચે આવવાની રાહ જોઇ રહ્યાં હતાં.તેનાં ઘરનાં તો તેને જોતાજ રહી ગયા, સોનેરી કલરનું એ ફ્રોક સાથે હિલવાળા સેન્ડલ એક હાથમાં દાદીની એ જૂની પરન્તુ તેનાં દિલની નજીક એવી નાનકડી અને સુંદર ઘડિયાળ, એ છુટા રેશમી અને શોર્ટ હેર, મેક-અપ વીના પણ સુંદર લાગતો એ ચહેરો આજે મેક-અપ માં તો ચાંદનો ટુકડો લાગતો હતો, તે સીડી ઉતરતી સમયે એવી રીતે નીચે ઉતરી રહી હતી, જાણે હમણાંજ ધારેલું બધુંજ કામ પુરુ કરી આવશે. બાળકોની પરીઓની કથામાંથી એક બહાદુર સોનપરી આજે જાતેજ પૃથ્વી પર ઉતરી હોય તેવી આપણી નીયા લાગી રહી હતી.

બધાની શુભેછાઓ અને લઇને તે પોતાની કારમાં બેસીને નીકળી વિરાજનાં દોસ્તનાં ઘરની તરફ, જેમ સલમાનખાનની કીક મૂવીમાં જેકલીનને પ્રેમમાં ફક્ત બધી વસ્તુઓ જ દેખાતી હતી તેમ નીયાને પણ રસ્તામાં બઘેં વસ્તુ જ દેખાઈ રહી હતી, ક્યાંય માણસ નહતાં દેખાતાં. પોતની પ્રેમની ધૂનમાં તે વિરાજનાં મિત્રનાં ઘરે પહોચી ગઇ.

બીજી બાજું નીયાનો પરિવાર પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતાં, પરન્તુ અનન્યાને ચેન નહતો પડતો, તે ગાર્ડનમાં આમથી તેમ આટા મારતી હતી, ત્યાં શું થયુ હશે? તેવા વિચારો કરતી હીંચકા પર બેઠી હતી ત્યાંતો નીયાની કાર બઁગલોની અંદર એન્ટર થઈ,અનન્યા આ જોઈને અચંભામાં પડી ગઇ તે કાર પાસે ગઇ, કારમાંથી નીયા બહાર નીકળી,અનન્યાને અચરજ થયું તેણે નીયાને પુછ્યું," નીયા તારે ગયા ને હજું એક કલાક માંડ થઈ હતી, અને તે જે રેસ્ટોરન્ટ બુક કરી હતી તે બાજું તો બહુજ ટ્રાફિક હોય છે, ત્યાં તમને પહોચતાંજ એક કલાક થાય!"

નીયાની આંખો રડીને લાલચૉળ થઈ ગયેલી હતી, તેનો બધોજ મેક-અપ ધોવાઈ ગયો હતો, તે સાવ ભાંગી ગઇ હતી. તે ગાર્ડનમાં આવી ને હીંચકા પર ઢળી પડી.અનન્યા ને કાઈ સમજાતું નાં હતું.

( મિત્રો તમને શું લાગે છે? શું થયું હશે? નીયા ગઇ ત્યારે ખુશ હતી અને આવી ત્યારે એની આંખોમાં આંસુ હતાં,એવું શા માટે? શું વિરાજે તેનાં પ્રેમ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હશે? એવું તો શું થયુ કે હમેંશા હસતો ચહેરો આજે રડી રહ્યો હતો, આ બધું જ જોશું આગળના ભાગમાં.
મે હજું આ ક્ષેત્રમાં પોતાનુ પગલું માંડવાની કોશિશ કરી હોવાથી આપ સહુ પ્રતિભાવ જરૂર આપશો જેથી મારા પ્રોત્સાહનમાં વધારો થાય, આપણે મળીશું આગળના ભાગ સાથે ત્યાં સુધી સહુ વાંચક મિત્રોને મારા જય સોમનાથ.)

Rate & Review

Jkm

Jkm 2 years ago

D H  Budheliya

D H Budheliya 2 years ago

Tapan Shah

Tapan Shah 2 years ago

divyesh mehta

divyesh mehta 2 years ago

Rutvi Chaudhari

Rutvi Chaudhari 2 years ago