safar - 1 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - ભાગ ૧


આજે વેલેન્ટાઈન ડે પર શહેરનાં અલગ-અલગ ગ્રુપના બધાજ બિઝનેસ કપલ માટે જંગલમાં બે દીવસ નો કેમ્પ ગોઠવ્યો હતો. રાત થઈ ગઇ હતી અને ત્યાં આવેલ બધાં કપલ કેમ્પની વચ્ચોવચ તાંપણું કરીને આજુ-બાજું યથાયોગ્ય સ્થાન લઇ ને બેઠા હતાં અને પોતપોતાનાં મેરેજની સ્ટોરી કહેતાં હતાં, ધીમે-ધીમે બધાનો વારો આવતો ગયો. હવે કેમ્પમાંનું એક કપલ બાકી રહ્યુ હતું, તે કપલનાં હજું નવા નવાં જ લગ્ન થયાં હોય તેવું લાગતું હતું.

ત્યાં ઉપસ્થિત એક કપલે કહ્યુ ,"અરે તમે તો સહુંથી યંગ કપલ છો, લાગે છે કે, હમણાં જ લગ્ન થયાં છે!"


તે કપલે હસતા જવાબ આપ્યો કે "હા, અમારાં લગ્નને હજું 1 મહિનો જ થયો છે."


" ઓહો! તમારી પાસે પણ કોઇ સ્ટોરી છે?" ત્યાં ઉપસ્થિત એક કાકા એ કહ્યુ.


" અરે, તમારૂં નામ અને ઓણખાણ જ કહી દો." ત્યાં બેઠેલ એક વૃધ્ધ, પણ હમેશા પોતાને યંગ માનીને લાઈફ જીવતાં આંટીએ મજાકમાં કહ્યુ.


બન્ને નવયુવાન કપલે પોતાનો પરિચય આપતાં કહ્યુ," અમે મી. એન્ડ મીસીસ. મલ્હોત્રા, અને આજે અમે બન્ને પોતાની જ લવ સ્ટોરી કહેવાના છીએ."


" તમારી લવ સ્ટોરીમાં વળી શું હશે છોકરાએ છોકરીને પ્રપોઝ કર્યું , થોડોક સમય ભાવ ખાઇ ને છોકરીએ હા પાડી દીધી હશે." ત્યાં ઉપસ્થિત એક કપલે તેમની મજાક કરતા કહ્યુ.


"નાં નાં તમે બધાં સાંભળો તો ખરાં!" તે નવયુવાન કપલે બધાને સમજાવતા કહ્યુ.


"ઓક્કે, બોલો." બધા એક સાથે બોલ્યા.


હવે ત્યાં ઉપસ્થિત બધાની નજર તે કપલ તરફજ હતી , બધાં યોગ્ય રીતે તેમની સ્ટોરી સાંભળવા ગોઠવાઈ ગયા. અને મલ્હોત્રા કપલ બધાને લઇ ગયા પોતાના ભૂતકાળમાં...( એટલેકે તે સ્ટોરી સંભળાવવાની શરૂ કરે છે.)


તો સાંભળો....

રાતનાં બાર વાગ્યા હતાં, ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, પવન જોરથી ફૂંકાય રહ્યો હતો, વીજળી નાં કડાકા અંધારી રાતમાં પ્રકાશ નાખી રહ્યાં હતાં, વાદળોની ગર્જના સિવાય રસ્તામાં બીજો કોઈ અવાજ સંભળાતો ન હતો, આવી અંધકારી રાતમાં સુમસાન રસ્તા પર એક કાર પોતાની હેડલાઇટ નું અંજવાળું પાથરી રહી હતી.

ત્યાંજ તે કારમાં બેઠેલી વ્યક્તિ નો ફોન રણક્યો તેણે ફોન ઉપાડ્યો સામેથી અવાજ આવ્યો, "હેલ્લો, નીયા ક્યાં છે તું ? ઘડિયાળમાં જોતો ખરાં કેટલાં વાગ્યા છે! બહાર ધોધમાર વરસાદ વરસે છે, અને અંધારું પણ ઘણું છે, તું પાછી એકલી છે.જેમ બને તેમ જલ્દી આવ! અહીયા બધા ને તારી ચિંતા થાય છે."

" ભાભી રીલેકસ! હું રસ્તામાં જ છું, અને આવું જ છું તમે ચિંતા ના કરો હું પહોચી જઇશ, કામ હતું એટલે મોડું થઈ ગયુ." નીયાએ નીશ્ફીકર હોઇ તેમ જવાબ આપતાં કહ્યું.

"કામ હોય તોય સમયનું ભાન તો હોવું જોઇએ ને." નીયાનાં ભાભીએ ગુસ્સા સાથે કહ્યું.


" હા , સોરી હવે તમે ફોન મૂકો તો હું વહેલી આવુ." નીયાએ તેનાં ભાભીને શાંત પાડતા કહ્યું.

" ભલે , ચાલ મુકું છું." નીયાની ભાભીએ શાંત સ્વરે કહ્યુ, અને ફોન કટ કર્યો.

નીયાની કાર પોતાનો રસ્તો ઝડપથી કાપી રહી હતી, ત્યાં અચાનકજ તેની કાર રોકાઈ ગઇ. તે છત્રી લઇને કારની બહાર નીકળી અને જોયું તો કારનું આગલું ટાયર પંક્ચર થઈ ગયુ હતું.

તે હવે વિચારી રહી હતી કે 'શું કરવું?' ત્યાં તો એક યુવાન પોતાની બાઇક ધસડીને લાવતો હતો. તે જોઇ નીયા સાવધ થઈ ગઇ. હવે તે યુવાન તેની તરફ આગળ વધી રહ્યો હતો. નીયા કારનાં ડોર નજીક ઊભી રહી ગઇ, તે યુવાને નીયાને જોઇ અને તેણે પોતાની બાઇક સ્ટેન્ડ પર મુકી નીયાની કાર પાસે ગયો અને નીયાને કહ્યુ," કેમ તમે આમ સુમસામ રસ્તા પર એકલા ઉભા છો?"

નીયાએ જવાબ ન આપ્યો તેથી તે યુવાને સ્મિત સાથે કહ્યુ "અરે હું કોઈ ગુંડો નથી તમે મારા પર વિશ્વાસ રાખી શકો છો."

પછી નીયાએ તેની બાજુમાં આવી અને કહ્યુ કે "મારી કારનાં આગલા ટાયરમાં પંક્ચર થઈ ગયુ છે."

" ઓહ.. મને લાગે છે કે આજે પંક્ચર પડવાનો દીવસ લાગે છે, કારણકે મારે પણ બાઇકમા પંક્ચર પડી ગયુ છે."


તે બન્ને આટલી વાત કરે છે પછી નીયા તેને આખો પલળેલો જોઇને પોતાની કારમાંથી બીજી છત્રી કાઢીને તેને આપે છે અને સાથે કહે છે કે "આજે આપણે અહિં જ કોઈ સુરક્ષિત જગ્યાએ આપણા વાહન રાખી દઈએ અને કાલ સવારે લઇ જઈશું."
પછી બન્ને પોતાના વાહનો એક સુરક્ષિત જગ્યાએ મુકીને ચાલવા માંડયા.
બન્ને ચાલ્યા જતાં હતાં ત્યાંજ અચાનક સામે કાળા કપડામાં અને મોં પર કાળા માસ્ક પહેરેલા ચાર ગુંડા ઉભા હતાં બન્ને સાવધ થઈ આગળ વધ્યા. ત્યાંજ તે ગુંડાઓએ તેમનો રસ્તો રોકયો.

તે યુવાને નીયાને દુર ઉભાડીને ગુંડાઓને પૂછયું, "કોણ છો તમે? શુ કામ છે તમારે?" તે ગુંડાઓમાંથી એકે તે નવયુવાનને ધક્કો માર્યો અને કહ્યુ, " અમારે તારુ નહી આ છોકરીનું કામ છે."

તે યુવાન ગુસ્સામાં આવી ગયો, તેણે કહ્યું," તમે ધક્કો કેમ માર્યો?" ત્યાંરે તેને જોરથી ધક્કો મારીને તે ગુંડાઓ બોલ્યો, " આમ" ગુંડાનાં ધક્કાથી તે યુવાન જમીન પર પડ્યો. ત્યાં જ કોઈકે તે ગુંડાનાં પેટ પર જોરથી લાત મારી અને તે ગુંડો પટકાઈ ગયો. તે યુવાને જોયુ તો ગુંડાને લાત નીયાએ મારી હતી.અને હજું તેનાં હાથમાં રહેલી છત્રી તેવીજ સ્થીતીમાં હતી. તે આ જોઇ સ્તબ્ધ થઈ ગયો. ત્યાં નીયા બોલી "શુ જોવો છો મારી સામે હું કરાટેમાં બ્લેક બેલ્ટ ચેમ્પિયન છું, હવે તમારે નકકી કરવાનું છે કે તમારે આને હોસ્પિટલે લઇ જવો છે કે પછી તમારે પણ આવી હાલતમાં હોસ્પિટલે જવું છે ?" બીજા ગુંડાઓ પેલા નીચે પડેલા ગુંડાઓને લઇ ને ભાગી ગયા.

નીયાએ પેલા નવયુવાનને હાથ આપ્યો તે ઉભો થયો બન્નેએ ફરીથી ચાલવાનું શરુ કર્યું.

"અરે ! તમે તો મારા કરતા પણ બહાદુર છો." તે યુવાને કહ્યું.

" હા, નાની હતી ત્યારથી મને કરાટે આવડે છે, પરન્તુ તુંતો સાવ ડરપોક લાગે છે." નીયાએ તે યુવાનની હાંસી ઉડાડતા કહ્યુ.

" હા, હું નાનો હતો ત્યારથી આવા લોકોથી બહુ ડરું છું." તે યુવાને સામે જવાબ આપ્યો.

" મિસ્ટર ડરપોક તારું નામ તો તે કહિયુ નહીં." નીયાએ સામે તેમની મશ્કરી કરતા કહિયું.

" મિસ બહાદુર મારૂં નામ વિરાજ છે."તે યુવાને (વિરાજ)સામો જવાબ આપ્યો.

"બન્ને વાતો કરતાં-કરતાં ચાલ્યા જતાં હતાં અને ત્યાં નીયાએ કહ્યુ "ચાલો મી.ડરપોક મારૂં ઘર આવી ગયું...બાય"
"ઓહો, મારુ ઘરતો હજુ બહુ દૂર છે, એકતો આટલું અંધારું અને આ વરસાદ તો રોકાવાનું નામ જ નથી લેતો" પેલા યુવાને પોતાની ચિંતા વ્યકત કરતા કહ્યુ.

" કાઈ વાંધો નહીં એક કામ કર તું આજે રાત્રે મારા ઘરે રોકાઈ જા, કાલ સવારે ચાલ્યો જાજે." નીયાએ તે યુવાનને આશ્વવાશન આપતાં કહ્યુ.
"પણ આવી રીતે અડધી રાતે કોઈ અજાણ વ્યક્તિ..." વિરાજ હજું બોલવા જતો હતો ત્યાંજ નીયાએ કહ્યુ "અરે ફક્ત સવાર સુધીની વાત છે તેમાં આટલું શું વિચારે છે?"
" ઓકે તો એમજ કરૂ...થેક્યું સો મચ ." વિરાજે કહ્યુ.

ત્યાંજ નીયાએ પોતાનું ઘર બતાવતા કહ્યુ કે " આ મારુ ઘર છે."


ક્રમશઃ.....