LOST IN THE SKY - 9 books and stories free download online pdf in Gujarati

LOST IN THE SKY - 9

વળી પાછા વર્તમાન તરફ આવતા ....

પાંચમા ભાગ માં આપણે જોયું કે,

"આરુ, પ્લીઝ શાંત થઇ જા . તું ગુસ્સા માં છે અને કઈ પણ બોલી રહ્યો છે . પ્લીઝ આ ગુસ્સો છોડી દે મારા માટે શાંત થઇજા આરવ ." આરોહી એ સમજદારી દાખવતા કહ્યું .

આરવ શાંત થઇ અને ત્યાં સોફા પર બેસી ગયો અને પ્રેયસી સોફા ને બીજી તરફ બેસી ગઈ .

આરોહી બંને માટે પાણી લઇ આવી .


હવે આગળ,

PART- 9 “can’t we tell them there is nothing gonna happen to them?”

આરવ મૌન તોડતા બોલ્યો,
"પ્રેયસી, જો આને કહેવાય દોસ્તી. આટલી સમજણ જોઈએ દોસ્તી માં. દરેક દોસ્તી પ્રેમ પર પુરી ન થાય ક્યારેક દોસ્તી જ સર્વસ્વ હોય છે."

આરોહી એ આ સાંભળી થોડી રાહત ના શ્વાસ લીધા.

પ્રેયસી અન્દોરોઅંદર ખુબ જ ખરાબ અનુભવી રહી હતી. એને પણ આશ્ચર્ય થઇ રહ્યું હતું કે તે આવી ક્યારે બની ગઈ!

વળી જેઝ આવી કેવી રીતે થઇ શકે અને એની મંઝિલ વિચારતા ફરી બધું ઠીક થાય અને અહીં થી જઈ શકે એમ વિચારતા બોલી,

"મને માફ કરજે આરોહી. ગુસ્સા માં અને મારા મિત્ર ને તારી સાથે આમ જોતા થોડી ઈર્ષયા માં હું વધારે જ બોલી ગઈ. આરવ તું પણ મને માફ કરજે. મને ભાન ન રહ્યું હું શું બોલી રહી છું. અને બીજું કે વાત રહી મારા લગ્ન જીવન ની , તો અમે 𝕌𝕊 માં ખુબ જ સુખી સાંસારિક જીવન જીવી રહ્યા છીએ. અને આરવ તું પણ જિંદગી માં આગળ વધીશ તો મને ગમશે. અને હું વારસો ના રહેલા પશ્ચાતાપ ને દૂર કરી શકીશ."

આરોહી એ પણ આ વાત માં પોતાનો મત હામી માં ભરાવતો ઈશારો કર્યો.

ત્યાં જ આરવ બોલ્યો,
" આગળ વધવાની વાત, તો હું આગળ વધી જ ચુક્યો છું . તારા ગયા પછી આરોહી એ મને બહુ સાચવી છે. અને ત્યાર થી હું મારી જિંદગી એકદમ સાધારણ રીતે જ જીવું છું. જો તું જીવનસાથી ના સંદર્ભ માં કહેવા માંગતી હોય, તો હજી સુધી એવી કોઈ મળી નથી. મળશે તો હું પાછો નહિ પડુ ."


થોડી વાર આમ જ તકરાર ભરી વાતો એકબીજા ને સંભળાવ્યા બાદ અંતે એ પુરાણી દોસ્તી પાછી આવી ગઈ.

ત્રણેવ એ પોતાના જુના દિવસો યાદ કર્યા . આ દરમિયાન પ્રેયસીને કોઈક નો સતત ફોન આવી રહ્યો હતો પણ તે કટ કરી રહી હતી.

ધીરજ ખૂટતા આરવ બોલ્યો,
"કઈ કામ હશે એટલે તારા પતિ નો ફોન આવતો હશે વાત કરી લે."

આરોહી વાત અટકાવતા બોલી,
"પ્રેયસી હવે એક બિઝનેસ વુમેન છે તો કામ નો ફોન પણ હોય શકે . તું વાત કરી લે પ્રેયું ."

પ્રેયસી પણ કદાચ ગંભીર પરિસ્થિતિ સમજી અને ફોન પર વાત કરવા બહાર જાય છે.


બહાર જઈ અને એના કર્મચારી ને ફોન લગાવતા,

"Yes, anything serious?”
પ્રેયસી બોલી.

"Ma’am one girl from that try to rescue in that our 2 men get injured, but now situation is under control.” કર્મચારી એ ચિંતિત માં બોલ્યો.

"Now everything is fine so stay calm.” જરા પણ વ્યાકુળ થયા વગર જેઝ એ ઉત્તર આપ્યો.

“Ma’am can’t we tell them that there is nothing gonna happen to them?” જરા ગુંચવાયેલા સ્વર માં કર્મચારી એ પૂછ્યું.

“Everything is good. Don’t forget our rules.” જેઝ એ વાત કાપતા જવાબ આપ્યો.

ફોન પણ બંને બાજુ થી કટ થયો.

*********

બીજી તરફ આરવ અને આરોહી વાતો કરી રહ્યા હતા. ત્યાં અચાનક આરોહી ને girl trafficking વાળી વાત યાદ આવતા તેણે તે વાત આરવ ને કરી.

ને ચિંતિત થતા બોલી, " આપણી પ્રેયું કઈ ખોટું તો નહિ કરતી હોય ને ? તું વાત કરજે એની સાથે તારી સામે જૂઠું નહિ બોલી શકે એ."

આરવ બોલ્યો,
" ના ના એવું કઈ નહી હોય. તું વધારે વિચારે છે. એ હવે બીઝીનેસ કરે છે તો એમાં ક્યારેક ડીલ માં એવું કહેવું પડતું હોય છે. તું ચિંતા ન કર ખોટી."

*********


એટલા માં પ્રેયસી ત્યાં પહોંચી.

"કઈ ચિંતા જેવું નથી ને?" આરોહી એ મિત્રભાવ એ પૂછ્યું.

"ના ના, મારા પતિ નો ફોન હતો. હું એમનો ફોન ન ઉપાડું એવું બને નહિ. એટલે ચિંતા માં વધુ ફોન કર્યા."
આટલું જૂઠું પ્રેયસી તો ન જ બોલી શકે. કદાચ જેઝ પછી આવી રહી હતી. જેને પોતાના અને પારકા થી પણ કઈ ફેર નહોતો પડતો.


આ સાંભળી ને આરવ ને થોડી ઈર્ષયા થઇ પણ વાસ્તવિકતા તે વર્ષો પહેલા જ સ્વીકારી ચુક્યો હતો અને તેણે વાત જવા દીધી.

જેઝ વળી બોલી,
"ઘણું મોડું થઇ ગયું છે. હવે મારે હોટેલ જવું જોઈએ."

"અહીંયા જ રોકાઈ જા ને હવે." આરોહી એ કહ્યું.

અને આરવ એ પણ આગ્રહ કર્યો તો પ્રેયસી રોકાઈ ગઈ.

પ્રેયસી ને સુવાની ઈચ્છા હતી તો એ રૂમ માં સુવા ગઈ અને આરવ અને આરોહી બેસી વાતો કરતા રહ્યા. ક્યારે રાત ના 2 વાગી ગયા ખબર પણ ન પડી.

અચાનક પ્રેયસી નો ફોન વાગ્યો,
કાચી ઊંઘ માંથી ઉઠી પ્રેયસી એ, ના ના જેઝ એ ફોન ઉપાડ્યો.

"Hello ma’am that girl again try to rescue. We have to do something of her. Otherwise well in big trouble.” સામે થી કર્મચારી એ એકદમ ગંભીર, ચિંતિત અને ઘભરાયેલા સ્વર માં કહ્યું.

"I want to talk with that girl in private. Go to our house and then call me.” જેઝ એ આવી ગંભીર પરિસ્થિતિ પણ સાચવી અને કહ્યું.

અને વળી વિચારો માં પથારી પર પડી રહી.

*****

બીજી તરફ આરવ અને આરોહી જાગતા જ હોવાથી તેમણે આ વાત સાંભળી.

અને આરોહી એ સાંભળેલી પહેલા ની વાત સાથે તેને જોડતા તેઓ ચિંતા માં પડ્યા .

આરવ બોલ્યો,
"ફરી ફોન આવે તે હું તો સાંભળીશ જ અને પ્રેયસી કઈ ખોટું કરતી હશે તો રોકીશ પણ. ભલે તેણે દોસ્તી તોડી દીધી હોય પણ મારી દોસ્તી હજી એમ જ છે. સંબંધ એક તરફો પણ ચાલે જ છે."

આરોહી એ પણ મૂક મંજૂરી આપી.





વળી પ્રશ્નો ઉભા થયા....

પ્રેયસી કરી શું રહી છે ?
Girls trafficking?!
આરવ અને આરોહી ને વાત ખબર પડતા શું થશે?

પ્રેયસી નો પતિ કોણ છે ?

પેલી ભાગવા પ્રયત્ન કરતી છોકરી કોણ છે?

એ છોકરી સાથે જેઝ શું વાત કરશે?



પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો તમારી વાર્તા,
LOST IN THE SKY

© parl mehta