LOST IN THE SKY - 11

આગળ ના ભાગ માં આપણે જોયું કે, 

"અનોખી મેં પહેલા પણ કહ્યું. મારી પાસે જીવવા સમય નથી. 3 મહિના પણ આ પૃથ્વી જોઈ શકું તો ઘણું છે. અત્યારે એને આ વાત કહીશ તો એ તૂટી જશે. એક વાર એને તોડી ચુકી છું ફરી નહિ. અને હવે કદાચ એ આગળ પણ વધી ચુક્યો છે એને પાછો નથી લાવવો હવે. એનાથી સારું તો કે એની નફરત સાથે એનાથી દૂર જતી રહું. મરતા પહેલા એટલું તો સુકૂન મળશે કે એ ખુશ છે." 
પ્રેયસી એ કહ્યું. 

આરવ પળે પળ તૂટી રહ્યો હતો. અને પ્રેયસી ના પ્રેમ માં ફરી વાર પડી રહ્યો હતો. 


હવે આગળ, 

PART-11 "હિમ્મત એ મદા તો મદદે ખુદા" 

અનોખી વાત આગળ સાંભળવા ની ઈચ્છા થી બોલી, 
"તો પછી તમે તમારા મામા ને કહ્યું તો એમણે શું કર્યું?" 

પ્રેયસી આગળ બોલી, 
" મામા ને વાત ની જાણ થતા એમને મારી કોલેજ બંધ કરાવી દીધી અને મારો ફોન પણ લઇ લીધો. મને એમ કે 2 દિવસ માં બધું ઠીક થઈ જશે પણ 2 દિવસ પછી મામા મને તેમની સાથે રાજકોટ લઇ ગયા . ત્યાં મને એક વ્યક્તિ ને સોંપી અને તેઓ ત્યાં થી જતા રહ્યા. 
ત્યાં થી એ વ્યક્તિ મને બેહોશ કરી ગમે ત્યાં ફેરવતો રહ્યો મને કઈ જ ખ્યાલ નહિ. અને અંતે એ 𝕌𝕊 ના ક્લાઈન્ટ પાસે મને લઇ ગયો અને તેને કહ્યું હવે તમારી આ. હું કઈ સમજી શકું એમ નહોતી. 
થોડા સમય બાદ મારી નીલામી થઇ અને બીજા આવા trafficking વાળા ને તૈયાર કરનારા પાસે મને મોકલવામાં આવી. 
ત્યાં મને એક છોકરી એ બધું સમજાવ્યું કે આ શું છે અને ત્યારે મને ભાન થયું કે મારા મામા એ મને વેચી દીધી છે. 
પણ અનોખી, તારા જેવી જ હિમ્મત વળી હતી હું . 7 મહિના ત્યાં તાલીમ લીધી કે માલિક ને ખુશ કેમ કરવા અને ત્યાં થી ભાગવું કેમ અને અંતે હું ભાગી નીકળી એ ચંગુલ માંથી. " 

આગળ પ્રેયસી એક પણ શબ્દ ન બોલી શકી ને બસ રડતી જ રહી. 

આરવ અને આરોહી પણ પોતાને રોકી ન શક્યા ને દોડી ને પ્રેયસી ને ભેટી પડ્યા. પ્રેયસી અને આરવ બહુ રડ્યા . 
આરોહી બંને ને સાચવવાનો પ્રયત્ન કરતી રહી. હંમેશા પોતાની લાગણી છુપાવી બધા ને સાચવતી આરોહી. 

અનોખી પણ રડવા લાગી અને માનવ પણ આખો હલી ગયો કે આટલી કઠોર એની બોસ એ આટલું બધું સહન કર્યું છે. 

"પ્રેયું, ત્યાં થી નીકળી ને મારી પાસે કેમ ન આવી તું ?" આરવ રડતા રડતા બોલ્યો. 

"આવી હતી આરવ. સીધી તારી પાસે જ આવી હતી. પણ મારા મામા તારા વિષે જાણતા હતા તો તારી આજુબાજુ બધા એ લોકો ના માણસ હતા મારી શોધ માં . તો ત્યાં થી ભાગી હું પછી આ જ શહેર કોલકાતા આવી ગઈ. 
કોલકાતા એ મને ઘણું આપ્યું છે. જીવવાની એક રાહ. વડીલ તરીકે એક દીદી અને એક નવું જીવન પણ.
હું અહીં આવી અને એક ℕ𝔾𝕆 માં ગઈ પણ ત્યાં થી કઈ જ મદદ ન મળી. પોલીસ પાસે જવું પણ વ્યર્થ હતું તે હું જાણતી હતી કારણ કે ત્યાં બહુ પોલીસ ને વસૂલી માટે આવતા જોયા હતા મેં. 
જે હોટેલ માં જમતા તે મને જોઈ હતી ને આરોહી, એ હોટેલ ની બહાર હું બેઠી હતી અને એક જુવાન એવી સ્ત્રી મારી બાજુ માં આવી બેઠી. 
મને પૂછ્યું કે તું પ્રેયસી છે? 
હું મુંઝવાય અને મેં ના કહી ત્યાં થી ચાલવા માંડ્યું.
મને એમ કે આ તેમના જ માણસો છે અને મને પકડી જશે. 
તે સ્ત્રી એ મારો હાથ પકડી લીધો અને મને કહ્યું તારા મામા તને શોધે છે તારે મદદ ની જરૂર હોય તો હું કરી શકું છું અને છાપું મારી આંખ સામે મૂક્યું જેમાં મામા એ જાહેરાત આપી હતી કે દીકરી મને માફ કરી દે અને પાછી આવી જા. 
બધા પર થી ઉઠી ગયેલો વિશ્વાસ એ સ્ત્રી પર બેસી ગયો. 
એ સ્ત્રી એટલે રાધા દીદી . મને નવું જીવન આપનાર. 
તેમની સાથે એમને મને 2 વર્ષ રાખી બધી અલગ અલગ તાલીમ આપી. Self defence, body language, attitude talk ને એવી કેટલીય. મારુ ઘડતર કર્યું અને પછી 2 વર્ષ પછી જણાવ્યું કે તેમને બ્લડ કેન્સર છે અને 4 મહિના માં તે મને છોડી ને જતા રહેશે. 
એ પહેલા એ મારી પાસે આ એક ઈચ્છા મુકતા ગયા કે હું આવી ફરી કોઈ છોકરી ન ફસાય એ માટે આવી છોકરીઓ ખરીદી અને બીજા ડીલર સાથે ડીલ કરી તેમને પકડાવીશ. 
આના માટે પૈસા ની જરૂર ઘણી હતી તેથી તેમની બધી સંપત્તિ તે મારે નામ કરી ગયા. તે તેમના માતા પિતા નું માત્ર સંતાન હતા અને એમની આગળ પણ કોઈ નહતું તો મને જ પોતાનું સર્વસ્વ સમજી બધું મને આપતા ગયા. 
ડીલર ને પકડાવવો ભારત માં સહેલો નહતો તેથી તેઓ મને 𝕌𝕊 જવાનું બધું બંદોબસ્ત કરી આપી ગયા. 𝕌𝕊  ના કાયદા ઘણા સારા હોવાથી ત્યાં થી બચવું અઘરું હતું. 
તેથી ત્યાં એ ડીલર સારી રીતે પકડાશે એમ રાખી હું દીદી ના મૃત્યુ બાદ 𝕌𝕊  જતી રહી. દીદી જ મને માનવ વિષે પણ કહી ગયા હતા. 
કદાચ દીદી ઘણા સમય થી બધું વિચારી રહ્યા હતા એટલે જ બધી તાલીમ મને આપી હતી પણ એમનું એ સપનું એ પૂરું થતું ન જોઈ શક્યા . " 
આનાથી આગળ પ્રેયસી ન બોલી ને બસ રડતી જ રહી. 

આરોહી એ પ્રેયસી ને સાચવી. 

"આરવ, ત્યાર પછી પણ તારી પાસે આવવાનું ઘણું વિચાર્યું પણ તું આગળ વધી ગયો હોઈશ એમ વિચારી હિમ્મત ન થઇ. તને અને આરોહી ને ફેસબુક પર ખુશ જોઈ ઘણો આનંદ થતો. તો થયું તું આરોહી સાથે આગળ વધી ગયો છે મારા જવાથી ઘણા પ્રશ્નો થશે એમ વિચારી ન આવી." 
અને પ્રેયસી આરવ ને ભેટી પડી ને બહુ રડી. 

અનોખી બોલી, 
"હું તમને દીદી કહી શકું? " 

પ્રેયસી વળી પોતાને સાચવતા હસતા હસતા બોલી,
"હું મરી જવાની છું તો મારુ કામ સાચવવું છે? મારી દીદી જેવી હું તારી દીદી બનું એમ ઈચ્છું છું?" 

અનોખી બોલી, 
"હા દીદી. વિશ્વાસ રાખો મારા પર ક્યારેય નિરાશ નહિ કરું.બસ એક પ્રશ્ન છે પૂછું? " 

"હા બોલ ને " પ્રેયસી બોલી. 

"આ ડીલર ને 𝕌𝕊  બોલાવી તમે સજા આપી દો આવી રીતે પકડાવી તો તમારા વિષે હજી કોઈ જાણી ન શક્યું? અને પછી આ બધી છોકરીઓ નું શું કરો છો.? " અનોખી પ્રશ્નાર્થ નજરે બોલી. 

"હું કોઈ સાથે વાત કરતી જ નથી કે કોઈ મને જાણી જ ન શકે અને દરેક વખતે એ લોકો નવી વ્યક્તિ સાથે ડીલ કરે છે તો ક્યારેય કઈ પ્રશ્ન નથી થતા.બીજું કે આ છોકરી ઓ ને કોઈ અમે કિડનેપ નથી કરતા એમના પરિવાર માંથી જ એમને વેચી દેવામાં આવે છે. તો મારો 𝕌𝕊 માં તેમના માટે ઓફિશ્યિલ બીઝીનેસ પણ ચાલે જ છે જેમાં પ્લાસ્ટિક આઈટમ બનાવામાં આવે છે ત્યાં દરેક છોકરી નોકરી કરતી થઇ જાય છે અને પોતાની રીતે પછી તેઓ કઈ પણ કરી શકે છે ઘણી તો જિંદગી માં આગળ વધી લગ્ન જીવન માં પણ સુખી છે અત્યારે. હજી સુધી મેં 1 વર્ષ માં 12 ડીલર ને પકડાવ્યા છે અને હવે આ તેરમો જે મહિના પછી છે. " 

બધા એ પ્રેયસી ને ખુબ વધાવી પણ આરવ હજી સ્તબ્ધ જ હતો. 
"પ્રેયું , પણ તારી પાસે કેમ હવે મહિનો જ છે?" 
આરવ બોલ્યો. 

"ત્યાં એમને મને એટલા ડ્રગ્સ આપ્યા છે કે મને કેન્સર છે. મને હજી થોડા સમય પર જ ખબર પડી. ડૉક્ટર એ પણ ના કહી દીધું છે. " પ્રેયસી બોલી. 

આરવ બસ રડતો રહ્યો. 

"અનોખી, મારી બધી જવાબદારી તને આપું છું. માનવ ટન્સ બધું સમજાવી દેશે. હવે જિંદગી નો છેલ્લો સમય હું પોતાનાઓ સાથે વિતાવવા માંગુ છું. હું મારુ એ પહેલા એક વાર મને મળી જજે. 
માનવ, તારા ભરોસે છે હવે મારા સપના. તૂટવા ન દેતો." પ્રેયસી બોલી. 

માનવ અને અનોખી એ હામી ભરી અને દિલાસો આપ્યો અને ફોન મુક્યો. 

અંતે રહસ્યો ના અંત આવ્યા. 

પ્રેયસી ની હિમ્મત થી પ્રેરણા મેળવજો. 
જિંદગી ની મુશ્કેલ માં લડતા શીખજો. 
પરિસ્થિતિ થી હાર્ટ નહિ ક્યારેય. 
હવે આગળ શું થશે ? 

પ્રેયસી અને આરવ નું ? 

પ્રેયસી મારી જશે??

પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો તમારી વાર્તા,
LOST IN THE SKY 

© parl mehta

***

Rate & Review

Parijat

Parijat 4 weeks ago

Kanchan Varsani

Kanchan Varsani 1 month ago

Rekha Vyas

Rekha Vyas 1 month ago

Daksha

Daksha 1 month ago

Parl Manish Mehta