LOST IN THE SKY - 10 books and stories free download online pdf in Gujarati

LOST IN THE SKY - 10

આગળ ના ભાગ માં આપણે જોયું કે ,

"I want to talk with that girl in private. Go to our house and then call me.” જેઝ એ આવી ગંભીર પરિસ્થિતિ પણ સાચવી અને કહ્યું.

અને વળી વિચારો માં પથારી પર પડી રહી.

******

આરવ બોલ્યો,
"ફરી ફોન આવે તે હું તો સાંભળીશ જ અને પ્રેયસી કઈ ખોટું કરતી હશે તો રોકીશ પણ. ભલે તેણે દોસ્તી તોડી દીધી હોય પણ મારી દોસ્તી હજી એમ જ છે. સંબંધ એક તરફો પણ ચાલે જ છે."

આરોહી એ પણ મૂક મંજૂરી આપી.


હવે આગળ,

PART-10 "પ્રેમ ની પારાકાષ્ઠા"


ફરી જેઝ ના ફોન ની રિંગ વાગી.
પહેલી રિંગ માં જ તેણે ફોન ઉપાડી લીધો.


અને આ બાજુ આરવ અને આરોહી તેની વાત માં કાન માંડી ને બેઠા.

"Ma’am, I am at our house and she is in front of me.” કર્મચારી એ ફોન ઉપાડતા જ કહ્યું.

"You can’t control me. I’ll definitely run from here. I am going to be a part of this shit thing.”
પાછળ ના ભાગ માં થી ભયંકર ગુસ્સા માં અવાજ આવ્યો.

હા, આ એ જ છોકરી નો જે ભાગવા પ્રયત્ન કરી રહી હતી.

"Give her phone.” જેઝ એ કહ્યું.

કર્મચારી એ ફોન આપવા પ્રયત્ન કર્યો પણ તેણે વાત કરવા ઇન્કાર કરી દીધો.

"Ma’am she is refusing to talk with you.” કર્મચારી એ કહ્યું.

"Put phone on speaker. I want to tell you too.” જેઝ એ ઉત્તર આપ્યો.

“Ma’am you are telling us about your past? And telling her our whole plan?” કર્મચારી એ પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું.

"Yes. Put phone on speaker.” જેઝ એ કહ્યું.

વાત આગળ શરુ કરતા જેઝ બોલી,

"હું જાણું છું માનવ , તું ગુજરાતી છે અને અનોખી હું એ પણ જાણું છું તું પણ ગુજરાતી છે. તો ગુજરાતી માં વાત કરવી હિતાવહ રહેશે. દિલ ની વાત દિલ સુધી પહોંચી શકશે . માનવ તારા માટે પહેલી જાણકારી હા, હું ગુજરાતી છું."

માનવ એટલે કે પેલો કર્મચારી જે દરેક વાત પ્રેયસી-જેઝ ને જણાવતો. આમ ગુજરાતી પણ જન્મ થી 𝕌𝕊 માં જ રહેલો.

અને અનોખી એટલે કે પેલી છોકરી જે ત્યાં થી ભાગવા પ્રયત્ન કરી રહી હતી.

વાત પર થી સ્પષ્ટ છે કે જેઝ એ પોતાનું જન્મસ્થળ પણ કોઈ ને જણાવ્યું ન હતું.

વાત આગળ વધારતા વળી જેઝ બોલી,

"અનોખી અહીં બધા માટે હું જેઝ છું. લોકો મેમ કહી ને મને સંબોધે છે. તારી બાજુ માં જે છોકરો ઉભો છે એ માનવ છે. તેણે ભારતીય સૈન્ય માં ભરતી થવું હતું. પણ કૈક કેટલાય કારણસર ન થઇ શક્યો. લાગે છે તને આવો દેશપ્રેમી છોકરો દેશ ની દીકરી ની નીલામી કરી શકે?"

માનવ એમ આશ્ચર્ય માં પડ્યો કે તેના વિષે આ માહિતી જેઝ કેવી રીતે જાણે છે?!

આરોહી અને આરવ જે કાન માંડી ને બેઠા હતા તે એમ આશ્ચર્ય માં પડ્યા કે દીકરી નીલામી આ શું છે ?!

અને અનોખી એમ આશ્ચર્ય માં પડી કે મને વેચવાના નથી તો એ રીત નું વર્તન અને વાતો કેમ છે અહીં?!

જેઝ આગળ બોલી,
"માનવ , તને થતું હશે મેમ ને મારા વિષે બધુ કઈ રીતે ખબર. તો જયારે આટલું વિશ્વાસુ કામ કરાવવું હોય તો એટલી પૂછ પરછ કરવાનો પણ હક છે મને. અનોખી, જરા પણ ડરવાની જરૂર નથી. તારી સાથે અહીં કઈ પણ નહિ થાય અને તારી બહાદુરી થી હું ખુશ થઇ. હું જાણું છું તારા મગજ માં ઘણા પ્રશ્નો થતા હશે. અહીંયા શું ચાલે છે એ માનવ જાણે છે પણ કેમ ચાલે છે એ માનવ પણ નથી જાણતો. અને હવે મને લાગે છે કે માનવ એ જાણવું જરૂરી છે અને તારે પણ અનોખી. મારી પાસે હવે જીવવા માટે વધુ સમય નથી."

આટલું બોલી જેઝ અટકી ગઈ.

આરવ અને આરોહી એક બીજા સામે જોઈ રડવા લાગ્યા, પણ પુરી વાત જાણવા આરોહી એ આરવ ને રોકી રાખ્યો.

માનવ ને વાત નો વિશ્વાસ નહતો થઇ રહ્યો અને અનોખી તો શું ચાલી રહ્યું છે કઈ સમજી નહોતી રહી જાણે.

વળી જેઝ એ વાત આગળ વધારી,

"મારુ નામ પ્રેયસી છે, પ્રેયસી એટલે સૌને પ્રિય લાગે એવી. અને સાચે હું હતી એવી. કદાચ એટલે જ મારા માતા પિતા એ મારુ નામ પ્રેયસી રાખ્યું હશે.
અને મારા નામ નો અર્થ હું ક્યારેય બદલવા નહોતી માંગતી એટલે આજે પણ જેઝ નામે જીવું છું. જેઝ એટલે પણ પ્રિય .
મૂળભૂત હું પણ ગુજરાત ની છું. મારી 14 વર્ષ ની ઉંમરે મારા માતા પિતા એક અક્સમાત માં મૃત્યુ પામ્યા. મારા માતા- પિતા નું હું એકમાત્ર સંતાન. તેથી મને મોટી કરવામાં ઘણા સગા ને શોખ હતો. પૈસા ની લાલચ માં, લાગણી ના પૂર માં નહિ. પણ મેં મારા મામા સાથે રહેવા નો નિર્ણય કર્યો. તેઓ અમદાવાદ માં રહેતા તો સારું શિક્ષણ મળે એ ભાવના એ.
પણ એમને મને ભણાવવા માં કઈ રસ નહોતો.
પણ હું જાણતી હતી એ પૈસા માટે મારી વાત માનશે એટલે બહાને હું પણ ભણતી રહી.
હું 16 વર્ષ ની થઇ એની સાથે 𝕌𝕊 મારી સગાઇ નક્કી થઇ ગઈ છે એમ જણાવવામાં આવ્યું.
એ વ્યક્તિ કોણ છે શું છે નામ કઈ જ મને ન જણાવવા માં આવ્યું.
મેં વગર કઈ કચ કચે વાત સ્વીકારી લીધી કે કદાચ મારુ ભણવાનું પણ ન બંધ થઇ જાય.
પછી મેં આગળ ભણવા જીદ કરી કોલેજ ની તો મને પરવાનગી ન મળી ત્યાર બાદ 𝕌𝕊 થી એ વ્યક્તિ એ કૈક કહ્યું મારા મામા ને અને એ માની ગયા.
અને ને એન્જીન્યરીંગ કોલેજ માં પ્રવેશ લીધો.
ત્યાં હું પહેલા જ દિવસે એક છોકરા ને મળી અને સમય જતા મને એની સાથે પ્રેમ થઇ ગયો.....આજ સુધી એને કહી નથી શકી કે આજે પણ એને કેટલું ચાહું છું હું......"

આટલું બોલતા પ્રેયસી ગળગળી થઇ ગઈ.

આ બાજુ આરવ કઈ જ સમજી નહોતો રહ્યો કે સદાય હસતી એની પ્રેયું કેટલું સહન કરતી હતી. અને એની પ્રેયું આજે પણ એને જ ચાહે છે.

પ્રેયસી પોતાની વાત આગળ વધારતા બોલી,

"પછી મને થયું કે આગળ વધતા પહેલા મારે એને બધી વાત કરી તો અમારી વચ્ચે અંતર વધી ગયું. છતાં દોસ્તી હતી, મેં વિચાર્યું કે મારા પ્રેમ ના ઈકરાર થી બધું ઠીક થઇ જશે.
તો પહેલા મામા ને કહેવું ઠીક સમજ્યું કે મારા લગ્ન પહેલા તૂટે અને હું બીજા ને ચાહું છું તેની સાથે મારા લગ્ન થાય.
એક સમયે તો ભાગી જવાનો પણ વિચાર આવ્યો.
પછી ખોટું કરવું ઠીક ન લાગ્યું .
પણ એ મારી મોટી ભૂલ સાબિત થઇ."

અનોખી હવે વિશ્વાસ કરતી થઇ રહી હતી આ વાત પર. તેણે ઉત્સુકતા સાથે પૂછ્યું,
"તમે જેને પ્રેમ કરતા હતા, તેની સાથે છો હવે તમે? તે આ બધું જાણે છે?"

"છું અત્યારે એની સાથે જ પણ માત્ર એક દગો આપેલા મિત્ર તરીકે જેનાથી એ નફરત કરે છે અને હા, એ કઈ જ નથી જાણતો. જાણતો હોત તો એને પ્રેયસી ને જેઝ ક્યારેય ન થવા દીધી હોત.". પ્રેયસી એ જવાબ આપ્યો.

"અત્યારે એમની સાથે છો તો જણાવી દો ને. નફરત કેમ સહન કરો છો. ". અનોખી એ સામે જવાબ આપ્યો.

"અનોખી મેં પહેલા પણ કહ્યું. મારી પાસે જીવવા સમય નથી. 3 મહિના પણ આ પૃથ્વી જોઈ શકું તો ઘણું છે. અત્યારે એને આ વાત કહીશ તો એ તૂટી જશે. એક વાર એને તોડી ચુકી છું ફરી નહિ. અને હવે કદાચ એ આગળ પણ વધી ચુક્યો છે એને પાછો નથી લાવવો હવે. એનાથી સારું તો કે એની નફરત સાથે એનાથી દૂર જતી રહું. મરતા પહેલા એટલું તો સુકૂન મળશે કે એ ખુશ છે."
પ્રેયસી એ કહ્યું.

આરવ પળે પળ તૂટી રહ્યો હતો. અને પ્રેયસી ના પ્રેમ માં ફરી વાર પડી રહ્યો હતો.

પ્રેયસી વાત સાચી તો છે.
સાચો પ્રેમ પ્રેમી ની ખુશી માં જ તો હોય છે.

"પારાકાષ્ઠા પ્રેમ છે એ જ સાચી
જ્યાં સાથી સામે ખુદ નું મૂલ્ય હોય ગૌણ."





પ્રેયસી ખોટું તો નથી કરતી e તો થઇ ગયું
પણ કરે છે શું એ રહ્યું હજી

અને પ્રેયસી આ શા માટે કરે છે ?

ભૂતકાળ માં શું થયું હતું એની સાથે?

એની પાસે કેમ હવે જીવવા 3 મહિના જેટલો જ સમય છે?

આરવ અને પ્રેયસી વચ્ચે હવે શું થશે ?

પ્રેયસી આ બધી વાત કહી માનવ અને અનોખી પાસે શું ઇચ્છતી હતી?



પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો તમારી વાર્તા,
LOST IN THE SKY

© parl mehta