Fari Mohhabat - 19 books and stories free download online pdf in Gujarati

ફરી મોહબ્બત - 19

“ફરી મોહબ્બત”

ભાગ : ૧૯


" અંકુર હું તને પછી ફોન કરું." મોબાઈલ કાન પર ધરતાં શાંતિથી ઈવાએ કહ્યું. ફોન કટ કરીને ગુસ્સાથી મોબાઈલ અનયને આપી દીધો.

"ઈવા...!! આ શું છે??"અનય ચિલાવ્યો પણ ઈવા સાંભળવા ઊભી નહીં રહી.

અનયનું માથું ભમવા લાગ્યું. એ બારી પાસે આવ્યો. બહાર નજર કરી. પોતાની જાત સાથે જ એ વાતે વળગ્યો, " શું વાંક છે મારો?? ઈવાને હદથી વધારે મોહબ્બત કરું છું એટલે!! હું એના મોહબ્બતમાં પડીને પોતાનું અસ્તિત્વ શું છે એ પણ ભૂલી ગયો છું એટલે..!! એની બધી જ વાતો જે ખોટી છે એને પણ ઇગ્નોર કરતો આવ્યો છું એટલે..!!

ઓહ એક એકલા આદમીને ક્યાં સુધી લડવાનું?? કોઈ બીજા સાથે નહીં...!! ફક્ત જાત સાથે લડ્યા કરવાનું!! ઈવાને લીધે આજે હું મારા કોપાર્ટનરથી પણ અલગ થયો. જાતે બિઝનેસ કરવા માટે હવે બહાર રખડવું પડે છે. મેરેજમાં એટલો જ ખર્ચો કર્યો..!! હવે નવો બિઝનેસ કરવા માટે લોન ક્યાંથી ઉપાડું..!! એમાં ઘરનો ખર્ચો..!! ઈવાને આ સમયે મારો સાથ આપવા જોય એના બદલે દુશ્મનની જેમ વર્તી રહી છે..!!

હદથી વધારે ઈવા મને અજમાવી ચૂકી છે તો પણ હું એનો પ્રેમ પામવા થનગની રહ્યો છું. હું દિલથી ચચરી રહ્યો છું કેમ કે ઈવા પોતાનો હાથ પણ મને પકડવા દેતી નથી તો એણે પામવાની તો દૂરની વાત રહી..!!" અનયને જાણે આજે જ વિચારવા માટે સમય મળ્યો હોય તેમ વિચારોના ઊંડા ગર્તાકમાં ઉતરી ગયો.

"પ્રેમ તો બે દિલોનું મિલન છે તો શું લગ્ન બાદ એ બે દેહનું મિલન એ પ્રેમ જ હોય છે કે પછી ફક્ત એક વાસના..!! હું મારા દિલને જ કેમ ઠપકો આપું છું કે, અનય...!! તને પ્રેમને શારીરિક રીતે એક જરૂરિયાત નથી બનાવવાની. તું તો સાચો લવ કરે છે ઈવાને તો તું કેમ એણે પામવા માંગે છે..? એની મોહબ્બત માટે ફક્ત તું વેટ કરી શકે છે બીજું કશું જ નહીં કરી શકે તું..!!"

ઓહહ હું કેમ હદથી વધારે વિચારી રહ્યો છું. ગાંડો થઈ જઈશ હું...!! મારી પ્રકૃતિ વિચારવાની છે જ નહીં...!! આજ સુધી મેં આટલું મગજ ઘસ્યું નથી ઊંડા વિચારો કરવા માટે..!! હું મનમોજીલો આદમી...!! હું કેવી રીતે જીવી રહ્યો છું..!!" અનયે પોતાને વિચારતો રોકવાનો પ્રયત્ન કર્યો. લડવા લાગ્યો દિલો દિમાગ સાથે, " સ્ટોપ અનય સ્ટોપ.. વિચાર મૂકી દે... વિચાર કરવાનું છોડી દે." પરંતુ બીજી જ પળે દિલથી એક સવાલ આવ્યો, “શું લગ્ન બાદ હસબન્ડને પોતાની વાઈફને પ્રેમથી પામવાનો હક પણ નથી રહેતો..?” ત્યાં જ અનયના મોબાઈલની રિંગ વાગી. એ વિચારોના વમળથી જાણે છૂટ્યો હોય તેમ હાશકારો અનુભવતા કોલ ઉઠાવા ગયો.

"હૈ...ય..!! અનય...!! કેમ છે દોસ્ત..!!" સામે છેડેથી અનયનો ફ્રેન્ડ દર્પણ બોલી રહ્યો હતો.

" અનય તો મોજમાં જ રહેવાનો ને ભાઈ..!!"ખૂશી જાહેર કરતા અનયે કહ્યું.

" ચાલ તો ક્યારે મળીયે!! તારો વોટ્સએપ મેસેજ વાંચ્યો ભાઈ. બધી હેલ્પ કરવા તૈયાર છું." દર્પણે કહ્યું.

"થેંક યુ ભાઈ. આપણે આવતીકાલે મળીયે." અનયે ખુશ થતા કહ્યું.

***

દિવસ એવો જ ખામોશીમાં પસાર થઈ ગયો. પરંતુ રાત...!! ખાવા દોડતી હતી અનયને..!! પહેલા ફક્ત ઈવાનું ટેંશન હતું...હવે બીજું પણ ઉમેરાયું હતું કે હવે એ જોબલેસ હતો.. વગર ધંધે એની લાઈફ ચાલી રહી હતી. એ સારી રીતે જાણતો હતો કે જોબલેસ થયેલા વ્યક્તિઓની ઈજ્જત વધારે સમય ટકતી નથી. જ્યાં પૈસા ત્યાં ઈજ્જત અને ત્યાં જ રિશ્તા નભતાં..!! એમાં જ ઈવાએ તો મેરેજ બાદ જ અનયની મોહબ્બતને ઠુકરાવી દીધી હતી...!! હવે તો અનય કમાતો પણ બંધ થઈ ગયો હતો...!!

અનયને રાતના હવે ઊંઘ બરાબર આવતી ન હતી. એના વિચારો હવે એની ઊંઘને ખલેલ પહોંચાડતા હતા. એ ઊંઘવાની કોશિશ તો કરતો પણ ઉઠીને બેસી રહેતો. અડધી રાતે પણ એ ઉઠીને બાલ્કનીની બહાર ઝાંખતો રહેતો.. કાળી રાતમાં પણ એ પોતાના દિલને આશ્વાસન આપતો રહેતો કે ઈવા એક દિવસ જરૂર પોતાની મોહબ્બતને સમજશે. સ્વીકારશે..પોતાનો બનાવશે...!!

અનય આજે પણ એવો જ અડધી રાત્રે જાગતો ઉઠી ગયો..!! ઈવાનું આજનું રાતના સુવાના પહેલાનું બીહેવ યાદ આવી ગયું...પોતે કહેલું કથન યાદ આવી ગયું!!

"ઈવા..!! દર્પણ મારો જૂનો યારનો ફોન હતો. આવતીકાલે હું એને મળવા જવાનો છું. એ જોઈતી મદદ કરશે. એટલે સમજ કે હું નવો બિઝનેસ સ્ટાર્ટ જ કરી લઈશ. !!" અનય ખુશખબરી સંભળાવતો હોય તેવા સ્વરમાં કહ્યું. ઈવાએ સાંભળ્યું પણ ધ્યાન આપ્યું નહીં.

"ઈવા...!! સાંભળે છે ને...!!" અનયે ઈવાને એકીટશે નિહાળતા કહ્યું.

"એમાં સાંભળીને શું કરું?? જ્યારે બિઝનેસ પાર્ટનરથી છૂટું પડવું હતું ત્યારે મને પૂછ્યું??" ઈવાએ કહ્યું. એક સેંકેન્ડ માટે તો અનય ઈવા ભણી જ જોતો રહ્યો એ વિચારથી કે બધું તારા લીધે જ તો થયું છે પરંતુ બીજી જ પળે બધું મનથી ખંખેરી દેતા કહ્યું, "ઓહ માય સ્વીટ વાઈફ. હવે મોઢું નહીં બગાડ ને. ફક્ત આજની રાત જ આપણે ઝગડા કરવાનું બંધ કરીને ફરી મોહબ્બતમાં લીન થઈ જઈએ તો...!! ઈવા એક વાર ફરી લવમાં રંગાઈ જા ઈવા. આજથી પ્રેમની શુરુઆત કરીએ. બે શત્રુઓ પણ ફરી મિત્ર બની શકે છે તો આપણે બંને તો એકમેકને પ્રેમ કરી ચુક્યા છે ઈવા..!! એક વાર ફરી મોહબ્બત બની જા મારી ઈવા તું...!! તારી બધી નારાજગી દૂર થઈ જશે ઈવા.. એક વાર તું મને તારો બનાવી દે ઈવા...!!" અનય પ્રેમથી સમજાવતાં ઈવાની વધુ નજદીક સરખી ગયો. અનય વારંવાર ઈવાની નજદીક જવાનો પ્રયાસ કરતો રહેતો. અનયે ઈવાનો હાથ મજબૂતાઈથી પકડીને ચૂમી લીધો. તે જ સમયે ઈવા પોતે ઝટકાથી બેડ પરથી ઉઠી ગઈ. એ ગુસ્સામા ગર્જી ઉઠી, " અનય!! તું હદ વટાવી રહ્યો છે. હું તારી શક્કલ પણ જોવા માગતી નથી. તારી સાથે સંબંધ બાંધવાની વાત તો દૂરની રહી...!!"

અનયનો ગુસ્સાનો પારો પણ ઊંચો થયો, " ઈવા...!! હું તારી સામે તારી મોહબ્બત પામવા પ્રેમથી સમજાવી રહ્યો છું પણ મને સતત એમ જ લાગી રહ્યું છે કે હું પ્રેમ નહીં...!! પ્રેમ માટેની ભીખ માગી રહ્યો છું. હું થાક્યો છું. હવે હું તને વધારે મનાવી ના શકું..!! જો ઈવા...!! તને હું પસંદ નથી તો ચોખ્ખું કહું છું આપણે બંને છુટ્ટા પડી જઈએ. મને ડિવોર્સ જોય છે તારાથી...!!

અનયનું કથન સાંભળીને ઈવાની આંખો મોટી થઈ ગઈ.

(ક્રમશ)