khota sikka books and stories free download online pdf in Gujarati

ખોટા સિકકા

"કા અંબાભાઈ ક્યાં હાલ્યા ?"
" બસ આ દીકરા ના ઘરે વારો પૂરો થયો બાબુભાઈ હવે મોટા દીકરા ના ઘરે વારો ?"
"શેનો વારો અંબાભાઇ ! કંઇ સમજાયું નાઈ મને !" બાબુભાઈ એ નવાઈ પામતા પૂછ્યું
"ભગવાન ના આશીર્વાદ છે તમારા પર બાબુભાઈ કે તમારે માત્ર એક લક્ષ્મી જેવી છોકરી છે . દીકરી તો ભગવાન નું વરદાન છેે. એને માત્ર પ્રેમ જ આપો બીજુું કઇ નહિ માાંગે અમારે ચાર ચાર દીકરા પણ એ દીકરાઓ ને ક્યાં પોતાના બાપ ની પડી છે કઈ !"

" ઉદાસ લગો છો અંબાભાઈ , ચાલો એક કામ કરીએ ત્યાં સામે ચા ની કીટલી એ બેસીએ અને બેસી ને નિરાંતે વાતો કરીએ '
" ના ભૈ , મારે મોડું થાય છે "
"કઈ મોડું નાઈ થાય હાલો એક રકાબી ચા તો પી લઈએ બંને ભાઈબંધો "
" તો હલો બેસીએ માંડી ને વાત કરીએ બાબુભાઈ "
બંને આધેડ થી ઉપર ની ઉંમર ના વૃધ્ધ ભાઈબંધ એક બીજા ના સહારે ચાલતા ચાલતા કીટલી એ પહોંચ્યા
" શું વાત છે અંબાભાઇ ?"
" શું વાત કરું,તારા ભાભી ના ગયા પછી હું છતે ઘર બેઘર થઈ ગયો છું ચાર ચાર દીકરા પણ બધા ખોટા સિક્કા નીકળ્યા , માં બાપ ની સેવા કરવા ની જગ્યા એ એમની સુવિધા ખાતર માં બાપ ના ફેરા કાઢયા"
"ફેરા ! કઈ રીતે અંબાબાઈ?"
"૧ મહિનો મોટા રાવજી ના ઘરે બીજો મહિનો મહેશ ના ઘરે ત્રીજો સૂરેશ ના ઘરે , ચોથો સૂનીલ ના ઘરે અને પંચોમો....."
" કેમ અટકી ગયા અંબાભાઇ ? તમારે તો ચાર જ છોકરા ને તો પાંચમો કોના ઘરે વારો ???"
" ભૈ બાબુ ! પાંચમો મારે ગામડે જવાનું બધા છોકરાઓ એ નક્કી કર્યું કે એક મહિનો એમને આરામ જોઈએ ! "
" અંબાભાઈ , તમે કઈ રીતે એકલા રહી લો છો ગામડે ?? "
" મજબૂરી છે બાબુભાઈ રેવું પડે છે , જ્યાં સુધી મારું આ ખોળિયું થાકી ને તૂટી નાઈ જાય ને ત્યાં સુધી રેવું જ પડશે.
ભગવાન પણ કેવી અજીબ ખેલ રચે છે , જિંદગી ના છેલ્લા પડાવ પર લઈ જવા માટે ચાર ખભા આપી દીધા પણ જીવન ની મુશ્કેલીઓ , દુઃખ , દર્દ કહી સંભળાવા એક પણ ખભો ના આપ્યો " ધ્રુજતા હાથે એમને ચા નો છેલ્લો ઘૂંટ લીધો અને બાબુભાઈ જોડે રજા માગી ને પોતાના દીકરા ના ત્યાં જવા બસ સ્ટેન્ડ બાજુ રવાના થયા.
એક હાથે અને એક પગે અપંગ એવા અંબાભાઈ ને લાકડી ના સહારે ચાલતા જોઈ બાબુભાઈ નું હ્રદય દ્રવી ઉઠ્યું એમને ભગવાન નો ઉપકાર માન્યો કે એમને એક લક્ષ્મી જેવી દીકરી છે જે એક ફોન કરવાથી દોડતી આઇ જાય છે એ દીકરી જે એમના બધા સુખ દુઃખ માં સાથ આપે છે .

દીકરી એટલે સાપનો ભારો કહેવત ખોટી છે, દીકરી એટલે વરદાન.

મમ્મી-પપા ને દુખો ભુલાવી ને તેના ચહેરા પર સ્મિત લાવે તેનું નામ દીકરી.

આવા કેટલાય અંબાભાઈ છે જેના ઘડપણમાં માત્ર નિસાસો જ છે.

મા બાપ ને જયારે ઘડપણ આવે ત્યારે એમને સાચવી લેજો મિત્રો, કારણ કે ઘડપણ મા એમને તમારી જ આશા છે.

સમજાય તો સારું છે બાકી સમય ને તો કોઈ ની પણ શરમ નથી અને સમય સહુ નો આવે છ ખરાં...

પીંપળ પાન ખરંતા, હસતી કુંપળિયાત,
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં.