ey, sambhad ne..! - 15 books and stories free download online pdf in Gujarati

એય, સાંભળ ને..! - 15 - પ્યાર કિયા તો ડરના ક્યા ?

ભાગ 15 : પ્યાર કિયા તો ડરના ક્યા ?


વેલ..વેલ..વેલ..! યે શનિવાર બડી જલ્દી આ જાતા હૈ, નહિ ? તો ગયા ભાગમાં આપશ્રીએ વિદાય લીધી ત્યારે દુલ્હા 'ટુ બી' ની એન્ટ્રી સીડીઓ પરથી થઈ રહી હતી ને અમારે પણ સેલ્ફીઓ પાડવી હતી, એટલે ગયો એપિસોડ આપણે સમાપ્ત કર્યો હતો. તો હવે વાર્તાને આગળ પણ ધપાવીએ.

હવે આગળ..

"ચલો હવે..! બહું બધા ફોટા પડી ગયા, હવે પછી પાડજો." અમે ફોટા પાડવામાં વ્યસ્ત હતા, ત્યારે પાછળથી મમ્મીજી આવ્યા અને અમને બોલાવી ગયા. (હા હવે, મમ્મી , બસ ? જી ફેમિલીની હજુ વાર છે 😂)

ધીરે ધીરે કરતા નિધિ અને વરરાજા બહાર વિધિ પહેલા જ ફોટા પડાવીને પાછા હોલ તરફ આવી રહ્યા હતા. હોલ આખો સજેલો હતો અને સામે તેમના માટે ખુરશીઓ પણ સજાવેલી પડેલી હતી. દિપાલી નિધિ સાથે જ ચાલતી હતી.

"યાર મીનું, આ નિધિ જો તો , કેટલી શરમાય છે ?" અમે ભાઈ બહેને પંચાત શરૂ કરી.

"અરે ભાઈ, શરમાય તો ખરા ને..! તું ય કેવી વાત કરશ ?" મીનું નિધિને જોતા જોતા બોલી.

ધીરે ધીરે ચાલતા બન્ને પોતપોતાના સિંહાસન પર બિરાજમાન થયા.

(સાચું કહું, તો એ સિંહાસન પર ગાદી નીચે નાના બે ત્રણ ફુગ્ગા રાખવાની બહુ ઈચ્છા થતી હતી, પછી જે દ્રશ્ય થાત. આ તો કેવું બોરિંગ બોરિંગ લાગતું હતું)

હું, મીનું ને નિખિલ પાછળ બેઠા બેઠા સો કોલ્ડ ઓબ્ઝર્વેશન કરતા હતા. દિપુ તો નિધિ ભેગી જ હતી. લો, આ પૂજાની થાળી પણ આવી ગઈ.

"આ લો મમ્મી, થાળી..!" કોઈ એક છોકરી આવી નિધિના સાસુ ટુ બી, નામે મનીષાબેનને કંકુ-ચોખા-મીઠાઈ-દીવો ભરેલી થાળી દેતા બોલી.

"યાર મનન્યા, આ કોણ છે ?" નિખિલે મને પૂછ્યું.

"આ વરરાજાની બહેન અને નિધિની થનારી નણંદ છે, નિશા..!" આગળ બેઠા બેઠા અમારી વાત સાંભળતા સાંભળતા પપ્પા બોલ્યા. નિખિલ પપ્પાને સાંભળીને કશું બોલવા લાયક ન રહ્યો અને મારી ને મીનુની હસી બંધ નહોતી થતી.

"નિખિલ, વાત ચલાવી હોય તો કહી દેજે હો !" પપ્પા ફરી પાછળ ફરતા બોલ્યા.

"અરે અંકલ, એવું કશું નથી. આ તો બસ..!" નિખિલ વાતને ટાળતા બોલ્યો.

આગળ કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. પેલા આંટીએ, અર્થાત મનીષાબેને નિધિ અને નીરવને ચાંદલો કર્યો, બન્નેના માથા પર ચોખા ચડાવ્યા.
(ચડાવ્યા જ કહેવાય ને, મને શબ્દ નથી મળતો - પેલું માથા પર આમ ચોખા ભભરાવે એને..! તમને યાદ આવે તો કહેજો કોમેન્ટમાં..!)
અને માથા પર લાલ ચૂંદડી ઓઢાડી ,ત્યાર બાદ અંકલ આવ્યા ને આંટીના હાથમાં શ્રીફળ આપ્યું , ને આન્ટીએ એ નિધિના હાથમાં આપ્યું અને અંતે મોઢું મીઠું કરાવ્યું, સાથે નિધીને હાથમાં 501નું શુકન આપ્યું. (ખાલી 500 જ !!) આ જ વાત ફરી નિધિના મમ્મી - પપ્પાએ પણ ફરીથી કરી અને સાથે નિરવને 2001 નું શુકન. હવે બન્ને નિધિ નીરવ ઉભા થયા અને સાસુ-સસરા તથા માતા-પિતાના આશીર્વાદ લીધા અને આ સાથે જ બન્નેનું ઓફિશિયલી ફાઇનલ થયું.

હા, આશીર્વાદ આપતી વખતે નિધીના મમ્મીની આંખો ભીની થઇ ગઈ હો પાછી. યાર સાચે, બહુ જ ઇમોશનલ છે એ..! ને ઉપરથી મોટી દીકરી ને ઘરનો પહેલો પ્રસંગ. આશીર્વાદ આપ્યા બાદ એમની નજર દિપાલી પર ફરી રહી હતી. (હવે એમનો જ વારો હતો ને..!)

આ તરફ મુખ્ય કાર્યક્રમ બસ પત્યો. નિશા અમે બેઠેલાઓ માટે ચા અને કોફી લઈ આવી.

"ના ના, મારે નહિ ચાલે..!" મેં કહ્યું.

"અરે નિખિલ, તું તો લે કોફી..!" મેં નિખિલની મશ્કરી કરતા કહ્યું, નિખિલે ના પાડવા પોતાનો હાથ ઊંચો કર્યો ને છલોછલ ભરેલી કોફીના કપમાંથી કોફીના એ છીંટા નિખિલના બુટ ને પેન્ટ પર પડ્યા.

"ઉપ્સ.. સોરી સોરી..!" નિશા બોલી.

"સોરી શું, એને જ ઊંચો કરવાની ચુલ હતી, શાંતિથી પી લેવી હતી ને કોફી ?" હું ફરીથી 'સળી' કરતા બોલ્યો.

"બાથરૂમ ક્યાં હશે ?" નિખિલે શરમાતા ને અચકાતા નિશાને પૂછ્યું.

"ચલો, પેલા રસોડામાં જ સાફ કરવા માટેનું ડીતરજન્ટ વાળું કપડું રાખેલું છે, હું ત્યાં જ લઈ જાઉં છું.પછી બાથરૂમમાં " નિશા નિખિલને રસોડા તરફ લઈ જતા બોલી.

(રસોડામાં ? રસોડે મેં કોણ થા ? 😂)

"યાર સાચું કહેજે, ચાય કરીને તે કોફી મારા પગ પાસે પાડી ને ?" નિખિલે નિશાને પૂછ્યું.

"હાસ્તો વળી..! જ્યારનો આવ્યો છે વાત જ નથી કરતો. વાત શું, સામે પણ નથી જોતો." નિશાએ કહ્યું

"તો શું વળી..! હાથ પકડીને થોડો ઉભો રહું તારી સાથે..!" નિખિલ અકળાતા બોલ્યો.

"લે..! માલો નિખિલ તો બવ શરમાય..!" નિશા નિખિલના ગાલ ખેંચતા બોલી.

(હવે એમ ન પૂછતાં, મને કેમ ખબર પડી અંદર આવું બધું ચાલતું હતું..! વાંચો વાંચો આગળ..!)

"યાર કોઈ આવી જશે..!" નિખિલ હાથ હતાવતા બોલ્યો.

"ભલે ને આવી જાય..! મારું જ ઘર છે..! ને ભાઈ પ્યાર કિયા તો ડરના ક્યાં, હૈ ? " મેડમને કોઈના બાપની બીક નહોતી.

"અહ..અહ.. અહ..!" પાછળથી અવાજ આવ્યો અને અને બન્ને અચાનક જ અસહજ થવા લાગ્યા ને નિશા અચનકથી બોલવા લાગી, "આ લ્યો, આ બુટ ને પેન્ટ પર ઘસી નાખો, ડાઘ નહિ આવે પછી..!"

બોલો કોણ હશે ? રસોડે મેં કોણ થા ?



લા હું જ હતો. અરે, હું તો ખાલી પાણી પીવા ગયો હતો. સાચે, પાણી પીવા જ ગયો હતો, એમની જાસૂસી કરવાનો નહિ. અરે સાચ્ચે, તમારા સમ. ચાઈ કરીને નહોતો ગયો. લે, માનશો નહિ તમે લોકો.

"અરે કેરી ઓન નિખિલ ભાઈ, હું તો પાણી પીવા આવ્યો હતો. નિષાજી, એક ગ્લાસ પાણી મળશે..!" હું બોલ્યો.

"મનન્યા તારી તો..! શું મજા આવે છે હેં તને ?" નિશાએ એ ડિટરજન્ટ વાળું કપડું મારા પર ફેંક્યું.

"આ મનનનો ત્રાસ છે હો હવે." નિખિલ બોલ્યો.

"શું ત્રાસ હે ? એ તો સારું થયું હું જ હતો. બીજું કોઈ હોત તો શું હાલત થાત તમારા બંનેની. મોટા આવ્યા પ્રાઇવસી વાળા..!"

"હા હવે બહાર ચલો, બધા વિચારતા હશે કે આ ત્રણે અંદર શું કરે છે..!" નિશા બોલી.

હા બાપા, આ નિશુ નિખિલને રસોડામાં લઈ ગઈ ને, ત્યારે જ શંકા ગઈ હતી, આ બન્નેને એકબીજાની યાદનું હુરાતન ચડ્યું હશે, પાકું..! કોઈ કાંડ ન કરી લે તો સારું. એટલે હું પણ પાછળ પાછળ ગયો. બાકી આ નિશા ને નિખિલનું નક્કી નહિ, ખાલી કુકર ગેસ પર ચડાવીને કાંડ કરી નાખે, ને પાછળથી કુકર ફાટે તો આખો રાયતો સાફ કરવા ગોપી વહુને બોલાવે. ને આમના કેસમાં ગોપી વહુ એટલે હું, મિસ્ટર મનન - સીધો સાધો મનન મનન..! આ બેયનો ય સાચે ત્રાસ છે. જોયુ નહિ, નિશાને જોઈને સીધુ જ મને પૂછ્યું, "મનન્યા, આ કોણ છે?" અલા કોણ છે વાળી, સાચે કહી જ દેવાની જરૂર હતી કે, આ થનારી નિશા નિખિલ બારોટ છે. 😴😴

બસ, કાર્યક્રમ પૂરો કરી, સ્વાદિષ્ટ ભોજન લઈ ને અંતે અમે ઘરે પાછા પહોંચ્યા.
હા યાર, થાકી ગયા હો બધા. ચલો હવે , આવતા શનિવારે..!


વધુ આવતા અંકે..


હાશ..! નિધિ નિરવનું પાકું થઈ ગયું. ને આ નિધિની નણંદ નિશા ને નિખિલનું હારુ ચાલુ હતું કોઈને ખબર ય ન પડી. હવે અમારું શું થાય એ જોવાનું રહ્યું.

હા, આજે એમ તો વાર્તા જ પતાવી દેવાની ઈચ્છા હતી, પણ અચાનક જ નિશા યાદ આવી ગઈ, એટલે વાર્તાની દશા ને દિશા, બેય ફરી ગઈ.આશા રાખું છું, તમને ય નિશા મળી ગઈ હશે.

વાર્તાના પ્રતિભાવ તમે કોમેન્ટ, મેઈલ કે મેસેજમાં ભભરાવી શકો છો. બાકી મળીએ આવતા શનિવારે. હજુ તો સાંજ ય નથી થઈ બીજા દીવસની. ત્યાં સુધી મુસ્કુરાતે રહો ને સ્વસ્થ રહો. હા, તમારી દિપાલી , અરે હા, કોઈ નિશા પણ હશે તો ય ચાલશે. એમની ને તમારી કોઈ વાર્તા હોય તો એ પણ શેર કરી શકો છો બિન્દાસ..!

તબ તક કે લિયે નમસ્કાર.