mithino udaar prem books and stories free download online pdf in Gujarati

મીઠીનો ઉદાર પ્રેમ

મીઠી ઓ મીઠી જલ્દી કર.આપણને મોડું થશે.અને હા સાંભળ કહી દઉ છું અહિયાથી વધારે કોઈ સામાન નથી લઈ જવાનો.ત્યાં બધુ જ છે.એટલે ખોટી ભીડ કરવાની જરૂર નથી પણ ત્યાં તારો આ ગામઠી પહેરવેશ નથી ચાલવાનો.ત્યાં તો તારે શહેરી મેમ બની ને રહેવાનુ છે સમજી.ચાલ ચાલ હવે જલ્દી કર.

આવુ બોલતો બોલતો પરેશ બધો સામાન પેક કરી રહ્યો હતો.

અરે સાંભળો હુ તમને એક વાત કહુ,આ શહેર જાવુ જરૂરી જ છે.બાપડા મને તો મારુ ગામડું જ વ્હાલું હો.
શહેરની ચકાચોંધ હુ ના ખમી શકુ બાપા. આતો તમારી બદલી થઈ સે એટલે બાકી મને તો મારુ ગામડું જ વ્હાલું હો.અને એક વાત કહી દઉ સુ હુ ત્યાં જઈ ને કાઈ મારો પહેરવેશ નથી બદલવાની.મને તો મારા આ સાડલામાં જ વધું ગમે.

આવુ કહી મીઠી તેનાં બધાં કપડા બેગમાં મુકે છે.ગામડું છોડતી વખતે તે તેનાં બધા મિત્રોને મળે છે.સૌ પ્રથમ એ ઘેલી ડોશી ને મળે છે.

ઘેલી માઁ ઓ ઘેલી માઁ આ તમારા દિકરા હારે હુ ગામ છોડી ને જઈ રહી છું પણ મારો જીવ તો મારુ આ ગામ જ છે હો. મને જાવુ બિલકુલ ગમી નથી રહ્યુ પણ મારે જાવુ પડશે. કેમ કે જો હુ નાં જાઉ તો આ મારા ધણી ને રાંધી ને કોણ આપે.એટલે આપણે તો ખાલી આની સેવા કરવા જ જાવાનું બાકી બીજુ કાઈ નહીં હો. માડી આ મારી છૂટકી ચકલીઓને રોજ હવે તમારે જ ચણ નાખવું પડશે. નહી તો બાપડી ભૂખી રહી જાશે. આ મારા કાલીયા ને પણ તો તમારે જ સંભળાવો પડશે હો. અને ઓલી માણકી ને હુ કેવી રીતે ભૂલું.એને તમારે રોજ રોટલી આપવી પડશે. નહીં તો બારણે આવી ને ટક ટક જોયા કરશે. અરે અને આ મારા પરમ મિત્ર જે બળબળતા તાપ મને છાંયડો આપે એને તો હુ ભૂલી જ નાં શકુ.ઘેલી માઁ આ રઘલા ને અહિયા મેલી ને જાઉ શુ
એને આ બધુ કામ કરવા કહેજો હો.

આવુ કહેતી કહેતી, ઘેલી ડોહીનાં પગ પકડી આશિર્વાદ લઈને આંખોમાં આસું લઈને મીઠીએ શહેર તરફની વાટ પકડી હતી.

મીઠીનાં પહેરવેશથી કોઈ ને પણ ખબર પડી જતી કે આ બેન ગામડેથી આવ્યાં.

બંને દંપતિ શહેર પહોચે છે.ત્યાંની મોટી મોટી બિલ્ડિંગો જોઈ ને મીઠી હેરાન રહી જાય છે.અને કહે છે

એ હાભળો છો વળી આટલે ઊંચે કેવી રીતે રહેવાનુ.કોઈ ઉપરથી નીચે પડ્યુ તો?

અરે મારી ઘેલી મીઠી કોઈ નીચે નથી પડવાનુ.આપણુ ઘર તો પાંચમા માળ પર છે.

ઓહ માડી હવે આ પાંચમા માળ પર પહોંચતા તો કેટલી બધી વાર લાગશે.ઈમાય વળી જો કાંઈ સામાન લઈ ને આવ્યાં તો તો મર્યાં જ સમજો.

અરે મીઠી તારે ક્યાં આ પાંચ માળ ચઢવાના છે.આ લિફ્ટ તને ઉપર લઈ જશે.

લે વળી આ લિફ્ટ કઈ બલાનું નામ છે.

જો મીઠી અહિ આવ આ લિફ્ટ છે જેની અંદર તુ આવશે એટલે આ નંબર આપ્યાં છે ને એમા 5 નંબર વાળુ બટન દબાવવાનું એટલે આપણે આપણાં માળ પર પહોચી જઈએ.

નાં હો હુ તો નાં આવુ આ તમારી લિફ્ટ ફિફટમાં. હુ તો ચઢી ને જ જઈશ.

અરે મીઠી તુ આવ તો કાઈ નાં થાય હુ તારી હારે જ છું જો.

બંને લિફ્ટમાં પાંચમા માળ પર પહોચે છે.પછી પોતાનો ફ્લેટ ખોલે છે.

આજુબાજુ વાળા બધા મીઠીને જોવા લાગે છે.મીઠી બધાને રામ રામ કહેવા લાગી. તો બધા એની ઉપર હસવા લાગ્યા.

મીઠી ગામડાંનાં મુકત વાતાવરણમાં રહેલી એટલે એને આ રીતે ફ્લેટમાં બંધ રહેવુ બિલકુલ ગમતુ ન હતુ.પરેશ નાં જવા પછી તેં ઘરનો દરવાજો ખુલ્લો જ રાખતી હતી.એક દિવસ પડોશમાં રહેતાં પ્રિયાબેન આવ્યાં અને એને સમજાવવા લાગ્યા.કે આવી રીતે દરવાજો ખુલ્લો ન રાખવાનો.બધાજ સરખા નથી હોતા.

પરેશ બે દિવસ પછી ઓફિસ જાય છે.જયાં તેની મુલાકાત રીચા જોડે થાય છે.રિચા દેખાવે ખૂબ સુંદર.સ્વભાવ પણ એનો ખૂબ જ મળતાંવડો. એટલે એ પરેશની જોડે પણ બોલવા લાગે છે.ધીરે ધીરે બંને ખૂબ જ સારા મિત્ર બની જાય છે.પોતાની બધી વાતો એકબીજા જોડે શેર કરવા લાગે છે.રિચાનાં ડિવોર્સ થયા હોય છે.

રિચાને એક સાથીની જરૂર હોય છે જે એની એકલતાને દુર કરે.આ બાજુ પરેશ પણ રિચાનાં રૂપ થી મોહિત થઈ ગયો. એક દિવસ રિચાએ પરેશને કહી દીધું કે તમે મને ગમો છો.

પરેશ મારે તમને કઈ કહેવું છે હુ તમને પ્રેમ કરવા લાગી છું.

રિચા સાચું કહુ તો હુ પણ તમને પ્રેમ કરવા લાગ્યો છું
પણ હુ તો એક પરણિત પુરુષ છું.

પરેશ હુ ક્યાં તમને એવું કહુ છું કે તમે મારી સાથે રહો.બસ હુ તો તમારો પ્રેમ જ ઈચ્છુ છુ બીજુ કાઈ નહીં.

આમ બંને વચ્ચેનો પ્રેમ દિવસે ને દિવસે ગાઢ બનતો જાય છે.રિચા ને કારણે પરેશનો વ્યવહાર મીઠી જોડે બદલાય જાય છે. વારે તે નાની નાની વાતો પર તે મીઠી પર કહી ખીજાયા જ કરે છે.નાની નાની વાતોમાં એની જોડે ઝઘડયા કરે છે.

મીઠીને એવું કે કામનું ટેન્શન હશે એટલે મારી જોડે આવુ વર્તન કરતા હશે.એટલે મીઠી કઈ પણ બોલતી નથી અને ચૂપચાપ બધુ સહન કરે છે.

એક દિવસ રાતે પરેશ દારૂ પીય ને ઘરે આવે છે અને મીઠીને ખૂબ જ મારે છે.બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થાય છે.આજે તો મીઠી પણ એનાં સ્વરક્ષણ માટે પરેશ નો સામનો કરે છે.

મીઠી મને તારી રહેણીકરણી બિલકુલ ગમતી નથી. તુ ગામડાંની ગવાર છે.તને કોઈ વાતની સમજણ નથી પડતી. મારે તારાથી અલગ થવું છે.

પરેશ તારા આવા વર્તનથી મારે પણ તારી જોડે નથી રહેવુ. હુ જાઉ છું મારા બાપા ને ઘરે. મારા બાપા હજી જીવતાં છે.તારી જોડે આવી રીતે રહેવું એથી સારુ હુ મારા બાપની જોડે નાં રહુ.

આવુ કહી મીઠી પહેરેલ કપડે ઘરની બહાર નીકળી જાય છે.પરેશ તો નશામાં ધુત હતો એટલે કઈ ન બોલ્યો.

થોડી વાર પછી પરેશ ઉઠે છે અનેં જોય છે તો ઘરમાં મીઠી નથી. એ મનમાં જ બોલી ઉઠે છે કે આ આટલી રાતે ક્યાં જાતી રહી હશે.એને તો અહિયાની કશી ખબર પણ નથી. એમ બોલતો બોલતો એ ગાડી લઈ ને મીઠીને જોવા નીકળે છે.એ મીઠીને ફોન કરે છે પણ મીઠી ફોન નથી ઉપાડતી.

ચિંતામાં ને ચિંતામાં પરેશનું ટ્રક જોડે અકસ્માત થઈ જાય છે.ભુલ પરેશની હતી.કેમ કે પરેશ રોંગ સાઈડ પર ગાડી ચલાવી રહ્યો હતો.

ટ્રકવાળા એ જોરથી બુમ પાડી પણ પરેશે કાંઈ નાં સાંભળ્યું.ટ્રકવાળો તરત પરેશને હોસ્પિટલ લઈ ગયો. અને છેલ્લો જે ડાયલ કૉલ હતો એની ઉપર ફોન કર્યો.

અરે હવે કેમ વારે વારે ફોન કરે છે.જા તારી ઓલી હગલી પાહે.હુ તારી પાહે હવે પાછી નાં ફળૂ.

સામે છેડે થી અવાજ આવે છે.
હલો બેન સાંભળો મારી વાત આ જેમનો ફોન છે એમનું અકસ્માત થયુ છે.મારી ટ્રક જોડે. અને એમને ખૂબ જ વાગ્યું છે તમે તાત્કાલિક અહિ હોસ્પિટલ આવો હુ તમને એડ્રેસ લખાવું છું.

મીઠી તો આવુ સાંભળીને ખૂબ જ ડરી ગઈ પણ હિંમત નાં હારી.તેં બાજુવાળા પ્રિયાબેન ને ત્યાં જ બેઠી હોય છે.પ્રિયાબેન ને લઈ ને તે હોસ્પિટલ પહોચી.

ડૉક્ટર સાહેબ હુ મીઠી.હમણાં જેમનું અકસ્માત થયુ છે એમની ઘરવાળી.

સારુ બેન તમે આવી ગયા આ ભાઈ નો પગ આખો ટ્રકની નીચે આવી ગયો છે અને એમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. તમે આ ફોર્મ તાત્કાલિક ભરી ને જમા કરાવો અમે ઓપરેશન ચાલુ કરીએ છીએ.

ડૉક્ટર ઓપરેશન ચાલુ કરે છે જેમાં પરેશનો એક પગ કાપી નાખવો પડે છે.

ડૉક્ટર બહાર આવે છે અને મીઠીને કહે છે કે હવે તમારા પતિ આખી જિંદગી એક જ પગ પર જીવવું પડશે.

આ સાંભળી મીઠી ને ખૂબ થાય છે.મીઠી બધુ ભૂલી જઈને પરેશની સેવા કરે છે.

પરેશ તેનુ અકસ્માત થયુ છે એનો ઈમેઈલ ઓફિસમાં મોકલે છે. અને રિચાને ફોન કરે છે પણ રિચા એની જોડે સરખી રીતે વાત નથી કરતી.અને કહે છે,

પરેશ તુ હવે મને ભૂલી જા.મારે તારી જોડે હવે કોઈ વાત નથી કરવી.

આ સાંભળી ને પરેશ ખૂબ જ અફસોસ કરવા લાગે છે.

હુ કેટલો મૂર્ખ છુ જે મારુ છે એને છોડી ને હુ પારકાને પોતાનુ કરવા જઈ રહ્યો હતો.

મીઠી ઓ મીઠી એક કામ કરીશ?

હા બોલ ને પરેશ શુ કામ છે?

મીઠી મને માફ કરી શકીશ? હુ તારો અપરાધી છું.

પરેશ આ મીઠી, આ ગામડિયણ તારી છે. મને તો શીખવાડવામાં આવ્યુ હતુ કે એક જન્મમાં બે ભવ નાં થાય.બીજી વાત હુ બાજુમાં પ્રિયાબેન ને ત્યાં જ બેઠી હતી.

જા પરેશ તુ પણ શુ યાદ કરશે મને કે આ ગામડિયણની તુલના એ કોઈ નાં આવી શકે.પણ હા બીજી વાર જો આવુ કઈ થયુ છે ને તો સમજી લેજો કે આ ભોળી મીઠી ને રણચંડીનું રૂપ લેતા પણ આવડે છે.

આ સાંભળી બંને ખડખડાટ હસવા લાગ્યા.

મીઠીએ પરેશને સાજા કરવામાં પૂરેપૂરી જાન લગાવી દીધી.પછી પરેશનો ડુપ્લીકેટ પગ બનાવવામાં આવ્યો અને લગાડવામાં આવ્યો.

એટલે હવે પરેશ ધીરે ધીરે ચાલવા લાગ્યો. આમ મીઠી અને પરેશની ગાડી પરસ્પર પાટા પર ચાલવા લાગી.

રાજેશ્વરી