melu pachhedu - 20 books and stories free download online pdf in Gujarati

મેલું પછેડું - ભાગ ૨૦

હેલી ના માતા-પિતા તેને શોધતા જેસંગભાઈ ને ત્યાં તેને જોઈ ને હાશકારો અનુભવે છે . કાળી સાથે બનેલી બધી ઘટનાઓ ની ચચૉ બાદ બધા પરબત ને સજા અપાવવા સાથે મળી ને કોઈ રસ્તો લેશે એ નક્કી કરે છે.
પછી અજયભાઈ એ હેલી ને જમવાનું બનાવવાનું કહી વાતાવરણ ને હળવું કરવા પ્રયાસ કર્યો . જેસંગભાઈ એ કહ્યું કે કાળી રસોઇ કરવાની આળસુ હતી , જ્યારે શાક ખાવાની ઈચ્છા હોય ત્યારે આજુબાજુ ના ઘર થી લઈ આવતી .
‘બાપુ લાવો વાટકો હું ચંપા માસી ને ન્યા થી શાક લય આવું’ કહી હેલી ઉભી થઇ એ વાતો વાતો માં ભૂલી જ ગઈ કે તે કાળી નહીં હેલી છે . બધા તેને જોવા લાગ્યા .
‘બેટા એ તને કેવી રીતે ઓળખશે?’ રાખીબહેને તેને બેસાડતા કહ્યું. હેલી એ ભોંઠપ અનુભવી.
‘છોરી મને તને કાળી માનતા ટેમ લાગ્યો તો બીજા ને તો….’ જેસંગભાઈ ની વાત અડધી જ હતી ત્યાં રાખીબહેને કીધું , ‘ભાઈ મને લાગે છે કે આ વાત આપણે કોઈ ને ન કરવી જોઈએ, નહીં તો પરબત સુધી વાત પહોંચતા વાર નહી લાગે. ને તે હેલી ને નુકસાન પહોંચાળી શકશે.
‘મોમ આપણે એ જ કરવાની જરૂર છે , જો પરબત ને જાણ થાય કે હું કાળી નો પુનઃજન્મ લઈ ને આવી છું તો તે મને મારવાની છટપટાહટ માં કોઈ ભૂલ કરી બેસશે ને એની એ ભૂલ નો લાભ આપણે લઈ શકીશું’. હેલી ની વાત થી બધા વિચાર માં પડી ગયા.
‘હેલી બેટા તારી વાત માની ને આપણે આગળ વધીએ તો પણ આખા ગામમાં વાત ફેલાવવી જેટલી સહેલી છે એટલી લોકો ના ગળે ઉતારવી અઘરી છે. વળી, પરબત જે અત્યારે સરપંચ છે એ ગામ ના લોકો ને આપણે જૂઠા છીએ, ગામ લોકો ની ભોળી લાગણી નો ફાયદો ઉઠાવી એ છીએ એવી વાતો કરી શકે . તો આપણે કંઈ ન કરી શકીએ.બેટા આ બધી શક્યતાઓ વિચારવી પડે’. અજયભાઈ એ કહ્યું.
બધાની વાત શાંતિ થી સાંભળી પછી જેસંગભાઈ બોલ્યા, “ આ જંગલ માં રે’નારી ને જંગલ ના નિયમ નથ ખબર?”
‘મતલબ’ હેલી એ પૂછ્યું.
‘બેટા સાવજ નો શિકાર કરવા માંસ નો ટુકડો ફેંકવો પડે ઈ ભૂલી ગય?’
‘બાપુ હમજાય એવું બોલો ને હજી નય હમજી’ હેલી એ કહ્યું.
‘હા… અતારે તું બવ ભણેલી શે’ર ની સોરી ને એટલે નય હમજી , તો હાંભળ …. કાળી ને પરબતે કય રીતે પકડી’તી? તું એકલી હતી એટલે ને? તો હવે તારે ગામમાં એકલા આવવાનું,ફરવાનું . તને એકલી ફરતા જોશે એટલે એ શિકારી કૂતરો તારા પર ઝડપ મારવા હવાતિયાં નાંખશે ,ને એ જ મોકો માં આપણે તેને પકડી પાડીશું’
ઊભા થતા ફરી બોલ્યા, ‘કાળી તરીકે નય હે….હે.. આ હું નામ સે તારૂ’ જેસંગભાઈ ખચકાયા.
‘હેલી’ હેલી એ મલકાતા કહ્યું.
‘પણ ભાઈ આ એકલી ફરશે તો તો પરબત ફરી એને નુકસાન પહોંચાડી શકે’ રાખીબહેને પોતાનો ડર વ્યક્ત કર્યો.
‘ ના બુન કાળી તો નાથા ના વિશ્વાસઘાત નો ભોગ બની’તી આ સોરી થોડો કોઈ પર ઓંધળો વસવાસ કરશે? અને હું કોઈ પણ રીતે એની આસપાસ જ હઇશ’. જેસંગભાઈ એ વિશ્વાસ અપાવતા કહ્યું.
‘ જેસંગભાઈ તમને તો પરબત ઓળખી નહીં જાય?’ અજયભાઈ એ આશંકા વ્યક્ત કરી.
‘ ઈ બધી ચંત્યા તમે ન કરો ભાઈ ,આ દિકરી ને કાંય નય થાય એની જવાબદારી મારી’ જેસંગભાઈ એ વિશ્વાસ અપાનતા કહ્યું.
જમવાનું પતાવી હેલી તેના માતા-પિતા સાથે રિસોટૅ ગઈ. રસ્તા માં રામભાઈ સાથ વાત કરતાં હેલી એ તેને હવે થી તે આ ગામ માં એકલી ફરશે એમ કહી દીધું. રામભાઈ એ આ ગામ નો સરપંચ સ્ત્રી ઓ ની બાબત માં સારો નથી ને આખા પંથક મા એની શાખ આ બાબત માં પંકાયેલી છે એટલે એકલી ન ફરવા સલાહ આપે છે.
હેલી ને કહેવાનું બહુ મન થયું કે તે જાણે છે એટલે જ એકલી ફરવા ઈચ્છે છે પણ તે ચૂપ રહી.
બીજા દિવસ થી હેલી રિસોટૅ થી ગામ સુધી એકલી જવા લાગી . એ જ રસ્તે જ્યાથી કાળી પસાર થતી . આ રસ્તો ટૂંકો પણ જોખમી હતો.
વરસો પછી હેલી આ રસ્તે થી નીકળતી હતી એટલે થોડો ડર લાગતો હતો પણ તેને જોયું કે તેનાથી થોડે દૂર કોઈ આવતું દેખાયું જેનું મોં અડધું ઢાંકેલું હતું .અને હાથ માં લાકડી હતી,હેલી એ તેને જીણવટ પૂવૅક જોયું તે સમજી ગઈ.
(ક્રમશઃ)