The Corporate Evil - 11 books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-11

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-11
નીલાંગ અને નીલાંગીનો પહેલો દિવસ જોબમાં કામ સમજવામાં ગયો. ઓફીસનું કામ રુટીન બંન્ને જણાં સમજી રહેલાં. કંપનીનો સ્ટાફ બંન્નેને સહકાર આપી કામ સમજાવી રહેલાં. બંન્ને પાસે હવે મોબાઇલ આવી ગયો હતો. આજનું કામ ટ્રેઇનીંગ પતાવીને નીલાંગ ગ્રાન્ટ રોડ સ્ટેશન ઉતરી ગયો. આજે લેટ થયેલો. પણ એણે સ્ટેશન પર ક્યાંય નીલાંગીને જોઇ નહીં.
નીલાંગ ચિંતાના પડ્યો કે હું ઓલરેડી અડધો કલાક લેટ છું નક્કી થયાં મુજબ જે પહેલું ઓફીસથી આવે એ વેઇટ કરશે બીજા માટે. એનો મતલબ એ પણ ઓફીસથી હજી છૂટીને આવી નથી. નીલાંગ એવાં વિચારોમાં રાહ જોઇ બેઠો હતો અને એણે નીલાંગીને દૂરથી આવતી જોઇ.
નીલાંગનાં ચહેરાં પર સ્માઇલ આવી ગયું એ વેઇટ કરતો બાંકડે બેઠો હતો ઉભો થઇ ગયો.
નીલાંગી ઉત્સાહમાં ઉછળતી કુદતી જાણે નીલાંગની નજીક આવી ગઇ. નીલાંગની નજીક આવી ગઇ નીલાંગ પાસે આવીને સીધીજ વળગી પડી અને બોલી એય નીલુ આજે મને ન્યૂ બ્રાન્ડ લેટેસ્ટ સ્માર્ટ ફોન મળ્યો ઓફીસથી સીમ સાથે સીમ પણ એક્ટીવેટ કરી લીધું.
નીલાંગે પણ એજ ઉમળકાથી કહ્યું વાહ નીલો મને પણ મળ્યો ન્યૂ લેટેસ્ટ સ્માર્ટ ફોન સીમ સાથે મે પણ એક્ટીવેટ કરી લીધેલો ઓફીસમાંથી.
બંન્ને જણાંએ પોત પોતાનો ફોન કાઢ્યો બતાવવા માટે અદલાબદલી કરી નાંખી નીલાંગી વાત કરતી કરતી નીલાંગનો હાથ ખેંચી બાંકડે બેસાડી દીધો બંન્ને જણાં ત્યાં બેસીને શાંતિથી ફોન જોવા લાગ્યાં.
નીલાંગીએ કહ્યું નીલુ તારો સ્માર્ટ ફોન તો જોરદાર છે મારાં કરતાં ઘણાં ફીચર્સ એડવાન્સ અને ઘણાં છે વાહ મેમરી પણ ઓહો 120 GB ? વાહ ક્યા બાત હૈ મસ્ત છે.
નીલાંગ નીલાંગીનો ફોન જોઇ રહેલો એણે કહ્યું વાહ તારો તારાં કામ પ્રમાણે ખૂબ સરસ છે તારે પણ 60 GB તો છેજ વાહ... તારો નંબર બોલ હું.. સેવ કરુ નીલાંગી કહ્યું.
નીલાંગીએ એનો નંબર આપ્યો અને નીલાંગે એનો નંબર જાતેજ નીલાંગીનાં ફોનમાં સેવ કરી દીધો.
નીલાંગે નીલાંગીને કહ્યું "તે એક વસ્તુ માર્ક કરી નીલો ? નીલાંગીએ કહ્યું શું ? નીલાંગ કહે આપણાં મોબાઇલ નંબર પણ કેટલાં મળતાં જ છે એક જ સર્વિસ પ્રોવાઇટર છે લકીલી અને નંબરમાં છેલ્લે બંન્ને ને 99 છે જો તારાં નંબરમાં છેલ્લે 999 છે અને મારાં નંબરમાં 699 છે વાહ નંબર તો મને યાદજ રહી ગયો તારો.
નીલાંગી કહે "અરે વાહ તારુ શું માર્કીંગ છે કહેવુ પડે જો આ નંબર પણ ચીખી ચીખીને કહે છે કે આપણે એકમેકનાં સાથમાં છે એમ કહી હસી પડી. બોલી હું તને ડાયલ કરુ નીલુ જોઇએ કેવી રીંગ વાગે છે ? કોલર ટ્યુન પણ આપણે એક જ રાખીએ તો ? એક સરખુજ નીલું.
નીલાંગ કહે ઓકે બંન્ને જણાંએ પહેલાં એમનું ખૂબ ગમતું ગીત કોલર ટ્યુનમાં સેટ કરી લીધુ અને બંન્ને જણાંએ એક પછી એક રીંગ આપીને કન્ફર્મ કરી લીધુ બંન્ને જણાં ખૂબ ખુશ હતાં.
નીલાંગી નીલાંગનાં ખભા પર માથુ રાખીને બોલી નીલુ કેટલું સારું લાગે છે આજે. ઓફીસમાં આમે બધુ કામ સમજી સમજીને જ હું થાકી છું ભાવે સર સારાં છે બધું સમજાવી રહેલાં પછી રાનડે સર પાસે થોડીવાર સમજી બધું હવે પછી કલાયન્ટ લીસ્ટ બધું મળશે. બધુ મને ફાવશે ને ? એવો પણ એકવાર વિચાર આવી ગયેલો. નીલુ, ભણ્યાં પછી જ્યારે આપણે જોબ કરીએ ત્યારે કેવું વિશ્વ બદલાઇ જાય છે આપણું ? આપણે આપણી દુનિયા જાણે નક્કી કરતાં હોઇએ છીએ કામકાજ અને પ્રોફેશન માટે... નવું કામ નવા માણસો બધુજ નવું પછી એમાંજ રચ્ય પચ્યા રહેવાનું એમાં આગળ વધી આપણી હોંશિયારી ગટ્સ અને મહેનત પ્રમાણે આગળ વધવાનું સફળતા અને પૈસો મેળવવાનો.....
નીલાંગી આગળ બોલી પણ બધાં માનસિક થાક વચ્ચે સૌથી આનંદની વાત એ હતી કે આજેજ મોબાઇલ મળી ગયો અને હવે સ્ટેશનથી છૂટા પડી ઘરે ગયાં પછી પણ હવે ફોન હાશ 24 કલાક કનેક્ટ રહેવાશે ગમે તે સ્થિતિમાં હોઇશું જરૂર પડે ના પડે એકબીજાનાં સંપર્કમાં રહી શકીશું ક્યારેક આખી રાત વાત કરી શકીશું બસ આમ સતત તારાં સંપર્કમાં રહેવાશે એજ જાણીને ખૂબ આનંદમાં છું નીલુ હું.....
નીલાંગે કહ્યું તારી વાત સાવ સાચી છે મને આજ વિચારો સતત આવ્યાં છે કે તારી પાસે પણ મોબાઇલ આવી જશે પછી આપણે સતત સંપર્કમાં રહી શકીશું કાલે ઉઠીને આપણે કામ માટે ઓફીસમાંથી બહાર નીકળીશુ ત્યારે કહી શકીશુ ક્યારેક એવુ સેટ થાય બંન્ને બહાર હોઇએ તક જોઇને બહાર મળી શકીશુ સંપર્કમાં રહીશુ કેટલું સારું આ બધાની ઉપર મને એજ ખૂબ નિશ્ચિંતતાં છે કે હું તારુ ખૂબ ધ્યાન પણ રાખી શકીશ તને ગમે ત્યારે મારી મદદની જરૂર હોય કે મળવું હોય તું મને હું તને કહી શકીશ આ મોબાઇલ આજે એવું માધ્યમ મળી ગયું કે એની મદદથી સતત સંપર્કમાં રહી શકીશું.
નીલાંગીએ કહ્યું "નીલું તું મારાં મનની બધીજ વાત બોલી ગયો એટલેજ મને ખૂબ નિશ્ચિંતતાં મળી ગઇ છે ભલે કંપનીએ એમનાં કામ માટે, એમની જરૂરીયાત માટે આપણી પાસે કામ લેવા, રીપોર્ટ લેવા માટે એજ આશયથી ફોન આપ્યો છે પણ એમનાં આશયમાં આપણી ઘણી આશોઓની પૂર્તિ થઇ ગઇ.
નીલાંગ કહે સાચી વાત છે એમનું કામ થતાં થતાંમાં આપણું ઘણું અગત્યનું કામ થઇ ગયું પાછું સર્વિસ પ્રોવાઇડર એકજ હોવાથી આપણે બંન્ને જણાં એકજ સાથે ઘણી વાતો કરીશું બીલ બીલકુલ નહીં આવે... એક સરખી કંપનીમાં ફ્રીમાં વાતો કરી શકાશે. એ મોટી ગીફ્ટ થઇ ગઇ.
નીલાંગે કહ્યું "યપ માય ડાર્લીંગ આજે બાબુલનાથ ભગવાને ઘણું સરળ કરી નાંખ્યુ બધુ ગમે ત્યારે સંવાદ શક્ય બનાવી દીધો. બધીજ આપણે એપ ડાઉનલોડ કરી નાંખીશું અને એ કંપનીનાં વાઇફાઇમાં કરી દઇશું કાલે અથવા જ્યાં wifi ફ્રી છે ત્યાં સ્ટેશન પર કરી દઇશું નીલાંગીએ કહ્યું તું મને કહી દેને એટલી કાલે ઓફીસમાંથી નાંખી દઇશ.
નીલાંગ કહે ઓફીસમાં તું આટલી પાંચ નાંખજે બાકીની કાલે ચર્ચગેટ સામી આવી જજે છૂટીને હું ચર્ચગેટ સ્ટેશને ત્યાં ન્યુઝપેપર કોર્નર છે ત્યાં રાહ જોઇશ ચર્ચગેટ સ્ટેશન પર wifi ફ્રી છે બેસીને બધીજ એપ એક સરખી વાત કરી સમજીને ડાઉનલોડ કરી દઇશ.
અમારે ઓફીસમાં કામ માટે જનાર્લીઝમમાં જરૂરી હોય એ બધી મને ડાઉનલોડ કરીનેજ આપી છે.
નીલાંગી કહે મને પણ આપી છે.. પરંતુ હજી મેં કંઇ જોયું નથી ફોન શાંતિથી મચડ્યોજ નથી આજે ઘરે જઇ જમીને પથારીમાં પડીશ ત્યારે શાંતિથી આખો ફોન ઉપર નીચે કરી નાંખીશ એમ બોલી અને બંન્ને જણાં એક સાથે હસી પડ્યાં.
નીલાંગીએ કહ્યું "ઓકે નીલું હું ઓફીસથી નીકળી ચર્ચગેટ સ્ટેશન આવી જઇશ એક જ સ્ટેશન નોજ સવાલ છે ને 5-7 મીનીટમાં આવી જઇશ. તને મળવાનું હોય ને ત્યારે સ્ટેશન બધાં જલ્દી જલ્દી જાય સાવ ગુમાવીજ દઊં એવું જ થાય સીધુ તને મળીજ લેવાય.
નીલાંગે કહ્યું "થાય થાય મારી માનસિકતા એ વખતે એવીજ હોય છે બંન્ને જણાં ક્યાંય સુધી બાંકડે બેસી રહ્યાં પછી નીલાંગે કહ્યું ચાલને વડાપાઉ ખાઇએ અહીના મસ્ત આવે છે મને ભૂખ પણ લાગી છે.
નીલાંગીએ કહ્યું "વડાપાઊં તો અહીંનીજ આઇટમ છે બધેજ મસ્ત મળે ચાલ ચાલ ખાઇએ આમ પણ અહીંના વડાપાઊં સાથે સાથે એકલાં વડા લીલી ચટણી સાથે અને મસાલા સાથે ખાવાની લહેજત કંઇક ઓરજ છે.
બંન્ને જણાં ઉભા થઇને સ્ટેશનનાં વડાપાઉં વાળા પાસે ગયાં ખુમચા પાસે ભીડ હતી અને વડા ગરમા ગમર ઉતરતાં હતાં અને નીલાંગે બે વડાપાંઉ અને 4 નંગ એકલા ગરમા ગરમ વડા આપવા કહ્યું.
નીલાંગીએ આશ્ચર્યથી કહ્યું "ચાર બીજા વડા ? કેમ હવે ઘરે જઇને જમવાનું નથી ? નીલાંગ કહે અરે યાર ખૂબ ભૂખ લાગી છે અને આજે ટીફીનમાં બધાં ભાગ પડ્યાં મારાંમાંથી કાંબલે એ ખાઇ લીધું મારાં ભાગે બહુ ના આવ્યું એ ગણેશ કાંબલે ટ્રેઇનર વાહ ક્યા તેરી આઇને સબજી બનાઇ હૈ વાહ વખાણ કરતો કરતો મોટાં ભાગનું મારુ ટીફીન એ ખાઇ ગયો.
નીલાંગી હસી પડી અને બોલી હું તો એટલેજ ટીફીન એકલીજ ખાવાની મેં તો મારાં ટેબલ પરજ ખાઇ લીધેલું હજી હું કેન્ટીન કે બધાં બેસે ત્યાં ગઇજ નથી હજી મને સંકોચ થાય છે ધીમે ધીમે ટેવાઇશ.
અને ગરમા ગરમ વડા અને વડાપાંઊ હાથમાં આવ્યાં અને …..
વધુ આવતા અંકે -- પ્રકરણ-12