Prem nu pankhi books and stories free download online pdf in Gujarati

પ્રેમ નું પંખી.!

પ્રેમ નું પંખી


આદેશ...


આદેશ.... ઓ આદેશ મમી આ જુવો ને હજી નથી ઉઠ્યા આદેશ અરે આજે મારે મારા મમી ના ઘેર જવાનુ છે આદેશ ને લઈ ને


બેટા એને સુવા દે રાતે હમણાં ખૂબ મોડો આવે છે તું તો સુઈ ગઈ હોય છે આજે તો રાતે ખુશી માં નાચતો હતો એવું તમારા પ્પા કહેતા હતા


હે? અમી ની આંખો ચમકી અરે મમી આ તમારા લાડકવાયા નાચતા નહતા નશા માં ટૂન થઈ ને આવ્યા હશે. ઉઠવાદો હમણાં ખબર લઉ છું એમની


અમી આમતેમ દોડા દોડ કરતી ખુબજ જલ્દી માં ત્રણ દિવસ નું પેકીંગ કરતી હતી ત્રણ દિવસ ની રજા હતી એમને અને અમી આદેશે ફરવાજવાના પ્લાન બનાવેલ પણ અમી એમના મમી ને ઘેર છેલ્લા એક વર્ષ થયાં નહતી ગઈ જેથી આદેશે એમના સસરા ને ત્યાં જવાનો પ્લાન બનાવ્યો


બેડરૂમ માં આદેશ હજી સૂતો હતો નવ વાગવા આવ્યા હતા છતાં એતો સુતોજ હતો


આદેશ હવે કેટલી વાર છે હું ત્યાર થઈ ને તમારી રાહ જોઉં છુ? ઉઠવાનું છે કે પ્પા ને બોલાઉ?


અરે જુવો તો કોઈ આ માણસ ને સોરી આ માણસ નથી કુંભકર્ણ છે કુંભકર્ણ


અમી ઊંઘતા આદેશ ની નજીક ગઈ એમના શાંત અને નિર્દોષ બાળક જેવા ચહેરાને જોઈ રહી ઘડી વાર તો ગુસ્સો ભુલાઈ ગયો અમીએ આદેશ ના ગાલ પર હાથ મુક્યો ત્યાંજ આદેશ હાથ પકડી ને અમી પોતાના તરફ ખેંચી અચાનક જાગવાથી અમી થોડી ડરી ગઈ પણ આદેશ ની મોર્નિંગ તો પોતાની જાનની લીપલોક થી જ થતી.


અમી એ આંખો બંધ કરી દીધી થોડી વાર બંને આલિંગન માં રહ્યા


ગુડ મોર્નિંગ બચ્ચે.


ઓહ યાર આજ મમાં ને ઘેર જવાનું છે ને સર ને પ્રેમ ઉભરાય છે મારા પર?


રોજ રોજ પ્રેમ ઉભરાય છે ક્યારેક હું નહિ હોય તો? અમી


આદેશ- યાર હવે જો આવું બોલી ને તો હું તને નહિ જવાદવ તારા મમાં ને ઘેર


આદેશ તું પેલા પણ આવોજ હતો


હા યાર શુ તું બી જુના દિવસો ને યાદ કરે છે?? જોકે ત્યારે બી પાપા બોસ હતા અને હું મારી જ ઓફિસ માં જોબ કરતો શું દિવસો હતા યાર


હા તો હવે ફ્રેશ થઈજાઓ ફાસ્ટ અને ચલો જઈએ આજ મને વર્ષ પછી મમાં ને મળવાનો સમય મળ્યો છે plz હવે લેઈટ ન કર યાર નહીતો હું રડવા લાગીસ


ના ના મારા બચ્ચા ને હું રડવા નહીં દઉ ચલો હમ ચલે નહાને ઠંડે પાની સે


મમી તમારા લાડકા નું બચપણ હજી નથી ગયું દિવસે દિવસે બગડતા જ જાય છે.


ઓય આંટી મારા ચાચુ ને આવું નય કહેવાનું સમજ્યા


હા હા અયાન રોજ આંટી ચોકોલેટસ આપે એટલે એમની તરફ હોય આજ કેમ ચાચુ એ ચોકલેટ્સ આપી કે?


નો મને તમારી ચોકલેટસ નથી જોઈતી તમે ચાચુ ને કેમ સવાર સવાર માં જગાવતા હતા?


અરે બાપ રે જો આદેશ તે આ છોકરા ને બગાડ્યો બપોર ના અગિયાર ને સવાર કહે છે.


મમી ભાભી પાપા આ અયાન ને મારા આદેશ થી દુર રાખો નહીતો આને પણ આ બગાડશે.


ના બેટા એ આ ઘર નો નિયમ છે બપોર ના બાર ને જ સવાર કે તમારા સસરા ના મહાન ગુણો છે બને માં આદેશ અને વિયાન માં



અમી - હા મમી મને ખબર છે


આંટી તમે ક્યાં જાવ છો? અયાન


અમી - બેટા હું મારા પ્પા ને ઘેર જાઉં છું આવવું છે તમારે??


અયાન - અંકલ મને ખિજાશે તો નહીં ને?


અમી - ના દિકા એમને હું ખીજાઇસ ચલો મમાં ને કહો ફટાફટ ત્યાર કરી દે


અયાન - આંટી પાછા ક્યારે આવશું?


અમિ - બે દિવસ પછી


અયાન - ના મારે નથી આવવું


અમી -ઓકે બચ્ચા હું તારા માટે ગિફ્ટ લેતી આઈસ


અયાન - આંટી ચાચુ ને ત્યાં છોડી આવજો હોને ગીફ્ટ ન આપો તો બી ચાલશે મને ડર લાગે છે


ત્યાંજ આદેશ ફ્રેસ થઈ નીકળ્યો અયાન એમને જોઈ ડરી ને ફટાફટ દોડ્યો


કેમ ચાચી શું શીખવતા હતા ભતિજા ને??


અરે આદેશ તું કેટલો બીવડાએ છે નાના બચ્ચા ને?? તને જોઈને કેટલો ડરે છે એ અને હા રાતે ડ્રિન્ક કરીને કેમ આવેલો?


તને કેટલી વાર સમજાવું કે ડ્રિન્ક કરવું હોય તો ઘરે કરે ઉપર ના રૂમ માં બાકી નહિ કરે અમી ના આંખો ના ભવા ચડ્યા.


અરે શાંત બચ્ચા મે સિરિયસલી નહતું કર્યું ડ્રિન્ક પ્પા એ તો મમી જોડે મજાક કરી હશે


જૂઠુ ન બોલ એવી મજાક કોઈ કરે ખરી?


અરે બાબા હું નાચતો એટલે હતો કે ઓફિસ રીનોવેટ કરવાની મંજૂરી પ્પા એ આપી દીધી


હે સાચે??


હા અમી સાચે


અને ચલો હવે ત્યાર થઈ જ ગયા હોય તો નીકળીએ સસરા ને ઘેર?


હા યાર પ્પા ને મમી તો 9 વાગા ના રાહ જોતા હશે


ઓહો શુ વાત છે હજી તો બાર જ વાગ્યા છે એટલે હમણાં નીકળીએ ત્રણેક વાગે પહોંચી જઈસુ


હા વેઈટ બાબા તું હજી ઉઠ્યો જ છે થોડી પેટપૂજા તો કરી લે


ચલ તારા માટે થોડા પૌહા અને ચાય લાવું


ના રહેવા દે અમી લેઈટ થશે થોડી વાર માં નીકળીએ


મમી પ્પા દીદી ભાઈ હું ને આદેશ નીકળીએ છીએ અમે સમયસર વહેલા આઈ જસુ અને હા દીદી અયાન ને કાલે પેરેન્ટ મિટિંગ છે તમે ને ભાઈ બંને ને જવાનું છે.


અમી એ પરીવાર ની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી હતી આદેશે કાર માં સામાન મુક્યો બંને પંખીડાઓ નીકળ્યા હવામાં ઉડવા


કાર પાણી ની માફક રસ્તો કરતી ગામડાના રસ્તે નીકળી ગઈ


એ રસ્તાઓ જોઈ અમી ના દિલ ને કઈક એવો અહેસાસ થયો જાને પોતે સ્વર્ગ માં હોય એ કાચ ની બહાર જોઈ કઈ નિરખવા લાગી. પહાડી ગામડા માં ઉછરેલી એક શિક્ષક ની નાનકડી છોકરી આજ એક કંપની ની સ્વંતત્ર માલિક હતી પોતાની આગવી સૂઝ બુઝ થી એમને પોતાની નવી દુનિયા વસાવી હતી


પોતે કોલેજ પછી જોબ મેળવવા ભટકતી હતી ત્યારે હાર્ટ એમ્બેસી નામની કંપની એ જોબ આપી


પહેલો દિવસ હતો


મેડિકલ ના સાધનો બનાવતી એ કંપનિએ અમીના ટેલેન્ટ ને પરાખ્યુ


એમની સૂઝબૂઝ થી એ જનરલ ડાયરેક્ટર ના મહત્વ ના પદ સુધી પહોંચી, એક દિવસ ઇન્ટરવ્યૂ માટે એક યુવાન ને બોલાવેલો એમની આંખો બ્લ્યુ હતી હેન્ડસમ હતો ડ્રેસિંગ સેન્સ ગજબ ની હતી જોતા તો કોઈ આમિર ઘર નો હોય એવું લાગ્યું અમી ને પહેલી નજર થી જ પ્રેમ થઈ ગયો


ઇન્ટરવ્યૂ તો એમને સરખી રીતે પાસ કર્યું એમને અમી એ એક સવાલ પૂછ્યો


તમે મેરિડ છો?


ના મેમ હું મેરિડ પણ નથી અને મારે કોઈ gf પણ નથી.


ઓકે ઓકે તો મિસ્ટર આદેશ આપ ક્યારથી જોઈન કરવા માંગો છો એમ્બેસી ને?


બસ અત્યાર થી જ મને મારુ કામ બતાવી દેવામાં આવે હું ત્યાર જ છું.


જુવો આજ તો આફ્ટરનુન શિફ્ટ બંધ છે તમે કાલે સવાર થી જોઈન કરી શકો છો. ઓકે


જી મેમ


એમને ઓફિસ માં જગ્યા ન હોવા છતાં આદેશ ને લીધો અને ચેરપર્સન ને મળવા પેપર લઈ એમના ઓફિસ તરફ જવા લાગી


કમ્પની ના ચેર રહાન જીડી અને એમના પુત્ર વિયાન જીડી બંને હાજર હતા


અમી એ પેપર આપી ઇન્ટરવ્યૂ ની વાત કરી રહાને આદેશ ની ફાઇલ વિયાન ને આપી અને થોડી સ્માઈલ આપી.


વિયાને અમી ને પૂછ્યું તમે સ્યોર છો કે તમે આમને સિલેક્ટ કર્યો છે એ??


હા સર એમનું પરફોર્મન્સ અને ટેલેન્ટ આપણી હાર્ટ ને ખૂબ ઊંચે સુધી લઈ જશે


વિયાને એમના ફાધર સામું જોઈ થોડી સ્માઈલ આપી અમી ને સમજાયું નહીં


વિયાને કહ્યું તો આ મિસ્ટર ક્યારે વર્ક પર આવવાના છે??


કાલ થી જોઈન કરશે


ઓકે તમે જઈ શકો છો અમી કાલે મળીએ.


જી સર


અમીને લાગ્યું કે મેં કઈ ભૂલ કરી છે સર એટલે હસતા હશે.


અમીના ગયા પછી વિયાને કહ્યું પાપા આ આદેશ કાલે કાર લેવા આવેલો ને ઇન્ટરવ્યૂ આપી ગયો કઈ તો લોચો છે?


જોઈએ હવે ઇન્ટવ્યું આપ્યું છે તો


પાપા મને તો લાગે છે આ અમી બિચારી ની જિંદગી માં આ રાહુ પ્રવેશયો છે.


હા હા બૅટા પણ આપણે બંને હજી ક્યાં મરી ગયા છીએ જોઈએ શુ નવા ખેલ કરવા આવે છે આપણો રાહુ😁


બીજે દિવસે ઓફિસ જોઈન કરી બધા સ્ટાફ ને ઓળખાણ કરાવવા અમી આદેશ ને ફર્મ માં લઇ આવી જુવો આજ થી આ છે આદેશ પટેલ જેઓ આપણી વચ્ચે કામ કરશે plz ગાયઝ વેલકમ મિસ્ટર આદેશ પટેલ


સ્ટાફ માં ઘણા ની નજર ચીપકેલી રહી કોઈએ બે ત્રણ જણા તો મનમાં હસવા લાગ્યા કે શું આમનો આદેસ પોપટ બનાવશે હમણાં?


45 નો સ્ટાફ આ મહાશય ને ઓળખતો હતો જ્યારે ઓફિસ માં આવે ત્યારે પાર્ટી કરે અને કામ તો કરવાજ ન દે આખી ઓફિસ માથે લઈ ફરે રહાન નો લાડકો હતો એટલે વિયાન પણ કઈ બોલતો નહિ બંને ભાઈઓ જોરદાર હતા વિયાન એમના પપ્પા ના જેવો લુક હતો અને આદેશ નો એમના મમી જેવો.


આદેશે પોતાનો પરિચય આપવાનું સ્ટાર્ટ કર્યું.


હેલો મિત્રો મારુ નામ આદર્શ...


ત્યાંજ રેહાન સર આવ્યા અને બોલ્યા આવો મિસ્તર આદેશ આર પટેલ અમારી કંપની માં તમારુ સ્વાગત છે.


ત્યાંજ આદેશે નાટક શરૂ કર્યું


રહાન જીડી પટેલ સર તમે કહી નજીક દોડ્યો


અને સેલ્ફી લેવા માંડ્યો રહાન એ રોક્યો નહિ


ઓફિસ માં આ તમાસો ફક્ત 3 જણા જ જાણતા હતા એક તો બંને ચેર અને અમી ની સેક્રેટરી પણ વિયાને આગલે દિવસે જ ના પાડી દીધી હતી કે કોઈને નહી કહે અને અમીને તો જાણ ન થવા દે


સર એક ઓટોગ્રાફ plz


જુવો મિસ્ટર આદેશ તમે હવે રોજ મળવાના જ છો તો રોજ એક ઓટોગ્રાફ જતી વખતે લેતા જજો


જી સર જી


અને અમી તમે ઓફિસ માં વિયાન ને હેલ્થ સેન્ટર ના પ્રોગ્રામ માં મદદ કરજો હું બે દિવસ માટે બહાર જાઉ છું.


અમી એ આદેશ ને પોતાનું કામ અને ટેબલ બતાવી દીધું એમને એક ઓફિસ ના સ્ટાફ ને પકડી આકામ કરવા આપી એ તો લેપટોપ માં પિક્ચર જોવા લાગ્યો અમી ને જુવે એટલે તરત કામ કરવાનું નાટક


મહિનો પૂરો થતાં આદેશ આદેશ થવા લાગ્યું ઓફિસ માં બધા આદેશ ના વખાણ કરતા ન થાકતા પહેલા તો બધાને એવું લાગતું કે આ કામ બીજા સ્ટાફ પાસે કરાવસે આદેશે અમુક વર્ક કરાવ્યું પણ મહત્વ ના પ્રોજેક્ટ પોતે કરી નાખતો


સેલેરી ના ચેક આ વખતે વિયાન આપવાનો હતો અમી અને વિયાન બંને એક એક સ્ટાફ ને મળીને ખબર પૂછતાં હતા બીજું ધ્યાન માં લેતા હતા


ત્યાજ વિયાન અયાન ને લઈ ને આદેશ ના વર્ક ફ્રન્ટ પર આવ્યો


વિયાને અયાન ને ડરાવ્યો કે ચાચુ ને જોઈને તારે બોલવાનું નથી કઈ


વિયાને ધ્યાન થી જોયું એમને ખબર હતી કે એમનો ભાઈ નૉતંકી છે લેપટોપ પર ગેમ રમતા ઝડપયો વિયાને અને ખીચાઈ શરૂ કરી અમીની હાજરી માં


મિસ. અમી તમે આવા જ એમ્પ્લોય ને લાવો છો??


સોરી સર


વિયાન - તમારા સોરી થી કઈ નહિ થાય


અમી -સર હું આદેસ ને સમજાવીશ


આદેશ- સોરી વિયાન સર હવે ક્યારેય નહીં થાય આ


જુવો મિસ્ટર આ વખતે જવાદવ છું નેક્સ્ટ ટાઈમ...


એમ કહી વિયાન ચાલ્યો જાય છે


અમી એકદમ ગુસ્સામાં હોય છે અને કહે છે મારી ઓફિસ માં આવી તમે સેલેરી લઈ જજો અને કાલ થી ઓફિસ ન આવતા


જી સોરી મેમ હવે ક્યારેય નહીં....


જુવો મિસ્ટર મેં તમારા પર ભરોસો મુક્યો હતો પણ તમે..ભરોસા ને લાયક નથી એમ કહી તે પણ ઓફિસ માં ચાલી જાય છે


વિયાન ને તો મજા પડી નાના ભાઈ ને ચીડવવામાં


આદેશ અમી ની ઓફિસ માં જાય છે અને એક ચાન્સ માંગે છે


અમી ને દયા આવતા તે ફરી એમને રાખી લે છે અને વૉર્નિંગ આપે છે


સાંજે અમી ઘરે પહોચી વિચારે છે કે મેં નાહક નો ગુસ્સો કર્યો મારે એમને સોરી કહેવું જોઈએ


એ આદેશ નો નંબર પોતાની સેક્રેટરી પાસે માંગે છે અને કોલ કરે છે.


રાતે આદેશ અને વીયાન બંને ભેગા ડ્રિન્ક કરવા બેઠેલા હોય છે.


કેમ લા બોવ સ્માર્ટ બનતો ફરતો છે ઓફિસમાં બજાવી નાખી ને તારી આજ- વિયાન


ભાઈ બવ ખોટું કર્યું તે આજે પ્પા ને હું ફરિયાદ કરીશ જો કાલે


જો બકા એ છોકરી ને લાયક તું નથી એમના જેટલા ગુણો છે એમનાથી 20 ગણા વધારે તારા દુર્ગુણો છે. ક્યાં પહાડો માં મોટી થયેલી છોકરી ને ક્યાં તું જોતો ખરા એમના જેવી સીધી છોકરી ને ક્યાં સુધી તું બેવકૂફ બનાવીશ


ત્યાંજ આદેશ નો ફોન વાગ્યો કોઈ અજાણ્યો નંબર હતો એટલે ન ઉપાડ્યો વિયાને પૂછ્યું નંબર બોલ તો એમને આદેશ ને કહ્યું જો આ તો પેલી અમીનો નંબર છે લા તને કોલ પણ કરવા લાગી?


ના ભાઈ આતો ફર્સ્ટ ટાઈમ કર્યો ત્યાંજ ફરી કોલ આવ્યો


ઊંચક્યો


હેલો કોણ?


સામેથી અવાજ આવ્યો આદેશ?


હા પણ તમે કોણ હું અમી બોલું છું


હ મેમ કઈ કામ હતું સોરી નંબર સેવ ન હતો એટલે નતો ઉઠાવ્યો


ઓકે બાબા સોરી


થોડી વાર તો આદેશ ને કઈ સમજ ન પડી વધારેનશા ને લીધેએ ખુરશી પર થી પડ્યો કઈક પડવાનો અવાજ આવતાજ


અમી ને ચિંતા વધી ગઈ કઈક અશુભ થયું હોય એવું લાગ્યું


અમી આદેશ આદેશ કરતી રહી પણ કોઈ જવાબ ન મળ્યો


વિયાન એમને ઉઠાવી રૂમમાં સુવડાઈ જાય છે અને ફોન ને સ્વીચડોફ કરી દે છે


સવારે આદેશ ઉઠે છે અને મોબાઈલ ચેક કરે છે તો અમી ના ત્રીસ થી વધારે કોલ આવી ચુક્યા હોય છે


મનમાં જ બબડયો રાતે મેં સપનું નહતું જોયું હકીકત હતી


ફાસ્ટ ફાસ્ટ ભાગ્યો ત્યાર થઈ બધાથી પહેલા ઓફિસ પહોંચ્યો અને અમીને કોલ કર્યો પણ અમી એ ઉઠાવ્યો નહિ


ઓફિસ માં આજ બધાથી પહેલા આવી કામ કરવા લાગ્યો ત્યાંજ અમી આવી અને કહ્યું આદેશ તમે કોલ કેમ નહતા ઉઠવતા ? તમને કઈ ભાન છે કે નહીં??


ત્યાંજ વિયાન પાછળ થી આવિને બોલે છે


મેડમ કાલે આ સ્યુસાઈડ કરવા જતો હતો એતો રાતે મને રસ્તા માં મલ્યો ને મેં મહામહેનતે બચાવ્યો નહીતો આજ..


અમી ની આંખો ના ખૂણા ભીંજાઈ ગયા પોતાના ગુસ્સાએ કોઈ નો જીવ લીધો હોત જો સમયે વિયાન સર ન પહોંચ્યા હોત તો


એમને આદેશ ની માફી માંગી ને સોરી કહ્યું અને ઓફિસ માં પણ બોલાવ્યો


વિયાને જતા જતા આંખ મારી આદેશ સામે


બંને ભાઈઓ ની ગેમ અમી ની સેક્રેટરી જાણતી હતી કેમકે બંને નોટાંકી માં તો પુરા જ હતા


અમી ને પહેલેથી આદેશ તરફ આકર્ષણ હતું ઓફિસ માં એક કલાક એ વર્ક ન કરી શકી એમનું માથું ભમવા લાગ્યું ચક્કર જેવું આવવા લાગ્યું ત્યાંજ આદેશે કહ્યું


મેં આઈ કમ ઇન મેમ?


યસ આવ આદેશ


જી મેમ સોરી મારા ગુસ્સા ને લીધે મને માફ કરી દો?


plz અને હા આજથી તમે મારી નજર હેઠળ જ કામ કરશો મારી ઓફિસ માંજ અને જુવો મિસ્ટર આવી કઈ હરકત નથી કરવાની સમજ્યા?


હા મેમ


અમી આદેશ ને જોઈ રહેતી તો ઘણી વાર આદેશ અમીને જોઈ રહેતો સમય ના પ્રવાહ માં બંને ક્લોઝ બની ગયા મિત્રતા વધતી ગઈ રોજ કલાકો ની વાતો ઓફિસ માં ભેગા જ રહેવાનું અને લંચ પણ ભેગોજ કરવાનો બંને ને ખબર હતી કે એક બીજા ને પ્રેમ કરે છે ગાઢ પ્રેમ માં હતા બંને ની ચર્ચા ઓફિસ માં ચાલતી હવે આદેશ કઈ કામ ન કરતો એમનું બધું કામ અમી જ કરતી ને ઓફિસ માં એ ફર્યા કરતો અમી નું ટ્રેસ દૂર કરતો અને એમના ખોળા માં માથું રાખી સૂતો રહેતો એક વાર તો વિયાને બંને ને જોઈ પણ લીધા એમને નક્કી કર્યું ઓફિસ માં કોઈને ખબર પડે એ પહેલાં આ મેટર ને પૂરી કરી દઈએ


એક દિવસ અચાનક વિયાને કોલ કર્યો અમીને અને ઘરે પોતાના અયાન ની બર્થડે પાર્ટી માટે ઇનવાઈટ કરી


આદેશ ને ઓફિસ ના કામ થી બહાર મોકલી દીધો


અમી અને ઓફિસ નો સ્ટાફ આમંત્રીત હતો


અમી ભવ્ય આલીશાન વીલા માં સેક્રેટરી સાથે પહોંચી


આદેશ વીલા નામના એન્ટ્રી ગેટ પર લેટર જોઈ એમને ઓફિસ સેક્રેટરીને પૂછ્યું આદેશ કોણ છે??


એમને મલકાઈ ને જવાબ આપ્યો આદેશ સર છે!


અમી એ તીરછી નજરે જોયું એમને સોરી કહી કહ્યું વિયાન સર નો નાનો ભાઈ છે.


અમી નું હદય ધબકારો ચુકી ગયું પણ એ મનને દિલાસો આપતી રહી એમનો આદેશ નહિ હોય


એન્ટર થતા જ ભવ્ય શણગાર કરેલો બંગલો હતો વિયાન અને રહાન ફેમિલી જોડે ગેસ્ટ ને વેલકમ કરતા હતા


અમી એ જોયું આદેશ નજર ન આવ્યો અને એ ઓફિસે ત્રણ દિવસ થયા આવ્યો પણ નહતો અમીને ખોટું તો એ વાત નું લાગ્યું હતું કે એમને પોતાની પાસે લિવ મુકવાના બદલે વિયાન પાસે મૂકી હતી


આલીશાન પાર્ટી હતી ત્યાંજ એક GMC કાર દાખલ થઈ અને રહાન જી ડી એ એમનો પરિચય આપ્યો મારો નાનો દીકરો આદેશ..


ત્યાંજ એમાંથી બે બોડીગાર્ડસ ઉતર્યા અને દરવાજો ખુલ્યો અમીને લાગ્યું કે કોઈ પોલિટીશિયન હશે પણ આતો અચાનકજ નજર સ્થિર થઈ વ્હાઇટ જભો બ્લેક કોટી માં યુવા નેતા ટાઈપ લાગતો એમનો પોતાનો આદેશ હતો થોડી વાર તો એ થંભી ગઈ વિચારમાં એ મગ્ન થઈ નર્વસ નેસ અનુભવવા લાગી એમને સેક્રેટરી ની સામે જોયું સેક્રેટરી એ કીધું આ આદેશ સર જ છે


વિયાને કહ્યું ગાયઝ આ મારો નાનો ભાઈ પાપા નો શેર આદેશ જીડી પટેલ છે ગયા વર્ષે જ લંડન થી ભણીને આવ્યો છે અહીના પોલોટિક્સ માં આ વર્ષે જ એન્ટર થયો છે.


આદેશ આવી ને પહેલા તો અયાન ને ઉચકયો અને કહ્યું હેપી બર્થડે માય લાયન સોરી થોડું લેટ થયું આવતા


એક બાજુ બધો સ્ટાફ અમી તરફ જોતો તો બે ત્રણ લોકો એ તો મેરેજ ની શુભકામનાઓ પણ અગાઉ પાઠવી અમી તો ફસાઈ હતી બરાબર ની એમને પહેલા કેમ તપાસ ન કરી આદેશ બાબત માં?


પણ પોતે જેમનેપ્રેમ કર્યો એ ખિલાડી નીકળ્યો એ જોઈ એમને ખૂબ ગુસ્સો આવ્યો એમની હાલત ની એમને જ ખબર ન હતી


આદેશ નજીક આવ્યો અને કાનમાં કહ્યું મેમ સોરી plz માફ કરી દો આટલું બધું છુપાવવા બદલ😢


અમીએ પણ ફાયદો ઉઠાવતા કહ્યું તો હવે લુચ્ચા ને માફી પણ જોઈ છે? નહિ મળે જા જુઠા મને તે હેરાન પરેશાન કરી મૂકી હતી ક્યાં ગયો હતો ત્રણ દિવસ અને જવુંજ તું તો વિયાન સર પાસે કેમ લિવ મૂકી? મારે વાત જ નથી કરવી જા


પાર્ટી પુરી થતા ડિનર શરૂ થયું આદેશ અને અમી સામે સામે ના ટેબલ પર બેઠા હતા


અમી ગુસ્સામાં હતી આદેશ ની હાલત જોઈ વિયાને ટોન્ટ માર્યો


કેમ ભાઈ આજ મૂળ ખરાબ છે? કોઈ એ કઈ કીધું તો નથીને મારા ભાઈ ને?


અયાન જાતો બેટા સામેના ટેબલ પર બ્લેક ડ્રેસ માં ...


ડેડ એ તો અમી આંટી છે આદેશ અંકલ ના gf


વચ્ચે જ બોલ્યો


વિયાને ગુસ્સાથી જોયું અયાન સામે કોણે શીખવ્યું આવું તને??


અંકલે એ તો રોજ કોલ કરતા હતા ગાર્ડન અને સ્ટોર રૂમ માંથી એકવાર મમાં એ મને અંકલ પાસે જવાનું કહ્યું તો હું એમને શોધતો શોધતો સ્ટોર રમ માં ગયો એમાં આંટી પાસે અંકલ કિસી માંગતા હતા


અયાન ની વાત થી બધા ની નજર આદેશ પર પડી


આદેશ હું આવું કહીને ભાગ્યો ઉપર ની છત પર જઈ સીગાર સળગાવી સાલું આ અયાન પણ ન બોલવાનું બોલે છે બબડતો હતો અમીને કોલ કરવાની ટ્રાય કરી પણ એમને કટ જ કર્યા


પાર્ટી પુરી થઈ આખરે અમી જવા લાગી એટલામાં વિયાન આવ્યો અમી તને ફ્લેટ સુધી આદેશ મૂકી જશે


ના ન કહેતી સોરી અને અમે જાણતા હોવા છતાં આ વાત છુપાવી પણ તે એમને સિલેક્ટ કર્યો ત્યારે પણ પૂછ્યું હતું મે અને પ્પા એ પણ તે કહ્યું કે મેં પ્રોફાઈલ જોઈ છે આખી..


ના સર તમારે સોરી કહેવાની જરૂર નથી અને હું એકલી જ જઈશ


ત્યાંજ રહાન સર આવ્યા એમને અમીને કહ્યું બેટા આદેશ હમણાં આવે છે તને મૂકી જશે જી સર


રહાન સર ને એ ના ન કહી શકી.


આદેશ પોતાની GMC લઈ આવ્યો અમી પણ આગળ ની સીટે ગોઠવાઈ


અડધી કલાક બંને માંથી કોઈ ન બોલ્યું આદેશે જ મૌન તોડતા કહ્યું plz સોરી મને માફકરીદે હવે ક્યારેય કઈ નહિ છુપાવું તારાથી


અમી ની આંખ માં આશું આવી ગયા


તમે બંને ભાઈઓએ તો સ્યુસાઇડ વારી સ્ટોરી જ બનાવી ને મારી જોડે ચિટીંગ કર્યું


અરે બાબા એવું ન હતું એમાં હું ડ્રન્ક હતો ને સુઈ ગયો ભાઈએ મારી જાણ બહાર આવુ તને કહી દીધું


અને જોબ નું શુ?


પોતાની જ કંપની માં પોતે જ જોબ કરે કેના માટે આદેશ આ બધું??


બસ યાર તારા માટે અને આદેશે બ્રેક મારી


બંને એક બીજાને જોઈ રહ્યા


મને માફ કરી દે બેહદ છુ મને પોતાનું પણ ભાન નથી મારી નવી જિંદગી છે તું સમજ યાર અમી અમી જોઈ રહી એક નિર્દોષ બાળક ની જેમ કરગરતો હતો એમને માફ કરી દીધો


ચલ એક તારી સજા આજે હું આપીસ


બોલ યાર જે સજા આપે એ મંજુર છે


કાર પાર્ક કર અને ચલ મારા ઘરે


બંને ફ્લેટ માં એન્ટર થયા ફ્લેટ માં વૉલ પર આદેશ a અને શાયરીઓ અને આદેશ ના ફોટાઓ હતા આ બધું જોઈ આદેશ રડવા લાગ્યો અમી એ પૂછ્યું હેય શુ થયું કેમ રડે છે પાગલ?


દોડી ને અમીને ગળે લાગ્યો બંને ના શરીર પણ એ રાતે એક થઈ ગયા આ બાજુ સવારે બંને માંથી કોઈ ન દેખાતા વિયાને કોલ કર્યો હવે બંને ને ઓફિસ આવવાનું છે કે સીધુ છ મહિના ના હોલીડે પર?


આદેશે કહ્યું બસ યાર ભાઈ આજ નો દિવસ આપ


જા પાગલ આપ્યો અને હા વોલેટ ભૂલી ગયો છો પૈસા જોઈતા હોય તો કહેજે હું ટ્રાન્સફર કરીશ અને પેલી નું ધ્યાન રાખજે


હા ભાઈ


અને પછી તો બસ બંને એકબીજા માં વિલીન થઈ ગયા


બંને ની જિંદગી ને ચાર ચાંદ લાગી ગયા બંને પરિવાર ની


મંજૂરી ની મહોર લાગી મેરેજ થયા અને બે વર્ષ વીતીપણ ગયા


આજ બે વર્ષ પછી અમી ની પાપનો ભીંજાઈ હતી કેવી મસ્ત સ્ટોરી હતી નતો કોઈ છુટા પડવાનો ડર


અચાનક જ એક ટ્રક એ ઠોકર મારી આદેશ અને અમી ની GMC કાર ફંગોળાઈ સદનસીબે બંને બચી ગયા.


સમય વીતતો ગયો અયાન આજ પોતાના ચાચુ ની જેમજ લંડન થી આવ્યો પોતાના બંને નાના ભાઈ બહેન ને જોઈ એમને અંકલ આંટી ની હૂબહૂ કોપી દેખાઈ આંટી અંકલ ક્યાં છે?


આદિ અને આર્કિ બંનેએ પોતાના ભાઈ ને આવકાર્યો


ડેડ અને મોમ બંને પહાડો નું જીવન જીવે છે કેટલાક વર્ષો થયા


દાદા ના ગયા પછી પાપા એ સાંભળ્યું છે પાપા બહાર છે.કાલે આઈ જશે.


ઓફિસ જાઉ છું હું ના ભાઈ ત્યાં અદિતિ છે એ સંભાળી લેશે


અદિતિ??


હવે તો મળવું પડશે નવી ડાયરેક્ટર ને અયાને આટલું બોલી સ્માઈલ આપી ત્રણેય ભાઈ બહેન ઓફિસ જવા નીકળ્યા


આદિ અને આર્કિ ચેર ઓફિસ માં ગયા અને


અયાને અદિતિ ને જોબ માટે ઇન્ટરવ્યુ આપ્યુ...


અને અદિતિ એ ફરી એજ ઇન્ટરવ્યૂ પૂરું થયા બાદ પર્સનલ સવાલ કર્યા


મિસ્ટર અયાન પટેલ આર યુ મેરિડ? એની રિલેશનશિપ?


અયાન -નો મેમ કઈજ નથી


" સમય ફરતો રહે છે ઘણું દોહરાવતો રહે છે."


-kishan dobariya "kish"


સમાપ્ત


■■■■■■◆◆◆◆◆■■■■■■


call & whatsapp 9328358243


email kishandobariyaofficial@gmail.com