anokhi ujavani books and stories free download online pdf in Gujarati

અનોખી ઉજવણી

સંગીતપ્રેમી રાજેશ્વરીને ગાવાનો ખૂબ જ શોખ.જ્યારે પણ એ ખુશ હોય ત્યારે એ એને ગમતી ગઝલો અને ગીતો ગાવા મંડ઼ે.આજે એ ખૂબ જ ખુશ હતી એટલે એ મરીઝ સાહેબની ગઝલ ગાઈ રહી હતી.

"આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી."

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

"મુસ્કુરાને કી વજહ તુમ હો,
ગુનગુનાને કી વજહ તુમ હો,
જીયા જાયે નાં, જાયે નાં, જાયે નાં,
ઓરે પિયા રે....."

ઓહ હો રાજેશ્વરી શુ વાત છે આજે બહુ ખુશ લાગે છે.પોતાના મન ગમતા ગીત ગાઈ રહી છે એટલે નક્કી કોઈક તો એવી વાત છે જે તારી માટે સ્પેશિયલ છે.

હા પ્રતિક હુ ખુશ તો છું જ.પણ કેમ ખુશ છું એનું કારણ નાં કહુ.એ કારણ તો તારે જ શોધવાનું છો.

ઓહ હો લે હવે આ શુ વાત થઈ તારી ખુશીનું કારણ હુ કઈ રીતે શોધું. બોલ તો.

પ્રતિક એ બધુ હુ નથી જાણતી. બસ તારે શોધવાનું છે એટલે શોધવાનું છે બસ.

તુ પણ રાજ ઘણીવાર સાવ નાના બાળક જેવી જીદ પકડી ને બેસી જાય. આટલી મોટી થઈ ગઈ છે તો પણ.

પ્રતિક રાજેશ્વરીને પ્રેમથી રાજ કહીને બોલાવતો.

પ્રતીક સાંભળ ને, કાલ નો દિવસ યાદ તો છે ને?

તુ પણ ને કેવા પ્રશ્ન પૂછે છે. તને ખબર છે કે આજે બપોરે શુ ખાધું એ યાદ નથી રહેતું તો કાલે શુ છે એ કેવી રીતે યાદ હોય.તુ જાણે તો પણ હંમેશા આવુ કહે.

હા એ તો કહેવું જ પડે ને પતિદેવ. દરેક વખતે તમે બધુ ભૂલી જાવ તો.

સારુ સારુ ચાલ હવે વાયડી થવા કરતા કહી દે ને શુ છે એ.

નાં હો હુ ના કહુ.મારી ખુશીનું કારણ પણ તો કાલનો દિવસ જ છે એટલે તારે ઈ શોધવું જ રહ્યુ કે કાલે શુ છે અને મારી ખુશીનું કારણ શુ છે.

અચ્છા એટલે તુ નાં જ કહે એમ ને?

હા બિલકુલ ના કહુ.

જાવ નહિ કહુ,યાદ કરો શુ છે એ.તમારી પાસે સમય છે 24 કલાક નો.

અચ્છા એટલે તુ મને ચેતવણી આપે છે તુફાન આવે એનો.

હે ભગવાન, હવે હુ કઈ રીતે શોધું આની ખુશીનું કારણ અને કાલે શુ છે એ.

આવુ બોલતો બોલતો પ્રતિક ઓફિસ જતો રહે છે અને રાજેશ્વરી પોતાનુ ઘરનું કામ કરવા લાગી જાય છે.ત્યાં જ ઘરની ડોરબેલ વાગે છે.રાજેશ્વરી દરવાજો ખોલે છે અને પાછી સોંગ ગાવા લાગી જાય.

"आइए आपका इंतजार था,
आइए आपका इंतजार था।"

આવ મીતા આવ.

શુ છે ડીયર બહુ ખુશ લાગે છે આજે.

હા ખુશ તો છુ જ.

તો ખુશીનું કારણ મને પણ તો જણાવ.

ચાલ હવે તારાથી તો હુ છુપાવી જ નાં શકુ.

તો સાંભળ આ કયો મહિનો ચાલે છે.

એપ્રિલ.

એપ્રિલમાં શુ હોય.

અરે હા રે. હવે તારી ખુશીનું કારણ યાદ આવી ગયુ મને . આગળ તારે કઈ પણ કહેવાની જરૂર નથી.

જોને સવારે પ્રતિકને યાદ કરાવ્યું. પણ એને તો કઈ યાદ જ નથી. ભૂલકકડ જ છે એ.

વાંધો નઈ રાજેશ્વરી તુ એની માટે પેલું સોન્ગ ગાઈ લે.

"હાય મે ક્યાં કરૂ રામ, મુજે ભૂલકકડ મીલ ગયા."

હાહાહાહા.

આવુ કહી ને બંને હસવા લાગ્યા.

સાંજે પ્રતિક ઘરે આવે છે એટલે રાજેશ્વરી દરવાજો ખોલે છે.હસી ને એનું સ્વાગત કરે છે.આ એનો રોજ નો ક્રમ.

તો પ્રતિક કઈ યાદ આવ્યુ કાલે શુ છે એ.

હે ભગવાન, રાજ હજી તારી સોય ત્યાં જ અટકેલી છે.
યાર મને કઈ યાદ નથી આવતું તુ જ કહી દે ને.

નાં હુ નહીં કહુ.

બીજા દિવસે સવારે રાજેશ્વરી ઉઠે છે અને મસ્ત તૈયાર થાય છે અને પ્રતિક પાસે જઈને એને માથા પર પ્રેમથી હળવું ચુંબન કરે છે.

ઉઠો પતિદેવ મોર્નિંગ થઈ ગઈ છે ઓફિસ જવાનો સમય થઈ ગયો છો.

ઓહ હો રાજ તુ તો આજે બહુ જ સુંદર લાગે છે ને.આજે રોજ કરતા કઈક અલગ લાગે છે.હવે તો બોલ કે આજે શુ છે.

નાં હો પ્રતિક નાં. એ તો નાં જ કહુ.એ તો તમારે જ શોધવું પડશે.

સારુ સાંભળ આજે ટિફિન નાં બનાવતી. આજે મારે બહાર જમવાનું છે. એક મિટિંગ છે એટલે.જો મિટિંગ પતી જશે તો હુ જલ્દી ઘરે આવી જઈશ અને હા સાંભળ આજે સાંજે જમવાનું નાં બનાવીશ. સાંજે મી.પટેલનાં દિકરાની બર્થડે પાર્ટીમાં જવાનુ છે.

સારુ સારુ.

ચાલ હુ જાઉ છું. જય શ્રી કૃષ્ણ.

જય શ્રી કૃષ્ણ.

પ્રતિકનાં જવા પછી રાજેશ્વરી એકલી એકલી રડવા લાગે છે.કેવો માણસ છે આ.આને કઈ યાદ જ નથી આવી રહ્યુ.આટલો સ્પેશિયલ ડે કઈ રીતે ભૂલી જાય.

આજે તો બંને સમય જમવાનું નથી બનાવવાનું.તો ચાલ આજે બપોરે હુ પણ કર્તવ્ય જોડે બહાર જ લંચ કરી લઉ.

ડોરબેલ વાગે છે.

બેટા તુ આવી ગયો.

હા મમ્મી. મમ્મી બહુ ભુખ લાગી છે.

હા બેટા તુ ચેંજ કરી લે આજે આપણે લંચ બહાર કરીશું.

ઓહ હો શુ વાત છે મમ્મી. આજે તો કઈ સ્પેશિયલ નથી પછી કેમ બહાર લંચ?

બસ બેટા આજે બહાર જમવાની ઈચ્છા છે.

સારુ બોલ બેટા શુ ખાવું છે અને ક્યાં જઈએ.

બંને જોડે બોલી ઉઠે છે.

ડોમીનોઝ?

હમમ. કહી બંને હસવા લાગે છે અને બંને ડોમીનોઝમાં પિઝા ખાવા જાય છે.

ડોમીનોઝમાંથી પીઝા ખાઈને આવ્યાં પછી બંને થોડીવાર આરામ કરે છે.પછી કર્તવ્ય ટ્યુશન જાય છે.એટલે રાજેશ્વરી ઉઠી જાય છે અને ઘરનું થોડુ કામ કરવા લાગે છે.આમ જ 6 વાગી જાય છે.

ઘરની ડોરબેલ ફરી રણકે છે.

આવુ છું કહેતી રાજેશ્વરી દરવાજો ખોલે છે.

રાજ કેમ આજે ઉદાસ લાગે છે.તબિયત તો સારી છે ને.

હા, બધુ સારુ જ છે.

સારુ જો હુ તારી માટે શુ લાવ્યો છું એ તો જો.

નાં મારે નથી જોવું કઈ.

અરે બાબા નારાજ શુ કરવા થાય છે.સાંભળ આજે સાંજે પાર્ટીમાં આ ગાઉન જ પહેરજે. સમજી.જો તને જે ગમે છે એ જ કલર છે.ચેરી રેડ કલર અને ત્યાંની થિમ પ્રમાણે બધા એ રેડ કલર જ પહેરવાનું નક્કી કર્યું છે.

ગાઉન લઈ ને રાજેશ્વરી તૈયાર થવા જાય છે.

જેવી તૈયાર થઈ ને આવે છે એટલે પ્રતિકનાં હોશ ઊડી જાય છે.

રાજ એક વાત કહુ.

હા બોલ ને.

રાજ આજે પણ તને જોઈને કોઈ કહે નહી કે તુ એક દિકરાની માં છે.

રાજ તુ તો ખૂબ જ સુંદર લાગે છે ચાલ ને થોડી સેલ્ફી લઈએ.

બંને સેલ્ફી લે છે એટલે કર્તવ્ય પણ આવી જાય છે અને ફટાફટ રેડી થઈ જાય છે અને પછી અલગ અલગ પોઝમાં મમ્મી પપ્પા જોડે સેલ્ફી લે છે.એટલી જ વારમાં ઘરની ડોરબેલ વાગે છે.

કર્તવ્ય દરવાજો ખોલે છે.

બધા જ ઘરમાં આવતાંની જોડે જ બોલવા લાગે છે.

"Happy Anniversary to you."

સાંભળી ને રાજેશ્વરી ખૂબ જ ખુશ થઈ જાય છે અને પ્રતિકની સામે જોવા લાગે છે.

Happy Anniversary રાજ.

પ્રતિક તને ખબર હતી તો પણ આજના દિવસે મને હેરાન કરી.

અરે રાજ હુ આટલો મહત્વનો દિવસ કઈ રીતે ભૂલી શકુ.હુ તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.જો તને હુ કહી દેત તો તારા મોઢા પર મને આ ખુશી કઈ રીતે જોવા મળતે.

ઓહ એટલે જ મને સવારથી કોઈએ વિશ નાં કર્યું.

હા રાજેશ્વરી પ્રતિકે બધાને વિશ કરવાની નાં કહી હતી.

ચાલ રાજેશ્વરી હંમેશા તુ મારી માટે સોંગ ગાય આજે હુ તારી માટે સોંગ ગાઉ છું.

"तुम मिले, दिल खिले और जिने को क्या चाहिए।
ना हो तू उदास तेरे पास पास में रहूँगा जिंदगीभर।
सारे संसार का प्यार मेने तुजीसे पाया।
तुम मिले, दिल खिले और जीने को क्या चाहिए।"

સાંભળ હવે તારુ ફેવરિટ સોંગ તો સંભળાવી મને.

"મુસ્કુરાને કી વજહ તુમ હો,
ગુનગુનાને કી વજહ તુમ હો,
જીયા જાયે નાં, જાયે નાં, જાયે નાં,
ઓરે પિયા રે....."

બંને એકબીજા માટે સોંગ ગાઈ છે એટલે રાજેશ્વરી ભાવુક થઈ જાય છે.

બધા બંનેને વિશ કરે છે અને કેક કટિંગ કરે છે.

I Love you pratik.

I Love You to my sweet heart.

બંને એકબીજાને વિશ કરી બધા બહાર હોટેલમાં જમવા જાય છે.

રાજેશ્વરી


Share

NEW REALESED