Chapter 2 - Prashnottar The Quest books and stories free download online pdf in Gujarati

Chapter 2 - પ્રશ્નોત્તર The Quest

Chapter 2: "પ્રશ્નોત્તર - The Quest"

વરસાદ ઝરમર વરસી રહેલો.

પણ physicsના નિયમો પ્રમાણે, પવનની દિશામાં મારી દોડવાની speedના લીધે પલળી રહેલો હું.

શરીર પર, એ પણ ઉપરના ભાગના કપડા પલળવાથી જે થોડો ઘણો ભાર થયેલો એ મહેસૂસ થયો. ભીનાશ અંદર ચામડીને અડીને ઠંડક આપી રહેલી. દોડવાથી શરીર અંદરથી ગરમ થયું એમ વધારે ઠંડક લાગી.

અને આ બધું ખબર પડે ત્યાં સુધી બઉ વાર થઈ ગયેલી.

મગજ હજુ પણ તાંડવ કરી રહેલું.

પ્રશ્નોના વંટોળને શાંતિ નહોતી વળી.

જે અજુગતી ઘટનાને જોઈને ભાગેલો એ ઘટનાને ફરી ફરી વિચારોથી સમક્ષ લાવી રહેલો. હકીકત અને ભ્રમમાં મુંજવાઈ રહેલો.

મને મારી પર જ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. પેલી, મે જાતે જ પોતાને ભરેલી ચટુણીથી થયેલું દર્દ યાદ આવ્યું.

જે જોયેલું, અનુભવેલું એ હકીકત હતું.

ઝરમર વરસાદ પણ ધીમે ધીમે બંધ થઈ રહેલો. આકાશમાં વાદળો આછા થઈ રહેલા. વાદળો વચ્ચે વચ્ચે ઝરી છાંટી હોય એમ તારાઓ ટમટમી રહેલા. રાત્રિનો રંગ બદલાઈ રહેલો. કેટલો સમય થઈ ગયેલો એ મને ભાન જ નહોતું. બસ દોડી રહેલો. પહેલા પણ બઉ વાર થયું છે, આમ વિચારોમાં હોઉં તો ચાલવાનું ગમે. દોડવાનું ક્યારેય કર્યું નહોતું પણ આજે એ પણ થઈ ગયું. ઊભો રહ્યો. શરીરને ઘૂંટણ પર ટેકો આપીને, માથું નીચે કરીને મોટે મોટેથી શ્વાસ લીધા. પ્રાણને ધબકતા સાંભળ્યા. ઘરથી બઉ દૂર આવી ગયેલો.

Road હતો. Road ની બંને બાજુ ખેતરો હતા. ભીના. સુગંધથી ભરેલા. કોઈ જ અવાજ નહોતો, મારા ધબકારા સિવાય. મારા અને વનસ્પતિ સિવાય કોઈ જ દેખીતું સજીવ પણ નહોતું. સ્વસ્થ થયો. ત્યાં જ road પર એક બાજુ બેસી ગયો. હાથ પર વજન રહે એમ શરીર થોડું પાછળ કરીને, ઉપર આકાશ સમુ જોઈ શકું એમ સહેજ relax થયો.

"કેવો છું હું! આટલો બધો હોંશિયાર, સમજુ ઘણુ છુ ખુદને પણ આજે થયેલી ઘટનાને લીધે આમ નાસીપાસ થઈ ગયો. એ "હું" જ હતો જેને હું જોઈ રહેલો. અને હું મારાથી જ ડરેલો.

Wait.

એક minute.

હું એટલા માટે ભાગેલો કેમ કે, "હું" ડરેલો હતો અને એ હું જોઈ ના શક્યો. એ સ્વીકારી ન શક્યો. એ ના ગમ્યું. તો હાલ હું શું કરી રહ્યો છું? હાલ પણ તો ડરી જ રહ્યો છું ને. આમ ભાગીસ કેમ! કેમ ભાગેલો હું! મારે ના ભાગવું જોઈએ. મારા સિવાય મને કોઈ નહિ સમજાવી શકે. આ તો મને મોકો મળ્યો કહેવાય ઉપરથી. કે હું ખુદની પાસેથી જ જાણું, શીખું. મારા પ્રશ્નનો જવાબ "હું" જ આપીશ. આ દુનિયામાં આ જ સત્ય છે."

ઊભો થાઉ એ પહેલા, જાણે હાથથી પકડીને કર્યો હોય એમ ચમકીલો, સફેદ લિસોટો ખેંચાયો આસમાનમાં. શું ખબર! એ તો એના સમય પ્રમાણે થયો હશે. પણ મારા સમય પ્રમાણે તો એ કુદરત સાથેનો વાર્તાલાપ હતો. મનોમન, ફરીથી આભાર માન્યો કુદરતનો. અને જેટલી ઝડપથી અહી આવવા ભાગેલો એટલી જ, એનાથી વધારે ઝડપથી પાછો ભાગ્યો. કઈક ઉત્સાહ, જોમ હતો. શ્વાસ ફૂલી રહેલા એ ઉત્સાહમાં. હું મારી જ પાસે જઈને વાર્તાલાપ કરીશ એનો ઉત્સાહ. અને પૂરપાટ ઝડપે ભાગુ છું.

ઘર આવે છે. હજુ અંધારું હતું. પણ આછું. Twilight zone પહેલાનો સમય. ઝાંપો ખોલીને અંદર આવું છું. મારા room પાસેની ઓસરીમાં જઉં છું. બારી ખુલ્લી હતી. "હું" અંદર સૂતો હતો. થોડીવાર તો હું મને સુતા જોઈ રહ્યો. બઉ જ અજીબ feeling લાગી. કે કેમનું શક્ય છે આ! બધું એટલું અવનવું લાગી રહેલું કે જાણે મારામાં કોઈ super power હોય. મે ત્યાં બારીમાંથી જ મને ઉઠાડવા નામ લીધું.

"Happy.

Happy.

એ Happy. ઉઠ.

ઊભો થા, Happy.

Happy."

ઊંઘ અવસ્થા અને જાગૃત અવસ્થા વચ્ચેની ઘડી કે જેમાં એ બંને feel થાય, એ feel થયું.

અને ઝબકીને જાગી ગયો.

પપ્પા ઉઠાડી રહેલા મને.

આજે ઘરથી દૂર, 3 કલાકના અંતરે આવેલી college ભૂમિ, Ahmedabad જવાનું છે. એ પણ વહેલા. Bus 8 વાગ્યાની છે તો જલ્દી ઊઠવાનું હતું. પણ આ તો એના જ સપનાઓમાં હતો.

સંપૂર્ણ રીતે જાગી ગયો. Bed પર બેઠો થયો. આંખો બંધ કરીને, ઊંડો શ્વાસ લીધો. જાણે આખું સપનુ સામેથી ગયું એમ ફરી જોઈ રહેલો. ઊભો થયો. અને એના નિત્યક્રમ માં લાગી ગયો.

Brush કરતા કરતા ઘર આખું બહાર ફરી વળ્યો.

ઘરનું નામ "પ્રેમચંદ" છે. જેમાં મારા મમ્મીપપ્પા બંનેનો પ્રેમ અને હૂંફ છે.

પ્રેમચંદ નો બગીચો પણ બેનમૂન છે. 3 કુટુંબો વસે છે એ બગીચામાં રહેલા માળાઓમાં.

વરસાદથી બગીચો પણ ભીનો થયો છે અને એની હરએક પત્તી ખીલી ઉઠી છે.

ઉપર ધાબા પર ગયો. Time બઉ ઓછો હતો ready થવા માટે. પણ રૂ જેવા, વચ્ચે વચ્ચે થોડા કાળા ધબ્બા લાગ્યા હોય એવા વાદળો, પવનની શક્તિથી એકબીજા પર સરકીને ભાતભાતના જે આકારો બનાવતા હતા એ જોવા હતા. સૂર્યોદય થવાને હજી વાર હતી થોડી, પણ પ્રકાશ એ દિશામાંથી પ્રસરવા લાગેલો અને એ પ્રકાશના લીધે ઊપજેલો આકાશનો રંગ આંખોને ઠંડક આપી રહેલો.

વરસાદ પડેલો રાત્રે અને એની સોડમ હજુ વાતાવરણમાં એકદમ તાજી હતી. વરસાદ પણ એવો પડેલો કે જમીન જાણે શેકેલો માવો હોય. ક્યાંય ખાબોચિયું નહોતું. પણ બધું જ ભીનું હતું. રસોડામાં ઘી, ગોળ અને લોટનો પા થાય, સુખડી કે શીરા માટે, અને જે સુગંધ ફેલાય એના કરતા પણ વધારે મદહોશ કરતી સુગંધ આ ભીની માટીમાં હોય છે. ખબર નહિ, વરસાદની એ ખુશ્બુ છે કે જમીનની! કે જાણે એ પ્રેમ હોય, બંનેના મળ્યા વગર અધૂરી.

સપનુ હજુ તાજુ જ હતું, હસી રહેલો. પણ સાથે સાથે થોડો વિવશ હતો. બઉ બધા સપનાઓ આવી ગયા છે. પણ પહેલીવાર ખુદને આમ આ રીતે જોઈને, જે સપનામાં પ્રશ્નો થયેલા એ હાલ થઈ રહેલા. ખબર નહિ કેમ! પણ નહોતું ગમી રહેલું.

નીચે આવીને ready થયો. 8 વાગવામાં કલાકની વાર હતી. અને મારે Bag ready કરવાની બાકી હતી. મને deadline આવે તો જ કઈક કરવાનું સુજે. એક bag જે લઈને આવેલો એમાં Laptop અને કપડા હતા, અને બીજી bag જેમાં મમ્મી એ ઘરે બનાવેલો થોડો નાસ્તો અને બઉ બધા fruits અને કિતાબો હતી.

કિતાબો સાથેનો નાતો કઈક અલગ જ રહ્યો છે.

જે જોઈને અને સાંભળીને ના જાણવા કે ના શીખવા મળ્યું હોય એ વાંચીને જાણ્યું કે શીખ્યું છે. પ્રિય મિત્ર, પ્રિય વ્યક્તિ તરીકેનો અભિગમ પુરો પાડ્યો છે દર વખતે. ખજાનો વસાવ્યો છે કિતાબો નો. ભલે બધી જ વાંચી ના હોય પણ એમને પાસે રાખવી, એમનો સંગ્રહ કરવો પણ દિલખુશ લાગણી આપે છે, એક શોખ છે એ.

માણસની જિંદગીમાં પુસ્તકો હોવા હવે મને બઉ જરૂરી લાગે છે. એક યોગ્ય પુસ્તક ખરીદવું એ એક long time investment કર્યા બરાબર છે.

Bags ને પણ ready કરીને, મમ્મીએ મોણ નાખીને બનાવેલી ગરમ ગરમ ઘી વાળી રોટલી અને દૂધનો નાસ્તો કર્યો. પપ્પા મૂકવા આવી રહેલા. મમ્મીને ઘરેથી જ ટાટા કર્યા. Bus stand પર થોડી રાહ જોઈ હશે ને bus આવી ગયેલી. પપ્પાને પણ ટાટા કર્યા.

પાલનપુર એક નગરી છે. ચારે બાજુ ગામોથી ઘેરાયેલી નગરી. એ ગામના લોકો માટે મોટા શહેર જેવી નગરી. કહેવાય છે કે, પહેલા, જ્યારે સિમેન્ટનું રાજ નહોતું. કુદરત અને અને એમાંથી બનેલા આ માણસ વચ્ચેનું અંતર બઉ ઓછું હતું ત્યારે, પાલનપુર ફૂલોની નગરી કહેવાતું. ફૂલોના લીધે અત્તરની નગરી બનેલી. અને કદાચ, એ ફૂલો અને અત્તરોના વાતાવરણના લીધે શાયરોની નગરી બની.(કે પછી ઉલટું પણ હોઈ શકે.) બેનમૂન, અફલાતૂન શાયરો અહી વસ્યા છે. એક ઝાંખી જોઈ લો.

"તુઝ કો તેરા રામ સંભાલે; બાત ખતમ!

ઔર મુઝે રબ મેરા પાલે; બાત ખતમ!

ઈન્સાં કી દરઅસ્લ ‘મુસાફિર’ ગંગા હૈ

ઇસ પાની મેં ખૂબ નહા લે; બાત ખતમ!"

- મુસાફિર પાલનપુરી


બઉ જ ગદ ગદ થઈ જવાય જ્યારે આવો ઈતિહાસ પોતાના શહેરનો હોય. એક અલગ ખુશી છે એ વ્યક્ત કરવામાં.

નગરના ઉત્તર પૂર્વ દિશામાં અરાવલીની પર્વતમાળા ગોઠવાયેલી છે. નગરથી જ, દૂર રહેલા એ પર્વતોને જોઈ શકાય. જેસોર રીંછ અભ્યારણ્ય એ પર્વતમાળા પર પથરાયેલું છે. સંપૂર્ણ જંગલ વિસ્તાર કહિ શકાય એમ.

નગરની આબોહવા ખેતરોથી ઘેરાયેલી છે.

સમોસા કચોરીની નગરી છે આ. સમોસા ખાસ. અહીંના સમોસા અને કઢી અને એમાં અલગથી નખાતી મીઠી ચટણી અને દહીં, આ સ્વાદ જીવનભર દાઢે રહી જાય એવો છે.

દર વખતની જેમ, આજે પણ પોતાના શહેર, પોતાના ઘરથી દૂર જતી વખતે છાતીમાં બઉ જ નાનો, પણ ડૂમો ભરાઈ આવ્યો. Bus પાલનપુરમાંથી પસાર થઈ. Main highway પર આવીને Bus ની ઝડપ વધવા લાગી. Earphones નીકળ્યા અને કાને લાગ્યાં.

Electric Sunrise by Plini, song ચાલુ થયું.

સવાર સવારમાં સુગંધિત વાતાવરણમાં ઉઠ્યા પછી, આખો દિવસ શક્તિ પુરી પાડે એવા વજનદાર breakfast પછી, window seat પર બેસીને એ ઠંડા પવન પછી અને melodious music પછી, આખાય શરીરનું વજન પાછળ seat ને આપીને, આંખો બંધ થઈ.

Bus ની ડાબી બાજુ, જ્યાં 2 seats હોય, ત્યાં છેલ્લેથી ત્રીજા નંબરે, window seat પર હતો. Bus આમતો 50% ખાલી હતી. પણ માંગ હોય છે સફર વખતે, કે window seat મળે અને કોઈ જ પ્રકારનું disturbance ના જોઈએ એટલે બને એટલું social distancing જાળવવું, સાવ અજાણ્યા લોકોથી.

Songની melodyમાં મસ્ત હતો.

સપનામાં થયેલા પ્રશ્નોના જવાબ માટે વ્યસ્ત હતો.

"કે, કેવું સપનુ આવેલું ને! આ સ્વપ્નનો શું સંદેશો સમજવો મારે! શું ખરેખર આવા double role થઈ શકે! બધું સપનામાં જ શક્ય છે ને! હું ડરેલો કેમ હતો! એ પણ સપનામાં જ હતું ને! કે હાલ પણ, આ જાગતી હકીકતમાં પણ એવો છું! જો એવું છે તો મારે જાણવું છે એ કારણ. મારી સમજણમાં હજુ કઈક નથી મેળવી શક્યો. હજુ કઈક ખૂટે છે. અને એ ડર પણ એનો જ છે. સ્વપ્નમાં જેમ હું ખુદની પાસે જાઉં છું એમ જ મારે મારી પાસેથી, મારી જાતે જ શોધવું પડશે."


"Excuse me."

"Hello."

બઉ જ નમ્ર અવાજ, અને એટલા જ નમ્ર સ્પર્શથી સજાગ બન્યો.

જોયું તો એક છોકરીએ મને ઉઠાડેલો.

...

(વધુ આવતા અંકે)