Chapter 4 - Man ane Hakikat books and stories free download online pdf in Gujarati

Chapter 4 - મન અને હકીકત

Chapter 4: "મન અને હકીકત"


Movies માં જોયું છે કે જ્યારે વિસ્ફોટ થાય ને ત્યારે એની આજુ બાજુ રહેલા લોકોમાં, અને જો heroને જ બતાવ્યો હોય તો એને તમ્મર આવી જાય. કાનમાં એક અલગ જ frequency વાળો અવાજ સંભળાય કે જેથી બીજું કઈ જ સાંભળી ના શકાય અને ખુલી આંખો સામે અંધારપટ આવી જાય. ધ્યાન ખોવાઈ જાય. એ અવાજ ને કાનમાંથી જતાં થોડી વાર લાગે. ભાન આવતા થોડી વાર લાગે.

બસ એવી જ કઈક હાલતમાં હું હતો.

ઘાયલ નહોતો થયો પણ એ થવાય એના પહેલાની ભીતિ હતી જાણે.

ખોવાઈ ગયેલો હું. એ મારકણી હસી વાળા ચહેરામાં.

એના અવાજથી જાણે મને તમ્મર આવી ગયેલા કે આજુ બાજુ નું કઈપણ સાંભળી શકું એવી ખબર નહોતી.

ભાન નહોતું. ચહેરો મારો શું કરી રહેલો એ મને નહોતી ખબર.

ખબર પડી મને જ્યારે કરણે, જે મને લેવા આવેલો અને મારી રાહ જોઈને Bus Stop ને touch થતાં, બહાર road ની સામેની side, ગરમીમાં ઊભો હતો, road cross કરીને એની પાસે જતા, મને પૂછ્યું.

"મારે તને એક થપ્પડ મારવી છે. મારું!"

એટલું પૂછતા પૂછતા તો એણે મને મારવા હાથ લંબાવ્યો. પણ થોડો પાછળ ખસીને બચાવ કરીને એનો હાથ પકડી લીધો.

એ Bike પરથી ઉતરે એમ મે ખેંચ્યો, અને ભેટ્યા.

Almost એક મહિના જેટલા સમય પછી, roommates, friends કે પછી સગા ભાઈ કહી શકો, બંને મળ્યા. ભેટ્યો તો ખરા મને, દિલ થી, પણ તરત એનો હાથ મારા ગળા પાછળ રાખીને મને નીચે દબાવીને બોલ્યો.

"બોલ, હવે. શું નાટક કરી રહેલો! શું કલાકારી કરી રહેલો!"

"અલા છોડ, દુખે છે." મે બળ લગાવ્યું સામે તો એને પણ જોર કર્યું. પણ છૂટી ગયો હું જેમતેમ કરીને.

"કહું છું તને બધું. ચાલ ગીતા લઈ લે પેલા. ત્યાં બેસીને વાત કરીએ. તે કઈ જમ્યું કે પછી ઊંઘમાં છું! મને થોડી ભૂખ લાગી છે. અને વડાપાઉં ની યાદ બઉ આવી છે. ચાલ."

"સાચું બોલ જે. તને લોટરી લાગી છે! કેમ આટલો form માં છું! ચહેરા પર આટલી લાલી કેમ છે!" મારું ગળું ફરી પકડ્યું.

"અલા ના ભઈઈઈ. તું ચાલ પેલા. બઉ ગરમી લાગી રહી છે." ફરી બચાવ કરીને એના હાથમાંથી ખુદને છોડાવ્યો.

"નંગ, મારી ઊંઘ બગાડીને આવ્યો છું. એ પણ AC માંથી બહાર આ ભઠ્ઠીમાં અને એમાં પણ તારા આ નાટક." Bike પર બેઠો એ.

"કેટલા વાગે ઊંઘેલો?"

હું પણ બેઠો પાછળ.

ગરમ ગરમ seat પર બેઠો.

બેસતા જ ઉઠી જવાય એવી seat.

"આ હા હા હા" બોલાઈ જાય પણ આખરે બેસી જવાય એવી seat.

એમ તો Temperature balance થતા વાર ના લાગે. બસ થોડું સહન કરવું પડે શુરુઆત માં. બસ એટલું જ.

મારો સામાન હતો પાછો. એક bag એની આગળ રાખી. દયા આવી એના પર. બાપડાને આટલી, આવી ગરમીમાં બોલાવેલો.

મહાશહેરની ગરમી.

ઉનાળો પુરો થવાનો હતો અને વરસાદ આવશે, એવું અહી કહેવું પણ ના ગમે એવી ગરમી.

એવા વિચારો આવે કે, વરસાદ તો હશે, પણ આ ગરમીમાં બધું બાષ્પીભવન થઈ જતું હશે.

આ ગરમી, એક ટીપુ નહિ છોડતી હોય નીચે આવવા.

જ્યાં હાથ મૂકો એ બળી રહ્યું હોય એમ લાગે.

Road પીગળતા હોય. રીતસરની વરાળ દેખાય road પર.

ધ્યાનથી જોઈએ તો માણસો પર પણ વરાળ નીકળતી દેખાય.

કાળજાળ ગરમીમાં લોકો કે પછી ગરમીમાં કાળજાળ લોકો, ફરક ના લાગે બંનેમાં.

અધૂરામાં પૂરું, વાહનોનો ધુમાડો.

એના કરતાં પણ વધારે હેરાન કરતો એમનો ઘોંઘાટ.

ભલે આટલી ગરમી હોય, પણ કકળાટ ના હોય ને તો ગરમી હસતા મોઢે સહન કરતા પણ ફાવે.

માણસોનો કકળાટ પણ હોય છે, પણ એ તો હવે કેમનું બંધ કરવું!

"યાદ નથી." Bike ચાલુ કરતા કરતા બોલ્યો.

"સરસ." હું મારા PG ની દુનિયામાં આવી ગયેલો.

"કોઈ letter આવેલો છે મારા નામનો!" એક બીજી અલગ દુનિયા, system વાળી દુનિયા પણ યાદ આવી લોકોને ભાગતા જોઈને.

"ના. 2 દિવસ પહેલા તો આપડી વાત થયેલી." Bike ચાલુ થઈ અને road પરના બીજા વાહનોની સાથે, પણ થોડું ઝડપથી ભાગવા લાગી.

"હા. પણ, જરૂરી છે કે letter આવે. રાહ જોઈ રહ્યો છું. સાલા, નાલાયકો છે આ CEE વાળા. બરોબર, responce નથી આપ્યો." મારા કામની વાત યાદ આવી અને થોડો ગુસ્સો આવ્યો. ગરમી હતી. Bike પાછળ હતો અને bike ની speed ના લીધે એ ગરમી ની ઝાપટો વાગી રહેલી.

"આવી જશે. આમ પણ જવાનું જ છે ને ત્યાં!"

"હા." હું પાછો ખોવાઈ ગયો. મને પેલી છોકરી યાદ આવી. આ પણ ખબર નથી પડતી, ખોવાઈ ગયો પાછો કે ભાનમાં આવ્યો!

"કેમ છે, ઘરે બધા? પ્રેમચંદ કેમ છે?"

"હમ્! શું કહ્યું?"

"તું ક્યાં ખોવાયેલો છે ભાઈ!"

"અરે, શું પૂછ્યું તે!"

"ઘરે બધા કેમ છે!"

"બધા મસ્ત."

"તું કેમ છે?"

"હું!"

"હા, તું."

"અલા, મસ્ત જ છું. થોડી શાંતિ રાખને વાલા." હું હસ્યો.

છેલ્લાં 1.5-2 કલાકથી હું શું અનુભવી રહ્યો છું એ કહેવું હતું એને.

એને કહેવું હતું કે, આવું પણ હોય કે, બસ કોઈની હસી આંખો સામે રહી જાય.

કોઈના અવાજ ગુંજતા થઈ જાય, થોડી થોડી વારે સંભળાય એમ.

એક અલગ, અનોખા, ગલીપચીથી થોડા updated અહેસાસની અનુભૂતિ.

એને કહેવું હતું અને એટલામાં તો ગીતા આવી ગયું.

રસ્તો ક્યાં જાય એ ખબર ના રહે, અને પહોંચીને જાણે મનમાં થાય કે ક્યાં ધ્યાન હતું મારું આખા રસ્તામાં! બસ એ અનુભૂતિ હતી.

ગીતા એટલે અમદાવાદમાં મને ગમતું એકમાત્ર place for food.

Specifically, વડાપાઉં માટે.

બસ.

ત્યાંના menu માં બઉ બધું છે, એનું નામ છે "ગીતા સમોસા center".

સમોસાની તો વાત કરી.

પાલનપુર જેવી મજા સમોસામાં, અહી અમદાવાદમાં હજુ નથી મળી.

Menu માં બીજું બધું બઉ છે.

જેમાં South Indian ગમે.

પણ.

પણ.

વડાપાઉં સૌથી મોખરે.

ત્યાંના વડાપાઉં ખાવો એટલે કે એ જગ્યા સાથે જનમો જનમ નો સંબંધ બાંધવો.

ભૂખ હોય અને જો ભૂલથી એ વડાપાઉં યાદ આવી જાય તો લાળનું પુર આવે, અને એ રોકવા એને ખાવું જ પડે.

ના ખાવા મળે તો શરીર અડધું થઈ જાય.

તરફડીયા મારવા લાગે, જીભ, મો, શરીર બધું જ.

સાંભળેલું પહેલા કે લોકો food પાછળ ગાંડા બની જાય છે, જાણે food ના પ્રેમમાં પડતા હોય.

એને મે હકીકતમાં અનુભવ્યું છે.

વડાપાઉં, એ પણ ગીતાનો, એ પ્રેમ છે.

મખ્ખન થી ભરપુર વાળો પ્રેમ.

ગરમ ગરમ.

એની ચાહત એટલે સંપૂર્ણ સંતોષ આપતો પ્રેમ.

એમ તો વડાપાઉં ના બઉ બધા પ્રકારો છે.

અલગ અલગ. Area vise.

જોવા જઈએ તો PhD થઈ શકે, વડાપાઉં પર.

વડાપાઉંની શુરુઆત મુંબઈમાં થયેલી.

એ પણ એક સસ્તા ખોરાક તરીકે.

જે હાલ, આખાય દેશમાં famous street food છે.

જુદા જુદા ભાવે મળતું. (અમદાવાદમાં એક જગ્યા એ 150/- રૂપિયાનો એક એવા વડાપાઉં પણ મળે છે.)

મુંબઈમાં ખાલી જે વડું હોય ને વડાપાઉંમાં બસ એ બનાવવા જ તેલનો ઉપયોગ થાય.

બટાટાને બાફીને એમાં જુદા જુદા મસાલા નાખીને, તીખો, ખાટો, તમતમતો, જીભની સ્વાદ કળીઓ ખીલી ઉઠે, ઝૂમી ઉઠે, એવો taste બનાવવામાં આવે.

આ taste બધે જ જુદો મળે. અલગ અલગ.

બનાવવાવાળા બદલાય, એમનો બનાવવા માટેનો પ્રેમ બદલાય, જગ્યાની મજા બદલાય.

કયાંય પણ ખાઓ તમે. Same taste ના જ આવે. અને એની જ મજા છે.

એ tasteful માવામાંથી માપની ટીકી બનાવી, ચણાના લોટમાં ડુબોઈ ને તળવામાં આવે.

ત્યાંની streets પર અને દુકાનોમાં આ વડા બનેલા હોય, એને પાઉં વચ્ચે રાખીને, paper dish માં હાલ, પહેલા newspaper માં આપતા, હાલ પણ ઘણી જગ્યા એ આપતા હશે, તો એમાં તળેલા, મીઠાવાળા, તીખા મરચા અને લાલ મરચાની સૂકી ચટણી હોય છે, મસાલો કહેવાય જેને, એની સાથે serve કરે.

ચટણીમાં હવે variation આવી ગયા છે. Green તીખી ચટણી અને Red ખાટીમીઠી ચટણી હોય છે.

હાલ પણ વડાપાઉં બીજા આવા street food ની સામે ઘણા સસ્તા દામમાં મળે છે ત્યાં, કે જેને તમે ચોપાટી પર બેસીને, એ વડાપાઉંના અને એ શહેરના જાકમજોળ પ્રેમમાં ડૂબતા ડૂબતા ખાઈ શકો.

બસ આ proper, દેશી વડાપાઉં.

Bombay વડાપાઉં, યા તો Bombay burger જેવા નામથી famous છે, આ type નો વડાપાઉં.

નાસિકમાં પાઉં વચ્ચે વડાને રાખીને આખું ચણાના લોટમાં ડુબોઈ ને તળી દે.

ત્યાં એને પાવ વડા તરીકે લોકો માણે છે.

અહી ગુજરાતમાં અને એમાં પણ, અમદાવાદમાં, ગીતામાં, એક minute, પહેલા પાણી ઉતારી દઈએ.

હમ્.

તો, અહી ગીતામાં, એ બાફેલા બટાટા અને અપ્રતિમ tasteful મસાલાની ટિકીઓ ready હોય.

Order આવે એમ એને તળવામાં આવે.

શરીર પ્રેમીઓ હોવ તમે તો બઉ જ ઓછા તેલમાં બનાવે એમ કહી શકો છો. અને શરીર પ્રેમી ના હોવ તો બરોબર butter લગાવજો હો! એમ કહી શકો છો.

અને એ બરોબર butter લગાવીને બનેલા વડાપાઉંની વાત જ કઈક અલગ છે.

ટીકીને ગરમ, fry કરે એની સાથે પાઉં ને પણ ગરમ કરે, લાલ મરચાના મસાલા સાથે.

તમે કહો તો તેલમાં, ના પાડો તો તેલ વગર અને butter ની વાત કરો તો ભરપુર butter માં.

તમારે તીખો ખાવો હોય તો બીજીવાર નામ ના લો એવો પણ કરી આપે.

બસ. આટલું કરીને, ગરમ ગરમ ટીકીને ગરમ ગરમ, પોચા પોચા પાઉં વચ્ચે રાખીને, plastic dishમાં, Green અને Red ચટણી સાથે serve કરે.

પહેલા તો, એ ટીકી જ્યારે fry થાય ત્યારે, એ અવાજ અને નીકળતી સુગંધિત વરાળથી જ મન અડધું ભરાઈ રહે, અને જ્યારે એ સામે table પર આવે તો ગમે એવું ગરમ હોય પણ મોઢામાં મૂક્યા વગર જીવ ના રહે.

ભલે પછી બળી જવાય.

ફૂંક મારીને, પણ ખાવાનું જ.

ગરમ ગરમ.

અને ત્યારે એ પહેલા જ બટકામાં, સંપૂર્ણ સુખ પ્રાપ્તિ નો અહેસાસ મળે.

ક્યારે પુરો થઈ જાય એક વડાપાઉં એ ખબર ના પડે.

એટલે હમેંશા 2 order કરવામાં આવે. Minimum 2 જરૂરી છે એક time એ. Maximum તો હવે જેવી જેની જરુરીયાત.

Bike park કરીને, મારો બધો સામાન લઈને અંદર ગયા.

Enter થતા જ વડાપાઉં બનાવવાવાળા ભાઈએ મસ્ત smile આપીને સ્વાગત કર્યું.

Almost ખાલી હતું.

Customers ઓછા હતા અને આગળના tables પર બેઠેલા.

અમે અંદર જઈને ગમતા table પર જઈને બેઠા.

પંખા નીચે.

હાથ મો મસ્ત ધોઈને fresh થઈને કરણ સામે બેઠો.

Table સાફ કરવાવાળા અને order table સુધી આપવાવાળા છોકરોમાંથી એકે order આપી પણ દીધેલો.

કહ્યું ને કે, જનમો જનમનો સંબંધ બની જાય.

બસ એ જ.

"ચલો. બોલો. શું નવીનતા સાથે પધાર્યા છો તમે? આખી વાત કરે એ પહેલા, આ તારી ચહેરા પર ખુશી દેખાય છે એના પાછળનું કારણ બોલ." ટટ્ટાર થઈને, બંને હાથ ચોક્ખા table પર રાખીને બોલ્યો.

"મને એક છોકરી મળી." મે હસતા હસતા જવાબ આપ્યો.

"ઓહ હો હો હો." ઊભો થઈને મને ભેટવા આવ્યો અને કહે,

"લાવ. મારી કંકોત્રી લાવ."

"અલા, સાંભળ તો ખરા પૂરું. ઉતાવળી. બેસીજા પહેલા. સાંભળ. એક છોકરી મને આજે અહી આવતા Bus માં મળી." પાછો બેસાડ્યો એને.

"છેલ્લાં 1.5-2 કલાકથી મારી બાજુમાં હતી. એને University આવવાનું હતું, એટલે મારે આમ નાટક કરવું પડ્યું, એની સાથે આવવા. સાલું, BRTS માં ભીડ હતી અને સાથે બેસી ના શક્યા."

"અરે રે રે રે, એટલે. હવે સમજાયું. બરોબર છે. ભાભી મળી ગયા મતલબ! બતાવ મને. મારા ભાભીને જોવા છે મારે." એ બઉ હરખપદુડો થયો.

"એટલે Bus માં એના મમ્મીપપ્પા સગુ લઈને મારી પાસે નહોતા આવ્યા." મે શાંત કર્યો એને.

"University કઈ બાજુ રહે છે? એની college?" બઉ સચોટ પ્રશ્ન હતો.

"એ Science ની student છે. એટલી ખબર છે મને. College નથી ખબર. ક્યાં રહે છે એ પણ." મને જાણે કરણના પ્રશ્નોથી ભાન આવતું એમ લાગ્યું.

"હા તો, એમાં શું! શું નામ છે? આપડે શોધી લઈએ." એનો આ પ્રશ્ન આવ્યો અને વડાપાઉં પણ table પર આવી ગયા.

"નામ પણ નથી ખબર." પહેલીવાર, વડાપાઉં સામે હતા પણ મને એની ખુશી નહોતી. શું આટલો બધો બદલાવ લાવી શકે છે કોઈ છોકરી!

"વાહ, ભાઈ વાહ. અને તું એટલે ખુશ હતો એમ કે તને છોકરી મળી." જોર જોરથી હસવા લાગ્યો. નફ્ફટ.

"પણ શું કરતો હું! મને યાદ જ નથી આવ્યું કે આવું કંઈ પૂછું."

"તો તારે કઈ વાતો ના થઈ?"

"થઈને. એને મારું scent બઉ જ ગમ્યું." બઉ હરખાયો આટલું કહેતા.

"અલા કઈ નઈ ને, scent ની વાતો કરી તમે?" વધારે હસ્યો. વધારે નફ્ફટ.

"હા. એને જ સામેથી વાત નીકાળેલી. એને ગમેલું તો."

"માથું દુખવા લાગ્યું હશે બિચારીનું." મજાક કરી રહેલો મારી.

વડાપાઉં હતા એટલે કંઈ કરી ના શક્યો. નહિતર મારતો જે હોતું એ એને.

નૌટંકી છે આ કરણ.

એને ક્યાંય જવાનું હોય, ready થયો હોય તો મારા જ perfumes લગાવશે. હાલ, એની જ મજાક કરે છે.

"મજાક ના કરીશ. હું એને કેમની શોધીશ? ક્યાં મળશે મને! પાલનપુર હોત તો ઠીક છે, અહી તો કેમની શોધીશ?"

"અરે ફિકર not. મળવાનું હશે તો મળી જશે. હજુ તો તને નામ નથી ખબર અને હાલથી આટલી ચિંતા!"

"અરે ચિંતા નથી. પણ પ્રશ્ન છે. શું કરીશું! નામ જ નથી ખબર." ધીમે ધીમે વડાપાઉં મને સાદ પાડી રહેલા, અને કહી રહેલા કે મારા મા પણ થોડું ધ્યાન આપ. જે મે આપ્યું. દિલખુશ કરતો સ્વાદ જે યાદોમાં હતો એ હાલ જીભના ટેરવે હતો. સુખ.

"મળી જશે. હાથ લાવ તારો." મારી હથેળી ને જોવા લાગ્યો.

"તને આવડે છે આ બધું?"

"આપણ ને બધું જ આવડે છે. જો તારી રેખાઓ કહે છે કે આ week માં જ તું એને kiss કરીશ." અમે બંને બઉ હસ્યા એની મજાક પર. અને એના કહેલા શબ્દો મારા માટે Daydream બની ગયા એ ક્ષણ પૂરતા.

વડાપાંઉ પૂરા થયા. હાથ ધોઈને bill pay કર્યું. પાછા bike પાસે આવ્યા.

"ખબર નહિ કેમ! મને તો ઊંઘ આવી રહી છે. CEE માં પણ જવાનું છે. આજે લાગે છે કઈ મેળ નહિ પડે. કાલે જ જઈશું."

"બરોબર છે. મારી ઊંઘ પણ બાકી છે. મારું જમવાનું પણ થઈ ગયું. મસ્ત સૂઈ જવાનો છું હું તો." Bike પર બેઠા બંને.

બઉ જ વધારે ગરમ થયેલી seat પર. આ વખતે એને પણ બરોબરની ગરમ લાગી.

Gujarat university BRTS stopથી ગીતા અને ગીતાથી મારું PG, Hariom Towers.

બધું નજીક નજીક જ પડે.

ફટાફટ PG પર આવી પણ ગયા.

PG અમારું penthouse.

છેક 10th floor. પાલપુરથી હમણાં આવ્યો છું એટલે છેક નીકળ્યું.

બાકી 10th floorની આદત પાડવી પડે આ મહાશહેરમા.

ઉપરથી વધારે ગમે આમ ઊંચાઈ પર રહેવું.

Property ના ભાવો પણ વધે જેમ ઊંચાઈ વધે એમ.

પાલનપુર જેવા નાના શહેર કરતાં તદ્દન ઉલટું. મહાશહેરમા લોકો view ના પૈસા આપે, શહેરમાં લોકો safety ના પૈસા આપે.

PG માં નીચેના floor પર જ kitchen છે, ત્યાંથી પાણી પીધું અને ઘર યાદ આવ્યું, પાણી પીતા પીતા.

આખાય જગમાં ક્યાંય પણ પાણી પીધું હોય, પણ ઘરે, માટલામાંથી કે fridgeમાંથી નીકાળીને, glaasમાં લઈને, મોઢે માડીને પીધેલા પાણીના સ્વાદનો મહિમા ખાસો અલગ છે.

અજોડ છે એ સ્વાદ અને એનાથી મળતો સંતોષ.

પેટ ફૂલ થઈ ગયેલું.

સવારે ઘરે કરેલો breakfast. વડાપાઉં. પાણી. ગરમીમાં બઉ હતું આટલું.

ઘરની છાસ યાદ આવી રહેલી. બસ.

અમારો room ઉપરના floor પર છે.

મસ્ત મોટી balcony વાળો.

ઉપર આવ્યા.

Balcony door અને windows બધું મસ્ત બંધ હતું. દિવસે સુવા માટે perfect અંધારું હતું.

સામાન મારો એમ જ bag સાથે મારા cupboard માં રાખી લીધો.

એક roomમાં અમે 4 લોકો રહેતા. જેમાં 1 જણ હતો જ નઈ.

મતલબ હાલ અમે 3 જ. હું. કરણ. અને Surat ના એક ભાઈ. Internship કરી રહેલા MBA ની, તો એ.

Room માં 4 bed, 4 cupboards. 1 bed અને 1 cupboard ખાલી.

દરવાજાની પાસેના 2 bed માંથી એક મારો હતો. મારા અને કરણ ના bed વચ્ચે lamp table હતું તો એ જગ્યા હતી.

Jeans પહેરેલું તો એ change કર્યું. એકદમ મસ્ત free થઈને bed પર પડ્યો. કરણ તો કદાચ નસકોરા બોલાવી રહેલો.

બેડ પર આવતા જ, પેલી છોકરી સામે આવી.

હાલ જાણે મારી સામે હતી.

એ મારકણી હસી દેખાઈ.

કોણ હતી એ!

શું નામ હશે!

Age તો મારા જેટલી જ લાગતી હતી.

ક્યાં રહેતી હશે!

College કઈ હશે!

મારી જ college માં હશે તો! મનોમન બઉ જ ખુશ થયો.

કાલે જ college માં જઈશ. બધા જ juniors, જેમને ઓળખું છું એમને મળીશ.

મારી college માં નહિ હોય તો! થોડો low થયો.

કઈ નઈ. University આજુબાજુ તો રહે છે.

ક્યારેક તો મળશે જ ને!

મળશે ને પહેલા જ એને નામ પૂછીશ.

ના.

પહેલા coffee માટે પૂછીશ.

ક્યાંક જઈશું.

બેસીશું.

પછી બધી વાતો કરીશું.

મને ખબર નહિ, ક્યારે સૂઈ ગયેલો એ મારકણી હસી સાથે selfie પાડવાના ખયાલોમાં જ.

Horn ના અવાજ થી અચાનક ચમકીને જાગી ગયો.

હું bus માં જ હતો.

બાજુમાં જોયું તરત.

બાજુમાં, seat પર, મારી bag જ પડેલી.

પાછળ જોયું, તો પેલા ભાઈ મસાલો ઘસી રહેલા અને બાજુમાં બેઠેલા એમના wife મારી સામે અલગ જ રીતે જોઈ રહેલા. જાણે કઈ અજુગતું જોઈ રહ્યા હોય એમ.

આગળ પેલું વૃદ્ધ couple હતું.

પેલી છોકરી આખા bus માં ક્યાંય નહોતી.

Confusionમાં નાસીપાસ થઈ જવાય એવી હાલત મારા મનની હતી.

મોટેથી ચૂપ એમ બોલીને એણે શાંત કરવું હતું.

પણ મારા દિમાગમાંથી પેલી છોકરી હટતી નહોતી.

જેટલો એનો ચહેરો દેખાતો, એટલી જ એ સંભળાતી.

મને પ્રશ્ન પૂછતી.

મારા Scentની વાત કરતી.

બસ ગુંજી રહેલું બધું.

મને ખબર નહિ, શું થયું.

Bus કોઈ station પર આવીને ઊભી રહી.

હું ઉતરી ગયો.

સામાન લઈને.

Bus નીકળી પણ ગઈ ત્યાંથી.

કોઈ bus stand હતું.

કયું હતું એ મને નહોતી ખબર.

હું ખોવાયેલો હતો.

રાત્રે આવેલું dream, અને હવે આ.

બોખલાઈ ગયેલો.

એ station પર ગણીને 4-5 લોકો હતા.

Officeમાં બેઠેલા 2 જણ સાથે.

બધા કોઈ ને કોઈ કામમાં.

મારે મો ધોવું હતું.

Stationમાં અવર જવર ઓછી હતી પણ મોટું હતું.

Office window પાસે જઈને પૂછ્યું.

તો ખબર પડી કે આ તો મહેસાણામાં અંદરનું station છે.

જૂનું.

Busમાં fuel ભરાવા માટે યા તો મહેસાણામાં રાત્રે રોકાવા વાળી bus જ અહી આવે.

મારી bus fuel ભરાઈને જતી રહેલી.

હવે મારે બહાર જવા Staion બહારથી રિક્ષા કરવી પડશે.

અંદર bus આવવાના chances બઉ જ ઓછા હતા.

પણ પહેલા stationની પાછળની બાજુ જ્યાં પાણીની પરબ હતી, ત્યા મોં ધોવા ગયો.

પરબની બાજુમાં જ toilet હતું.

પહેલા washroom જઈ આવ્યો.

બહાર આવીને, હાથ મોં ધોયા.

સામાન બધો ત્યાં જ નીચે safe, clean રહે એમ રાખીને napkinથી મોં સાફ કર્યું.

આંખો બંધ થતાં, એ છોકરી જાણે વધારે સામે આવી.

થોડી વાર તો મને ડર લાગી.

શું કરું મનને શાંત કરવા!

મને ખબર જ નહોતી પડી રહી.

બરોબર મોં ને સાફ કરીને, ગરમી હતી પણ એમ જ ત્યાં ઊભો રહ્યો થોડીવાર.

બંને bag ઉપાડી અને stationની બહાર જવા ચાલવા લાગ્યો.

પરબની એક બાજુ, ladies અને gents toilet-washroom હતા.

પરબની બીજી બાજુ થી બહાર station તરફ જવાતું.

પરબની સામેથી એક રસ્તો જૂના, થોડા ખંડેર દેખાઈ રહેલા Quartersના gate પાસે જતો હતો.

રસ્તાની બંને બાજુ કાંટાની વાડ કરેલી હતી.

અને મારી નજર અચાનક એ કાંટાની વાડમાં પડી.

ઝડપથી પાસે ગયો, જેના પર મારી નજર પડેલી.

પેલી છોકરીનું, પાંડાના stickerવાળું bag હતું એ.

(વધુ આવતા અંકે)