shyam tara shmarnoma - 2 books and stories free download online pdf in Gujarati

શ્યામ તારા સ્મરણોમાં....... - 2

શ્યામ તારા સ્મરણોમાં................ ભાગ :૨

ઘરે પહોચ્યા પછી સંધ્યા તેના ઘરના કામમાં લાગી જતી.ઘરના લોકો માટે જમવાનું બનાવવા થી માંડીને ઘરના તમામ સભ્યોની પસંદ અને નાપસંદનું સંધ્યા પૂરું ધ્યાન રાખતી તેથી ઘરના બધાને સંધ્યા ખુબ જ વહાલી હતી.ઘરના લોકો તો આખો દિવસ બસ સંધ્યાને કઈક ને કઈક કામ માટે બુમો પાડ્યા જ કરતા,ઘરના લોકોની જેમ જ સંધ્યા શ્યામના ઘરના લોકોને પણ એટલી જ પ્રિય હતી.અને એની માયા લાગી ગઈ હતી.સાંજનું કામ પૂરું કરીને લગભગ રાત્રીના ૯:૦૦ વાગ્યે સંધ્યા નવરાસ માં પોતાના રૂમમાં આરામ કરવા માટે જતી રહેતી.કામ કરીને તે ઘણી થાકી જતી છતાય એ શ્યામ સાથે વાત કરવા માટે પોતાને ઊંઘ આવતી હોવા છતાય જાગતી અને શ્યામનો ફોન આવવાની રાહ જોતી.શ્યામનો ફોન આવે ત્યાં સુંધી સંધ્યા બસ શ્યામની સાથે શું વાત કરશે એ જ વિચારતી હોય અને એજ વિચારોમાં રાહ જોઇને બેસી રહેતી અને મનમાં મલકાતી

સંધ્યા પાસે સ્માર્ટ ફોન નહતો તેથી એ શ્યામને ટેક્ષ્ટ મેસેજ કરતી અને ફોન કરવા માટે કહેતી,શ્યામનો ફોન આવે ને એમની વાતો સરુ થાય,સંધ્યા પોતાના સાંજ દરમિયાન જે કોઈ પણ કામ કર્યું હોય કે ઘરમાં પણ કોઈ વાત થઇ હોય એ શ્યામ ને કહેતી હતી,શ્યામ સંધ્યાને પૂછતો સંધ્યા તું જમી?સંધ્યા જવાબ આપતી હા શ્યામ મેં જમી લીધું,અને તું?ના સંધ્યા હજી તો બાકી જ છે,સંધ્યા કહે છે, તો કયારે જમીશ તું તને ખબર છે કેટલા વાગ્યા છે અત્યારે?શ્યામ ની દરેક વાતો નું ધ્યાન સંધ્યા ને રહેતું એના જમવા થી માંડી ને એના સુવા સુંધી ની દરેક બાબતનું સંધ્યા ધ્યાન રાખતી હતી.

રાતના ૧૧:૦૦ વાગ્યા સુંધી પણ શ્યામ ને જમવાનું ઠેકાણું પડતું નહિ,કારણકે વેકેસન ના સમયમાં ટ્રેનો નો આવવાનો સમય નક્કી ના હોય,એટલે શ્યામ ને ભાગ્યે જ ૧૫ કે ૨૦ મીનીટનો સમય મળતો હતો અને એ વિચારતો કે હું આ થોડોક સમય જમવામાં કાઢું એના કરતા સંધ્યા સાથે મારે વાત થઇ જશે.એટલે શ્યામ જમવાનું બાકી રહેવા દઈને એ સમયે સંધ્યાને ફોન કરીને એની સાથે વાતો કરવામાં વિતાવતો, શ્યામ ને તો જાણે કે સંધ્યાની સાથે વાતો કરીને જ એનું પેટ ભરાઈ જતું હોય એવું લાગતું.બંને પોતાના મન ની દરેક વાતો ને એકબીજા ની સાથે શેર કરતા હતા,શ્યામનો અવાજ સાંભળીને સંધ્યા એકદમ મુગ્ધ બની જતી અને બસ એની વાતોને સાંભળી રહેતી,શ્યામના અવાજ થી જાણે કે એના મનમાં બેચેની થવા માંડી હોય એમ થતું હતું,શ્યામનો મીઠો અવાજ સંધ્યાના મનને હરી લેતો હતો.સંધ્યાનો પણ અવાજ એવો જ કોયલ જેવો મીઠો હતો.સંધ્યા જયારે ગીત ગાય ત્યારે એ શ્યામને ઘણું ગમતું હતું તેથી જયારે શ્યામ ફોન કરે ત્યારે સંધ્યા પાસે ગીત ગવડાવતો હતો,અને બંને વચ્ચેની વાતો પણ એવી હતી કે એમને વાતો કરવા માટે સમય પણ ઓછો પડતો હતો.

પણ,સમય નું તો પાણી ના રેલાની જેમ જ વહી જાય એમ બંને વાતો કરતા હોય અને સમય ના જાણે ક્યારે પૂરો થઇ જાય એની ખબર જ ના પડે,વાતો તો ઘણી કરવી હોય પણ સમય ના અભાવના કારણે બંને ને ફોન મુકવો જ પડે એવી પરીસ્થિતિ ઉભી થાય.બંને માંથી એકય ને પણ ફોન મુકવાની ઈચ્છા ના થાય પણ શું કરે?શ્યામને પણ બીજી ટ્રેન આવવાનું એનાઉન્સ સંભળાય એટલે ફોન તો મુક્વો જ પડે આખરે શ્યામ સંધ્યાને સોરી કહીને ફોન મુકવા કહેતો એમની કેટલી વાતો જાણે અધુરી રહી જતી હોય એમ બંને ગૂડનાઈટ કહીને ફોન મૂકી દેતા અને સવાર થવાની વાટ જોતા....