shyam tara smarno - 5 books and stories free download online pdf in Gujarati

શ્યામ તારા સ્મરણો...... ભાગ -૫

રાત તો આખી રડવામાં વીતી ગઈ અને સવાર નો સુરજ વિરહની વેદના સાથે જ ઉગ્યો,સંધ્યા ની આંખો રડી રડીને લાલચોળ થઇ ગઈ હતી અને સુજી ગઈ હતી.સંધ્યા ચુપ ચાપ ઘરના કામમાં લાગી ગઈ દરરોજ તો ભક્તિ ગીતો ગાતી સંધ્યાનો અવાજ આજે કોઈ ને સંભાળવા જ ના મળ્યો એટલે ઘરના બધા વિચાર કરવા લાગ્યા કે અચાનક કેમ સંધ્યા આજે શાંત અને ચુપ છે કઈ થયું છે કે શું ? સંધ્યા ને ક્યારેય ઘરમાં કોઈએ આવી રીતે ચુપ નહોતી જોઈ એટલે ભાભીથી તો સંધ્યા ના હાલ જોઈ શકાય એમ નહાતા એટલે ભાભી એ સંધ્યાને પૂછી જ લીધું કે સંધ્યા કેમ આજે તું સાવ શાંત અને ચુપ છે? તારી તબીયત તો બરાબર છે ને !સંધ્યા પણ ઝાંઝું બોલ્યા વગર બસ હા કહી ને ચુપ રહી ગઈ.ભાભી તો સમજી ગયા કે કઈક તો વાત છે જ જે સંધ્યા એનાથી છુપાવી રહી છે.આમ અખો દિવસ સંધ્યાએ આવી જ રીતે પસાર કર્યો.

બીજો દિવસ પણ એમજ ગયો લગભગ ત્રણ ચાર દિવસ આમ ને આમ જ ગયા,સધ્યા આ દિવસો દરમિયાન શ્યામ ના ઘરે જતી નહોતી કારણ કે એ શ્યામ ને જોઈ ને એના આંશુ ને રોકી શકે તેમ ન હતું તેથી તે પોતાના ઘરે જ રહી હતી.સંધ્યા ને બસ મનમાં એજ વિચરો આવતા કે એ શ્યામ વિના કેવી રીતે રહેશે ? એક બાજુ સંધ્યા વિરહમાં ઝૂરી રહી હતી અને શ્યામના ઘરે તો તૈયારીઓ અને પેકિંગ ચાલતું હતું અને બધા ઘણા જ ખુશ હતા,શ્યામ પણ પોતાની નોકરી મળ્યાની ખુશીમાં સંધ્યા ને ભૂલી ગયો હોય એમ લાગતું હતું કારણ કે એટલા દિવસો સંધ્યા તેના ઘરે નથી આવી એ કેમ નથી આવી એવો કોઈને પ્રશ્ન પણ નથી કર્યો કે સંધ્યાને ફોન પણ નથી કર્યો કે સંધ્યા તું કેમ આવી નથી.સંધ્યાને એના દુઃખમાં વધારો કરતી આ વાત પણ મન માં ખુચવા લાગી એને એમ લાગ્યું કે હવે તો શ્યામ મને ભૂલી ગયો લાગે છે,થોડી થોડી વાર માં પોતાનો ફોન ચેક કરે કે ક્યાંક શ્યામ નો ફોન કે મેસેજ આવ્યો હશે એમ ને એમ ચાર દિવસ સુંધી ફોન કે મેસેજ ના આવતા સંધ્યા એ મન માં વિચારી જ લીધું કે હવે તો ચોક્કસ એ મને ભૂલ જ ગયો છે.

ચાર દિવસ વીતી ગયા અને પાંચ માં દિવસે શ્યામની મમ્મી સંધ્યાને બોલાવવા માટે ઘરે આવી,આવી ને કહે કે કેમ સંધ્યા તું આવતી નથી ઘરે?અમે તને રોજ યાદ કરીએ છે તું આટલા દિવસ ઘરે ના આવી એટલે શ્યામે મને તારી ખબર લેવા અને તને બોલવા માટે તારા ઘરે મોકલી છે ચલ તું મારી સાથે ઘરે એ ક્યાર નો તારી રાહ જોવે છે અને હવે તો થોડા દિવસ માં એ જાતો રહેવાનો છે એટલે પછી આખુય ઘર એના વગર સાવ સુનું થઇ જશે એમ દુઃખ ભર્યા અવાજે શ્યામ ની મમ્મી સંધ્યા ને વાત કરતી હતી અને સંધ્યાને પોતાની સાથે ઘરે લઇ ગઈ.સંધ્યા શ્યામ ના ઘરે પહોચી અને જોયું તો શ્યામ સુતો હતો,એ નાદાન ચહેરો જાણે કે નાનું બાળક સુઈ રહ્યું હોય એ જોઈ ને સંધ્યા ની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા પણ એ પોતાના મન પર કાબુ કરી ને ઘરમાં ગઈ.શ્યામ તેનો અવાજ સાંભળી ને ઊંઘ માંથી જાગી ગયો અને સંધ્યા ની સામે જ જોઈ રહ્યો પણ સંધ્યા માં તો એની સામે જોવાની હિંમત જ નહોતી કે એ શ્યામ ની આંખો સામે જોઈ શકે.

શ્યામ ના જવાની તૈયારીઓ ચાલુ જ હતી સંધ્યા ની ગેરહાજરીમાં શ્યામની મમ્મી અને બહેન બંને એ મળી ને એના સમાન પેકિંગ માટે બેગો અને એના કપડા તૈયાર કરી ને મૂકી રાખ્યા હતા,આ બધું જોઈ ને સંધ્યા ને મન માં એમ થયું કે મારી હવે અહિયાં કઈ જ જરૂરત નથી,પણ,થોડી વાર પછી શ્યામની બહેન સંધ્યા ને શ્યામના કપડા બતાવવા માટે લઇ ને આવી અને કહ્યું સંધ્યા તું આમાં થી શ્યામ ની માટે કપડા પસંદ કર એને ટ્રેનીંગ માં લઇ જવા માટે,શ્યામ પણ હમેશા સંધ્યાની પસંદ ના કપડા જ પહેરતો એટલે એણે ઘરમાં કહી દીધેલું કે મારું પેકિંગ કરો તો કપડા સંધ્યાની પસંદ ના જ મુકજો સંધ્યા એ એની પસંદ ના પાંચ-સાત જોડી કપડા બેગ માં મુક્યા. પછી શ્યામ ની મમ્મી એ નાસ્તા ની તૈયારી કરી ને રાખી હતી કે શ્યામ પોતાની સાથે નાસ્તા માં શું લઇ જશે?એ પણ સંધ્યા સંધ્યા ને પૂછી ને જ બનાવવાનું નક્કી કર્યું હતું કારણ કે સંધ્યા ને શ્યામ ને જમવા માં શું ભાવે છે એ બધી જ વાતની સારી રીતે જાણ હતી.બધા નાસ્તા પણ સંધ્યાની પસંદ ના બનાવવામાં આવ્યા અને એનું પેકિંગ પણ સંધ્યા એજ કર્યું.સંધ્યા કામમાં જ વ્યસ્ત રહેવા નો ઢોંગ કરતી હતી અને શ્યામ ને અવગણી રહી હતી.શ્યામ પણ સંધ્યા ને જોઈ ને મનમાં વિચાર કરવા લાગ્યો કે ક્યાંક મારી સંધ્યા બદલાઈ તો નથી ગઈ ને ? ક્યારે એ કામ પતાવી ને મારી સાથે વાત કરશે અને મારી સામે જોશે એ જ રાહ જોઈ રહ્યો હતો.મનમાં મૂંઝવણ સાથે વિચારતો હતો કે શું એ મારા થી નારાજ છે? એ મારી સાથે વાત કરશે કે નહિ?