Rimjim bund in Gujarati Love Stories by અમી books and stories PDF | રિમઝીમ બુંદ

Featured Books
  • इंटरनेट वाला लव - 99

    हा वैसे आवाज तो पहचान में नही आ रही है. अगर आप को कोई दिक्कत...

  • इश्क दा मारा - 48

    तब यूवी बोलता है, "तू न ज्यादा मत सोच समझा "।तब बंटी बोलता ह...

  • चुप्पी - भाग - 5

    अरुण से क्या कहेंगे यह प्रश्न रमिया को भी डरा रहा था। लेकिन...

  • I Hate Love - 15

    इधर अंश गुस्से से उस ड्रेसिंग टेबल पर राखे सभी समानों को जमी...

  • द्वारावती - 83

    83                                   “भोजन तैयार है, आ जाओ त...

Categories
Share

રિમઝીમ બુંદ

પહેલા વરસાદ નો છાંટો, મને વાગ્યો,
પાટો બંધાવા હું નીકળી.

આદિત્ય અને આર્યા ના,
પહેલા વરસાદ ની,
પહેલા પ્રેમ ની,
પહેલી મુલાકાત ની,
પહેલી ચા ની,
પહેલી માટીની સુંગધ,

આજે હતું આભ અને ધરા નું રોમાન્ટિક મિલન,

આ મિલન માં ભળ્યું આદિત્ય અને આર્યા નું પણ મિલન,

આદિ અને આર્યા એ કોલેજ ના વર્ષો ભરપૂર પ્રેમ થી માણયા, હતી પ્રથમ તો દોસ્તી જ,પણ સમય ની સાથે ક્યારે નયનોના બાણ વાગ્યા,ક્યારે એકરાર થઈ ગયો,

વરસાદ માં બંને પલળતા હતા પણ અંદર બંને લાગણીથી ભીંજાતા હતા, ક્યારેય ન છુટા પડવાની કસમો સાથે વરસાદ ના ફોરાં ઝીલતા હતા......,

[ ] આજે આદિએ આર્યા ને વરસતા વરસાદ ના બુંદો સાથે ની સાક્ષીએ, ટીપ ટીપ ના સુમધુર અવાઝમાં, આર્યા ની નાજુક સી આંગળીમાં રિંગ પહેરાવી અને મેરેજ માટે પ્રપોઝ કર્યું,
આર્યાના તો માન્યામાં જ નહોતું આવતું કે આદિ એને સામેથી પ્રપોઝ કરશે, એ પણ આટલા રોમાન્ટિક મૂડ સાથે....રોમાન્ટિક વાતાવરણ માં વરસતા વરસાદમાં...

બંને નો પ્યાર પરવાન પર હતો ત્યાંજ આર્યા ને જોબ લેટર આવ્યો દિલ્હી જવાનો,આર્યા એ આદિને ખૂબ સમજાવ્યો દિલ્હી જવા પણ આદિને બોમ્બે જઈને કેરિયર બનાવી હતી,

તેથી બંને સમજી ને છુટા પડી ગયા,


આજે મન કસમકશ માં હતું, કે શું કરું મળું કે ના મળું,
આખો દિવસ વિચારો માં જ પસાર કર્યો અંતે સફળતા મળી કે ના, હું મળું જ છું !!! આટલા વર્ષો પછી હું એને મળીશ તો શું મારી લાગણીઓ પહેલાના જેવી જ રહેશે કે બદલાયેલી હશે ??? એ તો મળ્યા પછી જ ખબર પડશે.....

આટલા વર્ષો ના વિરહ માં વિતાવ્યા બાદ ન જાણે કેમ આટલી યાદ આવે,

""સમય વીતી ગયો લાગણીમાં હજી ભેજ છે,
લાખ નવા સબંધ બને,પણ તારી જગ્યા એ જ છે.

આર્યા ખૂબ professional હતી,અને carrier oriented હતી,એને દિલ્હી જઈને રહેવું હતું, પોતાની carrier ની શરૂઆત માટે ત્યાં સરસ જોબ લાગી હતી, જે જીવન ના goal માટે બેસ્ટ હતી,

આદિ તો બેફિકરો photographer હતો,એ એના photos પાડવામાં વ્યસ્ત રહેતો એના exihibition યોજતો,બેસ્ટ photography ના award પણ એને જ મળતા,એના કામમાં સંપૂર્ણ કર્તવ્યનિષ્ઠ રહેતો, એને કોઈની ગુલામી પસન્દ નહતી એટલે એ આર્યા સાથે દિલ્હી ન જતા બોમ્બે જવું નક્કી કર્યું,આમ પણ વારંવાર એને બોમ્બે જવું પડતું,

બંને પોતાની રીતે સ્વતંત્ર હતા,આર્યા એ ગુસ્સામાં આવીને બધા contact આદિને મળવાનાં delet કરી દીધા, Email id જૂનું હતું જે આજે એને આદિની યાદ આવતા use કર્યું, mail કર્યોં આદિને કે હું બોમ્બે આવું છું મળવું છે મારે તને, આદિ એ પણ એને હા પાડી કે ચોક્કસ મળીશું તું આવિજા......

""હોઠ પર આવીને નામ અટકી ગયું,
કંઠમાં કોઈ ડુમાઓ ધરબી ગયું.""

આર્યા ની રાહ જોવામાં વ્યસ્ત આદિ એ તો એની પાસે જે આર્યા ના ફોટાઓ હતા એનું આલ્બમ બનાવી દીધું, દરેક ફોટાઓ ની નીચે એની દિલની આરઝૂઓ ને વ્યક્ત કરી,આદિ હજી પણ આર્યા ને એટલો જ પ્રેમ કરતો હતો જેટલો પહેલાં, વરસાદ ની મૌસમ માં આર્યા ખૂબ યાદ આવતી એમના પહેલા પ્રેમ ની મૌસમ હતી,

આદિ આર્યા ને લેવા airport પર આવ્યો, આર્યા એ તો આદિને દૂરથી જોઈ લીધો હતો, મારો આદિ તો એવો જ છે જે હું છોડીને ગઈ હતી, મારી લાગણીઓ જ મને આદિ પાસે ખેંચી લાવી છે, હજી પ્રેમ અકબંધ છે,

આર્યા ની આંખમાં આસુંઓના વાદળ ઉમટ્યા, આસું ઓના પડણ માં આદિ સાથે કરેલો ગુસ્સો નું ધોવાણ થયું, મન અરીસા જેવું સાફ થયું, પોતાના દિલ ની વાત જાણી શકી,

આદિને મળી તો વેલ ની જેમ વળગી ગઈ, કયારેય અળગી ના થવાની કસમે, આદિ નો તો સૂરજ પાછો આવ્યો અંધકાર ને ચીરીને પ્રકાશ વેરવા, ત્યાંજ વરસાદ ના ફોરાં ચાલુ થયા અને મુશળધાર વરસાદ માં બંનેના તન ખૂબ પલળયા, મન તો અંદરથી પલળી જ ગયા હતા,આજે ફરી નવી શરૂઆત સાથે પહેલા પ્યારની પહેલી બારીશ....

""અમી ""