Fari Mohhabat - 25 books and stories free download online pdf in Gujarati

ફરી મોહબ્બત - 25

“ફરી મોહબ્બત”

ભાગ : ૨૫


"શું કરવા ચાહે છે ઈવા તું?? હું તારી મોહબ્બત માટે લાયક નથી ને...!! એટલે જ તો તું દૂર રહી છે મારાથી..દરેકે દરેક દિવસ, રાત અને હરેક પળ તું ફક્ત અને ફક્ત દૂર જ રહેવાનો પ્રયત્ન કર્યો છે. હું હારી ચુક્યો છું. થાકી ગયો છું. હું ખોટી રીતે તને ચાહી રહ્યો છું. મારી મોહબ્બતની તને કદર નથી. હવે ઈવા બસ થયું...!! આપણે શાંતિથી છૂટા પડી જઈએ. ડિવોર્સ લઈ લઈએ એકમેકથી...!!" અનયે ડિરેક્ટ ઈવા પાસે જઈને કહ્યું. હાલાકી એ આવું કેટલીવાર પણ કહી ચુક્યો હતો.

"હું બીમાર છું. મને શાંતિ જોઈએ." ઈવાએ મોબાઈલ પર ધ્યાન આપતાં કહ્યું.

"ઈવા...!! બીમાર છે. તો શું થયું છે તને!! એ તો કહે?? કેટલા ડૉકર પાસે દેખાડીને આવ્યા...??" અનયે કહ્યું. ઈવા ચૂપ જ રહી.

"ઈવા તું ચૂપ કેમ છે?? આપણે શાંતિથી છૂટા પડી જઈએ. હું તારી ચાહતમાં બરબાદ થઈ રહ્યો છું. મારી મોહબ્બતને બદલે તું સામેથી મને ચાહતી પણ ન હોય તો એવા વ્યક્તિ સાથે મારી આખી લાઈફ કાઢવી કેવી રીતે??" અનય ફક્ત કહેતો જતો હતો.

"અનય પ્લીઝ..!! મને થોડો સમય આપ. બધું સારું થઈ જશે." વાતને ટાળતા ઈવાએ ત્યાં જ વાર્તાલાપ સમાપ્ત કર્યો.

"ઠીક છે. હું એ સમયનો રાહ જોઈશ. મારે ઓર્ડર્સ માટે આજે સાંજે જ નીકળવું પડશે. થોડા દિવસ કામના માટે બહાર જવું પડશે. તારી તબિયત નથી સારી એવું જ તને લાગી રહ્યું હોય તો હું આવું ત્યાં સુધી મોમ ડેડને ત્યાં રહીને આવ.ઘરમાં કોઈ નથી. તું એકલી કંટાળી જશે." અનયે પ્રેમથી કહ્યું.

"ઓકે..!!" ઈવાએ કહ્યું.

પ્યારી લાગતી ઈવાને અનાયસે જ અનયે કપાળ પર ચુંબન કરી લીધું. ઈવાએ કશું કહ્યું નહીં.

"આય લવ યુ ઈવા." અનયે કહ્યું. ઈવાએ સામેથી જવાબ આપ્યો નહીં.

***

અનય કામ માટે કોલકત્તા આવ્યો હતો. ઈવા સાથે એ વિડિઓ કોલ પર સંપર્ક સાધતો રહેતો પણ એ વારે ઘડી બિઝી આવતો. ઈવા વધારે સેંકેન્ડ વાત જ ન કરતી અનય સાથે.

"ઈવા શું થયું?? તારો ફોન બિઝી જ કેમ આવ્યા કરે છે??" અનયે વિડિઓ કોલ કરીને પૂછ્યું.

"અરે કશું નહીં. મારી નવી ફ્રેન્ડ ફેસબૂક પર મળી. તો એની સાથે બિઝી છું. ઓલ્ડ મેમરી શેર કરી રહ્યાં હતાં." ઈવાએ કહ્યું.

"મોમ ડેડને ત્યાં રહેવા નહીં ગઈ??" અનયે પૂછ્યું.

"ના જરૂરી નથી. હું ઠીક છું. ઓકે બાય. પછી વિડિઓ કોલ કરું." કહીને ઈવાએ કોલ કટ કર્યો. ઈવા સતત અનયને ઇગ્નોર કરતી જતી હતી. અનય માટે આ બધું જ અસહ્ય હતું...!! આ બધી જ સ્થિતી એને અકળાવી નાંખતી.એ બેબસ લાચાર હતો ફક્ત મોહબ્બત સામે...!! શક કરવા માટે એની પાસે અનેકો કારણ હતાં. પણ એનું દિલ એને રોકતું હતું. ઈવા પર એ એક જ કારણના લીધે વહેમ કરી શકતો ન હતો અને એ ફક્ત ફરી મોહબ્બત કરવા માટેનું આંધળો વિશ્વાસ દિલને જતાવ્યાં કરતો કે એક સમયે ઈવા ફરી મોહબ્બતમાં પડશે...!! અનય જાણતો હતો. સમજતો પણ બધું જ હતો. પણ દિલના ભોળાઈના કારણે એ દિમાગથી કામ લેવા માંગતો જ ન હતો.

અનય કોલકત્તાના માર્કેટમાં ફરી રહ્યો હતો. ત્યાં જ એને એક સુંદર સાડી દેખાઈ. અનય, અંકુર ઈવાનો સીન જોયા બાદ પણ એને ઈવાને ચાહવાનું છોડ્યું ન હતું. એ બૂરી રીતે ચાહતો હતો. એને એ સાડી જોઈ અને વિચાર આવ્યો કે આ સાડી ઈવા પર કેટલી સુંદર લાગશે...!! એને તરત જ દુકાનદારને સાડી પેક કરવા માટે કહ્યું. એને ખરીદવાના પહેલા પ્રાઈસ પણ ના પૂછી. પેક કર્યા બાદ જ એને રકમ ચૂકવીને ત્યાંથી જ પાર્સલ ઘરે પહોંચાડવા માટે આપી દીધું.

બે દિવસ બાદ પાર્સલ ઘરે પહોંચતા જ અનયે કોલ લગાવ્યો. પણ એનો કોલ બિઝી આવતો હતો. એને ફરી ફરીને કોલ લગાવ્યા જ કર્યો ત્યારે ઈવાએ વિડિઓ કોલ રિસીવ કર્યો.

"તબિયત તારી સારી છે?" અનયે પૂછ્યું.

"હં.." ઈવાએ કહ્યું.

" મેં પાર્સલ મોકલ્યું. કેવું લાગી સાડી??" અનયે તરત પૂછ્યું.

"સારી." ઈવાએ ટૂંકો જવાબ આપ્યો.

"બે દિવસ બાદ હું આવું છું ઘરે." અનયે ખૂશ થતાં કહ્યું.

"કેમ?? તું તો એક વીક પછી આવાનો હતો ને??" ઈવાએ પૂછ્યું.

"તારા માટે કામ જલ્દી પતાવી નાખ્યું. એમ પણ મને તારા વગર રહેવાતું નથી. એટલે તને મળવા માટે જ તો આવી રહ્યો છું." પ્રેમથી અનયે કહ્યું.

"પણ એવું બની જ કેવી રીતે શકે?? તું એક વીક પછી જ આવવાનો હતો તો જલ્દી કેમ આવી રહ્યો છે??" ઈવા એક જ વાત પર અડીને અનય સાથે ઝઘડવા લાગી.

"ઓહ ઈવા...કામ તો છે જ પણ હું તને મળીને ફરી આવી જઈશ કોલકત્તા. મને તને જોવી છે." અનયે કહ્યું.

"તું કેમ આવી રહ્યો છે??" ઈવા બગડી.

"પણ ઈવા...!! એમાં ઝઘડવા જેવું શું છે?? હું મારા ઘરે પણ ના આવી શકું??" અનયે કહ્યું. એવી જ ઝગડા અને સમજાવટથી ફોન મુકાયો. અનય સમજી શકતો ન હતો કે ઈવા કેમ એની સાથે એવું કરી રહી હતી...!!

***

કામ પતાવીને અનય ઘરે ફક્ત ઈવાને મળવા જ આવ્યો હતો. એને ફરી કોલકત્તા જવાનું હતું. પરંતુ અનયને ઈવાને જોઈને આનંદ થયો નહીં. એની તબિયતમાં જરા પણ સુધારો થયો ન હતો. એ એવી જ બેડ પર સૂતેલી દેખાઈ અને ફક્ત મોબાઈલ પર ધ્યાન રહેતું.

"ઈવા...!!" અનયે કહ્યું. તે સાથે જ ઈવાએ કહ્યું, " અનય મને ડ્રિંક્સ કરવું છે. એનો બંદોબસ્ત કરી શકીશ??"

"પણ ઈવા તારી તબિયત ખરાબ છે તો શું કામ ડ્રિંક્સ યાર??" અનયે ચિંતા કરતા પૂછ્યું.

"તું લઈ આવીશ ડ્રિંક??" ઈવાએ ભાર આપીને પૂછ્યું. અનય પાસે કશો જવાબ ન હતો. એ બહાર ગયો અને ઈવા માટે બે બોટલ લાવ્યો. ઈવા ડ્રિંક્સ કરતી જતી હતી અને અનય પાગલની જેમ આ બધું જ જોઈને એક ખૂણામાં પડીને જોતો રહ્યો રડતો રહ્યો કે એની લાઈફ બરબાદ થઈ રહી હતી...!! એનું સૂકુન છીનવાઈ રહ્યું હતું...!! એ ક્યાં સુધી ઈવાને આવી રીતે ચલાવી લેવાનો હતો. એ ખૂણામાં જ પડી નાના બાળકની જેમ રડતો રહ્યો પોતાને દોષ આપતો રહ્યો, " મારામાં જ કમી છે. મારામાં જ હિંમત નથી. પણ હું હાર્યો છું મોહબ્બતથી એનું શું??"

***

અનય ફરી કામ માટે કોલકત્તા આવી પહોંચ્યો. ઈવાને કહીને આવ્યો હતો કે એ મોમ ડેડનાં ત્યાં જ રહેવા જજે. એ કોલકત્તા આવીને પણ કોલથી કોન્ટેકટ કરતો રહ્યો પણ હંમેશા એનો કોલ બિઝી આવતો. અનયનું સુખચેન છીનવાઈ ગયું જ હતું..!! એમાં કશું બાકી રહ્યું ન હતું. પરંતુ હવે એનું જે દિમાગ કહેતું હતું એ દિલને પણ માનવા માટે મજબૂર કરી રહ્યું હતું. એનો શક હવે ઘહેરો થતો ગયો. અનય કોલ લગાવતો જ રહ્યો. ઈવાએ ખાસ્સા સમય બાદ વિડિઓ કોલ ઉઠાવ્યો.

"શું થયું છે ડાર્લિંગ...!!" અનયે પ્રેમથી પૂછ્યું.

"કશું નહીં." ઈવાએ જવાબ આપવાનું ટાળ્યું.

"ફોનને વધારે બિઝી નહીં રાખ યાર...!! હું અહીંયા પરેશાન થઈ જાઉં છું. મારા કામમાં પણ હું ધ્યાન આપી નથી શકતો." અનય પ્યારથી કહી રહ્યો હતો.

"ઓકે. અનય હું પછી કરું ફોન." ઈવાએ ફોન કટ કર્યો. અનયને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું...!! ઈવાના બીહેવમાં હવે તો સાવ જ બદલાવ આવ્યો હતો. અનયને એમ જ લાગ્યું કે ઈવાની કાળજી કરીને ફોન કરી રહ્યો છું હવે તો ઈવાને એ પણ પસંદ નથી પડતું...!! એને એક કલાક જેમ તેમ કરીને ગાળ્યો અને પછી ફોન કર્યો. પણ આ વખતે ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. અનયની ગભરામણ વધતી જતી હતી. એને કશીક બૂરી ઘટનાની આશંકા ઉપજી આવી હોય તેમ એ કોલકત્તાથી ઘરે રવાના માટે ઉપડી ગયો.

(ક્રમશ)