The Corporate Evil - 16 books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-16

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-16
નીલાંગ-નીલાંગી બંન્ને જણાં ઓફીસથી નીકળીને એમની કાયમનાં સમયની લોકલ પકડીને ટ્રેઇનમાં ગ્રાન્ટરોડ સ્ટેશને ભેગા થયાં બંન્ને જણાં ફોન માટે ઝગડવા માંડ્યા કે નીકળતાં ફોન કેમ ના કર્યો. બંન્ને જણાં વાદ વિવાદ કરતાં હતાં ત્યાંજ એક કાકા એમનો વિવાદ સાંભળીને અકળાયા અને બોલ્યાં "અલ્યા બસ કરો હવે કાલે હુંજ તમને બંન્નેને ફોન કરી દઇશ નીકળતા બસ... હવે શાંત થાઓ.
કાકાની કોમેન્ટ સાંભળીને નીલાંગ-નીલાંગી અને સાંભળનારાં બધાંજ હસી પડ્યાં નીલાંગી શરમાઇ ગઇ એણે નીલાંગને કહ્યું "સોરી" પણ મારે ફોન કરવો જોઇતો હતો કંઇ નહીં... પણ શેનો પ્રોજેક્ટ છે ? તારે સોલ્વ કરવાનો એટલે ? તું રીપોર્ટર છે પોલીસ નહીં.
પબ્લીક ને ધ્યાનમાં રાખીને નીલાંગે પણ ધીમેથી વાત કરવા માંડી... એય ચીબાવલી હું પોલીસ નથી પણ પત્રકાર તો છું ને આપણાં મુંબઇનાં અનુપ ઇન્ડ્સ્ટ્રીઝવાળા અનુપકુમાર એકનો એક દીકરો અમોલ....
નીલાંગી તરતજ વચમાં બોલી "ઓહો હાં હાં યાદ છે પેલી મોડલ અનીસાએ એની સાથે લગ્ન કરેલાં એ તો શું થયું ? બંન્ને જણાં છુટા પડી ગયાં ? કે અમોલનું નવુ લફરુ શરૂ થયું.
નીલાંગે કહ્યું "ઓ મારી માં સાંભળતો ખરી તારી રીતે એ લોકોનું નક્કી ના કરી લે.. પેલી અનીસાએ સુસાઇડ કર્યુ છે આમે એ હોટ ન્યૂઝ છે અને એનાં માટેનું ડીટેઇલ રીપોર્ટીંગ મને સોંપ્યુ છે સર, કાંબલે સર સાથે મદદમાં છે નવો કેસ છે પ્રથમ મારાં માટે કામ છે એટલે પણ ઇન્ડિવિજ્યુઅલ કેસ મારોજ છે હું પોલીસ નથી પણ આવી ક્રાઇમ સ્ટોરી હોય અને મીસ્ટ્રી ઉકેલવાની કેવી મજા આવે...
કાલ સવારથી કામે લાગી જવાનું છે હમણાં 3-4 દિવસ ટ્રેઇનની મુલાકાત સમયસર નહીં થાય એવું કહેવાં માંગતો હતો વચ્ચે ચાન્સ મળે મળીશું વાત કરી લઇશું. આ બધી એક્સાઇટમેન્ટમાં તને ફોન કરવો ભૂલેલો ચાંપલી.
નીલાંગીએ કહ્યું "ઓહ નો... આતો ખરેખર હોટ ન્યૂઝ છે તને સારી તક મળી છે નીલુ સરસ કરજે પણ ધ્યાનથી પ્લીઝ તને બધી ટ્રેઇનીંગ મળી છે પણ પ્લીઝ ટેઇક કેર બી કેરફૂલ.
આજે શ્રોફ સર સાથે કામ સમજવાનુ હતું કોર્પોરેટ ડીલીંગ ટ્રેઇનીંગ હતી ડેટા અને ડીટેઇલ્સ કેવી રીતે મેળવવી કેવી રીતે ક્યાં સેવ કરવી.... પ્રાઇવેટ ડેટા રૂબરૂ લેવાનાં એવાં કોન્ફીડેન્સીય ડીલ બધાં અમુક ખાસ લોકોનેજ એ લોકો શેર કરે છે એમાં શ્રોફ સર કદાચ મને સોંપશે કામ એવુ લાગે છે.
શ્રોફ સરે આજે કીધુ કે કાલે જોબ સમય કરતાં વધુ 1 કલાક રોકાવવુ પડશે મારે કાલે ખાસ ડીટેઇલ કંઇક સમજાવવા છે મને મને 1 કલાક મોડું થશે. બોલતાં ચહેરો ઉદાસ થઇ ગયો.
નીલાંગ શાંતિથી સાંભળી રહેલો... એણે અત્યારે ફરીથી નીલાંગીનાં ડ્રેસ તરફ જોયું અને એજ સમયે નીલાંગીએ એ નજરથી એનો દુપટ્ટો સરખો કર્યો.
નીલાંગે કહ્યું "કરવો પડ્યોને સરખો મેં એવું જોયું ત્યારે.. તને તો ખબર જ નહોતી કે તારી એ ભાગનું પ્રદર્શન થઇ રહ્યું છે.... શા માટે આવું પેહરે છે ? મને નથી ગમતું આવું.
નીલાંગીએ કહ્યું "પણ તું તો મારી સાથે છે પછી શું ? નીલાંગે કહ્યું "હું તારી સાથે છુ પણ એકાંતમાં નથી અત્યારે આટલી ભીડમાં કેટલાની નજર આમ પડી હશે ? તમારાં અંગો પ્રદર્શન માટે છે ? તો કાલથી આનાંથી પણ વરવા ઉઘાડા પહેરજેને.... ડ્રેસ નહી ટીશર્ટ-શોર્ટ સ્કર્ટ એવુંજ પહેરેજે આમેય બે ત્રણ દિવસ સાથે સફર નથી.
અકળાયેલો નીલાંગ એક સાથે બોલી ગયો.. નીલાંગીએ કહ્યું "સોરી બાપા તું તો જો કેવુ રિએક્ટ કરે છે ? શું એવી ગમે તેવી ગંદી છોકરી છું ? કેમ આવું બોલ્યો ? નહીં પહેરુ હવે જા આ ડ્રેસ નર્સ જેવો સીવડાવી દઇશ સોરી નર્સ નહીં પણ પેલા લોકો હોય છે કોણ.... યાદ નથી આવતું પેલી સંસ્થા છે ને ? છેક ગળા સુધી અને આમ આખી બાંય બસ ? અને નીલાંગ એને બોલતાં સાંભળી હસી પડ્યો.
બસ હવે વાંદરી હાથે કરીને આડુ ના બોલ એય નીલો તને ખબર નથી આ સમાજ લોકો અને એમની નજરો આમાંથી જ ક્રાઇમ જન્મ લે છે અમારી ટ્રેઇનીંગમાં પણ આવું બધુ આવે છે તને એક વાત કરું...
નીલાંગે કહ્યું આજે સવારેજ તું પહેરીને આવી છે ને ? તું જ જાતે સાચુ બોલ તારાં ઓફીસમાં ગયાં પછી બધાની નજર તારી ઉપર રોજ જેવી હતી કે જુદી ? જવાબ આપ. નીલાંગી વિચારમાં પડી ગઇ અને સવારથી ઓફીસમાં પ્રવેશી ત્યારથી એને આખો દિવસ અને બધાની નજરની જાણે વીડીયો ફીલ્મ મગજમાં ચાલી ગઇ અને એણે માર્ક કરેલું કે સોમેશ ભાઉ થી માંડી, પ્યુન ઇવન શ્રોફ સર બધાએ મારાં અને મારી છાતીમાં ઉભાર-કટ તરફ વારે વારે ધારી ધારીને જોયેલુ જ અને એ સમયે મને અકળામણ થઇ હતી.
નીલાંગીએ કહ્યું "નો નો નીલાંગ તું સાચોજ છે બધાની નજર જ બદલાઇ જાય છે સોમેશ તો ઠીક છે પણ પિતા જેવાં શ્રોફ સરની નજર પણ મેં ખોટાં ભાવ સાથે આજે જોઇ છે ચકાસી છે સોરી હું ધ્યાન રાખીશ.
નીલાંગે કહ્યું "જે બધાં માણસો આપણને આપણી નજર સામે દેખાય છે એવાં નથી હોતાં. અમુક ખૂબજ શાણાં હોય છે બોલે ચાલે મીઠાં અને અંદરથી શેતાન હોય છે એને તમે ક્યારેય માપી3 ના શકો ના પકડી શકો એને એવાંજ શેતાનો ક્યારેક ગેરલાભ લે છે આપણને ફસાવે છે.
તું નોર્મલ કપડાં પહરેજે અમુક સૌંદર્ય છુપાવે પણ નથી છુપાતું છતાં એનું પ્રદર્શન ના હોય અને પુરુષો તો જ્યારે જુઓ ત્યારે મોકોજ શોધતાં હોય છે મારાં જેવા સીધા કોઇકજ હશે એમ કહીને હસી પડ્યો.
નીલાંગીએ કહ્યું "હાં મારાં સીધા સાદા ચિત્તચોર તું તો એક નંબરનો ગુંડો છે મારો. નીલાંગે નીલાંગીનાં કાન પાસે જઇ ધીમેથી બોલ્યો એય એ પણ ફક્ત તારો અને તારાં માટેજ.
નીલાંગીએ નીલાંગનો ચહેરો અને હોટ એનાં કાનની સાવ નજીક લાવ્યાં એનો શ્વાસ ઉચ્છવાસ એનાં ચહેરાને સ્પર્શ્યો અને એ એકદમ ઉત્તેજીત થઇ ગઇ એનો ચહેરો લાજ અને આવેશથી લાલ થઇ ગયો.
એય નીલુ બસ કર હવે આ ચાલતી ટ્રેને પછી મારાંથી કાબૂ નહીં થાય અને પછી તું મને હલકટ કહીશ.
નીલાંગે હસતાં હસતાં કહ્યું "એ તો તું છુંજ મારી ખૂબ વ્હાલી હલકટ અને ત્યાં અંધેરી સ્ટેશન આવ્યુ અને પેલાં કાકા ઉતરતાં ઉતરતાં બોલ્યાં "બંન્ને જણાંને મારાં આશીર્વાદ ખૂબ પ્રેમ કરો કરતાં રહેજો મને મારાં દિવસો યાદ આવી ગયેલાં જયશ્રીકૃષ્ણ અને હસતાં હસતાં ટ્રેઇનમાંથી ઉતરી ગયાં
નીલાંગ અને નીલાંગી આશ્ચર્યની એની સામે જોઇ રહ્યાં અને પછી બંન્ને જણાં ખડખડાટ હસી પડ્યાં.
નીલાંગીએ કહ્યું અંધેરી ગયુ હવે ઓછો સમય છે જો સાંભળ મારે 1 કલાક રોકાવાનું છે ઓફીસમાં ટ્રેઇનીંગ છે એટલે અને તું પણ તારાં ફર્સ્ટ પ્રોજેક્ટ પાછળ હોઇશ.
નીલાંગે કહ્યું "નીલો એકવાતનું ધ્યાન રાખજે તું જાતેજ ચેક કરજે અને જજ કરજે કે તારો બોસ તને જેન્યુઈન કામ સમજાવવા જ રોકી રહ્યો છે ને ? રોકે ત્યારે ઓફીસમાં સ્ટાફ બીજો કેટલો હોય છે ? અને વારે વારે આવું રોકાવાનું કહે તો કોઇ કારણ આવી ના પાડી દેજે. આમાં કોઇ આરગ્યુમેન્ટ ના કરીશ હું કહું એમજ ફોલો કરજે પ્લીઝ.
નીલાંગીએ કહ્યું "કેમ આવું કહે છે ? મને સમજ ના પડી નીલું.... પણ ઠીક છે તેં કહ્યું છે એટલે હવે ધ્યાન રાખીશ અને જજ પણ કરીશ. તું મારી ચિંતા ના કર અને હવે આ ફોનનો ઉપયોગ પણ મેઝીમમ થશે ઓફીસનાં સમય પછી મને રોકશે તો ફોન પરથી તને રીપોર્ટ કર્યા કરીશ આઇ પ્રોમીસ લવ યું. નીલાંગી મનમાં ને મનમાં નીલાંગ જેમ કેર લઇ રહેલો અંદરથી ખૂબ ગમી રહેલું મુંબઇમાં જ ઘણાં એવાં એવાં કિસ્સા બનેલાં છે.. ઠીક છે નીલું કહે છે એમજ કરીશ.
આમને આમ કાંદીવલી આવ્યું અને નીલાંગી નીલાંગને કીસ કરીને ઉતરી ગઇ અને બોલી ફોન કરીશ તને... નીલાંગે ઓકે કહ્યું બાય કીધું અને વિચારમાં પડી ગયો.
નીલાંગી ટ્રેઇનમાંથી ઉતરી અને નીલાંગે કીધેલું ટીકા કરી હતી અને સૂચનાઓ આપી હતી એ બધી વાતો વાગોળી રહી હતી અને આવતી કાલનાં વિચારો આજે આવવા લાગ્યાં.
*************
બીજા દિવસની બપોર થઇ ગઇ હતી સવારે બંન્ને જણાં નીલાંગ નીલાંગી સાથે આવ્યા ઓફીસ પણ પાછાં જતાં એકલાં જવાનું હતું નીલાંગી સાંજ પડી ગઇ કામમાં અને શ્રોફ સરનો ઇન્ટરકોમ પર ફોન આવી ગયો નીલાંગી રોકાજે અને પછી મારી ચેમ્બરમાં આવી જા....
વધુ આવતા અંકે ---પ્રકરણ-17