mano vytha - 2 in Gujarati Fiction Stories by Dr.Sarita books and stories PDF | મનો-વ્યથા - ૨

Featured Books
Categories
Share

મનો-વ્યથા - ૨



અદિતિ ફરી સાંજની પ્રતીક્ષામાં બેસી રહી કંઈ કેટલાય દિવસોથી તે પોતાનું સર્વસ્વ એવી બાળકીઓ થી પણ દૂર થતી જતી હતી.તેને પણ વણસતા સંબંધને બચાવવાની ચિંતા હતી. જે એક પત્નીને પ્રાથમિકતા આપતી હતી પરંતુ, તેમાં ગૌણ માતૃત્વનું બલિદાન દેખાતું હતું.

બંને બાળકીઓ હવે ચાર વર્ષની થઇ ગઇ હતી. અપૅણ એક રાતે ઘરે જ ના આવ્યો. બાળકીઓ અદિતિ પાસે આવી રોજની જેમ વાર્તા કરવાની જીદ કરવા લાગી. પરંતુ, અદિતિ નાં મનમાં ઊંડો વિષાદ હતો. તેણે વાર્તા કરવાની ના પાડી દીધી. બંને બાળકીઓ વીલુ મોં કરી પોતાની પથારીમાં જઈ સુવા લાગી. અદિતિ નું માતૃહૃદય આ સાખી ના શક્યું. તેણે, બન્ને બાળકીની પાસે જઈ તેને ગાઢ આલિંગન આપી વાર્તા કહેવાનું શરૂ કર્યું...થોડી વારમાં બંને બાળકીઓ સુઈ ગઈ. પરંતુ અદિતિની અંદરનો એકલતાનો મહાસાગર હવે તોફાને ચડ્યો હતો અને આંસુ હવે ગમે તે રીતે આંખોના રસ્તે બહાર આવવા માગતા હતા. તેનાથી પોક મુકી રડાઈ ગયુ.તે દોડીને બહાર આવી ગઈ.અર્પણના મમ્મી આ બધું યંત્રવત્ જોઈ રહ્યા. પણ કંઈ બોલી શક્યા નહિ.

બીજે દિવસે અર્પણ આવ્યો અને આશ્ચર્ય સાથે સામેથી જ અદિતિ ને કહ્યું "તું આપણા સંબંધોને યોગ્ય દિશા આપવા માંગતી હતી ને? તે આ તેનો ઉત્તર." આટલું કહી અર્પણે એક કાગળ અદિતીના હાથમાં મૂકી દીધો અદિતિએ કાગળ ના અક્ષરો વાંચી એકદમ હેબતાઈ ગઈ તે કાગળ બંનેના વિરહ સમા છૂટાછેડાની માગણીનો હતો. અર્પણ હવે અદિતિ થી છુટકારો ઇચ્છતો હતો.

શું કારણ હતું? એ તો કદાચ એ પોતે પણ જાણતો ન હતો. અદિતિ સાવ અંદરથી પડી ભાંગી હતી તે કાગળ તેના હાથમાંથી પડી ગયો.. પરંતુ, તે હજી આ વિષાદમાં ત્યાં ને ત્યાં જ ઉભી હતી.

એટલામાં બંને ઢીંગલીઓ એ દોડી આવીને અદિતિ ને પકડી લીધી. તેમના નિર્દોષ ચહેરાઓને જોતા તેણે બે ઘડી સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. અને ત્યાં જ એક બીજો પ્રશ્ન તેના મનમાં સળવળી ઉઠ્યો જો તે બંને અલગ થઇ જશે તો આ બાળકીઓનો શું? તે ઝડપથી અર્પણ પાસે ગઈ અને મનના પ્રશ્નોને પ્રસ્તુત કર્યો. પરંતુ અર્પણમાં હવે એક સ્વાર્થી પિતૃવૃત્તિ જાગ્રત થઈ ગઈ. તેણે બાળકીઓ અદિતીને આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. કેમકે તેની પાસે છુટાછેડા પછી કોઈ સારી આવકનુ સાધન નહોતું તો તેનો ઉછેર કેવી રીતે કરશે? તે પ્રશ્ન તેની સમક્ષ રજૂ કર્યો. આદિતિને ફરી એક નવા દુઃખનો સામનો કરવો પડયો પરંતુ તેનાથી તેનામાં એક નવો જોશ આવી ગયો. તેણે બાળકો ને માટે પોતાના જીવનના માં કંઇ પણ કરી છૂટવાની તૈયારી બતાવી. પરંતુ,કોઈ પણ ભોગે તે બાળકીઓ અર્પણને નહીં સાેંપે તેવું કહી વિનંતી સહ તેને માગણીનો અસ્વીકાર કર્યો. પરંતુ; અર્પણ એકનો બે ન થયો હવે તેની પાસે કોઈ રસ્તો ન હતો. કેમકે તે બાળકોને લઈને જાય તો જાય ક્યાં? તેણે કાગળ પર સહી કરવાનું નક્કી કરી લીધું. પરંતુ,તેના પગ આગળ ડગ માંડવા ઊંચકાયા જ નહીં ફરીથી તેને મન મક્કમ કરી લીધું.

તે નવા ઉત્સાહ સાથે પાછી વળી ગઈ. અંદરથી બે વૃદ્ધ આખો આ દ્રશ્યને ખૂબ જ દ્રવિત હૃદય જોયા કરતી હતી. પણ કરે શું? બંનેમાંથી એક પણ ને સમજાવવા અત્યારે તે સક્ષમ ન હતા. મૂર્તિવંત બધું જોયા કર્યું; છેલ્લે એટલું જ બોલ્યા કે "અર્પણ તું બરાબર નથી કરી રહ્યો! ગેરસમજના વાદળો તમને ક્યાંય નહીં રહેવા દે,એકબીજાને સમજવા પ્રયત્ન કરો.તમારો નહીં તો આ બે ઢીંગલીઓના તો વિચાર કરો?" પણ બંને જાણે વિચાર-શૂન્ય બની ગયા હોય તેમ પોતપોતાનું કામ યંત્રવત ચાલુ રાખે છે. એકબીજાનો અહમ છોડવા માટે કોઈ પણ તૈયાર નથી.

અર્પણના મમ્મીએ એવી શરત મૂકી કે "જો તેઓ અલગ થશે તો તે કોઈપણની સાથે નહીં રહે અને બાળકીઓને પણ કોઈ પણ ભોગે માતા અને પિતા બંને થી વંચિત નહીં રહેવા દે.".. આ બેમાંથી એક ફેસલો સ્વીકાર્ય રાખવો પડશે બંને પતિ-પત્ની મુંઝવણમાં મુકાઈ ગયા. કેમ કે, આખરે તો એક સંસ્કારી સમાજના જ એક સભ્ય હતા કરે તો શું કરે?બંને પોતપોતાની દિશામાં પણ રૂમ તરફ ચાલ્યા આવી જ વિમાસણમાં આજનો આખો દિવસ મનથી દૂર હોવા છતાં એક ઘરમાં સાથે પસાર થઈ ગયો. રાતનો સમય થયો બાળકીઓ ફરી વાર્તાની વિનંતી કરવા લાગી પણ અદિતિ પાસે આજે કોઈ શબ્દો ન હતા. તેઓના બાળપણથી પણ ક્યાંક પોતે કંઈક ખોટું કર્યાનો અહેસાસ આજ ઓચિંતો અદિતિને થઈ આવ્યો.


અદિતિ વિચાર કર્યો કે તેઓના સંબંધીઓમાં આટલી તિરાડ નું શું કારણ ?? તેણે મનો-મંથન કરી આજ પહેલી વાર અર્પણ ને સમજવા પ્રયત્ન કર્યો હતો. એક પછી એક દ્રશ્ય તેની સામે પસાર થતા જતા હતા અને એકમેકની ભૂલો પણ સમજાતી જતી હતી. અદિતિ વિવાદના મૂળ સુધી પહોંચવા માગતી હતી.

એવું તો શું બન્યું કે આવો લાગણીસભર સંબંધ એક ઝટકામાં પુર્ણવિરામ તરફ આગળ વધી ગયો.પણ આ શું? વિચારી જાેયા પછી તેને અર્પણની મનો-દશામાં પહેલા કરતાં ઘણો બધો નોંધપાત્ર ફેરફાર દેખાયો. તેણે બીજા દિવસે અર્પણની કોલેજે જવાનું નક્કી કર્યું.ત્યાં જઈ અર્પણના આવા બદલાતા વર્તન વિશેની માહિતી મેળવી. એણે જ્યારે હકીકત જાણી..! તો તેના આંખ આડે અંધારું છવાઈ ગયું.

કંઈ કેટલાય દિવસથી અર્પણ સાવ અતડો ને ઉદાસ રહેતો હતો. કૉલેજે પણ તેનું આ વર્તન સ્ટાફ માં બધા ને અજીબ લાગતું હતું.તેણે લોકો સાથે મળવાનું પણ છોડી દીધું હતું.માત્ર લેકચર પુરા કરી એકલો આવી કલાકો સુધી શુન્ય-મનસ્ક બેસી રહેતો. તે કોઈ માનસિક તાણની દશામાં હતો. કોઈ વાત એને ઊંડે ઊંડે દુઃખી કરી રહી હતી.શું હતી?
એનું કોઈ અનુમાન લગાવી શક્યા નહીં.

અદિતિએ કોઈપણ ભોગે અર્પણ ને આમાંથી બહાર કાઢવા માટે મનોમન નિશ્ચય કર્યો. સવારે ઉઠતા આખરે તે અર્પણ પાસે જાય છે અને જાણે કંઈ બન્યું જ નથી એમ પહેલાની જેમ તેના લગ્ન પહેલાની અદિતિ બની તેની સામે વર્તન કરે છે. અર્પણ આ દ્રશ્ય જોઈ પોતાની જાતને રોકી શકશે નહી અને અદિતિને પોતાનો પહેલાનો અર્પણ પાછો મળી જશે...!પણ આ શું?...

અર્પણ તેની વાત ને જાણે સમજી પણ શકતો નથી. છતાં પણ અદિતિ તેનો હાથ પકડી તેને સમજાવવા પ્રયત્ન કરે છે. પરંતુ અર્પણ જાણે આ વર્તનને સમજવા સક્ષમ ન હોય એમ મૌન બેસી રહે છે.રોજ કરતા પણ કદાચ તે ઊંડા આઘાતમાં સરેલો લાગતો હતો અદિતિ તો આ જોઈને બે ઘડી ધબકાર ચૂકી ગઈ.

આજ પહેલી વાર તેને જીવનમાં પોતાના વર્તન બદલ પસ્તાવો થઈ રહ્યો હતો. પણ, કરે તો કરે શું? તેણે અર્પણ ને સારામાં સારા મનો-ચિકિત્સક પાસે લઈ જવાનું નક્કી કર્યું.તેને પોતાનો અર્પણ પાછો જોઈતો હતો. સાસુએ પણ તેની આ વાતને સંમતિ આપી સ્વીકારી. પણ અર્પણ ને ત્યાં લઈ જવા તૈયાર કેમ કરવો...? આ પ્રશ્ન તેની સામે આવીને ઊભો રહ્યો! માત્ર એક જ દિવસમાં આવું વર્તન પરિવર્તન અદિતિએ આજે અર્પણ માં જોયું હતું.એટલે... એ અર્પણની મનોદશા થી પૂરેપૂરી વાકેફ થઇ ચૂકી હતી.તે અર્પણને વિનંતી સાથે મનાવીને લઈ જાય છે.

અર્પણ ડિપ્રેશનનો ભોગ બનેલો હતો. કયા કારણથી?! એ તો અદિતિ પણ જાણતી ન હતી. મનોચિકિત્સકે તેની સારામાં સારી રીતે સારવાર કરી.લગભગ પાંચ સેશનમાં તો તે પહેલાં જેવો સાજો થઈ ગયો. પણ, આ બધું કરવામાં અદિતીનો પૂરેપૂરો સાથ હતો કદાચ સાજા થવા માટે એ જ જવાબદાર હતી. આ બધું થવામાં લગભગ ચારેક મહિના જેવો સમય પસાર થઈ ગયો. પણ, આ સમયગાળામાં અદિતિ વધુ ને વધુ જવાબદારીવાળી જિંદગી નો સ્વીકાર કરતી થઈ ગઈ. બાળકીઓ,સાસુ અને અર્પણ આ બધામાં તેની દુનિયા સમાઈ ગઈ અને ફરીથી ગૂંથાઈ ગઈ.

ધણી વખત માણસ એવી મનોદશા માંથી પસાર થતી હોય છે કે.જે દેખીતી રીતે તો સામાન્ય લાગે પરંતુ સામેવાળી વ્યક્તિ તેને અલગ રીતે જ મૂલ્યાંકન કરતી હોય છે. અદિતિ સાથે પણ આવું જ બન્યું તેણે અર્પણ ના બદલાતા વર્તનને કંઈ નોંધપાત્ર રીતે ન જોતાં પોતાની મનોદશા ને લીધે કદાચ મનોવ્યથા ને જ મહત્વ આપ્યું.વળી,તેનું માતૃત્વ તેના સ્વાર્થીપણા માટે જવાબદાર બન્યું. એટલા માટે એક માણસને સાધારણ માંથી અસાધારણ બનાવવાની તક અજાણતા જ મળી ગઈ અને તે પોતાના અસ્તિત્વનું ભાન ભૂલતો થઈ ગયો.

અદિતિ ફરી પોતાની રોજિંદા જીવનને માણતી થઈ ગઈ. આ વાતને પણ બીજા બે વર્ષ વીતી ગયા.અદિતિ હવે પોતાના શોખ માટે ફરી અભ્યાસ કરવા ઈચ્છે છે. અર્પણ જ તેને તેમાં મદદ કરે છે. અભ્યાસ માટે તેને હોસ્ટેલ માં રહેવું પડે છે. અર્પણ ફોરમ અને ફાલ્ગુની ની જવાબદારી જાતે સ્વીકારે છે.અદિતિ પોતાના હોસ્ટેલના જીવનથી ખુશ તો છે પણ પરિવાર વગરનું જીવન તેને ગમતુ નથી.

અદિતિ અભ્યાસમાં આ વિષાદ ને ભુલી જાય છે. પણ એક સવારે જયારે રોજની જેમ તેની ઉંઘ ઊડી જાય છે. અને રવિવારના એ દિવસે તેને અર્પણની અને તેની પ્રથમ મુલાકાતની ઉજવણી અને સાથે સાથે હોસ્ટેલમાંથી ઢીંગલીઓ સાથે આજે પ્રથમવાર મળવાની તક મળી હતી જેની ખુશીમાં તે આજ જાણે સાતમા આકાશે હતી . આજ ખશીમાં તે રેવાને હોસ્ટેલ કે જેને તે પોતાનું ઘરમાંથી ક્યાં આમંત્રણ આપે છે અને રેવા માત્ર હકારમાં જવાબ આપી ફોન મૂકી દઈ તૈયાર થઈ જાય છે.

અદિતિનાે સંસાર આ આશા સાથે ચાલ્યાે જાય છે. આમ,જ આગળ ધપતો જાય છે. અને સુખમય જીવન જીવવાની વિશ્વ તરફની આશા સાથે રોજ જાગીને દિવસ રોજ વીતી જાય છે.જાણે કોઈ ઝરણું શાંત પહાડો પરથી નીકળી ખુશીથી પ્રવાહિત એવું કૂદતું ઊછળતું સમુદ્ર તરફ અલિપ્ત થવા ગતિ કરે છે.

સમાપ્ત..

-ડૉ. સરિતા (માનસ)