Remya - 2 books and stories free download online pdf in Gujarati

રેમ્યા - 2 - સંગ મુલાકાત

મયુર ફ્રેશ થઈને નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યો, પપ્પા જોડે બેઠો.એમની જોડે કોરોનાના અપડેટસ શેર કરવા લાગ્યો,"પપ્પા, બહુ વધતા જાય છે કૅસ જુવોને હમણાંથી..."

"હા,વાત જ ના કર, એમાંય પરિસ્થિતિ હજી વકરશે તો નાના માણસોનું જીવવું હેરાન થઇ જશે."

"જ્યારથી લોકડાઉન જાહેર થયું છે ત્યારથી આમ તો ઘણાં માણસોની રોજી બંધ થઇ ગઈ છે.આતો અમારે ઘરેથી કામ છે તો ખબર નથી પડતી."

"પણ બેટા, કાલે ન્યૂઝમાં હતું કે સરકારે કંઈક કોરોના બગેટ જાહેર કર્યું છે અને કંપનીઓને પગાર ના કાપવાની અપીલ પણ કરવાંમાં આવી હતી કંઈક."

"હા, એ તો મેં પણ વાંચ્યું હતું સાચી વાત છે."

"સારું તો તો બહુ બર્ડન નહિ થાય બધા પર, પણ હજી જે લોકો બહાર જાય છે નોકરીએ એમની પણ સેફ્ટી માટે કરવા જેવું છે નઈ?"

"હા, આ ડોક્ટર્સ, પોલીસ, મેડિકલ સ્ટાફ અને જોડાયેલા બધા અત્યરે પુરા દિલથી સેવા કરે છે, એમને કઈ થાય તો? એમની સેફ્ટી બહુ જરૂરી છે હા..." આટલું કહેતા મયુરને રૈમ્યાની મમ્મી મૈત્રી જોબ પર જાય છે એ યાદ આવી ગયું.

"હા એકદમ સાચી વાત! એ તો હવે એમનું પણ ધ્યાન રાખશે જ ને..."

પપ્પાની વાતમાં આગળ ના વધતા મયુર પેલા સવારની વાતના વિચારોમાં સારી પડ્યો.એને રૈમ્યાની વાત પર ચિત્ત ચોંટી ગયું.હજી એ નાની રેમ્યા પર સહાનુભૂતિ અનુભવ્યા કરતો હતો.એ એના વિચારોમાં ખોવાઈ ગયો જરા.

"રેખા....ચાલ થઇ ગયું? કેટલી વાર?" નીરજભાઈ એ બૂમ પાડી એમની ધર્મપત્નીને.

"હા આવી ગઈ, જરા ચા બનતી હતી." કિચનથી રેખાબેન આવ્યા મસ્ત ગરમાગરમ નાસ્તા ભરેલી ટ્રે લઇને.

ત્રણે ટેબલ પર ગોઠવાઈ ગયા, નાસ્તામાં બનવેલા દાળવડાંનો આસ્વાદ માણી રહ્યા હતા ચા સાથે.થોડી થોડી હળવી વાતો સંગ સુખી પરિવાર મોજતો હતો.એમના મીઠા સંબંધો જોઈને લાગતું કે પૃથ્વીનું સ્વર્ગ આ પ્રમાણે બધે સાચવતું રહે! મયૂરનો એના મમ્મી પપ્પા પ્રત્યેનો આદર અને પ્રેમ, રેખાબેનની મમતા અને ઉમળકો, નીરજભાઈની પ્રેરણા અને અતુલ્ય જવાબદારી સમજવાના વ્યવહારના અહીં દર્શન થતા હતા. પણ ખબર નહિ આજે કેમ મયુરના મનમાં કંઈક અજીબસી ઉથલપાથલ થઇ રહી હતી, એનું મન આમ શાંત હોય પણ આજે વિચારોમાં વમળમાં ગોથા ખાતું હતું.એની આ અજીબશી ઉલઝન પાછળ સવારે સાંભળેલા એ રોવાના અવાજ સાથે હતી. એના મનમાં હજી રૈમ્યાનો રડવાનો અવાજ જ ગુંજતો હતો. એમાં રહેલી એક પ્રકારની ઉદાસી અને લાચારી એના મનમાં એવી ઘર કરી ગઈ હતી કે એની બેચેનીના દ્વાર બંધ જ નહોતા હતા.

મયુરની રેમ્યા માટેની આ લાગણી રોકી શક્યો નહિ. એને રેખાબેનને પૂછ્યું," મમ્મી, સવારે રડતી હતી એ બેબીને કેવું થતું હશે નઈ?"

"હજી સુધી બેટા તું એના વિષે જ વિચારે છે?"

"હા મમ્મી, ખબર નહીં મને એને જોઈને શું થઇ ગયું? એને લઇ આવને ઘડીક આપણા ઘરે, મારે એને એકવાર રમાડવી છે."

"સારું, હું નીચે શાક લેવા જઈશ તો એને લેતી આવીશ. ઘણી વાર તું ઓફિસે જાય ત્યારે એની બા પ્રેમલતાબેન એને લઈને આવે છે."

"સાચે?" ઘડીક તો મયુર ખુશ થઇ ગયો."પણ તો કોઈ દિવસ કહ્યં તો નહિ એના વિષે!"

"તું તારા કામમાંથી નવરાશ મેળવે તો આ બધી વાત થાયને?"

"હા ખરેખર...." મનમાં થોડી હળવાશ સાથે એને ટાઢક વળી મનમાં, છતાં હજી રૈમ્યાને મળવાની તાલાવેલી હતી મનમાં!

સવારના દસ વાગી ચુક્યા હતા, એ નાહીધોઈને રેડી થઇ ગયો.સોફા પર બેઠા બેઠા રજાનો આરામ ફરમાવતો હોય એમ! રાતના ઉજાગરાનો થાક હતો તો આંખને જરા મીંચીને ઊંડા શ્વાસ લેતો હતો. ત્યાં રેખાબેન નીચે ગયા હતા તો આવતી વખતે રૈમ્યાને જોડે લઇ આવ્યા.એને જોતા જ મયુર હરખપદુડો થઇ ગયો.મમ્મી જોડેથી લેવા માટે હાથ લંબાવ્યો. પણ બાળકી એટલી ચપળ હતી કે જાણે એને નથી ઓળખતી તો ના જવાય એમ મોં ફેરવી ગઈ એકવાર તો! પણ મયુરે જરા ચપટી વગાડી અને તાળીઓ પાડી તો પાંચેક મિનિટમાં એને જરા પોતાપણું લાગ્યું હોય એમ જવા તૈયાર થઇ ગઈ.મયંકના હાથમાં આવતાની સાથે જ એ હસવા મંડી. મયુર પણ જાણે બહુ મહેનતે કોઈ ફળ મળ્યું હોય એમ ખુશ જાણતો હતો. એને ચૂમવા માંડ્યો એ, વહાલ કરવા માંડ્યો.

નાનીશી એ રેમ્યા દેખાવે એટલી નાજુક હતી કે જાણે કોમળ કડી જ ના હોય જાણે! એના નાના નાના હાથ અને એની અર્ધખુલ્લી મુઠ્ઠીઓ, જાણે ઘણું બધું ભરીને લઇને આવી હોય એમ મયુર માટે! એની નાની નાની પગલીઓ વારંવાર લાતો મારતી છતાંય પ્રેમ ઉપજતો.ચબરાક આંખો એની જાણે બધું આજે જ જોઈને મનમાં સમેટી ન લેવાની હોય! એનો ગોરો વાન જાણે કોઈ તેજ સમ જણાતું. એનું પહેરેલું લાલ અને સફેદ રંગનું ફ્રોક એટલું જાચતું હતું એના પર કે જાણે સ્વર્ગથી ઉતારતી કોઈ બાળ અપ્સરા જ ના હોય! એનાથીય મીઠી એની એ હસી અને ખીલખીલાટ મહેકાવી દેતી હતી વાતાવરણને. એની આડાઅવળા શબ્દો બોલવાના પ્રયાસો ઉપરથી એની જીજ્ઞાશા કળી શકતી હતી.એની નટખટ અદાઓ અને એમાંય બધી વસ્તુઓ હક જમાવાની એની બાળ ચેસ્ટા દિલને ગમી જાય એવી હતી.મયુર તો એની નાની નાની દરેક વાતને ધ્યાનમગ્ન બનીને માણવા લાગ્યો જાણે કોઈ ગમતું રમકડું મળી ગયું હોય એમ. એની જોડે કાલી કાલી ભાષામાં વાતો કરતી વખતે તો જાણે એ ખુદ નાનું બાળ ભાસતો હતો. કલાક જેવા સામ્યમાં તો એટલી બધી એ મયુર જોડે ભળી ગઈ હોય જાણે જન્મતા વેંત જ ના ઓળખતી હોય એને! એ બંને જોડે ખબર નહીં એક એવી આત્મીયતા બંધાઈ ગઈ ઘડીક વારમાં કે જાણે એ બન્ને બહુ ગહન સંબંધીના હોય.

એકાદ કલાક જેવું એ મયૂર જોડે રમી પછી એને ભૂખ લાગી હશે કે કેમ રડવા માંડી. એને રડતા જોઈ મયુર ફરી ઘભરાયો. એને ચાની રાખવા માટે એને એનાથી થતા બધા પ્રયાસો કર્યા, પણ એ રડતા રડતા બા...બા... કરીને પ્રલાપ કરવા માંડી. એના પરથી એને ખ્યાલ આવી ગયો કે એને ઘર યાદ આવ્યું હશે. એને ઘરની બાળકની માંથી એનું ઘર બતાવાનો પ્રયાસ કરવા મંડ્યો, પણ એને તો હઠ કરી લીધી હોય એમ સાંભળે તો ને! એનો અવાજ જરા મોટો થવા લાગ્યો, રેખાબેન કિચન માંથી આવી ગયા. "શું થયું રૈમ્યાને?"

"જો ને મમ્મી છાની જ નથી રહેતી, બાને યાદ કરે છે."

"હા એવું જ."

પ્રેમલતાબેનને બાલ્કનીમાંથી બૂમ પાડી રેખાબેન એ," પ્રેમલતાબેન....જુવો તો આ સાઈડ, તમારી રેમ્યા રડે છે."

રડતા જોઈને પ્રેમલતાબેન આવી પહોંચ્યા, "હા ઉભા રહો, હું લઇ જ છું.'

"ના ના રહેવા દો, એ તો મયુર મૂકી જશે, તમારે ક્યાં આવવું પાછું?"

"હા મમ્મી, લાવ હું મૂકી એવું એને." આમ કહીને રૈમ્યાને લઈને મયુર ઘરની બહાર નીકળવા લાગ્યો.રેખાબેન એ એન માસ્ક આપ્યું ને કીધું," અત્યારે આમ માસ્ક વગર ના જતો રહેતો ક્યાંય. અને રૈમ્યાને જરા સાચવીને લઇ જજે, પછી તને છોકરાઓ ઉંચકવાની આદત નથી.

"હા સારું, આદત થઇ ગઈ છે જો રેમ્યા કેવી રમતી હતી!"

"હા બસ હવે ના રડાવ એને બહુ, રેમ્યા...જવું છે બાબા?" કહીને રેમ્યાને બાય કહેવા લાગ્યા એ.

રેમ્યા પણ જાણે બધું સમજી ગઈ હોય એમ નાનકડા હાથ હલાવવા માંડી અને ખુશ થઇ ગઈ.અને બહારની બાજુ નજર કરવા માંડી.

મયુર પણ એને લિફ્ટમાં ના લઇ જતા દાદરની સેર કરવા લઇ જતો હોય એમ નીકળી પડ્યો. એ બંનેને આજે જાણે લોકડાઉનમાં આઝાદી મળી હોય એમ નીકળી પડ્યા.ફ્લેટની અંદરનું કેમ્પસ હતું એટલે વધારે વાંધો નહોતો.અને એમનો એરિયા ગ્રીન ઝોનમાં આવતો હોવાથી અંદરોઅંદર અવરજવર ચાલ્યા કરતી હતી. આમતો કૅમ્પસમાં કોઈ હતું નહિ એટલે જરા આંટો મરાવીને એ સામેની વિન્ગના ત્રીજા માળે પહોંચી ગયો. આમતો ઘરની બાલ્કની માંથી સીધું દેખાતું હતું રેમ્યાનું ઘર એટલે મળી ગયું, શોધવામાં કોઈ કષ્ટના થયો અને પાછું ઘર આવતા રૈમ્યાનો થનઘાટ વધી પણ ગયો હતો એ પરથી મયંકે ક્યાસ પણ કાઢી લીધો!

....................................................................