Saasu vahu no morden pravas books and stories free download online pdf in Gujarati

સાસુ વહુ નો મોડર્ન પ્રવાસ

|| સાસુ-વહુ નો મોડર્ન પ્રવાસ ||


રિયા એક મોર્ડન છોકરી હતી પણ તે લાગણી ઓ ને બહુજ જલદી સમજી જતી હતી. આવી છોકરીઓ બહુ ઓછી હોય છે, આમતો રિયા છોકરી નહી પણ વહુ હતી THE BASHU'S ફેમિલીની. આજે રિયા અને તેનો પરિવાર પૃથ્વી પરનું સ્વર્ગ મનાતું એવા સ્થળે ફરવા જવા નિકળવાના હતા. તમે તો સમજી જ ગયા હશો કે, એ સ્થળ કયું હશે!! એ હતું આપણા ભારતને ગર્વ અપાવતું એવું કાશ્મીર.


રિયા ને ખબર હતી કે, તેની સાસુને મોડર્ન કપડાં પહેરવા બહુ ગમે છે આથી ફરવા જવાના એક-બે દિવસ પહેલાં જ તેણે તેની સાસુ કોકિલાબેન ને શોભે અને તેમની માન મર્યાદા પણ જળવાઈ રહે તેવા કપડાંની ખરીદી કરી લીધી અને કપડાં ને બેગમાં મૂકી દીધાં, અને બધાં લોકો ફરવા જવા માટે નીકળી પણ ગયા.
રિયા રસ્તામાં એની સાસુનું વીતી ગયેલું જીવન વિચારવા લાગી અને તે વિચારના ચગડોળે ચડી ગઈ અને વિચારવા લાગી કે, " પોતાના મનને કાબુમાં રાખવા કેટલી મુશ્કેલી પડતી હશે જયારે કોઈ પોતાના ઉંમરની જ સ્ત્રી પોતાથી ના થઈ શકતાં શોખ કરી ને ફરે, જયારે એવું પણ ન હતું કે રૂપિયા ટકે કોઈ વાંધો હોય!!! બસ ખોટ હતી તે એક જ વાતની કે બધાંના મનની વાત જાણી લેનારના મનની વાત કોઈ જાણી શકતુ નહતું. રિયા જયારે સગાઈ પછી સાસુ સાથે શોપિંગ કરવા જતી ત્યારે કોકીલાબેન સાડીઓ સાથે હંમેશા એક જોડી વેસ્ટન કપડાંની લેવાં પણ આગ્રહ કર્યા કરે પછી ધીમે ધીમે રિયાને એ વાત સમજમાં આવવા લાગી હતી કે જે શોખ એમની સાસુ એ નથી કર્યા એમની જવાની માં એ બધાં જ મોજ શોખ એ એમની વહુ ને કરાવવા માંગતા હતાં વિચારોના ચગડોળે ફરતાં કયારે કાશ્મીર આવી ગયું એ વાતનું ધ્યાન રિયાને રહયુ જ નહી. પરંતુ એમાં એનો બહુ વાંક પણ ન કાઢી શકાય કેમકે ફલાઈટમાં અમદાવાદ થી કાશ્મીર જતા બહુ વાર ના લાગે.

કાશ્મીર પહોચ્યાં તે પહેલાં તેમનો ગાઇડ એરપોર્ટ ઉપર તેમની પ્રતીક્ષા કરતો હતો, તેઓ ફલાઈટ માંથી ઉતર્યા તેની સાથે ગાઇડે તેમને શોધી લીધાં અને હોટલ માં લઈ ગયો. બધા થાકી ગયા હતાં એટલે હોટલમાં પહોચતાં જ પ્રવાસ ના થાક ના લીધે જમ્યાં વગર જ સુઈ ગયા. બીજે દિવસે સવારે રિયા વહેલી ઉઠી ને સાસુ ના રૂમમાં ગઈ અને ગીફ્ટ નું બોક્સ સાસુ ને આપ્યું અને કહ્યું કે "મમ્મી આજે તમે આ કપડાં પહેરજો." ત્યારે કોકીલાબેન એ ગિફ્ટ નું બોક્સ ખોલી ને જોયુ અને ગીફ્ટ જોતા જ તે રડી પડયા અને રિયા ને ભેટી પડયા કોકીલાબેન ની ખુશીઓ એમની આખો માં દેખાઈ આવતી હતી. કોકીલાબેન જલદી થી તૈયાર થઈ ને બહાર આવ્યાં અને કોકીલાબેન ને જોતા જ રિયા ના સસરા રમેશભાઈ અને કેલવીન એકબીજાની સામે જોતા જ રહી ગયા અને કેલવીન બોલ્યો," વાહ મમ્મી! બહુ સરસ લાગોછો, સાડી કરતાં વધારે તો આ કપડાં તમને શોભે છે." આ સાંભળી કોકીલાબેન અને રિયા એકબીજા જોઈ ને હસી પડયા. કોકીલાબેન પાસે લાખોના ઘરેણાં તો હતાં પણ જે ખુશી એમને આ કપડાં પહેરી ને આવી એટલી ખુશી મોંઘા ઘરેણાં પહેરી ને પણ આવે એમ ન હતી એવું મનોમન વિચારી એ મન માં જ હસવા લાગ્યાં અને એમનાં ચહેરા પર એક અલગ લાલી છવાઈ ગઈ અને એમની પુત્રવધુ ઉપર હતું એના કરતાં વધારે માન થવા લાગ્યું.

જો દરેક સાસુ અને વહુ નો સબંધ આવો થઈ જાય તો દરેક પરિવાર માંથી દુઃખ ગાયબ થઈ જાય અને સુખ ની ગંગા વહેવા લાગે અને વર્ષો જૂની માન્યતા ઓ બધી ખોટી પડી જાય.