DIKARI... books and stories free download online pdf in Gujarati

દીકરી...

દીકરી...
મિત્રો આમ તો તમને બધી ખબર જ હશે પણ મારા અંદરથી એવું થયું કે ઘણા કવિઓ લખે છે અને સુંદર મજાનું ભાવ વ્યક્ત કરે છે. તો મને પણ મનમાં એવું થયું કે ચાલને આજે દીકરી વિશે મારા મનમાં જે ભાવ છે તેને મારા મિત્રો વચ્ચે રજુ કરું.
મિત્રો દીકરી છે ને એ આપણા સમાજનો એક મોંઘુ ઘરેણું છે જેને આપણે ખુબજ વહાલ અને સ્નેહની લાગણીથી સાચવવું જોઈએ. અત્યાર ના જમાના પ્રમાણે તો મારા ખ્યાલથી એવું કાંઈ નથી પણ પહેલાંના જમાનામાં દીકરીનું મહિમા ખૂબ જ ઓછું હતું. જેના ઘરે દીકરી નો જન્મ થાય ત્યાં બધા લોકો ખૂબ જ ગુસ્સે થાય છે અને તે દીકરી ના માતા-પિતા ને મહેણા મારે છે( મહેણા મારવા શબ્દનો અર્થ એટલે કે ગુસ્સો કરવુ ખિજાવું દુઃખી કરવું એવું થાય છે.)
આ પહેલાંની વાતો સાંભળી ખૂબ જ દુઃખ થાય છે. દીકરીએ આપણું અને આપણી સમાજ નું અદભુત ઘરેલું છે. તેને માન-સન્માન આપવું આપણી સૌપ્રથમ ની ફરજ છે.
દીકરીએ પિતાને ગમતું ખૂબ જ વહાલું પાત્ર છે. એમ પણ કહી શકાય કે પિતા ના કાળજા નો કટકો છે. દીકરી બાપ ને બહુ વાલી હોય છે. ઘરના બીજા સભ્યો પણ અત્યારે તો પિતા જેટલો જ દીકરીને વહાલ કરે છે પણ પિતાના તોલે તો કોઈ આવે જ નહીં.
દીકરી નાની હોય ત્યાર થી ઘરના બધા જ કામો કરે છે અને ઘરના ફળિયામાં જાણે કોઈ પંખીડાઓ કલરવ કરતા હોય એવી રીતે કલરવ કરે છે અને બધાને વહાલ કરે છે. એટલે જ તો કોઈએ કીધું કે દીકરી વહાલનો દરિયો છે.
મિત્રો દીકરી એક નહીં પણ બે પરિવારને તારે છે. કેમકે તે નાની હોય ત્યાંથી 20 વર્ષ સુધી તેના પિતાજી ના ઘરે રહે છે અને ત્યારબાદ તેના સસરાના ઘરે પોતાનું સાંસારિક જીવન ગુજારે છે.
દીકરી એટલે પિતા નો શ્વાસ દીકરી ઘરના બધા સભ્ય ની ખુબ જ વહાલી સ્મિત. મિત્રો દીકરી જ્યારે નાની હોય અને તેના ભાઈઓ જોડે ગામમાં ઢીંગલા ની રમત રમવા જાય ત્યારે એના ભાઈઓને કોઈ ખીજાય તો એના ભાઈ માટે આખા ગામ સામે ઝઘડો કરે છે. જો ઘરે ખબર પડે તો એના માતાનું માર પણ એના ભાઈઓ માટે ખાઈ લે એ છે દીકરી. એ ધીમે ધીમે મોટી થાય છે ત્યારબાદ તેના રીતિ રિવાજો પ્રમાણે સાસરિયામાં જાય છે જતા જતા પમ તેના પિતા ને ભલામણ કરતી જાય છે કે મારી માં બહુ ભોરા છે. એ જે કામ કરે એ કામમાં એની કોઈ ભૂલ થઈ જાય તો એને વઢશો નહિ. માતા પ્રત્યે પણ એનો એટલો જ ભાવ છે જેટલો પિતા પ્રત્યેનો છે.
દીકરી જ્યારે પિતાના ઘરે હોય ત્યારે તો પિતાને કોઈ જાતની ખબર પડવા દેતી નથી પણ જ્યારે તે પિતાનું ઘર છોડી સાસરીયે જાય છે ત્યારે સૌથી વધારે દુઃખ પિતાને થાય છે. કેમ કે પિતા નું હદય નાળિયેર જેવું હોય એમ કહી શકાય. પિતા જ્યારે દીકરી ઘરે ના હોય ત્યારે તેની કેવી યાદ સંભાળે છે જેની આપણે કોઈપણ રીતે કલ્પના જ ના કરી શકી.
મિત્રો હમણાં ની ઘણી ઘટના ઓ સાંભળી ને અતિ દુઃખ થાય છે.ઘણા હરામખોર વ્યક્તિ ઓ દીકરી ઓ ના હવસ કરે છે બદનામ કરે છે અને ઘાતક રીતે દુસકર્મ કરે છે તો દીકરી ઓ એ સું આવું જ શહન કરવાનું..??
હું બીજું કંઈ તો ના કરી શકું પણ બધી બહેનો દીકરીઓ એ કોઈ પણ જાત ની બીક રાખ્યા વગર નીડર થઈ ને ફરવું જોયે અને આપણી સંસ્કૃતિ અને સંસ્કાર નું જતન કરવું જોઈએ એ વાત સાહેબ દીકરી ને તો કહેવીજ ના પડે પણ અત્યાર ના જમાનામાં ખાસ નઈ પણ થોડી આપણી ધ્યાન આપણે રાખવી જોઈએ અને એવું કોઈ પણ બનાવ બને તો દીકરી નહિ દીકરો થઈ દુશ્મનો ને વળતો જવાબ આપવા મા જરા પણ ડર રાખવુ ના જોયે ને બને તો આપણા સમાજ ના નીતિ નિયમો પ્રમાણે કોઈ ની મદદ લેવા માં જરા પણ અચકાવવું જોઈએ નહીં.
હું મારા મંતવ્ય મુજબ કહું તો દીકરી એ દુનિયા નું શ્વાસ છે.
દીકરી એ કોઈ પણ સમય અને સઁજોગ માં પોતાનું કર્તવ્ય ભૂલી શકતિ નથી...એટલે જ કહેવાનું મન થાય કે એક દીકરી બધુંય વહેંચી શકે પણ પોતા નું દુઃખ નહિ...કેમ કે એને ખબર છે એની આંખ ના આંસુ આખા ઘર ને રડાવી સકે છે...
ખૂબ ખૂબ આભાર મિત્રો...મારી આગળ ની કાલ્પનિક વાર્તા ને પણ આપ બધા મિત્રો એ ખૂબ જ હોંશે હોંશે બિરદાવી છે અને હું આશા રાખું છું કે આ વાર્તા જે કાલ્પનિક વાર્તા છે ને મારા દિલ નો ભાવ છે તો આપ અચૂક વાંચ જો અને તમારો મનતવ્ય જરૂર આપ જો જેથી મને આગળ મારી કલ્પના કરવા માં મદદ મળી શકે...ધન્યવાદ.. મુકેશ ધમાં ગઢવી