Goal books and stories free download online pdf in Gujarati

લક્ષ્ય

મારા વ્હાલા મિત્રો આજ મને લક્ષ્ય ટીવી ચેનલ જોતા જોતા "લક્ષ્ય" શબ્દ પર થોડી વાત કરવા ની ઈસ્સા થઇ ગઈ.

આતો બે ઘડી ગમ્મત ની વાત છે સાહેબ પણ વાત વિચારવા યોગ્ય તો છે જ. કેમ કે મિત્રો જીવન માં લક્ષ્ય એક બહુ જરૂરી શબ્દ છે . જીવન જીવવા માટે એક લક્ષ્ય તો હોવુંજ જોઈયે. જો એ નહીં હોઈ તો નકામું છે કેમકે લક્ષ્ય હશે તો જ જિંદગી માં કંઈક કરવા ની પ્રેરણા મળશે. સપના જોઇશુ તો જ એ પુરા કરવા ની ઈચ્છા થશે ને..?

તો મિત્રો આજે મારે લક્ષ્ય ઉપર થોડી ઘણી મને સમજ પડે એટલી વાત કરવી છે. જે મને અનુભવ અને વાંચન દરમીયાન જાણવા મળેલ છે. મારું આ શીર્ષક છે કે " લક્ષ્ય માં ખામી કે લક્ષ્યની ખામી ? " જેના વિશે આપણે બે ભાગમાં સમજીયે.


--}} લક્ષ્યની ખામી :- મિત્રો દરેક ના જીવન માં ક્યાંક ને ક્યાંક તો લક્ષ્ય નક્કી કરવામાં આવેજ છે, જેમકે બાળપણ માં માતા પિતા નક્કી કરે કે મારો દીકરો મોટો થઇ ને ડોક્ટર, એન્જીનીયર, કે પછી કોઈ બિઝનેસમેન બનશે. તો આ એક જાતનું લક્ષ્ય જ કેવાય.આવી જ રીતે કોઈ એમ નક્કી કરે કે આ વર્ષે હું મારા ધંધા માં એટલો ફાયદો તો કરીશ જ તો એ એનું લક્ષ્ય કેવાય. કે પછી કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે મારે અમદાવાદ થી રાજકોટ ૩ કલાક માં પહોંચવા નું જ છે તો એ પણ એક પ્રકાર નું લક્ષ્ય નક્કી કર્યું કેવાય.

આમ આવા અનેક પ્રકારે લક્ષ્ય નક્કી કરવા માં આવે છે જિંદગી માં, એટલે જ એવું કેવાય છે કે જિંદગી જીવવી એ પણ એક પ્રકારનું લક્ષ્ય જ કેવાય છે. એટલે મિત્રો કોઈ પણ લક્ષ્ય નક્કી કરવું જ પડે છે. આગળ કહ્યું એમ કોઈપણ જાતના લક્ષ્ય વગર આપણી રાહ ભટકી જાય છે, અપણે ક્યાં જવાનું છે એજ નહીં ખબર હોઈ તો ત્યાં પહોચશું કેવી રીતે,..?


"એક ઉદાહરણ સાથે સમજીયે -- એક છોકરો છે જે ભણવા માં હોશિયાર છે તેના વાલી તેને સારી રીતે ભણાવે છે એ છોકરો ૧ થી ૧૦ સારા એવા ટકા સાથે પાસ થાય છે, પણ આગળ શુ કરવું એ નક્કી નથી એના વાલી એ પણ ક્યારેય એવું પૂછ્યું નહિ કે બેટા તારે આગળ ભણી ને શુ બનવું છે. .? અમને તો એમ કે ૧૦ ભણીલે પછી વિચારીશુ કે શુ કરવું. હવે ૧૦ પાસ થયા પછી ચિંતા થઈ કે આગળ કઈ લાઈન લેવી. .? કોમર્ષ, સાઇન્સ, કે પછી આર્ટસ. તો છોકરા ના પેરેન્ટ્સે ૫- ૧૦ લોકો ને પૂછ્યું તો બધા ના અલગ અલગ જવાબ મળ્યા, કોઈ કહે સારા ટકા છે એટલે સાઇન્સ જ કરાવાય, તો કોઈ કહે નાના કોમર્ષ જ કરાવાય, તો પછી કોઈ કહે અરે હાલ તો iti અને ડિપ્લોમા ની માંગ વધુ છે તો એ જ કરવો.

આવા અલગ અલગ જવાબો થી વાલી મુંજાણાં અને અંતે અમને એને કોમર્ષ માં ભણાવ્યો, પણ પેલા છોકરા ને પૂછ્યુઃજ નહિ કે તારે શુ કરવું છે. પછી ૨ વર્ષ વિતિ ગયા માંડ માંડ કોમર્ષ પત્યું પાછી નવી મુસીબત કે આગળ કોલેજ શેમાં કરશુ..? પાછું પેલા ની જેમ લોકો નો મંતવ્ય જાણ્યો ત્યાં પણ જવાબો જુદા જુદા. કોઈ કહે bca, તો કોઈ કહે bba અને પાછી એવીજ ભૂલ છોકરો શુ કરવા માંગે છે એ નહિ પણ લોકો શુ કહે છે એ કરો અને પછી bca લીધું પણ આગળ જતા છોકરો પરાણે પરાણે કોલેજ માં ગયો પણ છોકરો કોમર્ષ લાઈન માં સેટ થયેલો અને હવે પાછું કોમ્પ્યુટર લાઈન માં સેટ થવા નું.છોકરા ને એ ફાવતું નથી એટલે એ નાપાસ થાય છે, આ હતી લક્ષ્ય ની ખામી. આમ કોઈપણ લક્ષ્ય નક્કી કર્યા વગર બસ આગળ જઈને વિચારસું અને કાંતો લોકો નો મંતવ્ય જાણીને વિચારીશુ તો નહિ મેળ પડે, અને આ છોકરા ની માફક જીવન બગડશે. માટે જો છોકરા ના વાલી તેને નાનપણ થી જ પૂછીને એક લક્ષ્ય નક્કી કરી નાખે તો તેને મેળવા બાળક અને તેના માતા- પિતા ને સહેલાઇ પડે છે,અને લક્ષ્ય ની દિશા માં યોગ્ય પગલાં ભરી શકે છે.

ફલાણા નો દીકરો આમાં ભણે છે તો આપડે પણ એજ કરવું, કે પછી તમારી ઈચ્છા છે એટલે એજ ભણાવો એવી ખોટી જીદ બાળકો પર ના થોપવી જોઈએ. લોકો શુ કહેશે એની ચિંતા ન કરો પણ બાળક ને શેમાં રુચિ છે એ જાણવા ની કોસીસ કરો.માટે લોકો ના મંતવ્ય જાણી ને નહિ પણ આપણું મન શુ કહે છે એમ લક્ષ્ય નક્કી કરો.


"પણ તમારે લક્ષ્ય તો નક્કી કરવું જ પડશે."

~~}} લક્ષ્ય માં ખામી :- તો આગળ મુજબ કે લક્ષ્ય ખુબજ જરૂરી છે જીવન માં અને કંઈક મેળવવા એક લક્ષ્ય નક્કી કરવું પડે. અને એ મુજબ આપણે આપણા જીવન માં એવા ઘણા લક્ષ્ય નક્કી કરતા હોઈએ છીએ જેમ કે ડોક્ટર બનવુ, વકીલ બનવું, એન્જીનીયર કે પછી બિઝનેસમેન બનવું, આવા આપણે ઘણા અગણિત લક્ષ્યો નક્કી કરીયે છીએ.

પણ ક્યારેય એ જાણવા ની કોસીસ કરી કે શુ આપણું નક્કી કરેલું લક્ષ્ય યોગ્ય છે કે નહિ...?

શુ આપણે એને મેળવી શકીશુ...?


શુ એને મેળવા માટે યોગ્ય પગલાં કે મહેનત કરીયે છીએ....?

પણ મિત્રો આવા સવાલ લક્ષ્ય નક્કી કાર્ય પછી નહિ પણ પહેલા થવા જોઈએ પરંતુ દરેક કિસ્સા માં આ સવાલો લક્ષ્ય મેળવવા ની દોટ માં ઘણા આગળ નીકળી ગયા પછી થતા હોઈ છે. અને જયારે આવા સવાલ સવાલ મન માં ઉભા થાય એટલે માનવું કે નક્કી આપણા લક્ષ્ય માં ખામી છે. એટલે આપણે હિંમત અને મહેનત કરવા ની તેવડ હોઈ એવાજ લક્ષ્ય નક્કી કરવા. દરેક વ્યક્તિ બિલ ગેટ્સ કે પછી શ્રી નરેદ્રમોદી બનવા ની ઈચ્છા રાખે એ કેમ ચાલે.દરેક વ્યક્તિ તો વડાપ્રધાન ના બની શકે ને...? પછી લોકો કહે છે ને કે " ચાદર હોઈ એટલાજ પગ લાંબા કરાય", માટે લક્ષ્ય એવાજ નક્કી કરવા જે પુરા થઈ શકે મિત્રો.

એક ડિપ્લોમા નો વિદ્યાર્થી છેક ફાઇનલ વર્ષ માં આવી ને વિચારે છે કે સાલું આ નતું કરવા નું કેમ...? એટલા માટે કે મારા મિત્ર એ આ જ લીધું હતું તો હું પણ આજ કરીશ, અને પછી દેખાદેખી માં atkt ઓ વધી જાય છે અને પછી સોલ નથી થતી આ હતી લક્ષ્યમાં ખામી. એક બીજું ઉદાહરણ આપું- જેમાં સ્નાતક થયા પછી એવું વિચારે કે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરવી છે અને એમાં ૨- ૩ વર્ષ ગયા પછી પાસ ના થાય એટલે વિચાર આવે કે શુ આ લઈન માં આવીને મેં ભૂલ તો નથી કરીને. ..? અહીં ફરીથી લક્ષ્ય માં ખામી દેખય છે. ડિપ્લોમા કરવું કે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરવી એ એક સારું લક્ષ્ય કેવાય, પણ એને પૂરું કરવા માં યોગ્ય મહેનત ના કરવા માં આવે એટલે આપણને આપણા જ લક્ષ્ય માં ખામી દેખય છે.


મારી નજરે જોયેલા દાખલ છે એવા જેમાં નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ હારી જાય છે લોકો, અધવચ્ચે પહોંચી ને પછી વિચારે કે આ નોતું કરવા જેવું પણ ત્યારે મોડું થઇ જાય છે.

અને હા દરેક માણસ પોતાના જીવન માં એકવાર તો આ વિચાર કરેજ કે " સાલું આ ના કર્યું હોત તો સારું થાત કે પછી એ સમયે એ કરી નાખ્યું હોત તો સારું થાત".

માટે મિત્રો જીવન માં સમજી વિચારીને લક્ષ્ય નક્કી કરો અને એને પુરા કરવા જીજાન લગાવી દો, પોતાનું ૧૦૦% એમાં લગાવીદો અને ક્યારેય પીછેહટ નહિ કરવાની કે એવા વિચાર પણ નહિ કરવા ના. હંમેશા સકારાત્મક ઉર્જા રાખો.

" you can do it "