Anonymous - 1 books and stories free download online pdf in Gujarati

અનામી - 1

અરે ઓ બેન જી, યે આપકા બેગ યહાં સે લેલો ગી, તો મેં બેઠ શકું? સાંભળતા જ મારી આંખ ખુલી ગઈ અને હું વિચારવા લાગી કે હું ભાગીને ટ્રેનમાં તો બેસી ગઈ પણ હું ક્યાં પહોંચી જઈશ?? મને કંઈ ખબર નથી, હું ક્યાં છું ? હું કંઈ યાદ કરવા નથી માંગતી. બસ બધુ ભૂલી જવા માગુ છું આજ સુધી મેં જે કંઈ સારૂ ખરાબ ભોગવ્યુ એ બધું જ મારી એક ભૂલ કે ભૂલો ને કારણે છે, વિચાર મા જ હતી ત્યાં જ ટ્રેન ની એક જોરદાર બ્રેક વાગી અને પોતાની જ સીટ પર જાણે સુઈ જ ગઈ હોય એમ પડી, બારીની બહાર નજર પડી ને સ્ટેશન વાંચ્યુ,
"" જમ્મુ "" અપરિચિત જગ્યાએ ઉતરવામાં કેમ ઊતરવુ, શું કરવું?વિચારતી હતી ત્યાં જ ટ્રેનની સફાઈ માટે કર્મચારી ને જોતા જ હવે ઊતરવુ જ પડશે એવુ લાગતા હું નીચે ઊતરી.
હું પોતે પણ મારૂ નામ યાદ રાખવા નથી માંગતી આથી હું ""અનામી ""મેં પોતે પાડેલુ મારૂ નામ,

અરે જલ્દી ઉતર જા યે કયા યહાં સિડીયા કી ગિનતી કર રહી હો।!, અવાજ ના એક ધક્કા સાથે જ જાણે સીધી રીતસર નીચે પછડાઈ જ પડી. આમ પણ સામાન જેવું તો કંઈ કયાં થી હોય?ભાગવામા કેમ ભેગુ કરવુ બધુ ?અને આમ પણ મારી પાસે ક્યાં કાઈ બચ્યું જ હતું ,,મેં જ તો બધું સ્વાહા કરી દીધુ હતુ હું ક્યાં જઈશ એ ક્યાં મને ખબર જ હતી? હજુ અનામી સ્ટેશન પર થી બહાર જ આવી હતી આટલુ મોટુ સ્ટેશન, આટલા બધા માણસો, માણસો કરતાં તો પોલીસ વધારે હતા અહી, કેમકે આ જમ્મુ સ્ટેશન હતું અને અહીં આતંકવાદીઓની મોટી ફોજ હતી કે જે ગમે ત્યારે આતંકી હુમલા કરતા હતા , આમાં હું ક્યાં જઈશ, આગળ જતા રસ્તો પૂરો થશે ત્યાં અટકી જઈશ, આમ પણ મેં પોતે જ મારી મંઝિલ ખોઈ છે હું આમ તો ક્યાં કોઈ નામી છું? હું તો અનામી છું. મારું પણ એક નામ હતું મેં ખુબ સરસ જગ્યાએ જન્મ લીધો હતો મારા મમ્મી પપ્પા મને પ્રેમથી રાખતા અમે ત્રણ બહેનો અને એક ભાઈ હતાં હું વચ્ચેની, મારાથી મોટી બહેન નિશી અને નાની મુગ્ધા અને ભાઈ મંત્ર , આ બન્ને ભાઈબહેન જોડિયા હતા,અને હું......હું અનામી, હું વચ્ચે હતી. ખબર નહિ કેમ ? પણ હું નાની હતી ત્યારથી જ થોડી અસંતોષી હતી , કદાચ આજે હું જે ભોગવું છું એ એના જ કારણે હશે પપ્પા પહેલાથી પ્રાઇવેટ નોકરી કરતા હતા અને મમ્મી પણ ઘરમાં કરિયાણાની નાની એવી દુકાન ચલાવતી બન્ને લગભગ અમારી ૬૦ ટકા જરૂરિયાતો પૂરી કરતા ,,પણ ક્યારેય કોઈને કાંઈ તો કોઈને કાંઈ છોડવું પડતું!! અને એમાં મારો વારો કદાચ વધારે આવતો, કેમકે હું વચ્ચેની હતી ને વચ્ચેના "વા" ખાય કોઈ વાર નિશી ને આપવું પડતું તો કોઈ વાર મુગ્ધા ને! તો વળી મંત્ર એક નો એક જ હતો એ શા માટે મૂકી દે ? ને બસ આવી ખોટી ખોટી વાતો મારા મગજમાં નાની નાની સળીઓ ગોઠવીને માળા રચતી રહેતી. મનમાં ને મનમાં ગાઠ વળી ગઈ હતી મને કે હું કોઇ ને ગમતી નથી. આ માત્ર મારા મન નો એક માત્ર વહેમ જ હતો, પણ ખબર નહી કેમ આ વિચાર ઘર કરી ગયો હતો !! મમ્મી પપ્પા અમારા માટે ઘણું જ કરતા પણ હું સમજુ ન હતી.