Anami - 3 books and stories free download online pdf in Gujarati

અનામી - 3

સંજના એ મને પણ પોતાની ઘરે બોલાવી આથી હું મમ્મી ની રજા લઇને શનિવારે સાંજે સંજના ની ઘરે ગઈ અને આખી સાંજ ત્યાં રોકાઈ સંજના ના મમ્મી પપ્પા અને નવ્યા સાથે ખૂબ મજા આવી બીજા દિવસે રવિવારે પણ ખૂબ આવવાનો આગ્રહ કર્યો આથી હું ફરી ત્યાં ગઈ ઘરે જતાં જ નવ્યા અને સંજના બજારમાં કંઈક લેવા માટે ગયા હતા અને તેના મમ્મી રસોડા માં હતા. હું સંજના ના રૂમમાં કંઈક વાચતી હતી ,બરાબર તે જ વખતે નીવ જીજુ ત્યાં આવ્યા અને મને જોતા રહી ગયા,તેણે હાઈ કહી ને મારી સાથે હાથ મિલાવ્યો પણ જેટલો જલદી હાથ પકડ્યો આટલો જલદી છોડ્યો નહીં પણ હું જલદીથી આંટી પાસે રસોડામાં જતી રહી અને આ હતો પહેલા સ્પર્શ નો અહેસાસ ત્યાં થોડી જ વારમાં સંજના અને નવ્યા પણ આવી ગયા.સંજના એ તેના જીજાજીસાથે મારી ઓળખાણ કરાવી તેને ક્યાં ખબર હતી કે જીજાજી મને મળી ગયા છે !? અને ફરી એકવાર મને હાઇ કહીને મારો હાથ પકડ્યો મને લાગ્યું કે આ સ્પર્શ મને ગમતો હોય એવું કેમ લાગે છે!! પછી તો હું ઘરે જતી રહી. સંજના ને બીજા દિવસે કહું કે ના કહું તે વિચારમાં સુઈ જઈએ બીજા દિવસની સવારમાં જ સંજના નો ફોન આવ્યો કે આજે બપોરે અહી જ આવજે નવ્યા અને જીજાજી રોકાઈ ગયા છે આપણે સાંજે પિક્ચર માં જશું અને પછી બહાર જમીને તને મૂકી જશે આથી મમ્મી પપ્પાને વાત કરી ને હું સ્કૂલેથી સીધી તેના ઘરે ગઈ ખબર નહી કેમ પણ મને નવા સ્પર્શ નો રોમાંચ ગમતો હતો. બપોરથી રાત અમે સાથે રહયા એટલી વારમાં નીવ જીજુ એ ૪ થી ૫ વાર અને જુદી જુદી રીતે મને સ્પર્શવાની ટ્રાય કરી, રાતે મને મૂકી ગયા અને બીજા દિવસથી તો સ્કુલ હતી ,આ બધી વાતો ભૂલાઈ ગઈ અને અમે ભણવામાં મશગુલ થઇ ગયા, હું અને સંજના ૧૨ મા ધોરણ માં હતા, અને અમે નકકી કર્યુ હતું કે અમે બંને ૮૦ ટકા તો લાવશું જ અમારે બંનેને ભણવામાં ક્યાંય પાછીપાની કરવી ન હતી. પહેલા સ્પર્શ ના આનંદ નો અહેસાસ હતો , પણ મનમાં ઊંચી ઉડાન ભરવાની ઈચ્છા હતી ક્યાંય ફસાવુ ન હતું.અમે ભણવામાં વ્યસ્ત થઈ ગયા.ભૂલી જવાનુ કહ્યુ .ત્યાં સુધીમાં સંજના ને પણ પૂનામાં તેની જ્ઞાતિનો પ્રેરક નામનો એક યુવક મળી ગયો. અને સંજનાએ તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું સંજના અને પ્રેરકના લગ્ન થયા. બીજી તરફ અમે સાથે હતા મપણ કઈક ખૂટતુ હતુ,અંકુર ને હું ખૂબ પ્રેમ કરતા પણ નોકરી ની વાત પર અમે છૂટા પડ્યા, મને ખૂબ અફસોસ થયો, અંકુરે મને ખૂબ સમજાવી કે જો કંઈ પણ પરિસ્થિતિ ઊભી થશે કે મને એવું લાગશે તો હું તને જ કહીશ નોકરી કરવા માટે પણ અત્યારે જરૂર નથી લાગતી બીજું તો કંઈ નહીં પણ હું જ્યારે ક્લિનિક થી આવું ને તું મારી સામે હોય તો મારો અડધો થાક ઉતરી જાય બસ બીજું કંઈ કારણ નથી અને હું બધી જરૂરિયાત પૂરી કરીશ તો પછી તારે શા માટે નોકરી કરવી છે? પણ હું ન માની, મારી માટે મારી વાત નું જ મહત્વ હતું અને અંકુર એવું કહી દેવાની ભૂલ કરી કે હું એમ એક બંધ ઘરમાં પૂરાઈ રહેવા માટે બનેલી સ્ત્રી નથી મારે મારી પોતાની ઓળખ જોઈએ છીએ અને અંકુર વિચારમાં પડી ગયો હું ના માની