DOSTAR - 26 books and stories free download online pdf in Gujarati

દોસ્તાર - 26


(ભરત ભાઈ મનનો મેલો માણસ હતો તે પોતે વિચાર તો હતો કે એક વાર ધંધો ચાલુ કરાયા પછી આ લોકો ક્યાં જશે,જેવી રીતે કોઈ સીધો સાદો માણસ તાલિબાનો ના સકાંજા માં આવી જાય પછી તેને તો ખબર જ હોય છે કે આપણે અહીંયા જ શહીદ થવાનું છે.)
અત્યારે તો દસ હજાર રૂપિયાથી ધંધો ચાલુ કરી શકાય ભાઈ એ મારું માનવું છે.
તમે કહેતા હોય તો આપણે ભરત ભાઈ 100% ચાલુ કરી દેવો જ છે.
(ધંધો કરવાનું બંને માં હુત આવી ગયું હતું.)
વિશાલ ના મન માં એક પ્રશ્ન થયો. ભરત ભાઈ દસ હજાર રૂપિયા થી કેટલો નફો કમાઈ શકાય.
ભાઈ નફો તો 35 થી 40 ટકા જેવો હોય છે આપણા બિઝનેસ માં,તમે આરામ થી આટલો નફો કમાઈ શકશો મારું માનવું છે.
તો ભરત ભાઈ બે ત્રણ દિવસ માં તમારે ત્યાં અમે આવી જઈશું કેમિકલ લેવા માટે... બરોબર ને ભાવેશ.
હા તારી વાત બરોબર છે..
બંને જણા ધંધા નું નક્કી કરી ને નીકળવા ની તૈયારી કરતા હોય છે ત્યાં ભરત ભાઇ બોલ્યા...
બેસો... બેસો.... તમે મારા ત્યાં પેહલા વખત આવ્યા છો તો ચા નાસ્તો કર્યા વગર તમને નહિ મોકલું.
(મન માં તો ભારત ભાઈ વિચારતો હતો કે આ મૂર્ગા તો આજે મારે ત્યાં હલાલ થઈ ગયા છે તેમને જમાડી ને મોકલું તોય મને કોઈ ફરક પડતો નથી.)
એ તુષાર આ ભાવેશભાઈ અને વિશાલ ભાઈ માટે તું ચા નાસ્તો લઈ આવ ને...
નાસ્તામાં ભરત ભાઈ શું લાવવું છે તમે ક્યો આવું તુષારે પૂછ્યું..
ભરત ભાઈ એટલો હોશિયાર કે તરત જ વળતો જવાબ આપ્યો ભાઈ મારે તો આજે રવિવાર નો ઉપવાસ કર્યો છે એટલે થોડી વાર ઉભો રે,ભાવેશ ભાઈ શું નાસ્તા માં મંગાવું છે.
ભાવેશ ભાઈ તો શરમ રાખ્યા વિના બોલ્યા જે હોય તે ચાલશે.
(મન માં ભાવેશ અને વિશાલ વિચારી રહ્યા હતા કે સાલું સવાર ના ભૂખ્યા છીએ કૈક તો ખવાય પડશે.)
એમ કર ને તુષાર રિંગરોડ ના પ્રખ્યાત ટીકડી ગોટા લઈ આવ.
હા તો હું નીકળું છું.
હા નીકળ તુષાર પણ આ એક્ટિવા ની ચાવી તો લેતો જા.
અરે એતો હું ભૂલી ગયો... લાવો.
પછી તો ભરત ભાઇ નું ધંધા વિશે મહાપુરાણ ચાલુ થાય છે, છેક 35 મિનિટ સુધી ભાવેશ અને વિશાલ ને ધંધા વિશે મોટી વેટ કરાયા.આ બંને ભરત ભાઇ ની વાતોમાં આવી ગયા. અને મનોમન નક્કી કરી લીધું કે આપણે નિરમા ના કરશન ભાઈ પટેલ બની ગયા.
ચાલો નાસ્તો આવી ગયો છે તમે બધા નાસ્તો કરી લ્યો,તુષાર નીચે થી પેપર લાય અને કપ પણ લેતો આવજે...પેલા ચા પીલો પછી સરસ મજાના રીંગ રોડ ના ફેમસ ટીકડી ગોટા ખાઈ લ્યો...
"ભાવેશ અને વિશાલ ચા પીધા પછી નાસ્તો કરવા બેસે છે, જાણે કયાંક થી ભૂખડ આવ્યા હોય તેમ ફટાફટ નાસ્તો આ બંને જાપતી જાય છે."
(આ બંને મિત્રો ને ધંધા ના મોહ માં કશી ખબરજ નોતી પડતી કે ભરત ભાઇ તેમને ફસાવે છે.)
બંને જણા ઘરે આવવા નીકળે છે રસ્તા માં ઘણી વાતો કરતા હોય છે કે આજ તો શું મજા આવી ગઈ,પોતે કોઈ મોટા બિઝનેસમેન ના બની ગયા હોય તેવો પોતાનો રોફ જમાવવા રસ્તા માં માતેલા સાંઠ ની જેમ ચાલતા હતા.
વિશાલ બોલ્યો અલ્યા ભાવેશ આપણ ને તો ઘર જેવા સંબંધ વાળા ભરત ભાઈ મળી ગયા છે એટલે આપણો તો બેસી પાર થઈ જશે.
હા તું સાચું જ કે છે,પણ આ કન્ટેક નંબર કયાંથી લાવ્યો હતો.
અલ્યા ભાઈ જસ્ટ ડાયલ પરથી મને આ ભગવાન જેવા રામ ના ભાઈ ભરત ભાઈ નો નંબર મળ્યો.
વધુ આવતા અંકે...