Anuvadit varta - 3 - 6 - last part books and stories free download online pdf in Gujarati

અનુવાદિત વાર્તા -3 ભાગ (૬) - છેલ્લો ભાગ

ભાગ-૫ માં જોયું કે નૈન્સી દ્વારા બતાવેલ મૌકસનાં વર્ણનનાં આધારે બ્રાઉનલો એના બે નોકરો ને મૌકસ ને શોધવા મોકલે છે. હોટલ જેનો વર્ણન નૈન્સીએ કરેલ હતો એ જગ્યા એ મૌકસ મળી આવે છે જેને પકડી ને બ્રાઉનલો નાં નોકરો ઘરે લાવે છે. .... હવે આગળ

**** મૌકસને એક રૂમ માં બાધી રાખવામાં આવે છે. " તમે બહાર જાવો અને દરવાજો બંધ કરજો " બ્રાઉનલો એ પોતાના નોકરો ને કહ્યું. હું અને મૌકસ બંને એકલા વાત કરીશું. મૌકસ ખુબ જ ખતરનાક હોવા છતાં પોતાના માલિકનાં હુકમ ને માન આપી બંને નોકરો બહાર નીકળી ગયા. નોકરો જતા રહ્યા પછી બ્રાઉનલો એ મૌકસ ની સામે દુખી નજરે જોયું તેઓએ મનમાં જ વાત કરી " મને ખબર જ હતી એ મારા સૌથી પ્રિય મિત્ર નો છોકરો છે. " એ બાળપણ માં પણ અભાગીયો હતો અને આજે પણ એ એક ગુંડો જ છે. નૈન્સી એ સાચું જ બતાવ્યું હતું.

" તારું નામ મૌકસ નથી " તારું નામ એડવર્ડ છે. મૌકસ ને આશ્ચર્ય થયું. " તમને કેવી રીતે ખબર " મૌકસએ પૂછ્યું. બ્રાઉનલો એ ઉદાસ થઇને કહ્યું કે તમારા પિતા એડવીન અને એમની બહેન હું સારી રીતે ઓળખુ છું .એમની બહેનની કેટલાક વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. જેની સાથે મારે લગ્ન કરવાના હતા. મને ખબર છે કે તારી માતા અને પિતા વચ્ચે નાં સંબધો સારા ન હતા. જ્યારે તું નાનો હતો ત્યારેજ એ બંને અલગ થઇ ગયા હતા. અને પછી .... બ્રાઉનલો થોડી વાર ઉભા રહ્યા. અને ખબર છે તારો એક નાનો ભાઈ પણ છે. મૌકસની આંખો નાની થઇ ગઈ. " મારા માતા પિતાની હું એક જ સંતાન છું " હાં બ્રાઉનલો એ કહ્યું "તારા માતા પિતાની પ્રથમ લગ્ન થી તું એક જ સંતાન" પરતું તારા માતા-પિતા અલગ થયા ત્યાર પછી તારા પિતાએ એગ્નેસ નામની સુંદર યુવતી સાથે લગ્ન કર્યા હતા. બ્જમ્ન આપી ને તરત જ મૃત્યુ પામ્મી હતી. મને સારી રીતે ખબર છે એગ્નેસ જોવામાં કેવી હતી. ભગવાન ની કૃપાથી છોકરો મારા હાથમાં આવ્યો. તે બિલકુલ એગ્નેશ જેવો દેખાય છે. મૌકસ ને આ સાભળીને ખુબ જ દુખ થયું. પરતું બ્રાઉનલોએ પોતાની વાત પૂરી કરી ન હતી. તેઓએ કહ્યું ઓલીવર કેવી રીતે મળ્યું.

મને તારા અપરાધિત જીવન વિશે પણ ખબર છે. તું વેસ્ટ ઇન્ડીઝ ભાગી ગયો છે એ પણ મને ખબર હતી. તેથી હું તારી પાછળ ત્યાં આવ્યો હતો. પરતું હું તને ત્યાં શોધું એ પહેલા જ તું લંડન પાછો આવી ગયો. મહીનાં ઓ સુધી હું ત્યાં ફરતો રહ્યો પરતું સફળતા ન મળી. ત્યાર બાદ જ્યારે નૈન્સીએ ગળા ઉપરનાં નિશાન ની વાત કરી ત્યારે મને તારા વિશે ખબર પડી. તે ઓલીવરને મારી નાખવાની યોજના બનાવી જેથી તને તારા પિતાની બધી મિલકત મળી જાય. " તમે મારા વિરુદ્ધ કઈ કરી શકશો નહિ " મૌક્સે કહ્યું .. " હું આ સાબિત કરીને જ રહીશ " બ્રાઉનલો એ કહ્યું. મને ફાગિન અને તે રચેલ બધી વાત ખબર છે. " ફાગિન એ કોણ" ? મૌકસ થોડોક ઢીલો પડ્યો. " શું હું પોલીસ ને ફોન કરું ? " તું પોલીસને જ સફાઈ આપશે. મૌકસ ભયભીત થયો. " ના, ના એવું ન કરતા એને વિનંતિ કરી, બ્રાઉનલો શાંત થયા. સારું છે પછી તારે એજ કરવું પડશે જે હું કહીશ. " તારે એક પેપર ઉપર સૈન કરવી પડશે. જેથી ઓલીવરને એના પિતાની સંપતિ માંથી યોગ્ય ભાગ મળે. મૌકસ ખુબ જ દુખી થયો. તેને પોલીસ સ્ટેશન, કોર્ટ રૂમ અને જલ્લાદઅને મૃત્યુ વગેરે આંખો સામે દ્દેખાયા. સારું મૌકસ મનોમન બોલ્યો. ઓલીવરને તેના પિતાની સંપતિ માંથી હિસ્સો મળશે એનો હું વચન આપું છ.

***** ઉજ્જવળ ભવિષ્ય *****

ગરીબ નૈન્સી જેને ઓલિવરને લીધે પોતાના પ્રાણ જોખમમાં મુક્યા હતા. ઓલીવરનાં સારા ભવિષ્ય વિશે વિચારીને તે ખુબ જ ખુશ થતી પરતું એ પહેલા કે તેને આ ખબર પડે તેને બહુ મોટી કીમત ચૂકવવી પડી. જ્યારે ફાગિનનાં જાસુસે તેને બ્રીજ ઉપર જોઈ અને તેઓ વચ્ચે થયેલ વાતો ફાગિન ને જણાવી ટો ફાગીને તેનો ખૂન કરી નાખ્યો. જ્યારે બ્રાઉનલો અને મૌકસ વાતો કરતા હતા તે સમયે પોલીસ ખૂનીને પકડવા કોશીસ કરતી હતી. તે રાત્રે તેઓએ બીલને પકડી લીધો ડરીને બીલ ભાગવા ગયો જે દોરી પકડી એ ભાગવા માંગતો હતો એ દોરી એના ગળામાં ફસાઈ ગઈ અને બીલ મારી ગયો. બ્રાઉનલોએ આપેલ બાતમીનાં આધારે પોલીસે ફાગિન અને એની ગેંગ નાં બીજા યુવકો ને પકડી લીધો. કોર્ટે ફાગિનને ફાંસીની સજા સભળાવી. અને આમ એની જીંદગીનો અંત થયો.

ઓલીવર ને બ્રાઉનલો એ પોતાના દીકરાનાં રૂપમાં અપનાવી લીધો તે શ્રામતી બેદ્વીન સાથે રહેવા લાગ્યો. ઓલીવર ત્યાં ખુબ જ ખુશ હતો. કેમ કે એને ફૂલ, ખેતરો અને ગ્રામીણ વિસ્તાર ખુબ જ ગમતા હતા. એક વાર ઓલીવર અનાથઆશ્રમમાં રહેતો હતો. હવે તેનો ભવિષ્ય ઉજ્જવળ થયો. તેને બધી ખુશી ઓ મળી. તેના પિતા તરફથી તેને ખુબ જ સંપતી મળી. ફાગિન મારી ગયો તેની ગેંગ તુટી ગઈ, હવે તેને ડરવાની કોઈ જરૂર ન હતી...

***** સમાપ્ત *******