Translated story-2 part-2 books and stories free download online pdf in Gujarati

અનુવાદિત વાર્તા-૪ ભાગ -૨

જસ્ટીસ ઓફ દિ પીસ બેનાજા વાઈડપ પોતાની પાઈપ પીવા લાગ્યા. બપોરનો સમય થતા તેમનો સાપ્તાહિક પત્રક આવી ગયો હતો. તે તેને સાંજ સુધી વાંચ્યા કરતા. તેઓએ એક મીણબત્તી સળગાવી અને ટેબલ ઉપર રાખી. અને જમવાના સમય સુધી વાંચ્યા કર્યું. જમવાનો સમય થતા તેઓ ઘરે જવા નીકળ્યા. તેઓનો ઘર ઝાડીઓમાં થઇ ને આવતો હતો. તેથી તેઓ ઝાડીઓ માંથી પસાર થવા લાગ્યા. એવામાં એક વ્યક્તિએ તેમની ઉપર ગન બતાવતો ઉભો થઇ ગયો. અને કહ્યું કે ચુપચાપ તારી પાસે જે કઈ હોય તે આપી દે. નહીતો હું તને મારી નાખીશ. પોતાના કોર્ટનાં ખીસા માંથી નોટ કાઢતા જજે કહ્યું કે મારી પાસે માત્ર પાંચ ડોલર છે. પેલી વ્યક્તિએ કહ્યું હવે તેને ગનનાં આગળનાં ભાગમાં નાખી દે અને સીધેસીધા ઘરે જતા રહે. જજ સીધા ઘરે જતા રહ્યા. બીઈજા દિવસે એજ લાલ બળદ જજ નાં ઘર સામે ગાડી ખેઈચીને આવ્યો. આ વખતે જજે જૂતા પહેનેલાજ હતા કારણ કે તેઓ એ બંને ની પ્રતીક્ષા જ કરતા હતા. જજ ની હાજરીમાં રેન્સીએ પાંચડોલરની નોટ તેની પત્નીનાં હાથમાં આપી દીધી. જજે જોયું એ નોટ ગોઠવેલ હતી જેમ કે કોઈએ બંદુકની નાળીમાં વાળીને ના રાખી હોય? એ વાત બીજી છે કે આવી રીતે બીજી નોટ પણ વાળી ને રાખી શકાય છે. જજે બંનેનાં હાથમાં છૂટાછેડાનાં પ્રમાણપત્ર આપી દીધા. કેટલીકવાર બંને ઉભા રહ્યા પછી સ્ત્રીએ રેન્સી સામે જોઈને કહ્યું કે " મારા મતે તું આજ બળદગાડીમાં ઘરે પાછો જશે. ત્યાં કબાટ ઉપર ડબ્બામાં રોટલી રાખેલ છે, અને માસ તપેલીમાં ઢાંકીને રાખ્યો છે જેથી કુતરો એને ખાઈ નાં જાય. અને ધડીયાળ માં ચાવી ભરી દેજે જેથી એ બંધ ન થઇ જાય.

રેન્સીએ લાપરવાહી દેખાડતા કહ્યું તું તો તારા ભાઈ એડનાં ઘરે જશેને. " મારા મતે હું રાત્રી પહેલાજ ત્યાં પહોંચી જઈશ. હું નથી માનતીકે મારા સ્વાગત માટે ત્યાં કોઈ ખુશ થાય. પણ મારા માટે એ સિવાય બીજી કોઈ જગ્યા નથી કે હું ત્યાં જઈને રહી શકું. " રસ્તો ખરાબ છે હવે મારે જવું જોઈએ. રેન્સી તું મને વિદાય આપવાનું વિચારે તો હું પણ તને અલવિદા કહું. રેન્સી એ નરમાશથી કહ્યું " મેં તો અત્યાર સુધી એક પણ એવી વ્યક્તિ નથી જોઈ જે અલવિદા નાં કહે પરતું તારે કહ્યા વગર જવું હોય તો મને ખબર નથી". અરીલા ચુપ હતી. તેને પાંચ ડોલરની નોટ અને છૂટાછેડાનાં પ્રમાણપત્ર પોતાની પાસે રાખ્યો. વાઈડપે ચશ્માં પાછળની આંખોથી તે જોઈ રહ્યા. અરીલાએ કહ્યું " આજે રાત્રે તને એકલતા અનુભવાશે." રેન્સી પહાડીઓમાં જોઈ રહ્યો. અરીલા સામે તેને જોયું નહિ. તેને કહ્યું " મને લાગે છે કે આજે ત્યાં બહુ એકલતા હશે પરતું લોકો પાગલ બની જાય અને છૂટાછેડા લેવા માંગે તો તેને કોણ રોકી શકે. લાકડીનાં ટેબલને સભળાવતી હોય તેમ અરીલાએ કહ્યું " જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પોતાના ઘરે રહેવા દેવા માંગતો ન હોય તો છૂટાછેડા લેવા જ પડે.

"કોણે રહેવા માટે નાં પાડી"

" તો કોઈએ રહેવા માટે કહ્યું પણ નહિ, મારા મતે મારે હવે એડનાં ઘરે જવા નીકળવું જોઈએ."

"પેલી જૂની ઘડિયાળ ને હવે કોઈ ચાવી નહિ ભરે"

" શું તારી એવી મરજી છે કે હું ગાડીમાં બેસીને તારી સાથે આવું અને તેને ચાવી ભરું "? પેલો પહાડી વ્યક્તિ પોતાની ભાવનાઓ ને છુપાવવા માંગતો હતો પરતું તેને અરીલાનો હાથ પકડી લીધો. સ્ત્રી ની પ્રવિત્ર આત્માની આભા એના મુખ ઉપર દેખાઈ આવી. રેન્સીએ કહ્યું " તે શિકારી કુતરા તને હવે ક્યારેય ડરાવશે નહિ. હું માનું છું કે મારી જ વધારે ભૂલો હતી. અરીલા તું પેલી ઘડિયાળ ને ચાવી લગાવી દે. અરીલા એ ધીમા અવાજમાં કહ્યું " રેન્સી એ ઘરમાં તારી સાથે મારા હ્રદયની ઘડકન જોડાયેલ છે હવે હું કોઈ દિવસ પાગલપન નહિ કરું.

હવે આપણે ચાલવું જોઈએ. જેથી સુરજ ડૂબવા પહેલા આપને પહોંચી જઈએ. બંને જેવા બહાર જવા લાગ્યા ત્યાજ જજે રોક્યા અને કહ્યું "' ટેનીસ રાજ્યની સભ્યતા ઉપર હું તમને ન્યાય નો ઉલ્લેધન કરવાની રજા નહિ આપી શકું. આ ન્યાયલય બે પ્રમીઓનાં હૃદયનાં ભેદભાવનાં વાદળો ખસી જવાથી ખુબ જ આણંદ અનુભવે છે પરતું ન્યાયાલયને રાજ્યની નૈક્તિકતા અને મહત્વની રક્ષા કરવી જ પડે. આ ન્યાયાલય તમને એ વાતની યાદ અપાવે છે કે હવે તમે બંને પતિપત્ની નથી. નિયમોનુસાર છૂટાછેડા થયેલ છે. તેથી તમે બંને વિવાહિત વ્યક્તિઓની સુવિધાઓ અને ફાયદાઓ નથી મેળવી શકતા. અરીલા એ રેન્સીને જોરથી ભેટી પડી. શું આનો અર્થ એ થયો કે હું એનાથી એ વખતે અલગ થાવ જ્યારે અમે જીવનનું પહેલો પાઠ અત્યારેજ સીખવા મળ્યો. જજે કહ્યું ન્યાયાલય છૂટાછેડા દ્વારા નિર્ધારિત બંધન હટાવવા માટે પણ તૈયાર છે. લગ્નની પવિત્ર રીત સાચવવા માટે સમાધાન કરવા માટે અને પોતાની ઈચ્છા અનુસાર વિવાહિત જીવનનાં આનંદ ઉપભોગ માટે સહાયતા કરવા માટે ન્યાયાલય અહિયાં છે. પરતું આ રસમ પૂરી કરવા માટેની ફી પાંચ ડોલર છે. અરીલાએ તરત જ પોતાની પાસે રાખેલ પાંચડોલર ની નોટ ટેબલ ઉપર મૂકી અને રેન્સીનાં હાથમાં હાથ રાખી એ જજ દ્વારા બોલાતા શબ્દો સાંભળતી રહી.

રેન્સી એને બળદગાડી સુધી લઇ ગયો અને બંને એમાં બેસી ને હાથમાં હાથ રાખી પહાડોમાં જવા લાગ્યા. જજ આવી ને દરવાજા ઉપર બેઠયા અને પોતાના જૂતા કાઢવા લાગ્યા. તેઓએ પાંચ ડોલરની નોટ વારંવાર જોઈ અને પોતાના કોર્ટનાં ખીસામાં રાખી પાઈપ સળગાવી પીવા લાગ્યા ફરી એકવાર પેલી મરધી અર્થ વગર ચુ ચુ કરતા કરતા વસ્તીની મુખ્ય સડક ઉપર ફરવા લાગી.